Last Update : 25-July-2012, Wednesday

 
દિલ્હીની વાત
 

પ્રણવનો સ્મોકર્સ
ક્લબનો પ્રયાસ
નવી દિલ્હી, તા.૨૪
પ્રણવે જ્યારે નાણામંત્રાલય છોડયું ત્યારે છેલ્લા દિવસે તેમણે ઘણી મહત્વની ફાઇલો પર કામ કર્યું હતું. તેમની ઓફિસનો પર્સનલ સ્ટાફ ઘેર જતો રહ્યો હતો પરંતુ પ્રણવે રાત્રે ૧ વાગ્યા સુધી કામ કર્યું હતું. પ્રણવ સ્વભાવે શોખીન જીવડો છે તે પાઇપ પીવે છે. એક સમયે તો ધૂમ્રપાન કરતા સાંસદોની સ્મોકર્સ ક્લબ ઉભી કરવા માગતા હતા. જોકે એન્ટી સ્મોકીંગ ઝુંબેશ દરમ્યાન આ વિચાર પડતો મુકાયો હતો તેમજ સંસદમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકાયો હતો.
પ્રતિભા પાટીલની સૌથી
વધુ વિદેશ મુલાકાત...
વિદાય લેતા રાષ્ટ્રપતિએ તેમના સમયગાળાના પાંચ વર્ષ દરમ્યાન ૬૦૨ સ્પીચ આપી હતી. વિદેશી મહાનુભાવો માટે તેમણે ૬૭ વાર ભોજન સમારંભ યોજ્યા હતા. તેમણે ૨૪ દેશોની મુલાકાત લીધી હતી. અત્યાર સુધીના કોઇ રાષ્ટ્રપતિએ આટલા બધા દેશોની મુલાકાત લીધી નથી. પ્રતિભા પાટીલના વિદેશ પ્રવાસ પાછળ ૨૦૫ કરોડ રૃપિયા ખર્ચાયા હતા. તેમણે વિદેશમાં કુલ ૯૦ દિવસ ગાળ્યા હતા. પ્રતિભા પાટીલના વિદેશ પ્રવાસ ચર્ચાની સાથે વિવાદનું કેન્દ્ર પણ બન્યા હતા.
ઇંદીરા પણ પ્રણવથી પ્રભાવિત હતા
પ્રણવ મુકરજીનું વાંચન ઘણું છે કહે છે કે પ્રણવ અને સોનિયા ગાંધી વચ્ચેના સંબંધો ઠીક ઠીક છે. ૧૯૬૯માં તે રાજ્યસભાની છેલ્લી બેન્ચ પર બેસતા હતા. તેમની સ્પીચ જોઇને ઇંદિરા ગાંધી પ્રભાવિત થયા હતા. સીપીઆઇ નતા ભુપેશ ગુપ્તાએ ઇન્દિરા ગાંધી સાથે તેમની મુલાકાત કરાવી હતી.
અણ્ણાનો ફ્લોપ શૉ
અણ્ણા હજારેનો વધુ એક શૉ ફ્લોપ થવા જઇ રહ્યો છે. અણ્ણાની ટીમમાં ડાહ્યાઓ કરતા દોડ ડાહ્યાઓ વધુ છે. અણ્ણાની ટીમમાં એવા લોકો છે કે જે અણ્ણાના વિચારો અને સિદ્ધાંતોની ટીકા કરે છે. આવતીકાલે જંતરમંતર ખાતે તેમના આંદોલનનું ભાવિ ડામાડોળ છે. રાષ્ટ્રપતિ પ્રણવના શપથનો દિવસ પસંદ કરીને તેમણે રાજકારણીઓની નાખુશી વહોરી લીધી છે. અણ્ણા હજારે આ રીતે તો પ્રજાનો વિશ્વાસ ગુમાવી રહી છે. અણ્ણાને આત્મમંથનની જરૃર છે.

Share |
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved