Last Update : 26-July-2012, Thursday

 
ગોસ્વામી તુલસીદાસઃ જીવન અને કવન
- શ્રી ગોસ્વામી તુલસીદાસનો જન્મ સંવત ૧૫૮૯ એટલે કે ઇ.સ. ૧૫૩૩માં પ્રયાગ પાસેના બાંદા જિલ્લાના રાજાપુર ગામે થયો હતો. પિતાનું નામ આત્મારામ દુબે હતું અને માતાનું નામ હુલસી હતું. તેઓ ચિત્રકુટમાં ઘણો વખત રહી કાશી ગયેલા તેમના ગુરુ શ્રી નરહરિજી હતા

એક ચંદ્ર આખા આકાશની શોભા વધારી દે છે, એક સૂર્ય સમગ્ર સૃષ્ટિ ઉપર પ્રકાશ પાથરી દે છે. એક સપૂત આખા કુટુંબનો તારણહાર બની જાય છે, સો વર્ષથી જ્યાં અંધારું છે ત્યાં કોડિયાની એક જ્યોત ઉજાસ પાથરે છે બસ કંઇક એ જ રીતે કોઇ એક વાક્ય માણસનું આખું જીવન બદલી નાખે છે. આપણી પાસે એનાં બે શ્રેષ્ઠ ઉદાહરણ છે. જ્યારે વાલિયા લુંટારાને નારદે પ્રશ્ન પૂછ્‌યો કેઃ ‘‘આજીવિકા માટે તું જે આ પાપ કરે છે એમાં કુટુંબના સભ્યો ભાગીદાર ખરા કે?’’ વાલિયો લૂંટારો ઘેર જઇને આ પ્રશ્ન પૂછે છે અને જે જવાબ મળે એ જાણી એ જ ક્ષણે વાલિયો લૂંટારો વાલ્મિકિ ૠષિ બની જાય છે અને આપણને એક દુનિયાનું શ્રેષ્ઠ મહાકાવ્ય મળે છે ઃ ‘‘રામાયણ’’
આવો જ એક બીજો કિસ્સો છે. રામબોલા એનું નામ. એમનું લગ્ન રત્નાવલી સાથે થયું. રત્નાવલી પિયરમાં ગયેલાં. રામબોલાથી પત્ની વગર રહેવાયું નહિ. ભયંકર મેઘલી રાતે નદીમાં વહેતા મડદાને તરાપો માની, એક સાપને દોરડું માની બારીમાંથી રત્નાવલીના ખંડમાં પ્રવેશ કરી રત્નાવલીને રામબોલા ભેટી પડયા ત્યારે કામાંધ રામબોલાને પત્ની કહ્યું ‘‘જો આટલી માયા ભગવાનમાં રાખી હોત તો તમને ભગવાનના સાક્ષાત દર્શન થઇ ગયાં હોત!’’
ઘાસની ગંજીમાં એક અંગારો પડતાંની સાથે જ જેમ ભડભડ ઘાસ સળગી ભસ્મીભૂત થાય તેમ પત્નીના ઉપરોક્ત વાક્યથી એ જ ક્ષણે રામબોલાની કામવાસના બળી ગઇઃ અજ્ઞાનનાં પડળો હટી ગયાં ને જ્ઞાનનો પ્રકાશ થયો. વીજળીના ચમકારે મોતી પરોવાઇ ગયું અને એ રામબોલામાંથી ગોસ્વામી તુલસીદાસનો નવો અવતાર પ્રગટ થયો અને વાલ્મિકી રામાયણની જેમ આપણને વિશ્વ પ્રસિદ્ધ ગ્રંથ મળ્યો એ ગ્રંથનું નામ છે ‘‘શ્રી રામચરિત માનસ.’’
શ્રી રામચરિત માનસ અદ્‌ભૂત ગ્રંથ છે. એમાં સંસ્કૃત શ્વ્લોકોની સંખ્યાઃ ૧૧ છે, ૨૦૦ છંદ છે, ૮૧ સોરઠા છે, ૧૧૬૯ દોહા છે, ૯૨૨૮ ચોપાઇઓ છે. એ જાણીને આશ્ચર્ય થશે કે આ રામચરિત માનસની આ બઘું મળીને કુલ ૧૨૫૪૪ પંક્તિઓ છે. સાત કાન્ડ છે. અયોઘ્યાનગરી અને લંકાનગરી બે નગર છે. રામ છે અને રાવણ પણ છે. ઉપર જણાવી એવી જ કામવાસના આખી લંકા ભડભડ બળે એનું નિમિત્ત બને છે. માણસે શું શું કરવું જોઇએ અને શું શું ન કરવું જોઇએ એ બઘું જ સુંદર કર્ણપ્રિય ચોપાઇઓ દ્વારા તુલસીદાસ અદભૂત વર્ણન કરે છે એટલે જ એમણે રચેલા સુન્દરકાંડનું ગાન આટલા વર્ષો પછી પણ ઘેર ઘેર થાય છે એ એની પ્રસિદ્ધિનો પુરાવો છે.
તુલસીદાસ જયંતિ છે ત્યારે ચાલો તેમનો થોડો પરિચય પણ કરી લઇએઃ શ્રી ગોસ્વામી તુલસીદાસનો જન્મ સંવત ૧૫૮૯ એટલે કે ઇ.સ. ૧૫૩૩માં પ્રયાગ પાસેના બાંદા જિલ્લાના રાજાપુર ગામે થયો હતો. પિતાનું નામ આત્મારામ દુબે હતું અને માતાનું નામ હુલસી હતું. તેઓ ચિત્રકુટમાં ઘણો વખત રહી કાશી ગયેલા તેમના ગુરુ શ્રી નરહરિજી હતા. પંદર વર્ષ કાશીમાં રહી તેમણે શેષસનાતનજી પાસેથી વેદો, ઉપનિષદ, વગેરેનો ખૂબ અભ્યાસ કર્યો.
પછી તેઓ અયોઘ્યા ગયા. ત્યાં વટવૃક્ષ નીચે તપ કરવા લાગ્યા ત્યારે યાજ્ઞવલ્ક્ય અને ભરદ્વાજ મુનિના દર્શન થયાં એવું કહેવાય છે. સૂકર ક્ષેત્રમાં ગુરુ પાસેથી તેમણે આખે આખી રામકથાનું શ્રવણ કર્યું. કથામગ્ન હતા ત્યારે રાત્રે સ્વપ્નમાં શિવ ભગવાને પ્રગટ થઇ આદેશ આપ્યો કેઃ તેઓ લોકમાનસમાં પ્રચલિત એવી ભાષામાં રામકથા લખે. ભાવતું હતું ને વૈદ્યે કહ્યું જેવો ઘાટ થયો. પ્રહલાદઘાટ ઉપર એક વિપ્રને ત્યાં રહી પદ્યમાં જે રચના કરી તે જ આપણું માનીતું ઃ શ્રી રામચરિત માનસ સંવતઃ ૧૬૮૦ એટલે કે ઇ.સ. ૧૬૨૪માં ૯૧ વર્ષની પાકટવયે ગંગા નદીના કિનારે પોતાનો દેહ છોડયો.
આજે ૩૮૮ વર્ષ પછી પણ તેમનો અક્ષરદેહ અમર છે ત્યારે આવો તેમની જન્મજયંતિના દિવસે શ્રી રામચરિત માનસમાંથી તેમની પ્રસિદ્ધ ચોપાઇમાંથી કેટલીક શ્રેષ્ઠ ચોપાઇઓનું રસગાન, રસપાન કરી શ્રી રામ ભગવાન પાસેથી આશીર્વાદ માગી ધન્યતાનો અનુભવ કરીએ. જય સીયારામ.
અ.નં. પ્રસિદ્ધ ચોપાઇ સરળ ભાવાર્થ
૧. મંગલ ભવન અમંગલ હારી દશરથના આંગણામાં વિહાર કરતા રામ
દૂવઉ સો દશરથ અજિર બિહારી બધાં અમંગલ દૂર કરી બધાનું મંગળ કરે છે.
૨. કરમ પ્રધાન બિસ્વ કરિ રાખા સમગ્ર વિશ્વ કર્મથી જ વ્યાપાત છે. જે
જો જસ કરઇ સો તસ ફલ ચાખા જેવું કર્મ કરે છે તેને તેવું જ ફળ મળે છે.
૩. ધીરજ, ધર્મ, મિત્ર અરુ નારિ ધીરજ, ધર્મ, મિત્ર અને પત્ની -આ
આપદ કાલ પરિખિ અહંિ ચારિ ચારની પરીક્ષા દુઃખમાં થઇ જાય છે.
૪. સુર નર મુનિ સબ કૈ યહ રીતી દેવો, માણસો, મુનિઓ બધા જ્યાં સુધી
સ્વારથ લાગિ કરહિ સબ પ્રીતિ કંઇક સ્વાર્થ હોય તો જ પ્રેમ રાખે છે.
૫. જહાં સુમતિ તહઁ સંપતિ નાના જ્યાં સદ્‌બુદ્ધિ છે ત્યાં સુખ સંપતિ છે
જહાં કુમતિ તહઁ બિપત્તિ નિદાના કુમતિ છે ત્યાં દુઃખોનો પાર નથી
૬. રામદયા નાસહિ સબ રોગા રામ કૃપા થાય તો સંજોગો જ એવા
જો એહિ ભાંતિ બને સંજોગા ઊભા થાય છે કે બધા રોગ મટી જાય છે.
- પી. એમ. પરમાર

 
Share |
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved