Last Update : 25-July-2012, Wednesday

 

રાષ્ટ્રપતિ ભવનમાં પ્રણવદાનાં ઝડપી પગલાં !

- મન્નુ શેખચલ્લી

પ્રણવ મુખરજી આજે રાષ્ટ્રપતિ ભવનમાં રહેવા જશે. પછી એક દિવસ એવું થશે કે...
* * *
પ્રણવ મુખરજી એમના ૩૫૦ ઓરડાવાળા વિશાળ રાષ્ટ્રપતિ ભવનના ઓરડા નંબર ૨૧૯માંથી નીકળીને ચાલતા ચાલતા ઓરડા નંબર ૧૦૭માં પહોંચીને પૂછશે ઃ
''આરે, આમાર સેક્રેટરી કોથાય? હમાડા સેક્રેટરી કિધાર હૈ?''
કડક આર કરેલો લાલ કલરનો સાફો અને સફેદ કલરનો જોધપુરી કોટ પહેરેલો રાષ્ટ્રપતિ ભવનનો પટાવાળો કહેશે ઃ
''અરે સાબ, યે તો કમરા નંબર ૧૦૭ હૈ. આપ કે સેક્રેટરી તો કમરા નંબર ૮૭ મેં બૈઠતે હૈં!''
બિચારા પ્રણવદા ટાંટિયા તોડતાં રૃમ નંબર ૮૭ શોધવા નીકળશે! ઘણી બધી શોધ પછી રૃમ નંબર ૮૬ ભવનના તો ત્રીજા માળે મળી આવશે. પણ રૃમ નંબર ૮૭ ક્યાંય દેખાશે નહિ. એટલે ત્યાં જઇને હાંફતાં હાંફતાં પૂછશે ઃ
''આરે શોન્નો, એઇ કોમરા નોંબોર ૮૭ કોથાય?''
''સર, વો તો રિનોવેશન મેં હૈ! રિપેરીંગ ચલ રહા હૈ! આપ કો કિસ કા કામ થા?''
''હમાડા સેક્રેટરી કા! ઓ કોથાય આચ્છે?''
''સર, મૈં અભી પતા કર કે આપ કો બતાતા હું. આપ અપને ઓફીસ મેં જાઇયે.''
''ઠીક આચ્છે. મગર શોન્નો...'' પ્રણવ મુખરજી માથું ખંજવાળતાં પૂછશે ''એઇ શોબ નોયા નોયા હે ના?'' તો અમાર ઓફીસ આમિ બિસારે ગાચ્છે! હમ ભૂલ ગયા હમરા ઓફીસ..''
''અરે? કમરા નંબર વન હી તો આપ કા ઓફીસ હૈ!''
ઓરડા નંબર ૮૬થી ઓરડા નંબર ૧ સુધીની પદયાત્રા કરીને પ્રણવદા થાકી જશે. પોતાની કેબિનમાં જઇ એસી ફૂલ કરાવી, પાણી મંગાવીને પીશે... પછી યાદ આવશે ઃ
''ઉડી બાબા! મેઇન કામ તો બિસારે ગાચ્છે! આમાર સેક્રેટરી કોથાય? ઉન કો ઈધર ભેજો.''
સેક્રેટરી ઓરડા નંબર ૮૭નું રીનોવેશન કરાવવા માટે જે જે સામગ્રીઓની ખરીદી કરવાની છે તેનું લિસ્ટ બનાવીને પરચેઝ વિભાગમાં એટલે કે ઓરડા નંબર ૨૮૭માં આપવા ગયા હશે!
સેક્રેટરીને જેવો મેસેજ મળશે કે 'રાષ્ટ્રપતિજી તમને યાદ કરે છે' એ તરત જ બધું કામ પડતું મૂકીને રૃમ નં. ૨૮૭થી છેક ઓરડા નંબર ૧ સુધી આવવા માટે ચાલી નીકળશે.
આખરે જ્યારે રાષ્ટ્રપતિજીના ઓરડા નંબર ૧ પાસે પહોંચીને એનો દરવાજો જોશે તો બિચારા પ્રણવદા આટલું બધું ચાલીને થાકી જવાને કારણે ખુરશીમાં જ બેઠા બેઠા ઊંઘી ગયા હશે!
કલાકે જ્યારે એ જાગશે ત્યારે સેક્રેટરી સામે જ ઊભો હશે! ''સર, આપને મુઝે યાદ કિયા થા?''

''હાં... યાદ કિયા થા... મોગોર કિસ લિયે યાદ કિયા થા?... હાં યાદ આયા!'' પ્રણવ મુખરજી કહેશે ''હાં! આમિ એઇ કહને કે લિયે બુલાયા થા, કિ આજ કે બાદ રાષ્ટ્રપોતિ ભોવોન મેં કોઇ કામ મેં... દેરી નહીં હોના ચાહિયે!''
Share |
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved