Last Update : 26-July-2012, Thursday

 

કૃષિ લોન્સની NPAમાં પાંચ ટકા સુધીનો ચિંતાજનક વધારો

ચોમાસુ નબળું જશે તો સિૃથતિ વધુ વણસવાની બેન્કરોને ચિંતા

ખેડૂતોને લોન માફીના પાંચ વર્ષ માંડ પૂરા થયા છે ત્યાં બેન્કોની કૃષિ લોન પર દબાણ જોવા મળી રહ્યું છે અને કૃષિ ધિરાણમાં નોન-પરફોર્મિંગ એસેટસ (એનપીએ) ફરી વધી રહી છે. બિન-કૃષિ લોન સેગમેન્ટમાં ૩ ટકા સામે કૃષિ લોન સેગમેન્ટની કુલ એનપીએ પાંચ ટકા સુધી પહોંચી ગયાનું જોવા મળી રહ્યું છે. જો ચોમાસુ નબળું જશે તો સ્થિતિ વધુ વણસી શકે છે એમ બેન્કરો માની રહ્યા છે. નબળા ચોમાસાને કારણે પાકની ઉપજ ઓછી રહેશે જેને ુપરિણામે કૃષિ આવકમાં ઘટાડો થશે. ૨૦૧૧-૧૨માં કૃષિ એનપીએમાં ૪૭ ટકા વધારો થયો હોવાનું રિઝર્વ બેન્કના ગવર્નર ડી. સુબ્બારાવે તાજેતરમાં નાબાર્ડની પરિષદમા ંજણાવ્યું હતું.
દેશની સૌથી મોટી ધિરાણદાર બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)ની કૃષિ લોનની એનપીએ વાર્ષિક ધોરણે ૭૨ ટકા વધીને ૨૦૧૧-૧૨માં રૃપિયા ૭૭૭૮ કરોડ રહી હતી. ટકાવારીની દ્રષ્ટિએ એનપીએ જે અગાઉ કૃષિ લોન્સના ૬.૭૦ ટકા હતી તે વધીને ૮.૯૦ ટકા પર પહોંચી ગઈ હતી. યુનિયન બેન્કની આ સેગમેન્ટની એનપીએ પણ આ સમયગાળામાં ૪.૧૦ ટકા પરથી વધીને ૯.૬૦ ટકા પર પહોંચી છે. બેન્ક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેન્ક વગેરેની પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે.
જાહેર ક્ષેત્રની બેન્કોની સરખામણીએ ખાનગી ક્ષેત્રની બેન્કો પોતાની કૃષિ એનપીએ નિયંત્રણ હેઠળ રાખવામાં સફળ રહી છે. એચડીએફસીની એનપીએ જે ૨૦૧૦-૧૧માં કૃષિ લોન્સના ૦.૪૦ ટકા હતી તે ૨૦૧૧-૧૨માં સહેજ વધીને ૦.૯૦ ટકા થઈ છે જ્યારે આઈસીઆઈસીઆઈ બેન્કની આ પ્રકારની એનપીએ ૭.૬૦ ટકા પરથી ઘટીને ૪.૮૦ ટકા રહી છે અને એક્ઝિસ બેન્કની ૨.૬૦ ટકા પરથી ઘટી ૨.૩૦ ટકા રહી છે. જાહેર ક્ષેત્રની બેન્કો સિસ્ટમ આધારિત એનપીએને હવે ગણતરીમાં લેતી હોવાથી તેમની કૃષિ ક્ષેત્રની એનપીએમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે એમ રિઝર્વ બેન્કના એક અધિકારીએ જણાવ્યું હતું. સામાન્ય રીતે જાહેર ક્ષેત્રની બેન્કો કેટલીક કૃષિ તથા નાના કદના એકઉન્ટસને એનપીએ તરીકે ગણતી નહોતી.પરંતુ હવે તેવા દરેક એકાઉન્ટસ જેમાં ૯૦ દિવસથી વધુ સમય વ્યાજની ચૂકવણી કરવામાં ન આવે તેવા એકાઉન્ટસને એનપીએ તરીકે ગણવામાં આવે છે.
રાજકીય દબાણ હેઠળ જાહેર ક્ષેત્રની બેન્કોએ ક્યારેક દેશના વિકાસમાં મોટી ભૂમિકા ભજવવી પડતી હોય છે, અને આ પ્રક્રિયામાં તેમણે બેડ લોન્સનો પણ સામનો કરવો પડતો હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કૃષિ ધિરાણમાં થયેલી જંગી વૃદ્ધિને કારણે પણ કૃષિ એનપીએમાં વધારો જોવા મળી રહ્યો હોવાનું એક જાહેર ક્ષેત્રની બેન્કના ચેરમેને જણાવ્યું હતું. ૧૮ ટકાના કૃષિ લોન્સના ટાર્ગેટને પૂરો કરવા બેન્કો કૃષિ લોન પૂરી કરવા માટે આક્રમક અભિગમ રાખી રહી છે, જેને કારણે લોન કવોલિટી પર અસર પડી છે. છેલ્લા ચાર વર્ષમાં કૃષિ ધિરાણમાં દ્વીઅંકી વધારો થયો છે. ૨૦૦૦ના દાયકામાં જીડીપીથી કૃષિ લોનનું પ્રમાણ જે ૪૦ ટકા હતું તે આજે વધીને ૬૦ ટકા આસપાસ પહોંચી ગયું છે. જો કે અગ્રિમ ક્ષેત્રના ધિરાણ ધોરણોમાં કૃષિ લોનના ટાર્ગેટને ભાગ્યેજ કોઈ બેન્કો પૂરા કરી શકે છે. ૨૦૦૯ની સામાન્ય ચૂંટણીની પૂર્વસંધ્યાએ તે વેળાએ યુપીએ સરકારે ખેડૂત લોન્સમાં વ્યાપક રાહતની જાહેરાત કરી હતી જેની અસર બેન્કોના ચોપડા પર પડી હતી.

 

કૃષિ લોન- NPAપર નજર

બેંક

૨૦૦૯-૧૦

૨૦૧૦-૧૧

૨૦૧૧-૧૨

સ્ટેટબેંક

૨.૬

૬.૭

૮.૯

પંજાબ નેશનલ બેંક

૩.૭

૩.૬

બેંક ઓફ બરોડા

૩.૩

૩.૫

યુનીયન બેંક

૨.૨

૪.૧

૯.૬

ઓરીએન્ટલ બેંક

૨.૭

૩.૪

૪.૭

HDFC બેંક

૦.૯

૦.૫

૦.૯  

ICICI બેંક

૫.૬

૭.૬

૪.૬

એક્કિસ બેંક

૨.૩

૨.૬

૨.૩


(તમામ આંકડા ટકામાં)

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લુખ્ખા તત્ત્વોએ આતંક મચાવી ૧૦ને ઘાયલ કર્યા
મચ્છુ હોનારતઃ પંચે જે તપાસ ન કરી તે હાવર્ડના બે વિદ્યાર્થીઓએ કરી બતાવી

યુવક સાથે પત્નીની બિભત્સ સીડી બનાવી પતિએ દહેજ માંગ્યું

પર પ્રાંતિય સિક્યુરીટી જવાનોને ઘૂસાડવાનું રાજયવ્યાપી કૌભાંડ
હિરાબજારનો વેપારી ૭૦ લાખનું ઉઠમણું કરી ફરાર
મેટલ શેરોમાં ધોવાણે સેન્સેક્ષ આરંભમાં ૧૮૧ પોઇન્ટ તૂટી ૧૬૭૩૭ બોલાયો ઃ અંતે ૭૨ પોઇન્ટ ઘટયો
સોનામાં તેજી વચ્ચે રૃ.૩૦૦૦૦ને આંબી ગયેલા ભાવો ઃ ચાંદીએ ૫૩ હજારની સપાટી પાર કરી
કૃષિ લોન્સની NPAમાં પાંચ ટકા સુધીનો ચિંતાજનક વધારો

બ્રિટનનો સ્ટાર એથ્લીટ ઇડોવુ ઓલિમ્પિકમાં રમવા અનિશ્ચિત

કલમાડી પર ઓલિમ્પિક પ્રતિબંધ મુકી દેવો જોઇએ ઃ મિલ્ખા સિંઘ
કપિલ દા કા જવાબ નહીં ઃ રૃ. દોઢ કરોડની લાલચમાં બોર્ડ જોડે શરણાગતિ?
પોલ વોલ્ટમાં ૩૬ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનો આત્મવિશ્વાસ છે
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા
સ્પર્ધાની સાથે શેરબજારોમાં કામકાજના કલાકો પણ વધવાની જોવાતી શકયતા

આવક વેરા વિભાગ દ્વારા પાડવામાં આવતા દરોડાની સંખ્યામાં પાંચ વર્ષમાં ૬૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved