Last Update : 26-July-2012, Thursday

 

કેવો હતો, લગ્નનો વરઘોડો ?

 

તા. ૨૯-૩-૧૯૭૩

રાજેશ ઘોડા પર જ બહાર નીકળ્યો પાછળ સ્ત્રી વર્ગ ચાલતો હતો. એ પછીની વ્યવસ્થા એવી હતી કે, રાજેશ પુષ્પોથી શણગારેલી ગાડીમાં બેસી જાય એની સાથે તેની માતા અને સાંબેલો પણ બેઠો આ લોકોના બેસી જતાની સાથે જ મહેમાનો, નિમંત્રિતો વગેરે પોતપોતાની ગાડીઓમાં તથા ખાસ આણેલી લક્ઝરી બસોમાં બેસી ગયા. હવે સારો ય વરઘોડો વાંદરા કાર્ટર રોડથી જુહુ સુધીનો શરુ થતો હતો માત્ર મોટર ગાડીઓમાં.
આ વરઘોડાની સૌથી આગળ પોલીસની જીપ દોડતી હતી તેની પાછળ પોલીસની જીપ ગાડી પછી બે એક મહેનાનોની ગાડી અને તે પછી પુષ્પોથી શણગારેલી લાલ નાની રાજેશની ગાડી અને તે પછી મોટર ગાડીઓની સંખ્યાબંધ હારો દોડતી હતી.
આ વરઘોડો કાર્ટર રોડ પરથી પેરી રોડ ટર્નર રોડ થઈને વોટરફિલ્ડ રોડ અને તેથી આગળ વાંદરા નેશનલ કોલેજથી લિન્કીંગ રોડ ખાર અને તે પછી શાંતાક્રુઝ લિન્કિંગ રોડ, જુહુ બાળ ઉદ્યાન અને ત્યાંથી નીકળી સ્વામી વિવેકાનંદ રોડ પર થઈને તે વિલેપાર્લેને રસ્તે આગળ વધી રહ્યો હતો. નાણાંવટી હોસ્પિટલ વતાવી તે વિલેપાર્લે જુહુ રોડ પર આવ્યો અને અહીંથી તે ધીરે ધીરે હારબંધ આગળ વધી જુહુ બસ સ્ટોપની સામે સંગીત નિર્દેશક શ્રી લક્ષ્મીકાંતના બંગલા આગળ અટકી ગયો.

લક્ષ્મીકાંતના નિવાસથી ફરી વરઘોડો (સબ હેડ)

આ બંગલામાં રાજેશનો કામચલાઉ મુકામ રહ્યો અહીંથી તે ઘોડા ઉપર ડિમ્પલને ત્યાં જવાનો હતો. ખરેખર ઘોડા પર બેસીને ડિમ્પલનું ઘર સામે જ ગલીમાં હતું. હવે ખરેખરો વરઘોડો શરુ થવાનો હતો.
શત્રુઘ્ને અભિનંદ્યા
પોતાનો મુકામ આવતા જ રાજેશ ગાડીમાંથી નીચે ઉતર્યો અને પાછો શ્વેત ઘોડા પર બેસી ગયો એની પાછળ સાંબેલો પણ બેઠો. ઘોડો એ બંગલામાંથી જ્યાં બહાર નીકળે છે ત્યાં જ સામેથી શત્રુઘ્ન સિંહા આવતો દેખાયો રાજેશનું ધ્યાન તેના તરફ ન હતું પણ જ્યારે ઘોડો શત્રુઘ્નની પાસે આવીને ઉભો રહ્યો ત્યારે શત્રુઘ્ને રાજેશનો પગ હલાવ્યો ચમકીને એણે વંદના કરી અને પછી રાજેશે નીચે જોયું. તો શત્રુઘ્ન, શત્રના હાથો પોતાના હાથમાં લઈ સ્નેહ દર્શાવ્યો.

શત્રુઘ્ન વિનોદખન્નાની સાથે આવ્યો (સબ હેડ)

શત્રુઘ્ન અને રાજેશ એકબીજાની સામસામે છે અને જ્યાં રાજેશ ત્યાં શત્રુ નહિ અને જ્યાં શત્રુ ત્યાં રાજેશ નહિ. એવી જે લોકમાન્યતા હતી તેને શત્રુઘ્ને એકદમ તોડી નાખી શત્રુઘ્ન મસ્ત અદાથી બંગલામાં પ્રવેશ્યો ત્યારે જ સેંકડો આંખો તેની સામે તકાઈ હતી. એ સૌમાં નવાઈ, આશ્ચર્ય હતું.

પછી વરઘોડો શરુ થયો જ્યાં મુકામ હતો ત્યાંથી ડિમ્પલનો સમુદ્ર મહલ દસ મિનિટના માર્ગે જ હતો. આગળ નેટિવ બેન્ડવાળાઓ સફેદ, પીળા, લાલ, જરીના ચમકતા વસ્ત્રોમાં શહનાઈ અને નગારા વાગતો તે પછી ભાંગરા નર્તકો મહેમાનો, વરરાજા અને પછી સ્ત્રી વર્ગ આ મુજબ વરઘોડાની રચના હતી.
મોટા રસ્તા પર વરઘોડો વધુ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ આગળ વધ્યો. પોલીસ વ્યવસ્થા એક નંબરની હતી તેણે વાહનોનો માર્ગ જ અટકાવી દીધો અને રાજેશના વરઘોડાને આગળ વધવાની લીલી ઝંડી ફરકાવી દીધી.
સહુ નાચ્યા
જેમ જેમ વહુ લાડીનું મકાન નજીક આવવા માંડયું તેમ તેમ ભાંગરા નર્તકોમાં અજબનું જોશ જણાયું શક્તિ સામંતને હવે નર્તકોએ પોતાની પાસે ખેંચ્યા અને શક્તિદાએ પણ નર્તન આરંભ્યું. શત્રુઘ્ને પણ કેટલાકોએ અંદર ખેંચ્યો અને શત્રુઘ્ન પણ નાચવા લાગ્યો. સ્ત્રીઓ અને પુરુષો પણ હવે તો નર્તન કરવા લાગ્યા. સ્ત્રી- પુરુષોનું આ નર્તન જોવા સારો ય વિલેપાર્લે જુહુ રસ્તો સજીવ બની ગયો. ચોતરફ ભારે ઠાઠ જામી ગયો.
આ બધુ નર્તન રાજેશના અશ્વ આગળ થઈ રહ્યું હતું. અશ્વ પોતાના માલિકને કન્યા પાસે લઈ જવા અધીરો બની ગયો હતો. પણ નર્તકોને તો આજે આનંદનો ઉત્સવ હતો આજે તેઓ રાજેશને માટે નહિ નાચે તો પછી ક્યારે નાચે ? અને રાજેશે પણ ઘોડાને કાનમાં કહી દીધું 'તારી અધીરાઈ હું સમજું છું આટલી ધીરજ ધરી તો હવે થોડી વધારે...'
રાજકપુરે ઘોડાની લગામ થામી
અને જ્યારે રાજેશનો વરઘોડો વહુના બંગલાના દ્વાર આગળ આવી ઉભો રહ્યો ત્યારે સામેથી ફેંટા સાથે રાજકપુર આગળ આવ્યો તેણે આગળ આવીને રાજેશના ઘોડાની લગામ પકડી લીધી આ એક વિરલ ઇર્ષ્યા ઉપજ તેવું દ્રશ્ય હતું. રાજેશ ખરેખર ભાગ્યશાળી હતો કે તેના ઘોડાની લગામ ઉદ્યોગના એક પીઢ નટ નિર્માતા - નિર્દેશકે પકડી હતી.
કન્યાના માતા-પિતા તથા અન્ય સંબંધીઓ જાનૈયાઓનો સત્કાર કરવા આગળ આવ્યા. સૌને ગળામાં પુષ્પ માળાઓ પહેરાવવામાં આવી. રાજ કપૂરે રાજેશને ઘોડા પરથી નીચે ઉતરવામાં મદદ કરી અને પછી તે તેનો હાથ ધીરેથી પકડીને તેને આગળ લાવવા લાગ્યો.

દુલ્હને દુલ્હાને સત્કાર્યો
ડિમ્પલ હવે નવવધૂના પોશાકમાં પોતાની ઓરડીમાંથી બહાર આવી. વરરાજાને સત્કાર્યો. અને પછી વર અને કન્યા બન્ને લગ્ન મંડપમાં આવ્યા અહીં તેઓ બન્ને 'પતિ-પત્ની' થવા ધાર્મિક બંધન બાંધવા તૈયાર થયા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લુખ્ખા તત્ત્વોએ આતંક મચાવી ૧૦ને ઘાયલ કર્યા
મચ્છુ હોનારતઃ પંચે જે તપાસ ન કરી તે હાવર્ડના બે વિદ્યાર્થીઓએ કરી બતાવી

યુવક સાથે પત્નીની બિભત્સ સીડી બનાવી પતિએ દહેજ માંગ્યું

પર પ્રાંતિય સિક્યુરીટી જવાનોને ઘૂસાડવાનું રાજયવ્યાપી કૌભાંડ
હિરાબજારનો વેપારી ૭૦ લાખનું ઉઠમણું કરી ફરાર
મેટલ શેરોમાં ધોવાણે સેન્સેક્ષ આરંભમાં ૧૮૧ પોઇન્ટ તૂટી ૧૬૭૩૭ બોલાયો ઃ અંતે ૭૨ પોઇન્ટ ઘટયો
સોનામાં તેજી વચ્ચે રૃ.૩૦૦૦૦ને આંબી ગયેલા ભાવો ઃ ચાંદીએ ૫૩ હજારની સપાટી પાર કરી
કૃષિ લોન્સની NPAમાં પાંચ ટકા સુધીનો ચિંતાજનક વધારો

બ્રિટનનો સ્ટાર એથ્લીટ ઇડોવુ ઓલિમ્પિકમાં રમવા અનિશ્ચિત

કલમાડી પર ઓલિમ્પિક પ્રતિબંધ મુકી દેવો જોઇએ ઃ મિલ્ખા સિંઘ
કપિલ દા કા જવાબ નહીં ઃ રૃ. દોઢ કરોડની લાલચમાં બોર્ડ જોડે શરણાગતિ?
પોલ વોલ્ટમાં ૩૬ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનો આત્મવિશ્વાસ છે
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા
સ્પર્ધાની સાથે શેરબજારોમાં કામકાજના કલાકો પણ વધવાની જોવાતી શકયતા

આવક વેરા વિભાગ દ્વારા પાડવામાં આવતા દરોડાની સંખ્યામાં પાંચ વર્ષમાં ૬૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved