Last Update : 26-July-2012, Thursday

 
અર્જુન અને કર્ણમાંથી કોણ ચડે ઃ દાનેશ્વરી કર્ણ ચડે !
- આંખ છીપ, અંતર મોતી
- રાજામાતા કુંતીએ કહ્યું ઃ હે શ્રીકૃષ્ણ, મારા પગમાં કાંટો વાગે તેવું થજો !

મહાભારતના યુદ્ધ પૂર્વે કર્ણ અને અર્જુનની વચમાં કોણ ચડે એની સ્પર્ધા હંમેશા થયા કરતી. એક વાર જંગલમાં કર્ણ અને અર્જુન સામે સામે ટકરાઈ ગયા. બંનેના અશ્વો એકબીજાની સામે આવી ગયા. સાંકડી પગદંડી પરથી એક જણ પાછું વળે તો બીજો આગળ જઈ શકે. કિન્તુ આ બંનેમાંથી કોઈ પાછા વળવા તૈયાર નહોતું. બંને રાજકુમારો પોતાની શક્તિ પર મુસ્તાક હતા.
અર્જુન કહે ઃ ‘કર્ણ, તારો અશ્વ પાછો વાળ.’
કર્ણ કહે ઃ ‘અર્જુન, તારો અશ્વ પાછો વાળ.’
બંને રાજકુમારમાંથી કોઈ પોતાનો અશ્વ પાછો વાળવા તૈયાર નહોતું. બંને ઝઘડી પડ્યા.
અર્જુન કહે ઃ ‘આપણે બંને ધનુષ્યબાળ ઉઠાવીએ. જે હારે તે અશ્વ પાછો વાળે.’
કર્ણ કહે ઃ ‘કબૂલ, આવી જા.’
કર્ણ અને અર્જુને ધનુષ્યબાણ ઉઠાવ્યા અને ટંકાર કર્યો. જાણે બ્રહ્માંડ ફાટ્યું.
ગુરુ દ્રોણાચાર્ય આશ્રમમાં બેઠા હતા. એ ધનુષ્યનો ટંકાર સાંભળી સમજી ગયા કે આ અવાજ કર્ણ અને અર્જુનના ધનુષ્યનો છે. આવો શક્તિશાળી અવાજ કર્ણ કે અર્જુન સિવાય કોઈની તાકાત નથી કે પ્રગટાવી શકે !
દ્રોણાચાર્યને વિસ્મય થયું, આ અવાજ અત્યારે શા માટે ? એ તત્ક્ષણ સમજ્યા કે નક્કી બંને વચ્ચે લડાઈ જામી છે અને બંને રાજકુમારો જો અટકે તો મારાથી જ અટકે !
દ્રોણાચાર્ય દોડ્યા.
કર્ણ અને અર્જુન સામસામે બાણ ફેંકતા હતા. આખું આકાશ બાણથી છલકાઈ ગયું હતું. બંનેમાંથી કોઈ હારે તેમ નહોતું. દ્રોણાચાર્ય દોડતા ત્યાં આવ્યા અને બંનેની વચ્ચે ઊભા રહી ગયા !
દ્રોણાચાર્ય તીવ્ર અવાજમાં કહ્યું ઃ ‘તમે બંને શૂરવીર છો, તમે બંને મહાન છો, તમને બંનેને કોઈ હરાવી શકે નહીં ! તમે અહીં જ અટકી જાવ. યુદ્ધ ના કરો !’
બંને રાજકુમારો શ્રી કૃષ્ણને પૂછ્‌યું ઃ ‘હું અને કર્ણ- અમારા બંનેમાંથી કોણ ચડે ?’
શ્રી કૃષ્ણના મુખ પર સ્મિત છવાઈ ગયું. તેમણે કહ્યું ઃ ‘જ્યારે સમય આવશે ત્યારે ખબર પડશે !’
અર્જુન કહે ઃ ‘તમારી માર્મિક વાત ક્યારે સમજાતી નથી.’
શ્રી કૃષ્ણ હંમેશા અર્જુનની સાથે રહે પણ પ્રશંસા તો કર્ણની કરે ! શ્રી કૃષ્ણ કહે ઃ ‘દાન તો કર્ણનું !’
અર્જુન આ સાંભળીને ગુસ્સે થઈ જાય. એ કહે ઃ ‘હે કૃષ્ણ, તમે રોજ કર્ણના વખાણ કેમ કરો છો ? શું હું દાન આપતો નથી ?’
શ્રી કૃષ્ણ કહે ઃ ‘અર્જુન, કેટલીક વાતો સમજવા માટે સમય જ ઉત્તર આપી શકે !’
-આચાર્યશ્રી વાત્સલ્યદીપ સૂરિજી

Share |
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved