Last Update : 26-July-2012, Thursday

 

આવક વેરા વિભાગ દ્વારા પાડવામાં આવતા દરોડાની સંખ્યામાં પાંચ વર્ષમાં ૬૦ ટકાનો વધારો

ડબલ ટેકસેસન એવોઈડન્સ સંિાૃધ હેઠળ વિભાગને વિદેશમાંાૃથી પણ માહિતી મળે છે

બિનહિસાબી નાણું પકડી પાડવા આવક વેરા વિભાગ દ્વારા પાડવામાં આવતા દરોડાની સંખ્યા જે ૨૦૦૭-૦૮ના નાણાંકીય વર્ષમાં ૩૨૮૧ હતી તે ૨૦૧૧-૧૨ના વર્ષમાં વધીને ૫૨૬૦ થઈ છે. એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં આવકવેરાના દરોડાની સંખ્યામાં ૬૦ ટકાનો વધારો થયો છે. દરોડા દરમિયાન જપ્ત કરાતી બિનહિસાબી અસ્કયામતોનું મૂલ્ય પણ પાંચ વર્ષમાં બમણાથી વધુ થઈ ગયું છે. ૨૦૦૭-૦૮માં રૃપિયા ૪૨૭ કરોડની અસ્કયામતો જપ્ત કરાઈ હતી જ્યારે ૨૦૧૧-૧૨ના વર્ષમાં રૃપિયા ૯૦૫ કરોડની અસ્કયામત જપ્ત કરાઈ હતી.
બિનહિસાબી મિલકતો પકડી પાડવા માટેની યંત્રણામાં થયેલા વધારાને કારણે આવક વેરા વિભાગને તેમની આ ઝૂંબેશમાં વધુ ને વધુ સફળતા મળી રહી છે. જો કે સર્વેની સંખ્યા જે પાંચ વર્ષ પહેલા ૬૦૭૧ હતી તે ઘટીને ૩૭૦૬ થઈ ગઈ હતી, એમ નાણાં મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું.
દરોડાઓ હવે એકદમ અસરકારક બની ગયા છે. વિદેશી ક્ષેત્રોમાંથી મળતી ચોક્કસ માહિતીને આધારે પણ આવક વેરા વિભાગ હવે કામ કરે છે. ડબલ ટેકસેસન એવોઈડન્સ સંધિ હેઠળ અમને ચોક્કસ માહિતી મળી રહેતી હોવાથી અમે સાચી વ્યક્તિ સામે કામ ચલાવી શકીએ છીએ એમ સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત ઈનફરમેશન ટેકનોલોજીને કારણે પણ કરચોરી કરનારાઓ પર દેખરેખ રાખવામાં મદદ મળી રહે છે. આવક વેરા ધારાની કલમ ૧૩૨ હેઠળ પાડવામાં આવતા દરોડા દરમિયાન વિભાગના અધિકારીઓ શંકાસ્પદ કરચોરની ઓફિસ તથા રહેઠાણોની અગાઉથી કોઈપણ નોટિસ આપ્યા વગર કોઈપણ સમયે તપાસ કરી શકે છે અને કેસને સુસંગત એવા દસ્તાવેજો પણ જપ્ત કરી શકે છે. આવી તપાસ કામગીરી માટે આવકવેરા કમિશનર અથવા ડાયરેકટર વોરન્ટ પણ જારી કરી શકે છે.
જો કે ૧૩૩એ હેઠળ તપાસકર્તા માત્ર કામકાજના કલાકો દરમિયાન જ શંકાસ્પદ કરચોરની ઓફિસના સ્થળે પ્રવેશી શકે છે. તેઓ દસ્તાવેજ જપ્ત કરી નથી શકતા કે મૂલ્યવાન વસ્તુ પણ લઈ જઈ શકતા નથી. વિભાગના જોઈન્ટ કમિશનર અથવા જોઈન્ટ ડાયરેકટરની સૂચનાને આધારે સર્વે હાથ ધરવામાં આવે છે. ઈનફોરમર, ટીડીએસ, ફાઈલ કરાયેલા રિટર્ન્સ વગેરે સ્રોતો મારફત પણ આવક વેરા વિભાગ માહિતી મેળવે છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લુખ્ખા તત્ત્વોએ આતંક મચાવી ૧૦ને ઘાયલ કર્યા
મચ્છુ હોનારતઃ પંચે જે તપાસ ન કરી તે હાવર્ડના બે વિદ્યાર્થીઓએ કરી બતાવી

યુવક સાથે પત્નીની બિભત્સ સીડી બનાવી પતિએ દહેજ માંગ્યું

પર પ્રાંતિય સિક્યુરીટી જવાનોને ઘૂસાડવાનું રાજયવ્યાપી કૌભાંડ
હિરાબજારનો વેપારી ૭૦ લાખનું ઉઠમણું કરી ફરાર
મેટલ શેરોમાં ધોવાણે સેન્સેક્ષ આરંભમાં ૧૮૧ પોઇન્ટ તૂટી ૧૬૭૩૭ બોલાયો ઃ અંતે ૭૨ પોઇન્ટ ઘટયો
સોનામાં તેજી વચ્ચે રૃ.૩૦૦૦૦ને આંબી ગયેલા ભાવો ઃ ચાંદીએ ૫૩ હજારની સપાટી પાર કરી
કૃષિ લોન્સની NPAમાં પાંચ ટકા સુધીનો ચિંતાજનક વધારો

બ્રિટનનો સ્ટાર એથ્લીટ ઇડોવુ ઓલિમ્પિકમાં રમવા અનિશ્ચિત

કલમાડી પર ઓલિમ્પિક પ્રતિબંધ મુકી દેવો જોઇએ ઃ મિલ્ખા સિંઘ
કપિલ દા કા જવાબ નહીં ઃ રૃ. દોઢ કરોડની લાલચમાં બોર્ડ જોડે શરણાગતિ?
પોલ વોલ્ટમાં ૩૬ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનો આત્મવિશ્વાસ છે
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા
સ્પર્ધાની સાથે શેરબજારોમાં કામકાજના કલાકો પણ વધવાની જોવાતી શકયતા

આવક વેરા વિભાગ દ્વારા પાડવામાં આવતા દરોડાની સંખ્યામાં પાંચ વર્ષમાં ૬૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved