Last Update : 26-July-2012, Thursday

 

જો આપણે મુશ્કેલીઓને દૂર કરવી હોય તો તેના મૂળ કારણ કર્મને દૂર કરવું પડશે

- વિમર્શ
- આજે આપણે જે કંઇ છીએ, જે પરિસ્થિતિમાં છીએ, સુખ કે દુઃખ સહન કરીએ છીએ તેનું મૂળ કારણ આપણી અંદર રહેલું છે- આપણાં કર્મો છે. કર્મ એ ઉપાદાન કારણ છે જેને નિમિત્ત મળતાં તે ઉદયમાં આવે છે અને આપણે જે રીતે કર્મનો ભોગવટો કરવાનો હોય તે રીતની પરિસ્થિતિનું તે નિર્માણ કરે છે

મનોવૃત્તિઓ બે પ્રકારની હોય છે. એક શ્વાન ેજેવી હોય છે અને બીજી સંિહ જેવી હોય છે. કુરાને કોઇ પથ્થર મારશે તો કુતરુ પ્રથમ ચમકી જશે. પછી તે પથ્થરને સૂંઘવા માંડશે. કુતરુ પોતાના ઉપર થયેલ પ્રહારનું કારણ પથ્થરમાં શોધે છે. અને તે જ તેના જીવનની વિફલતા છે. બીજી સંિહવૃત્તિ છે. કુતરાની વૃત્તિથી તે તદ્દન વિપરીત હોય છે. જો કોઇ સંિહ ઉપર તીર ફેંકશે કે તેને પથ્થર મારશે તો સંિહ તે તીરને કે પથ્થરને સૂંઘવા નહિ ઊભો રહે. તુરત જ તે શોધવા પ્રયાસ કરશે કે તીર કઇ દિશામાંથી આવ્યું? તીર છોડનાર કોણ છે? અને જો તેને કોઇ દેખાશે તો તે તુરત જ તેના ઉપર ત્રાટકશે. કુતરો કે સંિહ તેમના ઉપર પ્રહાર થાય કે તુરત જ તેની પ્રતિક્રિયા કરે છે. પરંતુ બંનેના પ્રતિભાવમાં ઘણો ફેર છે. કુતરાની નજર નજીકના કારણ તરફ જાય છે જ્યારે સંિહની નજર મૂળ કારણ ઉપર જાય છે.
તત્ત્વજ્ઞાનની ભાષામાં જો આ વાતને કહીએ તો કુરો નિમિત્ત કારણ પકડે છે અને સંિહ ઉપાદાન કારણ શોધે છે. ઉપાદાન કારણ એટલે મૂળ કારણ અને નિમિત્ત એ દેખીતું કારણ. બંને કારણો તો ખરાં પણ બંને વચ્ચે ઘણો ફેર. નિત્તિ કારણ વધારે પરિસ્થિતિજન્ય હોયછે. તે નિકટ હોય છે. ઉપાદાન કારણ સ્વભાવજન્ય હોય છે જેને આપણે દૂરનું કારણ કહી શકીએ પણ તે જ મુખ્ય હોય છે.
નિમિત્ત કારણને આપણે જોઇએ છીએ તેથી તેના ઉપર આપણે એટલું ઘ્યાન આપતા નથી. પરંતુ જ્યાં સુધી મૂળ કારણનો ઉપચાર ન થયો હોય ત્યાં સુધી પરિસ્થિતિમાં ઝાઝો ફેર પડતો નથી. કદાચ થોડોક ફેર વર્તાય તો પણ તે વધારે સમય ટકતો નથી કારણ કે મૂળ કારણ તો ઊભું જ હોય છે. જો માણસ પોતાના દુઃખના, મુશ્કેલીઓના મૂળ કારણને જાણે, તેને સમજે અને તેનું નિરસન કરવા પ્રયાસ કરે તો તેને તેવી પરિસ્થિતિનો વારંવાર ભોગ બનવું પડે.
આમ જોઇએ તો સૌને પોતાને જે જીવન મળ્યું હોય છે તેની સામે ફરિયાદ હોય છે. કેટલાક તે માટે પરિસ્થિતિનો દોષ કાઢીને તેને નંિદતા રહે છે. તો વળી કેટલાક પરિસ્થિતિને બદલવા માટે જીવનભર મથતા રહે છે. એમાંથી કેટલાકને થોડીક સફળતા મળે છે પણ તે કેવળ દેખીતી જ હોય છે. જ્યાં સુધી પરિસ્થિતિનું નિર્માણ કરનાર મૂળ કારણનું અસ્તિત્વ ઊભું હોય ત્યાં સુધી પરિસ્થિતિ બદલાતી નથી. નિમિત્ત કારણના ઉપચારથી પરિસ્થિતિમાં ક્યારેક થોડોક સુધારો વર્તાય પણ તે કાયમ માટે ટકે નહિ. જે પરિસ્થિતિ આપણે માટે અસહ્ય હોય તેને બદલવા માટે આપણે મૂળ કારણની શોધ કરી તેનું નિરસન કરવું જોઇએ. એમ થાય તો જ એવી પરિસ્થિતિ ફરીથી ઊભી ન થાય.
જીવનમાં આપણને ઘણી મુશ્કેલીઓ નડે છે, આપણે એવી કેટલીય પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે જે અસહ્ય હોય છે, આપણા પ્રયાસો નિષ્ફળ જતા હોય છે, ધાર્યું કંઇ થાય નહિ તેવે વખતે આપણે જો તેનું મૂળ કારણ શોધીને તેનું નિરાકરણ કરીએ તો આપણી મુશ્કેલીઓ ઓછી થવા લાગે, પરિસ્થિતિ બદલાતી જાય અને ફરીથી આપણે એવા સંજોગોમાં મૂકાવું ન પડે- કાયમની શાંતિ થઇ જાય.
આજે આપણે જે કંઇ છીએ, જે પરિસ્થિતિમાં છીએ, સુખ કે દુઃખ સહન કરીએ છીએ તેનું મૂળ કારણ આપણી અંદર રહેલું છે- આપણાં કર્મો છે. કર્મ એ ઉપાદાન કારણ છે જેને નિમિત્ત મળતાં તે ઉદયમાં આવે છે અને આપણે જે રીતે કર્મનો ભોગવટો કરવાનો હોય તે રીતની પરિસ્થિતિનું તે નિર્માણ કરે છે. જ્યારે આપણે કંઇ સહન કરવાનું થાય છે ત્યારે આપણે સામાન્ય રીતે પરિસ્થિતિનો દોષ કાઢીએ છીએ, પણ તે બરોબર નથી. આપણે પરિસ્થિતિને તેનો યશ કે અપયશ આપીએ છીએ. આપણે અમુક સંજોગોમાં મૂકાયા કે અમુક પરિસ્થિતિ આપણા માટે ઊભી થઇ કારણકે આપણે તે રીતે આપમાં કર્મોનો ભોગવટો કરવાનો હતો.
કર્મનું શાસ્ત્ર- કર્મનું વિજ્ઞાન ઘણું ગહન છે. કર્મનો જે પ્રમાણે ઉદય થાય તે પ્રમાણે પરિસ્થિતિનું નિર્માણ થાય. પણ કર્મને ઉદયમાં આવવા માટે નિમિત્ત જોઇએ છીએ. નિમિત્ત વિના કર્મ ભાગ્યે જ ઉદયમાં આવી શકે છે. ક્યારેક જો કર્મ પ્રબળ હોય તો તે ઉદયમાં આવવા માટે યોગ્ય નિમિત્તને ખેંચી લાવીને ઉદયમાં આવે છે. નિમિત્તો પાંચ પ્રકારે હોય છે ઃ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ. કર્મને ઉદયમાં આવવા માટે યોગ્ય નિમિત્ત ન મળે અને જો તેનો કાળ પાકી ગયો હોય તો તે કર્મ પ્રદેશોદયથી આત્માથી અળગુ થઇ જાય અને પછી તે ભોગવવું ન પડે. આવી બધી કર્મવિષયક વાતોની ચર્ચા લેખકના ‘કર્મસાર’ પુસ્તકમાં કરવામાં આવેલી છે.
- ચંદ્રહાસ ત્રિવેદી

Share |
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved