Last Update : 26-July-2012, Thursday

 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૧૮ જૂલાઈથી મંગળવાર ૨૪ જૂલાઈ સુધી

 

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજિપ્શિયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાળિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વધુ પ્રચલિત બનાવેલા છે. કુલ ૭૮ કાર્ડ થકી ભાવિ ફળકથન કરવામાં આવે છે જેમાં અલગ અલગ અર્થઘટન થતું હોય છે. ટેરટ અંગેની વિશાળ માહિતી ઈન્ટરનેટ પર ગુગલ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. ટેરટ કાર્ડ અને જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.

 

 

મેષ (અ. લ. ઈ.) ઃ Strength - એઈટ ઓફ વૉન્ડસ ઝાડ પરની આઠ ડાળીઓ તથા દૂર સુધી દેખાઈ રહેલી સૂમસામ પર્વતીય ટેકરીઓનું દર્શાવાયેલું ચિત્ર તમારા માટે કોઈ સમસ્યા ઉભી થવાનું અને એકલતા/ખાલીપાનો અનુભવ થાય તેવો પ્રસંગ બનવાનું સૂચવી જાય છે. સંતાનો અંગે નોંધપાત્ર નિર્ણય લેવાના આવશે. તા. ૧૮. ૨૪. શુભ.

 

 

વૃષભ (બ. વ. ઉ.) ઃ Wheel of fortune - ટેમ્પરન્સ વહી રહેલા પાણીના ઝરણા પાસે ઉભેલી નવયુવાન સ્ત્રીનું દર્શાવાયેલું ચિત્ર સ્વપ્રયત્નો દ્વારા કરવામાં આવતા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. કૌટુંબિક બાબતો અગત્યની બનવા પામશે. તમારી સમસ્યાઓના ઉકેલ માટે મિત્રોનો સહકાર લાભકર્તા બનશે. તા. ૧૯. ૨૦. શુભ.

 

 

મિથુન (ક. છ. ઘ.) ઃ The Empress - સીક્સ ઓફ સ્વૉર્ડસ તરાપો લઈ નદી પાર કરાવી રહેલા નવયુવાનનું દર્શાવાયેલું ચિત્ર તમારે કોઈને મદદરૃપ થવાનું/સહાયક બનવાનું આવે તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે. કુટુંબની વ્યક્તિઓ સાથે નોંધપાત્ર બાબતોની ચર્ચા-વિચારણા થશે. નાણાંકીય દ્રષ્ટિએ નવાં ફેરફારો જોવા મળશે. તા. ૧૮. ૨૧. ૨૨. ૨૩. શુભ.

 

 

કર્ક (ડ. હ.) ઃ The Fool - ટુ ઓફ સ્વોર્ડસ બે હાથમાં તલવાર લઈ આંખો પર પાટો બાંધીને રાત્રિના ચંદ્ર પ્રકાશમાં કંઈક વિચારી રહેલા નવયુવાનનું દર્શાવેલું ચિત્ર કોઈ નવાં કાર્યની શરૃઆત કરવાનું આયોજન થઈ શકવા સૂચવી જાય છે. નવા કરાર અને ભાગીદારી અંગેની બાબતો મહત્ત્વની બનશે. આરોગ્ય અંગે સામાન્ય પ્રતિકૂળતા જણાશે. તા. ૧૯. ૨૦. ૨૪. શુભ.

 

 

સિંહ (મ. ટ.) ઃ Temparance - મેજીસીયન લાલ રંગનો લાંબો કોટ અને માથા પર હેટ પહેરી ટેબલ પર ગોઠવેલી જુદી જુદી વસ્તુઓ પાસે ઉભા રહેલા જાદૂગરનું દર્શાવાયેલું ચિત્ર તમારા નવાં વિચારોને કુશળતાપૂર્વક અમલમાં મૂકી શકવાનું સૂચવી જાય છે. તમારી આવડતનો પરિચય આપી કો તેવી ઘટના બનશે. તા. ૧૮. ૨૧. ૨૨. ૨૩. શુભ.

 

 

કન્યા (પ. ઠ. ણ.) ઃ The hangedman - યુ ઓફ કપ્સ નવયુવાન સ્ત્રી-પુરૃષનું પરસ્પર ઉભા રહી વસ્તુની આપ લે કરતા દર્શાવાયેલું ચિત્ર નવા પરિચય થવાનું અને તમારી મિત્રતા વધુ ગાઢ બની શકવાનું સૂચવી જાય છે. અવિવાહિત હોય તેઓ પસંદગીનું પાત્ર શોધી લઈ એકબીજા સાથે વિચાર વિનિમય કરી શકશે. તા. ૧૮. ૧૯. ૨૦. ૨૪. શુભ

 

 

તુલા (ર. ત.) ઃ The World - સુંદર ઝાડ નીચે ચાર પ્યાલાઓની સામે બેસીને કંઈક વિચારી રહેલા નવયુવાનનું દર્શાવાયેલું ચિત્ર તમારી નિરાશાઓનો માર્ગ પ્રાપ્ત થઈ શકવાનું સૂચવી જાય છે. કોઈ સમસ્યાથી ઘેરાયેલા હશો તેનો યોગ્ય ઉકેલ પ્રાપ્ત થઈ શકશે. તમારી વર્તમાન રહેણીકરણીમાં પરિવર્તન આવશે. નવાં કાર્યોની શરૃઆત અંગે નિર્ણય લઈ શકશો. તા. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. શુભ.

 

વૃશ્ચિક (ન. ય.) ઃ The Magician - સીક્સ ઓફ કપ્સ બે બાળકોનું વાતચીત કરી રહ્યાનું તથા એક બાળકના હાથમાં મેડલનું દર્શાવાયેલું ચિત્ર કલાક્ષેત્ર અને રમતગમત જગત સાથે સંકળાયેલી વ્યક્તિઓના માન સન્માનમાં વધારો થવાનું સૂચવી જાય છે. સંતાનોની પ્રગતિ જોવા મળશે તથા તેઓની કારકિર્દી માટે નોંધપાત્ર નિર્ણયો લેવાના આવશે. તા. ૨૧. ૨૨. ૨૩. ૨૪. શુભ.

 

 

ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ The Chariot - ધ હેંગમેન ફાંસીના માચડે ઊંધે માથે લટકાયેલી વ્યક્તિનું દર્શાવાયેલું ચિત્ર કોર્ટ-કચેરી જેવી બાબતો સાથે સંકળાયેલા હોય તેઓની વિરુધ્ધમાં ચૂકાદો આવવાનું સૂચવી જાય છે. તમારી નિરાશા વધે તેવી ઘટના બનવા પામશે. રોજિંદા કાર્યોમાં અજંપો જણાશે. નિશ્ચિત કરેલા કાર્યોમાં અવરોધ આવશે. તા. ૧૮. ૨૪. શુભ.

 

 

મકર (ખ. જ.) ઃ The Hermit - ધ હેરમીટ એક વૃધ્ધનું એક હાથમાં ફાનસ અને બીજા હાથમાં મોટો દંડો લઈ ધીમા પગલે આગળ વધી રહ્યાનું દર્શાવાયેલું ચિત્ર તમારી સમસ્યાઓમાં વકિલ વ્યક્તિઓની સલાહ સૂચનાઓ અને તેઓનું માર્ગદર્શન ઉપયોગી નીવડશે. કોઈ મુશ્કેલીમાં માર્ગ મેળવવા મિત્રોની સહાયતા ફાયદાકારક સાબિત થશે. ઉતાવળિયા નિર્ણયો નુકશાનકર્તા નીવડી શકે. તા. ૧૮. ૧૯. ૨૦. શુભ.

 

કુંભ (ગ. શ. સ. ષ.) ઃ The Sun - ધ હાઈપ્રિસ્ટેસ્ટ માથા પર તાજ/મુગટ ધારણ કરી સુંદર વસ્ત્ર પરિધાન કરેલી નવયુવાન સ્ત્રીનું સિંહાસન પર બેઠેલી દર્શાવવાયેલું ચિત્ર તમારા માટે એકાદ શુભ પ્રસંગમાં હાજરી આપવા તેમજ કુટુંબમાં કોઈ શુભ પ્રસંગની ઉજવણી થઈ શકવાનું સૂચવી જાય છે. તમારી માતા, બ્હેન કે પત્નીના માનસન્માનમાં વધારો થાય તેવી ઘટના બનશે. તા. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. શુભ.

 

 

મીન (દ. ચ. ઝ. થ.) ઃ The Highpriestess - શેરીઓટ રથ હંકારી આગળ વધી રહેલા સારથીનું દર્શાવાયેલું ચિત્ર તમારા નક્કી કરેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. અણધારી મુસાફરીનો યોગ ઉદ્ભવશે. તમારી જાત પર અંકુશ/કાબૂ રાખી મહત્ત્વનાં નિર્ણયો લઈ શકશો. ખૂબ જ નોંધપાત્ર અને અગત્યનાં સમાચાર પ્રાપ્ત થશે. તા. ૨૧. ૨૨. ૨૩. ૨૪. શુભ.

- ઇન્દ્રમંત્રી

 

રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર
શ્રી પ્રણવ મુખર્જીનો વર્તમાન સમય

રાષ્ટ્રપતિ પદના સત્તાવાર રીતે જાહેર થયેલા ઉમેદવાર શ્રી પ્રણવ મુખર્જીની હાર-જીત વિશે જ્યોતિષની દ્રષ્ટિએ ફળાદેશ કરવું યોગ્ય નથી કેમ કે રાજકીય આંકડાઓની ગણતરી તેઓને સ્પષ્ટ બહુમતી તરફ લઈ જઈ રહી છે પરંતુ તેઓની રાષ્ટ્રપતિ તરીકેની જવાબદારી સ્વીકારી શક્યા પછીના હાલના વર્તમાન સમયની વાત કરીએ તો જણાવી શકાય કે કર્ક લગ્નની જન્મકુંડળીમાં ચતુર્થ સ્થાને ૪ ઓગસ્ટના તુલા રાશિમાં પ્રવેશી રહેલો શનિ તેમના કર્મસ્થાન પર દ્રષ્ટિ કરશે. જે શનિની નીચની રાશિ હોવાથી વધુ પડતી જવાબદારીઓનો સામનો કરવાનો આવશે તેમજ ગોચરમાં ૨૮ સપ્ટેમ્બર સુધી મંગળ-શનિના સંબંધો અને ત્યાર પછી ૯ નવેમ્બર સુધી વૃશ્ચિક રાશિમાં મંગળ-રાહુના ગુરૃની પ્રતિયુતિમાં સંબંધો તેઓના માટે કસોટીરૃપ પૂરવાર થશે. ૯ નવેમ્બર સુધીમાં ન ગમતા નિર્ણયો લેવાના આવે તેમજ રાજકીય પક્ષોના દબાણને વશ થઈ સ્વતંત્ર રીતે નિર્ણયો ન લઈ શકે તો પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ૨૩ ડિસેમ્બર સુધીનો સમય મિશ્રફળદાયક રહેશે.

[Top]

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લુખ્ખા તત્ત્વોએ આતંક મચાવી ૧૦ને ઘાયલ કર્યા
મચ્છુ હોનારતઃ પંચે જે તપાસ ન કરી તે હાવર્ડના બે વિદ્યાર્થીઓએ કરી બતાવી

યુવક સાથે પત્નીની બિભત્સ સીડી બનાવી પતિએ દહેજ માંગ્યું

પર પ્રાંતિય સિક્યુરીટી જવાનોને ઘૂસાડવાનું રાજયવ્યાપી કૌભાંડ
હિરાબજારનો વેપારી ૭૦ લાખનું ઉઠમણું કરી ફરાર
મેટલ શેરોમાં ધોવાણે સેન્સેક્ષ આરંભમાં ૧૮૧ પોઇન્ટ તૂટી ૧૬૭૩૭ બોલાયો ઃ અંતે ૭૨ પોઇન્ટ ઘટયો
સોનામાં તેજી વચ્ચે રૃ.૩૦૦૦૦ને આંબી ગયેલા ભાવો ઃ ચાંદીએ ૫૩ હજારની સપાટી પાર કરી
કૃષિ લોન્સની NPAમાં પાંચ ટકા સુધીનો ચિંતાજનક વધારો

બ્રિટનનો સ્ટાર એથ્લીટ ઇડોવુ ઓલિમ્પિકમાં રમવા અનિશ્ચિત

કલમાડી પર ઓલિમ્પિક પ્રતિબંધ મુકી દેવો જોઇએ ઃ મિલ્ખા સિંઘ
કપિલ દા કા જવાબ નહીં ઃ રૃ. દોઢ કરોડની લાલચમાં બોર્ડ જોડે શરણાગતિ?
પોલ વોલ્ટમાં ૩૬ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનો આત્મવિશ્વાસ છે
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા
સ્પર્ધાની સાથે શેરબજારોમાં કામકાજના કલાકો પણ વધવાની જોવાતી શકયતા

આવક વેરા વિભાગ દ્વારા પાડવામાં આવતા દરોડાની સંખ્યામાં પાંચ વર્ષમાં ૬૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved