Last Update : 25-July-2012, Wednesday

 

સ્ત્રીદાક્ષિણ્યના દુકાળને કારણે મહિલાઓ ઉપરના અત્યાચારો વધી રહ્યા છે

સ્ત્રીઓ સાથે કેમ વર્તવું તેનું શિક્ષણ આપતું 'મેનર્સ ફોર મેન' નામનું પુસ્તક અમેરિકામાં બેસ્ટસેલર પુરવાર થયું છે. ભારતના પુરુષો માટે પણ આવા પુસ્તકની જરૃર છે

તાજેતરમાં ગૌહતીમાં એક સગીર કન્યા ઉપર જાહેરમાં જે અત્યાચાર ગુજારવામાં આવ્યો તેને કારણે દેશભરમાં અરેરાટીનું વાતાવરણ ફેલાઈ ગયું છે. ઘણા લોકો કહે છે કે સ્ત્રી સ્વાતંત્ર્યના અતિરેકને કારણે સ્ત્રીઓ ઉપરના અત્યાચારો વધી રહ્યા છે. આ ધારણા ખોટી છે. સ્ત્રીઓ ઘરની ચાર દિવાલોમાંથી બહાર નીકળે એટલે પુરુષજાતને તેના ઉપર અત્યાચાર ગુજારવાનો પરવાનો મળી નથી જતો. આજના કાળમાં સ્ત્રીઓ ઉપરના અત્યાચારો વધી રહ્યા છે, કારણ કેપુરુષોમાં સ્ત્રીદાક્ષિણ્યનો દુકાળ પેદા થયો છે અને તેઓ સ્ત્રીને 'સેક્સ ઓબ્જેક્ટ' સમજે છે.
અમેરિકામાં આજકાલ 'મેનર્સ ફોર મેન' નામનું પુસ્તક હોટ કેકની જેમ વેચાઈ રહ્યું છે. આ પુસ્તક એકવીસમી સદીમાં સ્ત્રીદાક્ષિણ્યની ગાઈડ જેવું છે. આ પુસ્તકમાં પ્રેમિકાથી લઈ પત્નીની અને બોસથી લઈ કર્મચારીની ભૂમિકા ભજવતી સ્ત્રી સાથે કેવી રીતે પેશ આવવું તેની અત્યંત પ્રેક્ટિકલ અને રસપ્રદ શિખામણો આપવામાં આવી છે. આજની સ્ત્રી આર્થિક રીતેપુરુષની દાસી બની રહેવાને બદલે તેની સાથે આંખમાં આંખ મિલાવીને વાત કરી શકે છે. આ કારણે મેલ ઈગો હર્ટ થાય છે અનેપુરુષો સ્ત્રીની સાથે જેવા સાથે તેવા બનવાનો સંકલ્પ કરે છે. સ્ત્રી સ્વતંત્ર બની જાય કે તેનો આત્મવિશ્વાસ વધી જાય તેને કારણેપુરુષને તેને ઉતારી પાડવાનું કે તેની સાથે તોછડાઈથી વર્તવાનું લાઈસન્સ મળી જતું નથી.
પ્રાચીન કાળમાં થઈ ગયેલા એક રાજાએ પોતાના રાજ્યના બધા વિદ્વાનોને ભેગા કર્યા અને તેમની સામે એક પડકાર રજૂ કર્યો. રાજાએ કહ્યું કે, ''મને સમગ્ર ધર્મશાસ્ત્ર, આરોગ્યશાસ્ત્ર અને કામશાસ્ત્રનો સાર માત્ર એક-એક વાક્યમાં જ જોઈએ છે.'' આ સાર તૈયાર કરવાનું કાર્ય દરેક વિષયના નિષ્ણાતોને સોંપવામાં આવ્યું. ધર્મશાસ્ત્રના નિષ્ણાતે કહ્યું, ''પરોપકાર જેવો બીજો કોઈ ધર્મ નથી એ ધર્મશાસ્ત્રનો સાર છે.'' અર્થશાસ્ત્રના નિષ્ણાતે કહ્યું, ''પૈસાની બાબતમાં કોઈની ઉપર વિશ્વાસ ન મૂકવો એ અર્થશાસ્ત્રનો સાર છે.'' આરોગ્યશાસ્ત્રના નિષ્ણાતે કહ્યું, ''ભૂખ ન લાગી હોય ત્યારે ભોજન ન કરવું એ આરોગ્યશાસ્ત્રનો સાર છે.'' કામશાસ્ત્રના નિષ્ણાતે કહ્યું, ''સ્ત્રીઓ સાથે ઋજુતાથી વર્તવું એ સમગ્ર કામશાસ્ત્રનો સાર છે.''
આજનાપુરુષો કદાચ વિચારતા હશે કે હવે તો એકવીસમી સદીમાં સ્ત્રીપુરુષસમોવડી થઈ ગઈ છે, માટે તેમની સાથે ઋજુતાથી વર્તવાની જરૃર નથી, તો તેઓ ગંભીર ભૂલ કરે છે. સ્ત્રી અઢારમી સદીની હોય કે એકવીસમી સદીની, સ્ત્રી આખરે સ્ત્રી જ હોય છે. કોઈ પણ સ્ત્રીનેપુરુષ તેની સાથે તિરસ્કારથી કે ઉપેક્ષાથી વર્તે તે ગમતું નથી. આજે આપણા સમાજમાં નારીઓ ઉપર અત્યાચારો થાય છે, તેના મૂળમાં સ્ત્રીઓ સાથેના વર્તનમાં ઋજુતાનો અભાવ જ કારણભૂત હોય છે.પુરુષ જો પોતાની પત્ની સાથે ઋજુતાથી વર્તવાનું શીખી લે તો લગ્નજીવનના મોટા ભાગના ઝઘડાઓ ટાળી શકાય તેવા હોય છે. જે સ્ત્રીઓપુરુષને આધીન હોય અને લજ્જાશીલ હોય તેમને જ દાક્ષિણ્યની જરૃર હોય છે, તેવું પણ નથી. એકવીસમી સદીની સ્વતંત્ર, બુદ્ધિશાળી અને આર્થિક રીતે પગભર સ્ત્રીઓ પણપુરુષો પાસેથી દાક્ષિણ્યની અપેક્ષા રાખે છે. જેપુરુષો આ રહસ્ય સમજી શકે છે, તેઓ સ્ત્રીઓ સાથેના સંબંધોમાં સફળ થાય છે. સ્ત્રીદાક્ષિણ્ય આજના આધુનિક કાળમાં પણ એટલું જ પ્રસ્તુત છે, જેપુરુષો આ રહસ્ય સમજી શકે છે, તેઓ સ્ત્રીઓ સાથેના સંબંધોમાં સફળ થાય છે. સ્ત્રીદાક્ષિણ્ય આજના આધુનિક કાળમાં પણ એટલું જ પ્રસ્તુત છે, જેટલું પ્રાચીન કાળમાં હતું.
આજની સંવેદનશીલ નારીઓની ફરિયાદ છે કે હવેપુરુષોમાં સ્ત્રીદાક્ષિણ્ય ઘટી રહ્યું છે અને આ ફરિયાદનેપુરુષોએ ગંભીરતાથી લેવી જોઈએ. જૂના જમાનાનાપુરુષો સ્ત્રીઓ માટે કારનો દરવાજો ખોલી આપે તે સ્ત્રીઓને ગમતું હતું. આજના જમાનામાં પણ ગમે છે. જૂના જમાનામાં સ્ત્રીઓનેપુરુષો તેમની ઉપર ખૂબ ધ્યાન આપે અને તેમને ભારે મહત્ત્વ આપે તે ગમતું હતું; આજના જમાનાની સ્ત્રીને પણ ગમે છે. આ સ્ત્રી મલ્ટીનેશનલ કંપનીની મેનેજિંગ ડાયરેક્ટર હોય કે ફૂટપાથ ઉપર શાકભાજી વેચતી સ્ત્રી હોય;પુરુષો પાસેથી તે હંમેશા સલૂકાઈભર્યા વર્તનની અપેક્ષા રાખે છે અનેપુરુષ તોછડાઈથી વર્તે ત્યારે તે હર્ટ થઈ જાય છે. કોઈ પણ ઉંમરની, કોઈ પણ હોદ્દા ઉપર રહેલી, કોઈ પણ શૈક્ષણિક કે આર્થિક સ્તર ધરાવતી સ્ત્રીને તેની સાથે ઋજુતાથી વર્તતાપુરુષો ગમે છે અને તોછડાઈથી વર્તતાપુરુષો નથી ગમતા. દુનિયાના દરેકપુરુષે આ સર્વકાલીન સત્યને સમજી લેવાની જરૃર છે. અભણ સ્ત્રીનેપુરુષ પાસેથી સદ્વર્તનની જેટલી અપેક્ષા હોય છે તેવી જ અપેક્ષા ભણેલીગણેલી સ્ત્રી પણ રાખતી જ હોય છે.
આજનાપુરુષોમાં સ્ત્રીદાક્ષિણ્યનો અભાવ પેદા થયો છે, તેના માટે કંઈક અંશે સ્ત્રીઓમાં ફેમિનીઝમની ભાવનાનો થયેલો અતિરેક પણ જવાબદાર છે. આ લખનારે એવી મહિલાઓ પણ જોઈ છે, જેમને માટે દરવાજો ખોલી આપવામાં આવે તો પણ તેઓ તેમાંથી પહેલા જવાનો ધરાર ઈનકાર કરીપુરુષને ક્ષોભભરી સ્થિતિમાં મૂકી દેતી હોય છે. અત્યંત ભીડભરેલી બસમાંપુરુષ કોઈ સ્ત્રી માટે પોતાની બેઠક ખાલી કરી આપે ત્યારે પોતાને ફેમિનીસ્ટ ગણાવતી સ્ત્રી 'થેન્ક યુ' કહીને આ બેઠક ગ્રહણ કરવાને બદલે 'નો થેન્ક યુ' કહીને ઊભા જ રહેવાનું પસંદ કરે ત્યારે મેલ ઈગો હર્ટ થાય છે અનેપુરુષો ભવિષ્યમાં ક્યારેય સ્ત્રીદાક્ષિણ્યનું પ્રદર્શન ન કરવાની મનોમન ગાંઠ વાળે છે. સમજદાર મહિલા કાઉન્સેલરો કહે છે કે,પુરુષો તરફથી આવી નાની નાની ફેવર લેવાથી સ્ત્રીનું સ્વાભિમાન હણાઈ નથી જતું પણ તેનાથી તેઓપુરુષની પણ ઈજ્જત કરે છે. સ્ત્રીદાક્ષિણ્યનો સ્વીકાર ન કરનારી સ્ત્રીઓ હકીકતમાંપુરુષજાતનું અપમાન કરે છે અને તેને સ્ત્રી ઉપર બદલો લેવા ઉત્તેજિત કરે છે.
સ્ત્રીજાતિ સાથે રહેવાના હજારો-લાખો વર્ષોના અનુભવો પછી પણ આજના મોટા ભાગનાપુરુષોને એ વાતની જાણ નથી કે સ્ત્રીને હકીકતમાં શું ગમે છે અને તેને કેવી રીતે ખુશ રાખી શકાય? એક જાણીતા મહિલા સામયિકે આ સવાલ કેટલીય બુદ્ધિશાળી મહિલાઓને પૂછ્યો હતો. તેના જવાબમાં જે જાણવા મળ્યું તે વાક્યો દરેકપુરુષે પોતાા વોર્ડરોબમાં મઢાવીને રાખવાં જેવાં છે ઃ ''સ્ત્રીઓને સંવેદનશીલપુરુષો ગમે છે. સ્ત્રીને સતત તેની ઉપર ધ્યાન આપે અને તેની પ્રશંસા કરે તેવાપુરુષો વધુ ગમે છે. સ્ત્રીને ઓછું બોલે પણ વધુ સાંભળે તેવાપુરુષો ગમે છે. સ્ત્રીને બોલ-બોલ કરવાની આદત હોય છે માટે તેને સારા શ્રોતાપુરુષો વધુ ગમે છે. સ્ત્રીને તેનું વાતવાતમાં અપમાન કરે અને તેને ઉતારી પાડી તેવાપુરુષો જરાય નથી ગમતા પણ તેનું સન્માન જાળવે અને તેને મહત્ત્વ આપે તેવોપુરુષો જ ગમે છે.''
સ્ત્રીને ભૌતિક ચીજવસ્તુઓ ગમે છે, પણ તેનાથી પણ વધુ ઝંખના કોઈ તેનું મહત્ત્વ સમજે અને સ્વીકારે તેની હોય છે. જેપુરુષો સ્ત્રીઓની ખોટી વાતોનો પણ વિરોધ ન કરે અને તેમને સતત લાડપ્યાર કર્યા કરે તેઓ સ્ત્રીઓને વધુ પ્રિય બને છે. જેપુરુષો સ્ત્રીની સતત ઝંખના કરતા હોય તેવાપુરુષો સ્ત્રીને વધુ ગમે છે. સ્ત્રીઓ સતત અસલામતીથી પીડાતી હોય છે.પુરુષે તેને સતત અહેસાસ કરાવતા રહેવું પડે કે તેને સ્ત્રીની જરૃર છે અને તે સ્ત્રીને સતત ઝંખે છે. સ્ત્રી માટે આનાથી વધુ સુખ ઉપજાવનારી બીજી કોઈ બાબત નથી. સ્ત્રીને ઈમાનદાર અને વફાદારપુરુષો ગમે છે. છેતરપિંડી કરતાંપુરુષોને તે ધિક્કારે છે. પોતાની ભૂલ હોય તો પણ ઠપકો ન આપતા પણ પ્રેમથી સમજાવતાપુરુષો સ્ત્રીઓને વધુ પસંદ પડે છે. આ વાતનો સાર એટલો છે કે સ્ત્રીઓને ઋજુતાથી વર્તતાપુરુષો પસંદ પડે છે, પણ તોછડાઈથી વર્તતાપુરુષો પસંદ પડતા નથી.
આજના મોટા ભાગનાપુરુષો સ્ત્રીઓ સાથે કેવી રીતે વર્તવું જોઈએ એ કળા ભૂલી ગયા છે. અમેરિકાનાપુરુષો માટેનું 'મેનર્સ ફોર મેન' પુસ્તક જેમ બેસ્ટસેલર પુરવાર થયું છે તેમ કોઈકે ભારતનાપુરુષોને મેનર્સ શિખવાડતું પુસ્તક લખવાની જરૃર છે. તેમાં તેઓ પોતાની સાથે રહેતી કે કામ કરતી સ્ત્રીઓની મદદ જરૃર લઈ શકે છે. આજના યુગમાંપુરુષ માટે કરોડપતિ બનવું અને પોતાની પત્નીનાં ચરણોમાં બધી દોલત ઠાલવી દેવાનું આસાન છે, પણ તેમ કરવાથી સ્ત્રી સુખી બની જશે તે માનવામાં મોટી ભૂલ છે.
સ્ત્રી દોલતની ભૂખી નથી હોતી તેવું નથી; પણ દોલત કરતાં સ્વમાનની અને સ્વીકૃતિની ભૂખ વધુ પ્રબળ હોય છે.
ધનદોલત અને સન્માન એ બેમાંથી એક ચીજ પસંદ કરવાની હોય ત્યારે સ્ત્રી ધનદોલતને ઠુકરાવીને પણ સન્માનને પસંદ કરશે. આ બંને મળતાં હોય તો સ્ત્રી પોતે સ્વર્ગમાં વિહરતી હોવાનો અનુભવ કરે છે અને આ મેળવી આપનારપુરુષને પણ સ્વર્ગના સુખનો અનુભવ કરાવે છે.
જોપુરુષો પોતાની સાથે રહેલી સ્ત્રીને સન્માનનું પ્રદાન ન કરી શકતા હોય તો તેમની જિંદગી નરક જેવી બની જાય છે. સ્ત્રીઓનું જ્યાં સન્માન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે એ વાત કહેતી વખતે એ વાત પણ યાદ રાખવી જોઈએ કે જ્યાં સ્ત્રીઓનું અપમાન થાય છે ત્યાં દાનવોનો વાસ હોય છે. આપણે દેવ બનવું કે દાનવ તેનો નિર્ણય આજનાપુરુષોએ કરી લેવો જોઈએ. તેના ઉપરથી પૃથ્વીને સ્વર્ગ અથવા નર્ક બનાવી શકાશે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved