Last Update : 26-July-2012, Thursday

 

તહેવારો ટાંકણે સોનામાં ઝડપી તેજી આવતાં રૃ.૩૦ હજારની સપાટી પાર થઈ

રૃપિયો તૂટી મહિનાના તળિયે ઉતર્યો ઃ બ્રિટનમાં જીડીપી દર ત્રણ વર્ષની નીચી સપાટીએ ઃ સોનામાં ૧૬૦૦ ડોલરનો ભાવ કૂદાવાયો

(વાણિજય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૨૫
દેશમાં શ્રાવણના તહેવારોની મોસમ શરૃ થઈ છે તેવે વખતે ઝવેરી બજારમાં સોનાના ભાવોમાં તેજી આવતાં માંગને અસર પડતા ઝવેરીઓ ચિંતીત બન્યા છે, મુંબઈ બજારમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના રૃ.૩૦૦ વધી ૯૯.૫૦ના રૃ.૨૯૭૫૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૯૮૮૦ મોડી સાંજે બોલાયા હતા જયારે દિલ્હીમાં સોનાના ભાવો ૯૯.૯૦ના રૃ.૩૦૦૦૦ને પાર કરી રૃ.૩૦૧૬૦ તથા ૯૯.૫૦ના રૃ.૨૯૯૬૦ બોલાયા હતા. આમ ઘણા સમય પછી સોનાના ભાવો ૩૦ હજારને આંબી ગયા છે.
રૃપિયો સામે ડોલરના ભાવો આજે વધી એક મહિનાની ટોચે પહોંચતા તથા વિશ્વ બજારમાં સોનાના ભાવો વધી ઔંશના ૧૬૦૦ ડોલરની ઉપર જતા રહેતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં હાજર બજારમાં તેજીનો પવન ફૂંકાતો રહ્યો છે.
મુંબઇમાં સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો બે દિવસમાં રૃ.૪૦૦૦થી વધુ વધી રૃ.૩૪૯૦૦૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં ઔશંદીઠ સોનાના ભાવો આજે ૧૬થી ૧૭ ડો લર ઉછળી ૧૬૦૫થી ૧૬૦૫.૫૦ ડોલર બોલાઈ છેલ્લે ૧૬૦૧થી ૧૬૦૧.૫૦ ડોલર બોલાઈ રહ્યાના સમાચારો હતા.
યુરોપમાં સ્પેન, ગ્રીસ, પોર્ટુગલ પછી હવે જર્મનીમાં પણ નબળાઈ દેખાતાં તથા બ્રિટનમાં જીડીપી દર ૩ વર્ષના તળિયે ઉતરી જતાં સલામત રોકાણના સ્વરૃપમાં ફંડો સોનું ખરીદી રહ્યા હતા. વશ્વ બજારમાં ચાંદી પણ ઉછળી ૨૭.૪૫થી ૨૭.૫૦ ડોલર સુધી પહોંચી હતી જયારે મુંબઈમાં ચાંદી ઉછળી રૃ.૫૩ હજારને પાર કરી રૃ.૫૩૧૫૦થી ૫૩૨૦૦ મોડી સાંજે બોલાઈ રહી હતી, મુંબઈમાં સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો વધી રૃ.૩૪૯૦૦૦ બોલાયા હતા. યુરોઝોનના રેસ્કયુ ફંડને બેન્કિંગ લાઈસન્સ આપવા યુરોપીયન સેન્ટ્રલ બેંકમાં સહમતી સધાઈ રહ્યાના સમાચારો હતા. આમ થશે તો યુરો વધશે અને ડોલર ઘટશે એવી શક્યતા બતાવાતી હતી, જોકે આજે ડોલરના ભાવો ઉંચામાં ૫૬.૪૪ બોલાઈ છેલ્લે રૃ.૫૬.૧૬ રહ્યા હતા. ફોરવર્ડ બજારમાં ડોલરના ભાવો સપ્ટેમ્બર વાયદાના વધી રૃ.૫૭ને આંબી ગયા હતા.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લુખ્ખા તત્ત્વોએ આતંક મચાવી ૧૦ને ઘાયલ કર્યા
મચ્છુ હોનારતઃ પંચે જે તપાસ ન કરી તે હાવર્ડના બે વિદ્યાર્થીઓએ કરી બતાવી

યુવક સાથે પત્નીની બિભત્સ સીડી બનાવી પતિએ દહેજ માંગ્યું

પર પ્રાંતિય સિક્યુરીટી જવાનોને ઘૂસાડવાનું રાજયવ્યાપી કૌભાંડ
હિરાબજારનો વેપારી ૭૦ લાખનું ઉઠમણું કરી ફરાર
મેટલ શેરોમાં ધોવાણે સેન્સેક્ષ આરંભમાં ૧૮૧ પોઇન્ટ તૂટી ૧૬૭૩૭ બોલાયો ઃ અંતે ૭૨ પોઇન્ટ ઘટયો
સોનામાં તેજી વચ્ચે રૃ.૩૦૦૦૦ને આંબી ગયેલા ભાવો ઃ ચાંદીએ ૫૩ હજારની સપાટી પાર કરી
કૃષિ લોન્સની NPAમાં પાંચ ટકા સુધીનો ચિંતાજનક વધારો

બ્રિટનનો સ્ટાર એથ્લીટ ઇડોવુ ઓલિમ્પિકમાં રમવા અનિશ્ચિત

કલમાડી પર ઓલિમ્પિક પ્રતિબંધ મુકી દેવો જોઇએ ઃ મિલ્ખા સિંઘ
કપિલ દા કા જવાબ નહીં ઃ રૃ. દોઢ કરોડની લાલચમાં બોર્ડ જોડે શરણાગતિ?
પોલ વોલ્ટમાં ૩૬ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનો આત્મવિશ્વાસ છે
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા
સ્પર્ધાની સાથે શેરબજારોમાં કામકાજના કલાકો પણ વધવાની જોવાતી શકયતા

આવક વેરા વિભાગ દ્વારા પાડવામાં આવતા દરોડાની સંખ્યામાં પાંચ વર્ષમાં ૬૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved