Last Update : 26-July-2012, Thursday

 

હજ્જારો લોકોને બચાવી શકાયા હોત
મચ્છુ હોનારતઃ પંચે જે તપાસ ન કરી તે હાવર્ડના બે વિદ્યાર્થીઓએ કરી બતાવી

ટોમ વૂટન અને ઉત્પલ સાંડેસરાએ ૭ વર્ષની મહેનત પછી બહાર પાડેલા ચોંકાવનારા તારણો

રાજકોટ, બુધવાર
૧૧ ઓગસ્ટ ૧૯૭૯ના સર્જાયેલી મચ્છુ હોનારતના મૃત્યુઆંક કે તેના કારણ વિષે આજે ૩૩ વર્ષે પણ ગુજરાતના સરકારી તંત્ર પાસે કોઇ તર્કબધ્ધ આંકડા કે માહિતી નથી ત્યારે હાવર્ડ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ ઉત્પલ સાંડેસરા અને ટોમ વુટને ૭ વર્ષની મહેનત સાથે કરેલા ઉંડાણપૂર્વકના સંશોધન સાથે અનેક ચોંકાવનારા તથ્યો રજૂ કર્યા છે, 'નો વન હેડ એ ટંગ ટુ સ્પીક' નામનું તેનું પુસ્તક અમેરિકન સરકારના અનુદાનથી તૈયાર થયું છે. જેનો સાર વર્ણવતા ટોમ અને ઉત્પલ કહે છે કે હોનારત પછીની રાહત કામગીરીમાં ત્યારની બાબુભાઇની સરકારે અદભૂત ભૂમિકા ભજવી હતી. પરંતુ જો પહેલાંથી પૂરતા પગલાં લેવાયા હતો તો હજ્જારો જિંદગી બચી શકી હોત.
બંને વિદ્યાર્થીઓ કહે છે કે મોરબીની જાહોજલાલી, જળપ્રલય અને અન્યાય આ સંશોધનમાં જોવા મળે છે.
* હોનારતનું મૂળ કારણ કુદરતી પ્રકોપ નહીં બલ્કે ઇજનેરોની તદ્દન ખોટી ગણતરી હતી.
* લોકોને સમયસર ચેતવણી પણ અપાઇ ન હતી.
* ૧૮ માસ સુધી અધિકારીઓ પોતાના બચાવ માટેના પૂરાવા શોધતા હતા પરંતુ જેવી લાપરવાહી ખૂલવાની શરૃઆત થતાં જ તપાસપંચને આટોપી લેવાયું.
* ઇજનેરોએ બંધના સરોવરમાં પાણીની મહત્તમ શક્ય આવકની ગણતરી કરવા માટે જૂની પધ્ધતિનો ઉપયોગ કર્યો. પાણી છોડવાની ક્ષમતા કરતાં આવક બમણી થઇ ગઇ હતી.
* પૂરથી બચવા ઝાડને વળગેલી માતાએ બાળકોને છોડી દેવા પડયા હતા, વજેપરનું રામમંદિર ડૂબ્યું તેમાં સૌથી વધુ માણસો ભોગ બન્યા હતા.
* એક કેદીએ જીવના જોખમે ૨૦ વ્યક્તિનો જાન બચાવ્યો હતો.
* તત્કાલીન કલેકટરે રાહતકામમાં સારી પ્રશંસા મેળવેલી પરંતુ નેતાઓની ટીકા કરતા તેની કારકિર્દીને હાની પહોંચેલી.
ટોમ વુટનનો જન્મ અમેરિકામાં થયો છે અને તેણે હરીકેન કેટરીનાની હોનારત પછી પૂનર્વસન વિષે વી શેલ નોટ બી મુવ્ડ પૂસ્તક લખ્યું છે. જ્યારે ઉત્પલ સાંડેસરાનો જન્મ ન્યૂજર્સીના ગુજરાતી પરિવારમાં થયો છે અને મેડીસીન અને સમાજશાસ્ત્રનો અભ્યાસ કરે છે.
બંને કહે છે કે અમે ડેમોના તજજ્ઞા નથી પરંતુ માનવીય અભિગમથી આ ઘટનાને મૂલવી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લુખ્ખા તત્ત્વોએ આતંક મચાવી ૧૦ને ઘાયલ કર્યા
મચ્છુ હોનારતઃ પંચે જે તપાસ ન કરી તે હાવર્ડના બે વિદ્યાર્થીઓએ કરી બતાવી

યુવક સાથે પત્નીની બિભત્સ સીડી બનાવી પતિએ દહેજ માંગ્યું

પર પ્રાંતિય સિક્યુરીટી જવાનોને ઘૂસાડવાનું રાજયવ્યાપી કૌભાંડ
હિરાબજારનો વેપારી ૭૦ લાખનું ઉઠમણું કરી ફરાર
મેટલ શેરોમાં ધોવાણે સેન્સેક્ષ આરંભમાં ૧૮૧ પોઇન્ટ તૂટી ૧૬૭૩૭ બોલાયો ઃ અંતે ૭૨ પોઇન્ટ ઘટયો
સોનામાં તેજી વચ્ચે રૃ.૩૦૦૦૦ને આંબી ગયેલા ભાવો ઃ ચાંદીએ ૫૩ હજારની સપાટી પાર કરી
કૃષિ લોન્સની NPAમાં પાંચ ટકા સુધીનો ચિંતાજનક વધારો

બ્રિટનનો સ્ટાર એથ્લીટ ઇડોવુ ઓલિમ્પિકમાં રમવા અનિશ્ચિત

કલમાડી પર ઓલિમ્પિક પ્રતિબંધ મુકી દેવો જોઇએ ઃ મિલ્ખા સિંઘ
કપિલ દા કા જવાબ નહીં ઃ રૃ. દોઢ કરોડની લાલચમાં બોર્ડ જોડે શરણાગતિ?
પોલ વોલ્ટમાં ૩૬ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનો આત્મવિશ્વાસ છે
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા
સ્પર્ધાની સાથે શેરબજારોમાં કામકાજના કલાકો પણ વધવાની જોવાતી શકયતા

આવક વેરા વિભાગ દ્વારા પાડવામાં આવતા દરોડાની સંખ્યામાં પાંચ વર્ષમાં ૬૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved