Last Update : 25-July-2012, Wednesday

 
બળાત્કારીઓને અથવા મહિલાના કપડાં ફાડીને છેડછાડ કરનારને સખતમાં સખત સજા કરતો વટહુકમ બહાર પાડો

- આપણા દેશમાં શું મહિલાઓ અને બાળકો સલામત નથી?
- વાંક આપણા કાયદાઓનો છે! આપણા કાયદા જ લૂલા રાખેલા છે!
- ગૌહત્તીમાં બનાવમાં ૪૦ જણ સંડોવાયેલા જેમાંથી ૧૨ની પોલિસ ધરપકડ કરી શકી

- ગુનેગારો છેવટે છટકી જશે અને પોલિસ પણ છટકી જશે!

કાયદા જ એવા હોવા જોઈએ કે માણસ ગુનો કરવાની હિંમત જ ન કરે! દા.ત. દુબઈમાં કાયદો છે કે, કોઈ સીસોટી મારે તો... એને સીધો પહેલાં તો છ મહિના માટે જેલમાં જ પુરવામાં આવે... કોર્ટ-બોર્ટ પછી! છ મહિના પછી કોર્ટમાં કેસ ચાલે.... ફક્ત સીસોટી વગાડી છે એ જ ગુનો! દા.ત. અમેરિકામાં ભેળસેળ અને શુધ્ધતાનો કાયદો છે કે... કોઈપણ ખાદ્ય પદાર્થમાં, પીણામાં, પાણીમાં, ભેળસેળ હોય કે કસ્તર નીકળે એટલે પહેલાં એ દુકાનને સીલ મારી દેવામાં આવે અને પછી કેસ થાય તેમજ તેના ઉત્પાદકને પણ સીલ મારીને પછી કેસ થાય!
જ્યારે આપણે ત્યાં?
પોલિસને વીસ, પચ્ચીસ, પચાસ, સો રૃપિયા આપો એટલે છૂટયા! જેવો ગુનો એવો તોડ!
કાયદા પણ ૧૮૬૦ના વખતના પેલા બ્રિટિશરોએ ઘડેલા!
અને નવા કાયદા ઘડવા હોય અથવા જૂનામાં સુધારા વધારા કરવા હોય તો એ કાયદા ઘડનાર સભ્યો જ ભ્રષ્ટાચારી! જેમના માટે કાયદા ઘડવાના હોય એનો જ એકાદ સભ્ય સમિતિમાં હોય જ! અને વકીલ સભ્ય હોય તો એ પોતાનો ધંધો વકીલોનો ધંધો પુરજોશમાં ચાલે એ રીતે કાયદામાં બાંકોરા... લૂપહોલ્સ રાખે!
વળી કેસ ચાલે તો એ પૂરો થવાની મર્યાદા જ નહીં. મુદતો ઉપર મુદતો પડે, જજ પણ રજા ઉપર હોય. કોર્ટોમાં પણ વેકેશન અને અઠવાડિયાના સાત દિવસમાંથી પાંચ કે ચાર જ દિવસ કોર્ટ ચાલે!
ટૂંકમાં, ન્યાયના નામે અન્યાયનું સામ્રાજ્ય! નીચલી કોર્ટ, ઉપલી કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ! બબ્બે ત્રણ ત્રણ પેઢી સુધી કેસ ચાલે તો પણ પૂરો ન થાય!
કાયદા અને કોર્ટ પણ કેવી? પુરાવા અને સાક્ષી જોઈએ. કોઈ ફરિયાદી પોલિસમાં ફરિયાદ કરે તો જ પોલિસ કેસ કરીને આગળની કાર્યવાહી કરે. ફરિયાદ વગર કેસ કરવાની સત્તા પોલિસને હોવા છતાં પોલિસની મુનસફી.
આપણા પાટણમાં પાંચ-છ વર્ષ પહેલાં પીટીસ કોલેજની એક બાળા ઉપર બળાત્કાર કરવાનો જે બનાવ બનેલો એમાં નીચલી કોર્ટમાં સજા થયેલી પછી હવે હાઈકોર્ટમાં કેસ પડયો છે અને પછી સુપ્રિમ કોર્ટમાં કેસ જશે... એનો શું અર્થ? સુપ્રિમ કોર્ટમાં કેસની મુદત હોય ત્યારે કેસ ચાલે કે ન ચાલે પણ વકીલની રોજની ફી રૃપિયા લાખ દોઢ લાખ કે બે લાખ હોય એ ચઢી જાય! એટલે વકીલોને રળાવવાના જ ધંધા!
ન્યાય જેવું આપણા દેશમાં કંઈ છે ખરું? ન્યાયના નામે અન્યાય જ ચાલે છે.
બળાત્કાર અંગેની આઈપીસી (ઈન્ડીયન પીનલ કોડ... ફોજદારી કાયદો)ની જે કલમ છે એમાં, સુપ્રિમ કોર્ટના સિનીયર વકીલ અમન લેખીના જણાવ્યા પ્રમાણે, ''સેક્સ્યુઅલ એસલ્ટ'' જેવા શબ્દનો ઉલ્લેખ નથી.
બીજો મુદ્દો પોલિસ જે એફઆઈઆર એટલે ચોપડામાં જે કેસ લખે એનો છે. પોલિસને લાંચ મળી હોય અથવા પોલિસ પોતાની રીતે કેસમાંથી છટકી જવા માંગતી હોય તો... એફઆઈઆર એવી પોલી લખે કે આરોપીઓ જામીન ઉપર છૂટી પણ જઈ શકે અને સજા પણ છેવટે ન થાય.
દા.ત. ગૌહત્તીમાં વિદ્યાર્થીની બાળા ઉપર બળાત્કાર કરવાનો જે કેસ અત્યારે કરવામાં આવ્યો છે એમાં ગુનેગારોને વધારેમાં વધારે સજા બે વર્ષની જ થઈ શકે છે અને જજને લાગે તો અમુક રૃપિયાનો દંડ કરીને ગુનેગારોને છોડી મૂકી શકે છે.
જ્યારે, સિનીયર વકીલ લેખી સાહેબના કહેવા પ્રમાણે, બળાત્કાર કરવાના આશયથી, જાહેરમાં કપડાં ફાડયા હોવાનું પુરવાર થાય તો વધુમાં વધુ સાત વર્ષની સજા થાય.
પિન્કી આનંદ નામના બીજા એક સિનીયર મહિલા વકીલ કહે છે કે, ગૌહત્તીનો કેસ 'સેક્સ્યુઅલ એસલ્ટ' શબ્દને લાગુ થાય એવો કેસ છે પણ વર્તમાન આઈપીસી કલમમાં એ શબ્દ વપરાયેલો નથી એટલે એ વર્તમાન કાયદામાં તાત્કાલિક સુધારો કરવાની જરૃર છે. બાકી આજનો જે કાયદો છે એ મહિલાઓને પૂરો ન્યાય આપનાર કાયદો નથી... એ દુઃખની વાત છે.
ગૌહત્તીની પોલિસે આ જે કેસ નોંધ્યો છે એમાં ફોજદારી કાયદાની કલમ ૩૪૧, ૧૪૩, ૨૯૪, ૩૨૩ અને ૩૫૪મી કલમો લગાડી છે. આમાં ક્યાંય 'સેકસ્યુઅલ એસલ્ટ' શબ્દ નથી આવતો એટલે સુપ્રિમ કોર્ટના સિનીયર વકીલોનું કહેવું છે કે, કાયદામાં આ અંગે તાત્કાલીક સુધારો કરવાની જરૃર છે. જરૃર લાગે તો વટહુકમ બહાર પાડો.
આપણા દેશમાં સ્ત્રીઓ ઉપર થતા બળાત્કાર, છેડછાડ, હેરાનગતિ અને અપહરણના જે કિસ્સા છેલ્લા ત્રણ વર્ષમાં નોંધાયા છે એ 'નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરો'ના જણાવ્યા પ્રમાણે આ પ્રમાણે છે... (નહીં નોંધાયેલા આ આંકડાઓ કરતાં ઘણાં વધુ છે.)
(૧) બળાત્કારના કિસ્સા ૨૦૦૯માં ૨૧,૩૯૭
૨૦૧૦માં ૨૨,૧૭૨
૨૦૧૧માં  ૨૪,૨૦૬
(૨) છેડછાડના કિસ્સા ૨૦૦૯માં ૩૮,૭૧૧
૨૦૧૦માં ૪૦,૬૧૩
૨૦૧૧માં ૪૨,૯૬૮
(૩) હેરાનગતિના કિસ્સા ૨૦૦૯માં ૧૧,૦૦૯
૨૦૧૦માં ૯,૯૬૧
૨૦૧૧માં ૮,૫૭૦
(૪) અપહરણના કિસ્સા ૨૦૦૯માં ૨૫,૭૪૧
૨૦૧૦માં ૨૯,૭૯૫
૨૦૧૧માં ૩૫,૫૬૫
આસામના મુખ્ય શહેર ગૌહત્તીમાં બનેલા આ બનાવે આખા દેશના બધી જ ભાષાના બધા જ અખબારોના રવિવાર તારીખ ૧૫-૭-૧૨ના અંકમાં પહેલા પાને મુખ્ય સમાચાર બનાવેલા.
કિશોર વયની એ પીડિત બાળાને સાંત્વના આપવા રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ એ જ દિવસે ત્યાં પહોંચી ગઈ હતી. એ કિશોરીએ મહિલા આયોગને જણાવ્યું કે, જ્યારે એ રાતના લગભગ ૯ વાગે પોતાના મિત્રો બહેનપણીઓ સાથે બધાના મિત્રના જન્મદિનની પાર્ટીમાંથી પબમાંથી બહાર આવેલી ત્યારે લગભગ ૨૦ જણના એક જૂથે મને ઘેરી લીધેલી. એ લોકો એનો ફોટો લેવા માંગતા હતા પણ એણે ફોટો લેવા દેવાનો ઈન્કાર કર્યો એટલે એની સાથે છેડછાડ શરૃ કરી. એને ધક્કા માર્યા અને એના કપડાં પણ ફાડયા. એ છોકરાઓમાંથી કેટલાક શરાબ પણ પીધો હતો. એમણે એના શરીર ઉપર સળગતી સિગારેટ પણ ચાંપી.
આ બનાવનું સ્થાનિક ટી.વી. ચેનલમાં પ્રસારણ કરવામાં આવી રહ્યું હતું અને એક રિપોર્ટર પણ બનાવને કવર કરી રહ્યો હતો.
બનાવને નજરોનજર જોનાર એક વ્યક્તિનું કહેવું છે કે... લગભગ ૪૦ જણના ટોળાએ એ બાળા ઉપર સામુહિક બળાત્કાર કરવાનો પ્રયાસ કરેલો. એક સ્થાનિક દૈનિકના તંત્રી મુકુલ કાલિતા પણ ત્યાં હતા. એમણે બાળાને ટોળાથી બચાવવાનો પ્રયત્ન કર્યો. તેઓ બનાવના પંદર મિનિટ પછી ત્યાં પહોંચેલા અને પોલિસ આવે એ પહેલા પાંચ મિનિટ અગાઉ પહોંચ્યા.
તેઓ કહે છે કે, ''હું રાતના લગભગ પોણા દસ વાગે કાર્યાલયથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે મેં જોયું કે એક છોકરી ભાગી રહી હતી અને એની પાછળ લગભગ ૪૦ જણનું ટોળું દોડી રહ્યું હતું. છોકરી ચીસો પાડી રહી હતી કે, ''બચાવો! બચાવો!'' એણે મને જોયો એટલે એ મારા પગમાં પડીને ચીસો પાડવા લાગી કે, ''અંકલ, મને આમનાથી બચાવો.''
ટોળામાંના કેટલાક મને ગાળાગાળી કરવા લાગ્યા અને મને છોકરીને છોડી દેવાનું કહેવા લાગ્યા. છોકરી લગભગ અડધી નિર્વસ્ત્ર હતી. એના કપડાં ફાટેલા હતા. હું એક પિતા અને સચેત નાગરિક છું. ટોળાથી છોકરીને બચાવવી એ મારી નૈતિક ફરજ હતી.
એ છોકરીને પોલિસ વાનમાં લઈ જતા હતા ત્યારે પણ એની ઉપર હુમલો કરેલો. સ્થાનિક પોલિસના એક વડા અને બે સશસ્ત્ર પોલિસ એને બચાવવા આવેલા.
આ પછી આસામ સરકારને ઘેરવાનું રાજકારણ શરૃ થયું છે. મુખ્ય પ્રધાન ગોગોઈએ પોલિસને ૪૮ કલાકમાં જવાબદાર છોકરાઓને પકડી પાડવાનો હુકમો કર્યા અને છેવટે બધાને પોલિસે પકડયા. હવે આસામ સરકારે આ બનાવની તપાસ સીબીઆઈને સોંપી છે.
- ગુણવંત છો. શાહ

 

વોયેજર
એક મુખ્યપ્રધાન નીકળે એટલે માઈલો સુધીના ચારે બાજુના રસ્તા જામ કરી દેવામાં આવે અને એક મુખ્યપ્રધાનને અટકાવવામાં આવે! બન્ને પાછા ભાજપના જ! સંઘના જ!
૧૫ થી ૨૫ મોટરોનો કાફલો જેમાં લાયબમ્બો પણ ખરો, એમ્બ્યુલન્સ પણ ખરી અને મીની હોસ્પીટલ પણ ખરી. (બધું આપણા જનતાના ખર્ચે... કોના બાપની...?) એ મુખ્ય પ્રધાન જે રસ્તા ઉપરથી પસાર થવાના હોય એ બધા ચારેબાજુના રસ્તા માઈલો સુધી જનતા માટે જામ કરી દેવાના! એ રસ્તાઓની ફરતા ત્રણ માઈલના વિસ્તારના બધા જ મોબાઈલ ફોન પણ જામ કરી દેવાના! એ રસ્તાને અડકતા ચારે બાજુના બધા જ રસ્તાઓ પર લગભગ ૧ કીલો લાંબી લાઈનો થઈ ગઈ હોય. કોઈ નાગરિક છેલ્લા શ્વાસ લેતો હોય કે કોઈ મહિલા પ્રસવપીડાથી તરફડતી હોય તો એને પણ જવા નહીં દેવાના! લાઈનમાં જામ થઈને ઉભા રહેવાનું.
મુખ્ય પ્રધાનનો કાફલો પસાર થાય પછી જ જનતાનો છૂટકારો થાય... બાકી ત્યાં સુધી બધી જનતા બંદીવાન!
જર્મનીના હિટલરની આ રસમ હતી.
બીજા એક મુખ્ય પ્રધાન આવો દંભ, આવી હિટલરશાહીમાં નથી માનતા.
એ બીજા પણ ભાજપના મુખ્યપ્રધાન છે અને પેલા હિટલરશાહીવાળા પણ ભાજપના મુખ્યપ્રધાન છે.
આ બીજા મુખ્યપ્રધાન ગોવાના મનોહર પરિકર છે. તેઓ આવા ડેંડાટમાં નથી માનતા. સીધા સાદા આરએસએસના સ્વયંસેવક.
પેલા પણ સ્વયંસેવક જ! પણ પેલા ડેંડાટવાળા મુખ્યપ્રધાન સંઘને જમીન અને ધનની 'ગુરૃદક્ષિણા' કરે છે.
આ પરીકર એવા સીધા સાદા કે એમને એમના સરકારી પટાવાળા (દ્વારપાળ) પણ ન ઓળખે! હમણાં તેઓ પણજીની કોઈ ફાઈવસ્ટાર હોટલમાં ગયા તો એમને પ્રવેશદ્વાર ઉપર અટકાવવામાં આવ્યા. દરવાન એમને ઓળખી ન શક્યો!
આ પરીકર એક પણ પોલિસને પોતાની સાથે કે ફરતા રાખ્યા વિના ફરે છે જ્યારે પેલા મુખ્ય પ્રધાન આપણા ખર્ચે (કોના...?) કમાન્ડો વચ્ચે કેદી હોય એ રીતે ફરે છે!
પરીકરજીને આ વર્ષમાં આ રીતે પાંચમીવાર અટકાવવામાં આવ્યા... જોકે એમાં તેઓ રાજી છે પેલા મુખ્યપ્રધાનની જેમ લાલપીળા નથી થતા.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
માયાવતીએ બદલેલા આઠ જિલ્લાના નામને અખિલેશે નવેસરથી પાડયા
વધુ બે જણના મોત સાથે આસામ હિસામાં કુલ ૧૯ હોમાયા

યુરોપ કટોકટી પ્રબળ થતા ભારત સહિત વૈશ્વિક શેરબજારોમાં ગાબડાં

મારુતિના પ્લાન્ટમાં અધિકારીઓ માટે કોઇ સુરક્ષા નહોતી
સુપ્રીમે હજ યાત્રાળુઓના સરકારી ક્વોટામાં કરેલો ધરખમ ઘટાડો

ચેમ્પિયન બોલ્ટની ફિટનેસ અંગે ઘેરાતું રહસ્ય ઃ બ્લેક અપસેટ સર્જશે?

આજે રમાનાર બીજી વન ડે અમે જીતવાના ઈરાદા સાથે રમીશું
દોઢ વર્ષથી વધુ અરસા બાદ ગેલ વિન્ડિઝ તરફથી ટેસ્ટ રમશે
દુકાળ, યુ.એસ-યુરોપની કથળતી હાલતે વૈશ્વિક બજારોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૨૮૧ તૂટીને ૧૬૮૭૭
સોનામાં આગેકૂચ ઃ ચાંદી ઉંચેથી તૂટી ઃ વિશ્વબજારમાં જો કે બંને કિંમતી ધાતુઓમાં પડેલા ગાબડાં
વેચાણને જાળવી રાખવા FMCG કંપનીઓ એકશન પ્લાન ઘડશે
દેશમાં કોલસાની અભૂતપૂર્વ અછતથી વીજ ક્ષેત્રે કટોકટી જેવી સ્થિતિ

ધિરાણ નીતિ પૂર્વે રિઝર્વ બેન્કની આજે મહત્વની બેઠક

ભારતના એથ્લેટ્સ ઓલિમ્પિક્સમાં મેડલ જીતી શકે તેમ નથી લાગતું
સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને ૧૨ રનથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved