Last Update : 26-July-2012, Thursday

 

એનસીપી સાથે સપ્તાહથી ચાલતો વિવાદ ઉકલાયો
સોનિયાની શરદ પવારને લોલીપોપ સમન્વય સમિતિની રચના માટે સંમત

શરદ પવાર અને પ્રફુલ્લ પટેલ સોનિયા- મનમોહનને મળ્યા બાદ સમાધાન

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૫
યુ.પી.એ. પર ઘેરાયેલા સંકટના વાદળ આજે કોંગ્રેસ પક્ષના નરમ વલણથી વિખેરાતા જણાયા હતા. સરકારમાંથી રાજીનામા આપી અલગ પડેલા એન.સી.પી.એ ગઠબંધનના સાથી પક્ષ કોંગ્રેસના નેતાઓને મળીને બન્ને પક્ષ વચ્ચે યોગ્ય વાતાવરણ જળવાઈ રહે તે માટે સંકલન સમિતિની રચનાની માગ કરી હતી. કોંગ્રેસે તે પ્રકારે સંકલન સમિતિ રચવા સંમતિ આપતા બંને પક્ષો વચ્ચેની કડવાશમાં ઘટાડો થયાનું અનુભવાતું હતું.
એન.સી.પી.ના નેતા શરદ પવાર અને પ્રફુલ પટેલ આજે વડાપ્રધાન મનમોહનસિંહ અને યુપીએના વડાં સોનિયા ગાંધીને મળ્યા હતાં અને એક સપ્તાહ જુના વિવાદ અંગે ચર્ચા કરી હતી ત્યાર બાદ બંને પક્ષના વડાઓ ગઠબંધનમાં યોગ્ય સંવાદિતા જાળવી રાખવા માટે કો-ઓર્ડિનેશન કમિટી રચવા સંમત થતા બંને પક્ષ વચ્ચેની કડવાશ ઘટી હતી. આ બન્ને નેતાઓએ તેમના રાજીનામા મોકલીને ગત સપ્તાહે તેમની સમસ્યાનો સત્વરે ઉકેલ ન આવે તો સરકારમાંથી નીકળી જવા ધમકી આપી હતી. એટલું જ નહિ પણ ત્યારથી તમામ સરકારી કાર્યક્રમોથી દૂર રહેવાનું પણ ચાલુ કર્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે, શરદ પવાર અને પ્રફુલ્લ પટેલ કેન્દ્રના પ્રધાન મંડળમાં સ્થાન ધરાવે છે. તેમણે જાહેરાત કરી હતી કે તેઓ તેમના કાર્યાલયનો કાર્યભાર હવે સંભાળી લેશે.
વડાપ્રધાનના નિવાસસ્થાને પૂર્વે યોજાયેલી બેઠકમાં ગઠબંધન સરકારમાં એક હાથે દને બીજા હાથે લેવાનો જે રિવાજ પડયો હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તે પછી આ સંકટ ઘેરાયું હતું. જેનો આજે બન્ને પક્ષના નેતાઓએ નિવેડો લાવી દીધો હતો.
બેઠકમાં સમંતિ સધાયા બાદ બન્ને પક્ષ દ્વારા અપાયેલા નિવેદનમાં વર્તમાન અડચણ નિવારવા બન્ને પક્ષોની સંકલન સમિતિ રચવા તેમજ હરમાસે તેની બેઠક યોજીને બંને પક્ષો વચ્ચે તે ગાળામાં સર્જાયેલી સમસ્યાઓની ચર્ચા કરી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. યુપીએના પ્રથમ શાસન કાળ દરમિયાન ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે આ પ્રકારે સંકલન સમિતિ હતી જ્યારે યુપીએ-૨ દરમ્યાન એનસીપી અને કોંગ્રેસ વચ્ચે સંકલન સમિતિ રચવાની જરૃરિયાત ઉભી થઈ છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લુખ્ખા તત્ત્વોએ આતંક મચાવી ૧૦ને ઘાયલ કર્યા
મચ્છુ હોનારતઃ પંચે જે તપાસ ન કરી તે હાવર્ડના બે વિદ્યાર્થીઓએ કરી બતાવી

યુવક સાથે પત્નીની બિભત્સ સીડી બનાવી પતિએ દહેજ માંગ્યું

પર પ્રાંતિય સિક્યુરીટી જવાનોને ઘૂસાડવાનું રાજયવ્યાપી કૌભાંડ
હિરાબજારનો વેપારી ૭૦ લાખનું ઉઠમણું કરી ફરાર
મેટલ શેરોમાં ધોવાણે સેન્સેક્ષ આરંભમાં ૧૮૧ પોઇન્ટ તૂટી ૧૬૭૩૭ બોલાયો ઃ અંતે ૭૨ પોઇન્ટ ઘટયો
સોનામાં તેજી વચ્ચે રૃ.૩૦૦૦૦ને આંબી ગયેલા ભાવો ઃ ચાંદીએ ૫૩ હજારની સપાટી પાર કરી
કૃષિ લોન્સની NPAમાં પાંચ ટકા સુધીનો ચિંતાજનક વધારો

બ્રિટનનો સ્ટાર એથ્લીટ ઇડોવુ ઓલિમ્પિકમાં રમવા અનિશ્ચિત

કલમાડી પર ઓલિમ્પિક પ્રતિબંધ મુકી દેવો જોઇએ ઃ મિલ્ખા સિંઘ
કપિલ દા કા જવાબ નહીં ઃ રૃ. દોઢ કરોડની લાલચમાં બોર્ડ જોડે શરણાગતિ?
પોલ વોલ્ટમાં ૩૬ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનો આત્મવિશ્વાસ છે
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા
સ્પર્ધાની સાથે શેરબજારોમાં કામકાજના કલાકો પણ વધવાની જોવાતી શકયતા

આવક વેરા વિભાગ દ્વારા પાડવામાં આવતા દરોડાની સંખ્યામાં પાંચ વર્ષમાં ૬૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved