Last Update : 26-July-2012, Thursday

 
અક્ષય - ચતચિદાનંદ પરમેશ્વર ‘શિવોઃહમ’ ‘શિવોઃહમ’

 

મહાપ્રલય વખતે સ્થાવર - જંગમ જગત નાશ પામ્યું હતું. શબ્દ, સ્પર્શ, ગંધ કે રસ નહોતા. તેમજ દિશાઓનાં મુખ પણ નહોતા. એવો ગાઢ અંધકાર ફેલાયે હતો કે એક જે સદ્‌ભ્રમ હતુ, તેને જ સાંભળીને એક સત્‌ વસુ પ્રાપ્ત કરી શકાય છે, તે સત્ય-જ્ઞાન અને પરમાનંદ સ્વરૂપ છે, જે અદ્વિતિય, અનાદિ અને અંતરહિત છે, તેમજ વિકારરહિત અને ચૈતન્ય સ્વરૂપ છે. એ પરબ્રગ્મને કેટલાક કાળે બીજું રૂપ થવાની ઇચ્છા થઈ. તે આદિ અને સર્વમાં સંસ્કારરૂપ છે એવી શુદ્ધ સ્વરૂપ ઐશ્વર્ય મુર્તિની કલ્પના કરીને અદ્વિતિય, અનાદ્યત, સર્વાભાસ, સર્વવ્યાપક અને નિર્વિકાર જે ચૈતન્ય સ્વરૂપ પરબ્રહ્મ છે તેની જ મૂર્તિ પ્રગટ સ્વરૂપ સદાશિવ પ્રાચિન અને અર્વાચિન વિદ્વાનો તેને ઈશ્વરે કહે છે, તે પરમપુરુષ ‘શિવ’જ ઈશ્વર છે, શંભુ છે. જેમનો કોઈ ઈશ્વર નથી.
શિવજી આદિ અને અંતમાં મંગળરૂપ છે. જેના સમાન કોઈ જડ કે ચેતન પદાર્થ નથી, જે અજર-અમર આત્મારૂપે પ્રકાશે છે અને જે પાંચ મુખવાળા હોઈ મહાપાપોને દૂર કરવાના સ્વભાવવાળા તે આત્મદેવ સ્વરૂપ શ્રેષ્ઠતમ શિવજીવનું સ્વરૂપ સકલ એટલે કલા સહિત અને નિષ્કલ એટલે કલા રહિત છે. બીજાં કોઈના એવા સ્વરૂપ નથી. શિવજી સર્વમાં વ્યાપક હોવાથી તેજ સ્વરૂપ આત્મા છે.
સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, તિરોભાવ અને અનુગ્રહ એ પાંચ શિવજીના જકત સંબંધી કૃત્યો નિત્યસિદ્ધ છે. સંસારનો આરંભ તે સૃષ્ટિ તેની પ્રતિષ્ઠા, વૃદ્ધિ અને પાલન તે સ્થિતિ, તેનો નાશ તે સંહાર, તેનો ઉદ્ધાર, ઊંચી ગતિ કરવી તે તિરો ભાવ અને તેનો મોક્ષ તે અનુગ્રહ. શિવજીના ભક્તો સૃષ્ટિ, જળમાં સ્થિતિ, અગ્નિમાં સંહાર, પવનમાં તિરોભાવ અને તેનો મોક્ષ તે અનુગ્રહ તે શિવજીમાં જ જુએ છે. આ પાંચ કૃત્યો યોગ્ય રીતે થાય છે કે નહિ તે જોવા માટે તેમને પાંચ મુખ છે. ચાર દિશાના ચાર અને પાંચમું મુખ તેઓની વચ્ચે રહે છે.
શિવજી વિષે જ્ઞાન મેળવવા ૐ કાર મહામંગળ સ્વરૂપ જપવાથી તેનું જ સ્મરણ થાય છે. આ મંત્ર શિવજીના મુખમાંથી ઉત્પન્ન થયેલ છે. ૐકાર અભિમાનનો નાશ કરનાર મંત્ર છે. ‘આકાર’ તેમના ઉત્તર તરફના મુખમાંથી ‘ઉકાર’ તેમના પશ્ચિમ તરફના મુખમાંથી ‘મકાર’ દક્ષિણ તરફના મુખમાંથી બંિદુ પૂર્વ તરફના મુખેથી અને નાદ એ વચ્ચેના મુખેથી એમ તે ૐકાર સ્વરૂપ થયો. નામ તથા રૂપસ્વરૂપ સર્વ જગત તથા ચાર વેદ આ મંત્રથી વ્યાપ્ત છે. પંચાક્ષર મંત્ર આ ઓમકારથી જ ઉત્પન્ન થયો છે. તે ક્રમ પ્રમાણે અકારાદિ ક્રમથી નકારાદિ ક્રમે - ૐ નમઃ શિવાય છે.
ૐ રૂપમા જેને અભિવ્યક્ત કરવામાં આવે છે, એ પરબ્રહ્મ સ્વયંમાંજ બધી રીતે પૂર્ણ છે અને એનાથી રચેલ આ સૃષ્ટિ સ્વયંમાંજ પૂર્ણ છે. જે સ્થિતિમાં વ્યક્તિ આના મર્મને જાણી લે છે કે આ આમ તત્વ જ સમસ્ત ભૂતોનો રૂપમાં પ્રગટેલું છે. એવી સ્થિતિમાં મોહ અને શોકથી પર બની જાય છે. સંપૂર્ણ પ્રાણીઓ અને પદાર્થોનો રસ પુરુષ છે. વાણીનો રસ સામ છે. સામનો રસ ઉદ્‌નીથ છે. ૐ કાર છે. જે તમામ રસોમાં ઉત્તમ છે. તેજ શિવજીનું પ્રતિક છે.
જે રીતે મિથુન (સ્ત્રી-પુરુષ)નું મિલન એકબીજાની કામનાઓની પૂર્તિ કરે છે તેવી રીતે આ વાણી અને પ્રાણ અથવા ૠચા અને સામ જોડાના સંયોગથી ૐકારનું સંસૃજન થાય છે. આ અનુમતિ સૂચક છે. આ મંત્રનો સહારો લઈ ભકતોએ શિવલોકને પ્રાપ્ત કરે છે, જે શાંતિપૂર્ણ, અજર-અમર, ભયરહિત અને સર્વોત્કૃષ્ટ છે.
શિવદેવને એકાક્ષર ૐ કહે છે. તે શિવ સ્વરૂપ છે. વેદના મસ્તકરૂપ ૐકારની ચાર માત્રાઓ અકાર-ૠગ્વેદ, મકાર-સામવેદ, ઉકાર-યજુર્વેદ, તથા નાદને અથર્વેદ કહે છે. અકાર મહાબીજ હોઈ રજાગુણી બ્રહ્મા છે. ઉકાર-પ્રકૃતિ સ્વરૂપ પાલનકારી વિષ્ણુ છે. મકાર તમો ગુણી સ્વરૂપ સંહારક રુદ્ર છે અને નાદ પરમ પુરુષ ઈશ્વર-નિર્ગુણ અને નિષ્ક્રિય શિવ છે. જેનાથી પર કે અપર કાંઈ નથી.
‘ૐ નમઃ શિવાય’ આ મંત્રથી પાંચ માતૃકાઓ થઈ તેમજ મસ્તકના મુખથી ગાયત્રી ઉત્પન્ન થઈ ચે. મન, અગ્નિ, વાયુ, ચંદ્રમા, દિવસ-રાત્રી, ગરમી, મેઘ, વિદ્યુત, પ્રાણ, વેદ, યજ્ઞ, દક્ષિણ એ સાવિત્રી (ગાયત્રી) છે. ગાયત્રીનું ‘તત્સવિતુર્વરેણ્યં’ એ પહેલું ચરણ છે. ‘ભર્ગો દેવસ્ય ધીમહિ’ બીજું ચરણ છે. ‘ધિયો યોનઃ પ્રચોદયાત’ એ ત્રીજું ચરણ છે. જગતમાં જે કાંઈ પ્રત્યક્ષ દૃશ્યમાન છે તે ગાયત્રી જ છે, તે સર્વ ભૂત રૂપ છે. ચાર વેદ એનાં ચરણ છે. પ્રાતઃકાળે એક હજાર આઠ ગાયત્રીમંત્રના જાપ કરનારને શિવપદની પ્રાપ્તિ થાય છે.
શિવજીનું પૂજન કરનાર માટે લંિગ અને મૂર્તિ બંને સમાન છે. તેમ છતાં લંિગ પૂજન ઉત્તમ છે. માટે મોક્ષ મેળવનારે લંિગ પૂજન ૐકાર મંત્રથી અને મૂર્તિનું પૂજન પંચાક્ષર મંત્રથી કરવું. લંિગ અને લંિગીનો કોઈ ભેદ નથી. એ શિવજીનું જ પ્રતિક છે. જ્યાં લંિગ ન હોય અને મૂર્તિ હોય તે પૂર્ણ ક્ષેત્ર ગણાતું નથી. સર્વકામનાઓ પૂર્ણ કરનાર પ્રણવ લંિગ તેજ પહેલું લંિગ છે. (ૐ એજ મુખ્ય લંિગ છે) જે સ્વયં ભૂલંિગ છે. શિવજી નિષ્કલ-નિરાકાર હોવાથી લંિગ રૂપે અને સકલ સાકાર હોવાથી મૂર્તિ રૂપે પૂજાય છે.
પ્રણવને બે પ્રકારનો કહ્યો છે ઃ- સૂક્ષ્મ અને સ્થૂળ. એક અક્ષરવાળો સૂક્ષ્મ જાણવો અને પાંચ અક્ષરવાળાને સ્થૂળ કહે છે. જે સૂક્ષ્મ છે તેમાં પાંચ અક્ષરો અપ્રગટ છે. જે સ્થૂળ છે તેમાં પાંચ અક્ષરો અતિપ્રગટ છે. જીવનમુક્તિ માટે સૂક્ષ્મ પ્રણવ જ સર્વના સાર રૂપ છે. કેમ કે પોતાનો દેહ નાશ પામે ત્યાં સુધી એ જ મંત્ર વડે તે પરમાત્માનું ઘ્યાન ધરનાર શિવને પામે છે.
સૂક્ષ્મ પ્રણવ રૂપ લંિગ અને સ્થૂળ લંિગ, બંનેનું પૂજન તપ ગણાય છે.
તે બંને સાક્ષાત મોક્ષ આપનાર છે. પુરુષ સ્થાપિત કે પુરુષરૂપ લંિગ અને પ્રકૃતિરૂપ લંિગ એમ અનેક પ્રકારના લંિગ છે. તેમાંનું પ્રથમ સ્વયં ભૂલંિગ છે. બીજું બંિદુ લંિગ, ત્રીજું સ્થાપિત લંિગ, ચોથું ચર લંિગ અને પાંચમું ગુરૂ લંિગ છે. જેમ સર્વ વ્રતોમાં શિવરાત્રીનું વ્રત શ્રેષ્ઠ ગણાય છે તેમ લંિગોમાં પાર્થિવ લંિગનું પૂજન શ્રેષ્ઠ ગણાય છે.
ચર લંિગ હોય તો નાનું બનાવવું અને જો સ્થાવર એટલે કે અચર હોય તો તે મોટું જ હોવું જોઈએ. ચર લંિગમાં તો બાણ અને પીઠ એક જ વસ્તુના કરાય છે. લંિગનું માપ કરનારના બાર આંગળાનું ઉત્તમ ગણાય છે. વધારે કે ઓછું હોય તો દોષ લાગતો નથી, પરંતુ ફળ ઓછું આપે છે. સામાન્ય રીતે ચર લંિગમાં પણ તેને કરનારના એક આંગળ જેટલું નાનું હોવું જોઈએ. લંિગની પીઠ અંબા સ્વરૂપ અને શિવલંિગ ચૈતન્ય સ્વરૂપ હોય છે. સ્થાવર અને જંગમ એમ બે પ્રકારના લંિગ હોય છે.
નિયમિત શિવલંિગનું દર્શન શિવપદ આપે છે. શિવલંિગથી સો હાથ સુધીનું ક્ષેત્ર પુણ્ય રૂપ છે. ૠષિના અને દેવના ક્ષેત્રમાં હજાર હાથ તેમજ સ્વયં ભૂ જ્યોતિ લંિગ ક્ષેત્રમાં હજાર ધનુષના માપ જેટલું ક્ષેત્ર બને છે. શિવશાસ્ત્ર અને વેદશાસ્ત્ર બંનેમાં પંચાક્ષર મંત્ર અને ૐકાર સાથે ષડાક્ષર છ અક્ષરવાળો કહ્યો છે. તે શિવ સ્વરૂપ છે. પરમેશ્વરે સર્વ પ્રાણીઓને સમગ્ર પદાર્થોની સિદ્ધિ માટે ‘ૐ નમઃ શિવાય’ એ મંત્ર કહ્યો છે. ‘ૐ’ એ એકાક્ષર મંત્રમાં ત્રણે ગુણોથી પર, સર્વજ્ઞ, સર્વકર્તા અને સર્વવ્યાપી પ્રભુ શિવદેવ રહ્યા છે. તે વાચ્ય-વાચક ભાવ સાક્ષાત સ્વભાવથી રહ્યો છે. તે અમાપ હોવાથી શિવ એ મંત્રના વાચ્ય-અર્થ રૂપ છે. અને મંત્ર એ અર્થનો વાચક છે. આ મંત્ર સમાન કોઈ મંત્ર નથી.
પુરુષ રૂપમાં શિવજી-બ્રહ્મ એકલા જ હતા. પુર-પ્રથમ, ઉષ-દાહે, પ્રથમ પહેલેથી જ વિકારો-પાપોને બાળી નાખનાર હોવાથી પુરુષ કહેવામાં આવે છે. આ પુરુષ એકાકી હોવાને કારણે તેણે સ્ત્રી અને પુરુષના એક થવાથી જેટલો આકાર થાય છે તેટલા આકારના બની સ્ત્રી અને પુરુષ એમ બે ભાગમાં વહેંચી દીઘું. બંને ભાગ પતિ-પત્ની બન્યા. ૠષિ યાજ્ઞવલ્કયના કથન પ્રમાણે આ કાયા અર્ધ-બૃગલ (દ્વિદળ અન્નનું એક દળ) સમાન છે. પુરુષનો બાકીનો ભાગ સ્ત્રી તત્વથી પૂર્ણ થાય છે. શિવજીના અર્ધનારી નટેશ્વરની ધારણા અહીં સ્પષ્ટ થાય છે. આમ સૃષ્ટિ પ્રક્રિયા સંપન્ન થઈ. બ્રહ્મથી પુરુષ અને પ્રકૃતિ, મહાદેવથી શિવ અને શક્તિ, પ્રજાપતિથી બ્રહ્મા અને સવિત્રિનું પ્રાગટ્ય આ રીતે થયું. શિવજી-બ્રહ્મ આ રીતે અર્ધ-નારીશ્વર કહેવાય છે.
અ કાર નામના એકાક્ષરથી બીજ સ્વરૂપ અને બ્રહ્માંડ રૂપ ઈંડામાંથી જન્મેલા ભગવાન બ્રહ્મા કહેવાયા, ઉ કાર નામના એકાક્ષરમાંથી વિષ્ણુ અને મકાર નામના એકાક્ષરથી ભગવાન નીલ મહાદેલ કહેવાય છે. અ કાર નામે સૃષ્ટિ ઉત્પન્ન કરનાર છે, ઉ કાર નામે મોહ કરનાર અને મ કાર નામે છે તે નિત્ય કૃપા કરનાર છે. વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજીને શિવજીએ લંિગ સ્વરૂપે દર્શન આપ્યા તે દિવસ લંિગ પ્રાગટ્ય દિન ‘મહા શિવરાત્રી’ના વ્રત તરીકે ઉજવાય છે.
સોમવારી આઠમ અને કૃષ્ણ પક્ષની ચૌદશ આ શિવને પ્રસન્ન કરનાર છે. માધ માસમાં તે શિવરાત્રી (અંધારી તેરસે બીજી તિથિ સાથે મળી હોય તો)નું વ્રત અતિશય ફળ આપનારું છે. જે સારુપ્યા, સાલોક્યા, સાંનિઘ્યા અને સાયુજયા એ ચાર પ્રકારની મુક્તિ ફક્ત શિવજી જ આપી શકે છે. માગશર માસમાં આદ્રા નક્ષત્ર હોય ત્યારે ષોડશોપચારથી શિવ પૂજન કરીને શિવજીનાં ચરણોનાં દર્શન મોક્ષ અન ભોગ આપનાર છે.
વિધિ પૂર્વક અને ભક્તિથી શિવજીની ષોડશોપચારથી પૂજા કર્યા પછી જળધારા કરવી અને બને તો શતરુદ્રીય મંત્રથી અગીયાર રુદ્ર મંત્રથી, મહામૃત્યુંજપ મંત્રથી, ગાયત્રી મંત્રથી અથવા પંચાક્ષર મંત્ર, ૐકાર, આદિ નામ-મંત્રોથી સ્તુતિ કરવી. કેવડો અને ચંપો છોડી બધા પુષ્પો-વનસ્પતિ શિવજીને ચઢે છે.
બધા રૂદ્રને ભજે છે પણ રુદ્ર કોઈને ભજતા નથી. સૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વ શિવ જ છે, અંતે શિવ જ રહેવાના. જ્યારે જગત શૂન્ય થશે ત્યારે પણ શિવ જ છે. તેથી શિવ જ ચાર ગણા (આદિ, મઘ્ય, અંત અને શૂન્ય) સ્થિતિવાળા અને તે જ સગુણ નિર્ગુણ જણાતા કારણ કે તે પોતે જ કારણ તથા કાર્યરૂપ છે.
શિવ ભક્તનું શરીર, નાભિની નીચે બ્રહ્માનો ભાગ છે. ગળા સુધી વિષ્ણુનો ભાગ છે અને મુખ લંિગ કહેવાય છે. શિવ અને શક્તિનું તેમજ શિવશક્તિનું પૂજન જે માણસ કરે છે તે પોતે શિવરૂપ બની મોક્ષ પામે છે. શિવજીએ પોતાના શરીરમાં જગતરૂપી પોતાનું રત્ન સ્થાપ્યું છે. આકાશના સારમાંથી કેશ, પવનના સારમાંથી મુખ, અગ્નિના સારમાંથી હૃદય, જળના સારમાંથી કેડ અને પૃથ્વીના સારમાંથી ઢીંચણ. એમ પોતાના સર્વ અંગોને સંસારના સારમાંથી ગ્રહણ કર્યા છે. ‘ભ’ એટલે વૃદ્ધિ રૂપ, ‘સ’ એટલે સ્વયં પોતાને, ‘મ’ એટલે માને છે. એમ શિવ પોતાને જ સર્વ જગતના રૂપે ‘ભસ્મ’ ધારણથી માને છે.
શિવજીનું નામ ગંગા જેવું ભસ્મ યમુના જેવી છે અને રુદ્રાક્ષ સરસ્વતી સમાન છે. શિવના નામનો જપ જ સંસાર તરવાનો શ્રેષ્ઠ ઉપાય છે જેના અંગ ઉપર રુદ્રાક્ષ હોય, જેના લલાટમાં ત્રિપુંડ હોય, તે ગમે તેવો અધમ હોય, તો પણ સર્વવર્ણોથી અતિ ઉત્તમ હોઈ પૂજય છે. રુદ્રના ભક્તે તો ખાસ રુદ્રાક્ષ ધારણ કરતા. પંચાક્ષર મંત્રનો જપ કરવો અને લલાટે ભસ્મ ધારણ કરનારને શિવ ભક્ત કહેવાય છે. રુદ્રાક્ષ એકથી ચૌદ મુખવાળા હોય છે. સૂક્ષ્મ રુદ્રાક્ષ ઉત્તમ છે.
બીલીનું ઝાડ મહાદેવ સ્વરૂપ છે. લોકમાં જેટલા પ્રખ્યાત પવિત્ર તિર્થો છે તે બધાં બીલીના મૂળમાં વસે છે. બીલીના ઝાડન જે પૂજે છે અથવા બીલી પત્રોથી શિવજીનું પૂજન કરે છે, તે અવશ્ય શિવલોકને પામે છે.
મુખ્ય જ્યોતિલંિગોમાં સૌરાષ્ટ્રમાં (૧) શ્રી સોમનાથ, (૨) શ્રી શૈલ ઉપર મલ્લિકાર્જુન, (૩) ઉજ્જૈનમાં મહાકાલ, (૪) ૐકારમાં પરમેશ્વર, (૫) હિમાલયની પીઠ પર કેદારેશ્વર, (૬) ડાકિનીમાં ભીમશંકર, (૭) કાશીમાં વિશ્વનાથ, (૮) ગોમતીના કિનારે ત્રંબકેશ્વર, (૯) ચિત્તા ભૂમિ પર વૈદનાથ, (૧૦) દારૂકાવનમાં નાગેશ્વર, (૧૧) સેતુબંધ ઉપર રામેશ્વર અને (૧૨) શિવાલયમાં ધુમેશ્વર એમ બાર છે. હકીકતમાં તો આ બધા શિવલંિગોની ંસંખ્યા જ થઈ શકે તેમ નથી. કેમ કે આખી પૃથ્વી જ શિવમય છે. દેવો, અસૂરો અને મનુષ્યોએ જ્યાં જ્યાં જે કાળે શંભુનું સ્મરણ કર્યુ, ત્યાં ત્યાં તે કાળે લંિગ સ્વરૂપે અવતાર લઈને રહ્યા. તેથી જગત શિવલંિગ છે.
દુઃખ અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે અને જ્ઞાનથી દૂર થાય છે. અક્ષર (જીવ)એ પશુ કહેવાય છે, ક્ષર (પ્રકૃતિ)ને પાશ કહેલા છે અને જે ક્ષર અક્ષરથી પર છ તે શિવને જ તેમના પતિ કહેવામાં આવે છે. મહેશ્વરની શક્તિ માયા છે. શિવ પ્રકૃતિ પુરુષથી પર છે અને તે જ સૃષ્ટિકાળે બઘું સર્જે છે, તેમજ સંહારકાળે બઘું સમેટી લે છે.
લોકો પર અનુગ્રહ કરવા માટે પરમેષ્ઠી નિર્ગુણ શિવે ‘સદાશિવ’ આદિ સઘળાં મૂર્તિ સ્વરૂપનો (સગુણ તરીકે) આશ્રય કરેલો છે. મૂર્તિમાં રહેલા દોષો, ઐશ્વર્યો, કાર્ય-અકાર્ય, ગુણ, અવગુણ, પાપ-પુણ્ય, કર્મ-અકર્મ વગેરે અન્યનો હોય છે. શિવને તો આવા કોઈ હોતા જ નથી. તેમનું સમગ્ર કાર્ય આત્મા પર અગ્રહ ઉપકાર કરવા માટે જ હોય છે. તેથી તેમને આત્મબ્રહ્ય કે પરબ્રહ્ય કે પરબ્રહ્મ સ્વરૂપ પણ કહે છે.
બ્રહ્મા, વિષ્ણુ અને ઈશ્વર (મહેશ્વર)ના લોકની ઉપર શિવજીને સંમત બ્રહ્મચર્ય નામનો લોક છે. ત્યાં જ પાંચ આવરણોના જ્ઞાન કૈલાસમાં આદિશક્તિની સાથે આદિલંિગ છે. તે બ્રહ્માજીની પાંચ કળાઓ સહિત અને પાંચ મંડળોથી યુક્ત છે. તે પરમાત્મા શિવજીનું શિવાલય કહેવાય છે. ત્યાં જ પરમેશ્વર શિવજી પરાશક્તિની સાથે રહે છે. તમામ જીવ-નિર્જીવનું આયુષ્ય નક્કી છે. પરંતુ સદાશિવના સ્વાસોચ્છવાસની ગણતરી થઈ શકતી નથી માટે તે અક્ષય-સત્‌ચિદાનંદ પરમેશ્વર ગણાય છે.
- અક્ષય જનાર્દન મહેતા

Share |
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved