Last Update : 25-July-2012, Wednesday

 

‘ટ્રબલશૂટર’માંથી રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિપદની ચૂંટણીનાં અપેક્ષિત પરિણામોને છેવટે આંકડાકીય સમર્થન મળી ગયું ઃ યુપીએના ઉમેદવાર પ્રણવ મુખર્જી એનડીએના ઉમેદવાર પૂર્ણો સંગમાને મોટા તફાવતથી હરાવીને, આવતી કાલને ભારતના ૧૩મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિપદની આ ૧૪મી મુદત છે, પરંતુ પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુ લાગલગાટ બે મુદત સુધી એ હોદ્દે રહ્યા હોવાથી, પ્રણવ મુખર્જી ભારતના૧૪મા નહીં, પણ ૧૩મા રાષ્ટ્રપતિ બનશે.
પ્રણવ મુખર્જીની આ ચૂંટણીમાં જીત નક્કી હોવા છતાં, મતદાન પહેલાં રાજકીય માહોલમાં પેદા થયેલી ગરમી દેશની વર્તમાન- વિભાજિત રાજકીય પરિસ્થિતિની સૂચક છે. સૌથી પહેલાં કોંગ્રેસની વાત કરીએ તો, પ્રણવ મુખર્જી આ હોદ્દા માટે તેની પહેલી પસંદગી હોય એવું લાગતું ન હતું.
ઘણા સમય સુધી કોંગ્રેસે પોતાના ઉમેદવારનું નામ પાડ્યું ન હતું. મમતા બેનરજીએ સોનિયા ગાંધી સાથેની મિટંિગ પછી પ્રણવદાના નામનું પેપર ફોડી નાખતાં, સોનિયા ગાંધીને તેમનું નામ જાહેર કરવાની ફરજ પડી. ત્યાર પછી પણ યુપીએમાં કોંગ્રેસનાં મુખ્ય સાથી એવાં મમતા બેનરજીએ પ્રણવદાને બદલે ખુદ વડાપ્રધાન ડો.સંિઘને રાષ્ટ્રપતિ બનાવવા જેવું તોફાની સૂચન કર્યું હતું. સાથોસાથ, ડો.અબ્દુલ કલામનું નામ પણ આગળ કર્યું હતું.
છેવટે સુધી રિસાયેલાં મમતાએ સાવ છેલ્લે ભારે હૈયે અને દુઃખી હૃદયે પ્રણવ મુખર્જીને ટેકો આપવાની જાહેરાત કરી, ત્યારે મહિનાઓ પછી પહેલી વાર પ્રણવ મુખર્જી અને મમતા બેનરજી વચ્ચે ફોન પર સીધી વાતચીત થઇ. યુપીએના સાથીપક્ષ નહીં એવા અને આર્થિક ઉદારીકરણની નીતિના કટ્ટર વિરોધી સીપીઆઇ (એમ) તરફથી પણ પ્રણવ મુખર્જીને અણધાર્યો ટેકો મળ્યો. તેમાં પક્ષીય ગણતરીઓ ઉપરાંત, એક બંગાળી (જ્યોતિ બાસુ) અગાઉ વડાપ્રધાન બની શક્યા નહીં, તો હવે એક બંગાળી (પ્રણવ મુખર્જી) રાષ્ટ્રપતિ બને- એવી ભાવના પણ અમુક અંશે કારણભૂત હોઇ શકે.
યુપીએ સરકાર માટે ટ્રબલ શૂટર - વિઘ્નહર્તા તરીકે જાણીતા અને વિરોધી રાજકીય પક્ષોમાં અમુક પ્રકારની સ્વીકૃતિ ધરાવતા એકમાત્ર કોંગ્રેસી નેતા તરીકે પ્રણવ મુખર્જીનું પલ્લું અમસ્તું પણ ભારે હતું. શિવસેના જેવા ભાજપના સાથી પક્ષે રાષ્ટ્રપતિપદના મુદ્દે પ્રણવદાની તરફેણમાં મત આપવાની જાહેરાત કરી. કર્ણાટકમાં, ભલે પ્રણવદા પ્રત્યેના પ્રેમને લીધે નહીં પણ આંતરિક જૂથબંધીને લીધે, ભાજપના નેતાઓએ ક્રોસવોટંિગ કર્યું અને ૧૬ ધારાસભ્યોએ એનડીએના ઉમેદવારને બદલે પ્રણવદાને મત આપ્યા. સમાજવાદી પક્ષના નેતા મુલાયમસંિઘ યાદવ સહિત ૧૫ સાંસદોના મત બાતલ ગયા, એ પણ રાષ્ટ્રપતિપદની ચૂંટણીનો એક નોંધપાત્ર મુદ્દો બની રહ્યો.
પ્રણવદાના હરીફ પૂર્ણો સંગમાએ ઇશાન ભારતના અને આદિવાસી ઉમેદવારના પ્રતિનિધિત્વ જેવાં પત્તાં ઉતરીને હરીફાઇમાં બરાબરી આણવાનો પ્રયાસ કર્યો, પણ ૬૯.૩ ટકા મત સાથે પ્રણવદાનો અપેક્ષા મુજબ એકતરફી વિજય થયો. ભૂતકાળમાં લોકસભાના અઘ્યક્ષ તરીકે પ્રશંસનીય કામગીરી બજાવી ચૂકેલા સંગમાએ પ્રણવદાને અભિનંદન આપતાં, ચૂંટણી સામે અદાલતમાં જવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો, પણ તેની નિરર્થકતા સંગમા સહિત સૌ જાણે છે. સંગમાને તેમના પોતાના રાજ્ય સહિત ઇશાન ભારતનાં બીજાં રાજ્યોમાંથી પણ ખાસ મત મળ્યા નથી, તેનાથી એ રાજ્યોના પ્રતિનિધિ હોવાનો સંગમાનો દાવો ટકે એવો નથી.
ભારતના રાષ્ટ્રપતિ તરીકે આવતા નેતાઓ પક્ષીય રાજકારણમાંથી જ આવતા હોવા છતાં, પ્રણવદા જેટલું હાડોહાડ રાજકીય વજૂદ ધરાવતા રાષ્ટ્રપતિ ઘણા સમયથી ભારતે જોયા નથી. કેન્દ્રિય નાણાંમંત્રી જેવો હોદ્દો સંભાળ્યા પછી કોઇ નેતા રાષ્ટ્રપતિ બને એવું બનવાની શક્યતા નહીંવત્‌ હોય છે.
તેમાં પ્રણવ મુખરજીનો અપવાદ આવકારદાયક છે કે ચંિતાજનક, એ સમય આવ્યે નક્કી થશે. કારણ કે રાષ્ટ્રપતિનો હોદ્દો કહેવાય ભલે શોભાનો, પણ પ્રણવ મુખર્જીએ એક વાર પ્રચાર દરમિયાન કહ્યું હતું તેમ, નાજુક રાજકીય પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ ઘણું કરી શકે છે. અલબત્ત, રાટ્રપતિ બન્યા પછી નેતા કોઇ પક્ષનો નહીં, પણ સમગ્ર દેશનો પ્રતિનિધિ બને છે. તેની વફાદારી કેવળ બંધારણ તરફ હોય છે, પરંતુ એ આદર્શ વાત છે.
વ્યાપક અનુમાન પ્રમાણે, ૨૦૧૪ની લોકસભા ચૂંટણીનાં પરિણામો મિશ્ર આવે ત્યારે કોંગ્રેસને સરકાર રચવાની તક મળે, એ પ્રણવ મુખરજી પાસેથી રખાતી છૂપી છતાં મુખ્ય અપેક્ષા છે. ભૂતકાળમાં કોંગ્રેસી શંકરદયાળ શર્મા વાજપેયીને અને એનડીએના ઉમેદવાર ડો.કલામ સોનિયા ગાંધીને તેમની સાદી બહુમતીના આધારે સરકાર રચવા બોલાવી ચૂક્યાં છે. એટલે પ્રણવ મુખરજી પણ ૨૦૧૪ની ચૂંટણીઓ પછી અને તેની આગળપાછળ પણ ભારતીય બંધારણને બરાબર અનુસરે અને પ્રતિભા પાટિલ જેવાં નિસ્તેજ રાષ્ટ્રપતિને કારણે ઝંખવાયેલી એ હોદ્દાની છબીને ફરી ચમકતી કરે, એવી તેમની પાસેથી અપેક્ષા રહે છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
માયાવતીએ બદલેલા આઠ જિલ્લાના નામને અખિલેશે નવેસરથી પાડયા
વધુ બે જણના મોત સાથે આસામ હિસામાં કુલ ૧૯ હોમાયા

યુરોપ કટોકટી પ્રબળ થતા ભારત સહિત વૈશ્વિક શેરબજારોમાં ગાબડાં

મારુતિના પ્લાન્ટમાં અધિકારીઓ માટે કોઇ સુરક્ષા નહોતી
સુપ્રીમે હજ યાત્રાળુઓના સરકારી ક્વોટામાં કરેલો ધરખમ ઘટાડો

ચેમ્પિયન બોલ્ટની ફિટનેસ અંગે ઘેરાતું રહસ્ય ઃ બ્લેક અપસેટ સર્જશે?

આજે રમાનાર બીજી વન ડે અમે જીતવાના ઈરાદા સાથે રમીશું
દોઢ વર્ષથી વધુ અરસા બાદ ગેલ વિન્ડિઝ તરફથી ટેસ્ટ રમશે
દુકાળ, યુ.એસ-યુરોપની કથળતી હાલતે વૈશ્વિક બજારોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૨૮૧ તૂટીને ૧૬૮૭૭
સોનામાં આગેકૂચ ઃ ચાંદી ઉંચેથી તૂટી ઃ વિશ્વબજારમાં જો કે બંને કિંમતી ધાતુઓમાં પડેલા ગાબડાં
વેચાણને જાળવી રાખવા FMCG કંપનીઓ એકશન પ્લાન ઘડશે
દેશમાં કોલસાની અભૂતપૂર્વ અછતથી વીજ ક્ષેત્રે કટોકટી જેવી સ્થિતિ

ધિરાણ નીતિ પૂર્વે રિઝર્વ બેન્કની આજે મહત્વની બેઠક

ભારતના એથ્લેટ્સ ઓલિમ્પિક્સમાં મેડલ જીતી શકે તેમ નથી લાગતું
સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને ૧૨ રનથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved