Last Update : 26-July-2012, Thursday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૬-૦૭-૨૦૧૨, ગુરૂવાર
શ્રાવણ સુદ આઠમ-દુર્ગાષ્ટમી
દિલ્હી-સ્વામિનારાયણ મંદિર પાટોત્સવ.
આજે વાદળછાયી સવાર શુભ

 

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૨ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૯ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૫ મિ.
નવકારસી સમયઃ (અ) ૬ ક. ૫૭ મિ. (સૂ) ૬ ક. ૫૯ મિ. (મું) ૭ ક. ૦૩ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની તુલા (ર.ત.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ ચિત્રા સવારના ૯ ક. ૧૧ મિ. સુધી પછી સ્વાતિ.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-કર્ક, મંગળ-કન્યા, બુધ-કર્ક, ગુરૂ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કન્યા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-તુલા
વિક્રમ સંવત ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન વર્ષાૠતુ શ્રાવણ સુદ આઠમને ગુરૂવાર રા.દિ. શ્રા./૪/માસ-તિથિ-વાર ઃ શ્રાવણ સુદ આઠમને ગુરૂવાર.
- દુર્ગાષ્ટમી.
- દિલ્હી, સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ.
- આજે સવારે વાદળછાયુ વાતાવરણ હોય તો પૃથ્વી પાણીથી સંતુષ્ટ રહે.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રમજાન માસનો ૫ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ સ્પેર્દામંદ માસનો ૧૩ રોજ તીર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ ધર્મકાર્યથી પત્ની-સંતાન-પરિવારને આનંદ રહે. નોકરી-ધંધાના કામમાં આપને વ્યસ્ત રહેવાનું થાય. પરંતુ કામની પ્રગતિ જણાય.

 

વૃષભ ઃ નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. અન્યના કામ અંગેની ચર્ચા વિચારણા થાય. ભાઈ-ભાંડુ, નોકર ચાકર, કારીગરવર્ગનું કામ ઉકેલાતું જણાય.

 

મિથુન ઃ આપના નોકરી-ધંધાના કામમાં, સંતાનના કામમાં ઘ્યાન આપી શકો. ચંિતા-મૂંઝવણ ઓછી થાય. ધંધો થઈ શકે.

 

કર્ક ઃ આપના અંગત કામમાં ઘ્યાન આપી શકો. નોકરી-ધંધાના કામ અંગે ચંિતા-મુંઝવણ રહે. પરંતુ અન્ય કામ સાનુકૂળ રહે.

 

સંિહ ઃ ધર્મકાર્યથી આનંદ રહે, બહાર જવાનું થાય, કોઈને મળવાનું થાય. નોકરી-ધંધાના કામમાં પ્રગતિ જણાય. વધારાનું કામ થાય.

 

કન્યા ઃ આપના આનંદ ઉત્સાહમાં વધારો થાય તેવું કામ થાય. નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. પરિવારનું કામ થઈ શકે.

 

તુલા ઃ ચંિતા-વ્યથામાં રાહત થતી જણાય. આપના રોજીંદા કામમાં ઘ્યાન આપી શકો. નોકરી-ધંધાનું કામ ઉકેલાતું જાય.

 

વૃશ્ચિક ઃ ધર્મકાર્ય, યાત્રા પ્રવાસ-મુલાકાતનો ખર્ચ થાય. ચંિતા રહે. પરંતુ નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. આવક થાય.

 

ધન ઃ આપના નોકરી-ધંધાના રૂકાવટવાળા કામમાં ચંિતા-મુંઝવણ-મુશ્કેલી હળવી થવાથી રાહત અનુભવો. લાભ થઈ શકે.

 

મકર ઃ નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. જૂના સંબંધો તાજા થાય. નવું કામ થઈ શકે.

 

કુંભ ઃ ધર્મકાર્ય, યાત્રા પ્રવાસ-મુલાકાતથી જુના સંબંધો-સંસ્મરણો તાજા થાય. નોકરી-ધંધાના કામમાં ચંિતા-તકલીફ હળવી થાય.

 

મીન ઃ હરોફરો, કામકાજ કરો પરંતુ શારીરિક કષ્ટપીડા તેમજ માનસિક ઉદ્વેગ-ઉચાટ-ચંિતામાં રહો. ખાવાપીવામાં ઘ્યાન રાખવું.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૬-૦૭-૨૦૧૨, ગુરૂવાર

આપનું આજથી શરૂ થતું જન્મવર્ષ તન-મન-ધનથી, વાહનથી સંભાળવું પડે. નાની મોટી બિમારી-ચંિતા-વ્યથા-પીડાના કારણે તમારા રોજીંદા કામમાં તમે એકાગ્રતા, સમયપાલન સાચવી ન શકો. સમયસર તમારી કામગીરી ન ઉકેલવાના કારણે તમારી પ્રગતિ, બઢતી આવકમાં રૂકાવટ જણાય.

 

- ધંધો કરો પરંતુ દેવું કરીને ધંધો ટકાવી રાખવાના પ્રયત્નમાં વઘુ દેવાદાર થઈ જાવ અને તમારું તેમજ ધંધાનું અસ્તિત્વ જોખમાય. પરંતુ તમારી ધીરજ, સાવચેતી, સાવધાની, કુનેહ તમને મોટી આપત્તિમાંથી ઉગારે અને વર્ષના ઉત્તરાર્ધમાં તમને કોઈ સારી તક પ્રાપ્ત થાય.

 

- વર્ષારંભથી આરોગ્ય સુખાકારીને પ્રાધાન્ય આપવું જરૂરી રહેશે.

 

- સ્ત્રી વર્ગને સાંસારિક-કૌટુંબિક વ્યવહારીક જીવનમાં સંઘર્ષ-અશાંતિ-વિવાદના અંતે વર્ષના ઉત્તરાર્ધમાં શાંતિ-રાહત શરૂ થાય.

 

વિદ્યાર્થીવર્ગને આરોગ્યની અસ્વસ્થતાના કારણે ભણવામાં રૂકાવટ રહે પરંતુ મહેનત કરેલી વર્ષાંતે લાભ આપી જાય.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

કોલેજમાં એડમીશન લેવા ગયેલા લલ્લુએ બહાર ઊભેલા પટાવાળા છગનને પૂછ્‌યું, ‘‘આ કોલેજમાં સારું ભણાવે છે ને?’’
‘‘સવાલ જ નથી,’’ પટાવાળો છગન બોલ્યો, ‘‘આ કોલેજમાં ઘણું સારું ભણાવે છે, જુઓને, હું પણ આ જ કોલેજનો ગ્રેજ્યુએટ છું.’’

[Top]
 

આજ ની રેસીપી

કેટલીક નોખી વાનગીઓનો રસથાળ

 

 

મટોકી (આફ્રિકન)

 

 

 

સામગ્રી ઃ ૪ કાચા કેળા, ૨ ચમચી આરારૂટ, ૧ ચમચી આદુ-મરચાં, પ્રમાણસર મીઠું, અડધા લીંબુનો રસ, ૨ ચમચી સાકર, તળવા માટે તેલ, વઘાર માટે ઘી.

 

 

 

રીત ઃ કેળાં છાલ સાથે કૂકરમાં બાફીને હાથેથી છૂંદવા અને થોડું ઘી મૂકી જીરાથી વધારવા. તેમાં મીઠું, આદુ-મરચાં, લીંબુ, સાકર, આરારૂટ નાખી સારી રીતે મિક્સ કરવું. નાના લીંબું જેવડા ગોળા બનાવવા અને તે થોડા આરારૂટમાં રગદોળી, તેલમાં મઘ્યમ તાપે લાલ તળી લેવા. ચટણી સાથે પીરસવા.

 

[Top]
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved