Last Update : 26-July-2012, Thursday

 

એક સત્ય ઘટના ઃ પ્રચંડ પ્રલોભન વચ્ચે ય જૈન યુવાનોની અડગ ધર્મનિષ્ઠા!!

- અમૃતની અંજલિ

 

થોડા સમય પૂર્વે અત્યંત હૃદયસ્પર્શી પ્રેરણા આપતી કાલ્પનિક રૂપક કથા વાંચવા મળી હતી. કથા કૈંક આવી હતી.
એક જ ગાયના સંતાન બે બળદો. માલિક એમને ગાડામાં જોતરીને એટલો બધો ભાર વહન કરાવતો કે ક્યારેક ક્યારેક પીડાનાં કારણે બળદોની આંખમાં આંસુ છલકાઈ જતાં. એક ગધેડાએ આ દ્રશ્ય નિહાળ્યું. એણે હમદર્દીથી બળદોને પૂછ્‌યું ઃ ‘‘કેમ આટલો બધો ત્રાસ તમે સહન કરી લો છો?’’ પેલા બળદોએ કહ્યું ઃ ‘‘ચાકરી ન કરીએ તો માલિક સાચવે નહિ, ભરપેટ ભોજન આપે નહિ.’’ ગધેડાએ પોતે ‘સાવ ગધેડો જેવો’ નથી એ પુરવાર કરતી અક્કલમંદ સલાહ આપી ઃ ‘‘ભાઈ! મારી જેમ તમે થોડા ચતુર થઈ જવાનું રાખો. મારો માલિક કુંભાર મારા પર વઘુ પડતો બોજ લાદવા આવે ત્યારે હું પહેલેથી માંદો હોવાનું નાટક કરવા માંડું, ઘૂળમાં આમથી તેમ આળોટ્યા કરું અને અસહ્ય પીડા છે તેવો દેખાવ કરું. એટલે મારો માલિક તરત માંડવાળ કરી દે. બસ, તમારે ય આવું જ કરવું.’’
પણ... બન્ને બળદોએ કમાલ કરી દીધી. એમણે ગધેડાને કહ્યું ઃ ‘‘આ અમારા માટે શક્ય નથી.’’ ‘‘કેમ? શું કારણ છે એમાં? ન આવડે તો એક વાર આ ‘નાટક’ની ‘નેટપ્રેક્ટિસ’ હું તમને કરાવી દઉં. પછી ક્યાં વાંધો છે?’’ ગધેડો બોલ્યો. બળદોએ ખાનદાનીભર્યો ઉત્તર આપ્યો. ‘‘ન આવડવાનો કોઈ પ્રશ્ન નથી. પણ અમે આ એટલા માટે નહિ કરી શકીએ કે અમે અમારી માનું ‘ગાયનું દૂધ’ પીને ઉછર્યા છીએ. આવી છેતરપીંડી કરીએ તો અમારી માનું દૂધ - ‘ગાયનું દૂધ’ લાજે!!’’
બળદ તો એક અણસમજ પ્રાણી-પશુ છે. આમ છતાં એને પણ જો છેતરપીંડીનું નંિદ્ય કાર્ય કરવામાં દૂધની ઈજ્જત-ખાનદાનીની આબરૂ નડતી હોય તો પછી આપણે તો પશુથી ચડિયાતા વિવેકથી સભર માનવ છીએ. આપણે કેમ કોઈ નંિદનીય કાર્ય કરી શકીએ? માનવ તરીકેની આપણી કક્ષાનું-વિવેકથી ભર્યા ભર્યા આ અવતારનું સ્મરણમાત્ર આપણને કુત્સિત કાર્યોથી અટકાવનાર બની રહેવા જોઈએ. એટલે જ મહાન જૈનાચાર્ય શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ઓગણીશમાં અને છેલ્લા સર્વસામાન્ય સદાચારરૂપે આ વાતનું નિરૂપણ કરતાં આ સંસ્કૃતિ પંક્તિ લખે છે કે ઃ ‘‘પ્રવૃત્તિર્ગર્હિતે નૈવ, પ્રાણેઃ કણ્ઠગતૈરપિ’’ ભાવાર્થ કે પ્રાણ કંઠે આવી જાય - જીવ જોખમમાં આવી જાય તેવી કસોટીસમયે પણ નંિદનીય કાર્ય તો જ ન કરવું.’’
ખૂબી આ નિરૂપણની એ છે કે એમાં પ્રાણ જાય તેવી પરિસ્થિતિમાં પણ નંિદ્ય કાર્ય ન જ કરવાની અડગ ટેકીલી વૃત્તિ ધરવાની પ્રેરણા છે. બાકી સામાન્યઃ શૈલી એ હોય છે કે પ્રણાંત કષ્ટ સમયે કેટલીય બાબતોમાં બાંધ-છોડ માન્ય ગણાય છે. આમ છતાં અહીં આવી સત્ત્વસભર શૌર્યસભર જે રજૂઆત છે એ એમ દર્શાવે છે કે નંિદાપાત્ર ગણાય તેવાં કૃત્યોથી સજ્જન વ્યક્તિએ કેવાં જોજનો-જોજનો દૂર રહેવું જોઈએ.
નંિદનીય કૃત્યો એટલે? જે ખુલ્લં ખુલ્લા દોષરૂપ-અધર્મરૂપ-પાપરૂપ ગણાતાં હોય અને શિષ્ટ જનો જેને સ્વપ્નાં પણ સ્વીકાર્ય ન ગણતા હોય એવાં કૃત્યો. કેટલાંક ઉદાહરણો વિચારીએ તો વ્યભિચાર-દુરાચાર એ નંિદનીય કૃત્ય છે, તો દેશદ્રોહી બનવું એ નિદ્યં કૃત્ય છેં; વિશ્વાસઘાત કરીને કોઈનું સત્યનાશ વાળવું એ નંિદનીય કૃત્ય છે, તો દારુડિયા-છાકટા બનવું એ ય નંિદ્ય કૃત્ય છે, જુગાર રમવો એ અધમ કૃત્ય છે, તો લાંચ લેવી-હરામના પૈસા પડાવવા એ પણ નંિદ્ય કાર્ય છે.
અલબત્ત, આમાંની કેટલીક બાબતો એવી ય છે જે આજ-કાલ અલગ નામોનાં અંચળા નીચે ‘હાઈ સોસાયટી’ના પરિવારોમાં ક્યાંક ‘મોર્ડનાઈઝેશન’નાં ંસ્વરૂપે ફૂલી-ફાલી છે. ક્યાંક ‘વાઈન પાર્ટી’ના નામે દારુની છોળો ઉડે છે, તો ક્યાંક તદ્દન ભ્રષ્ટ ‘કી-ગેમ’ના નામે દુરાચારનાં નગ્ન નૃત્ય ચાલે છે. ત્યાં જુગાર પણ છે અને બેવફાઈ-ધોખાબાજીના વરવા ખેલ પણ છે. આ બઘું જો પાશ્ચાત્ય સંસ્કૃતિની અસરરૂપે વિસ્તરતું હોય તો એટલી ટકોર કરવાનું ચોક્કસ મન થાય કે પશ્ચિમ તરફ જ ઢળતાં રહેશો તો છેવટે આથમવાનો વારો આવશે!! કેમ કે સૂર્ય હંમેશાં પશ્ચિમમાં જ આથમે છે.
કોઈ વર્ગ ભલે પોતાની વિકૃત વિચારધારાનાં કારણે ઉપરોક્ત બાબતોને ‘મોર્ડનાઈઝેશન’ રૂપે ગણાવે, પરંતુ એટલા માત્રથી એની નંિદનીયતામાં લેશ પણ ફર્ક નથી આવતો. ઝેરને કદાચ સરસ રીતે પેકીંગ કરીને અમૃતરૂપે રજૂ કરવામાં આવે તો પણ એ ઝેરની સંહારકતામાં લેશ પણ ફર્ક ક્યાં આવે છે? વસ્તુતઃ એ સ્પષ્ટ સમજી લેવું કે જે ખરાબ કૃત્યોનાં કારણે આત્મા ભયાનક પાપોથી લેપાય, સંભવિત દુર્ગતિ તરફ ઘસડાય અને વર્તમાનજીવનમાં જે જાહેર થઈ જવાથી સામાજિક પ્રતિષ્ઠા ખતમ થાય - લોકતિરસ્કાર મળે - સજા મળે તે પ્રવૃત્તિ ચોક્કસ નંિદનીય જ છે.
આવી પ્રવૃત્તિથી વિરમવા માટે ચાર વિકલ્પો વિચારી શકાય.
પહેલો વિકલ્પ છે સમજદારીનો. સંતોના સદુપદેશથી-ઉત્તમ સાહિત્યનાં વાંચનથી અને કુલવાન પૂર્વજ પરંપરા દ્વારા ગળથૂંથીમાંથી મળેલ સંસ્કારથી વ્યક્તિ એવી સચોટ જડબેસલાખ સમજદારી વિકસાવે એ દુષ્કૃત્યો-પાપો તરફ જરા પણ ન આકર્ષાય. કદાચ નિમિત્તો-પ્રલોભનો લલચામણાં આવી પડે તો ય એની મજબૂત સમજ એને એ પાપકૃત્યો-અકાર્યોથી દૂર રાખે ઃ ‘ઝેર પ્રાણઘાતક છે’ આ સ્પષ્ટ સમજ જેમ વ્યક્તિને ઝેરથી સદા દૂર રાખે એમ!!
બીજો વિકલ્પ છે ખાનદાનીના વિચારનો. સજ્જન-સારી વ્યક્તિ ગલત આકર્ષણો સામે પગલે આવી રહે - નંિદ્ય કૃત્યો કરવાની અનુકૂળતાઓ સામેથી આવી ચડે ત્યારે પોતાની ખાનદાન કુલપરંપરાનો વિચાર કરે કે ‘મારાં ઉત્તમ ખાનદાનને આ ન શોભે.’ લેખના પ્રારંભે ટાંકેલ રૂપકથામાંના બળદે જેમ ‘ગાયનું દૂધ મારાથી ન લજવાય’ એ વિચાર કર્યો, એમ આ વ્યક્તિ પણ ‘મારાથી મારાં ઉત્તમ ખાનદાનનું લોહી ન લજવાય’ એવો વિચાર કરે. યાદ રહે કે ‘કુલદીપક’ તેને કહેવાય કે જે પોતાનાં પ્રશંસનીય કૃત્યોથી પૂર્વજોની કીર્તિને સમુજ્જવલ કરે. જે પોતાનાં અધમ-નંિદ્ય કૃત્યોથી કુલની કીર્તિને કલંકિત કરે તે તો ‘કુલાંગાર’ કહેવાય. બીજા વિકલ્પ ધરાવતી વ્યક્તિ અંતઃકરણથી એમ વિચારે કે હું ‘કુલદીપક’ ન બની શકું કદાચ, તો ય ‘કુલાંગાર’ તો ન જ બનું.’
ત્રીજો વિકલ્પ છે બદનામીના-દંડના વિચારનો. આ વિકલ્પ ધરાવતી વ્યક્તિ વિચારે કે ‘હું જો અધમ-નંિદ્ય કાર્યો કરતાં રંગે હાથે પકડાઈ જાઉં તો માઘ્યમોનાં છાપરે ચડીને સમાજમાં બદનામ થઈ જઈશ, મારી ઈજ્જતની ધજિયાં ઊડશે, કોઈ સારા પરિવારો મારી સાથે સંબંધ નહિ સ્થાપે. અને જો કાયદાના સાણસામાં સપડાઈ ગયો તો વર્ષોનાં વર્ષો જેલમાં સબડવાના સંયોગો સર્જાશે. આના કરતાં બહેતર છે કે હું આ અપકૃત્યોથી મન મારીને પણ દૂર જ રહું.’
ચોથો અને અંતિમ વિકલ્પ છે દુર્ગતિના ડરનો. ચોરી-લબાડી-દુરાચાર-ઘાતકી હત્યાઓ-પ્રચંડ જીવહંિસા વગેરેનો અંજામ દારુણ-કરુણ દુર્ગતિમાં પરિભ્રમણરૂપે આવે છે. નરક આદિ દુર્ગતિનાં જાલિમ દુઃખોનો થરથરાવી દે તેવો ચિતાર જાણીને વ્યક્તિ અપકૃત્યો-નંિદ્યકૃત્યોથી દૂર રહે કે ‘મારે આ જાલિમ પરેશાની નથી વેઠવી. એના કરતાં તો આ કૃત્યોથી જ દૂર રહેવું સારું.’
આ ચાર પૈકી ત્રીજો અને ચોથો વિકલ્પ ભયજન્ય છે. એમાં વ્યક્તિ પાપથી દૂર રહે છે ખરી, પરંતુ એનું ચાલક પરિબળ ‘ભય’ છે. જો આ વિકલ્પોવાળી વ્યક્તિને બદનામીનો-સજાનો અને દુર્ગતિનો ભય ન સતાવતો હોત તો એ ખુશી ખુશી નંિદ્ય કૃત્યો માટે સજ્જ થઈ ગઈ હોત. માટે એ બે વિકલ્પ ‘થર્ડ કેટેગરી’ના છે. એનાથી વઘુ સારો ‘સેકન્ડ કેટેગરી’નો વિકલ્પ ખાનદાનીના વિચારવાળો છે. આ વિચારની વ્યક્તિ ભય ન હોવા છતાં ય અપકૃત્યો નહિ કરે. કેમ કે એને એની ખાનદાનીનું
મૂલ્ય પ્રલોભન કરતાં ય વઘુ છે. આનાથી પણ શ્રેષ્ઠ ‘નંબર વન કેટેગરી’નો વિકલ્પ સમજદારીવાળો છે. કેમ કે આમાં વ્યક્તિ સ્વયંસમજથી મક્કમપણે નંિદ્ય કૃત્યથી દૂર રહે છે.
સમજણનાં સ્તરથી વ્યક્તિ ભાવિત થઈ હોય તો ગજબનાક પ્રલોભન પછીય પાપકૃત્યથી કેવી દૂર રહે એ જાણવું છે? તો વાંચો, આ ‘ધન્યવાદ’ કહેવાનું મન કરાવી દેતી સત્ય ઘટના. જો કે, આમાંનું કૃત્ય લોકદ્રષ્ટિએ નંિદ્ય કક્ષાનું હરગિજ ન હતું, માત્ર જૈન ધર્મનાં જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ એ વઘુ પડતું જીવહંિસામય હતું. આમ છતાં આ ઘટનાના બે જીવંત પાત્રોએ અડગ રહીને પ્રલોભનન અલવિદા કહી છે. ઘટના એ આવી છે ઃ
‘એલોવીરા’ નામે વનસ્પતિ. એમાંથી ક્રીમ-શેમ્પુ વગેરે અઢળક ‘કોસ્મેટીક’ પ્રસાધનોનું ઉત્પાદન કરવાનો એક મોટો પ્રોજેક્ટ ચારેક વર્ષ પૂર્વે સરકારી પીઠબળથી અમલમાં આવી રહ્યો હતો. ઘણા સાહસિક વ્યાપારીઓ એના ‘ટેન્ડર’ ભરવા-પ્રાથમિક રોકાણ કરવું વગેરેમાં સામેલ હતા. એમાં બે જૈન યુવાનોએ પણ ભાગીદારીમાં ઝંપલાવ્યું. નસીબયોગે એમની ‘ઓફર’ સ્વીકારાઈ ગઈ અને આખો પ્રોજેક્ટ એમના હાથોમાં આવી ગયો. કોઈપણ જોખમ વિના કરોડો રૂપિયાનો જંગી નફો આમાં નિશ્ચિત હતો. એવામાં જ એમના પરિચિત ગુરુભગવંતે એમનું ઘ્યાન દોર્યું કે આ ‘એલોવીરા’ વનસ્પતિ તો ‘અનંતકાય’ છે. જૈન પરિભાષા મુજબ, ‘અનંતકાય’ કક્ષાની વનસ્પતિમાં અતિ ઘોર જીવહંિસા થાય. બન્ને યુવાનો ચમકી ગયા. ઊંડાણથી તપાસ કરાવી, તો આ વનસ્પતિ ‘અનંત કાય’ હોવાનું પુરવાર થયું. બન્નેએ ક્રોડોરૂપિયાનાં પ્રલોભન ફગાવી દઈને આ પ્રોજેક્ટમાં જોડાવાનો સામે પગલે ઈન્કાર કર્યો. આમ કરવા જતાં પ્રારંભમાં કરેલ રોકાણની નુકસાની પણ એમણે હસતે મુખે વેઠી. અઢી વર્ષ પૂર્વે એમણે આ પરાક્રમ કર્યું!!
આ બે યુવાનોનાં નામ છે જિતેશ શાહ અને નીલેશ રાણાવત. આ પૈકીના નીલેશ રાણાવત તો જૈન સંઘમાં સ્ટાર સંગીતકારરૂપે વિખ્યાત છે!! સ્વતઃ ‘ધન્યવાદ’ આપવાનું મન થઈ જાય એવી આ યુવાનોની નિષ્ઠા એક તરફ છે, તો બીજી તરફ ક્વચિત્‌ કોઈક જૈનની નંિદ્ય વ્યવસાયમાં સામેલગીરી પણ છે. એવાઓ માટે વ્યથિત હૃદયે શ્રી પ્રવીણભાઈ દેસાઈની આ કાવ્યપંક્તિ ટાંકવાનું મન થાય છે કે ઃ
‘‘ઓ વીરપ્રભુના પુત્રો, એક વાત હૃદયમાં ધરજો,
મહાવીરતણાં શાસનને, બદનામ કદી ના કરજો...’’

Share |
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved