Last Update : 25-July-2012, Wednesday

 

દાંપત્યજીવન હોય તો આવું !
પ્રણવ મુખર્જી અને તેમનાં પત્ની ૫૫ વર્ષમાં ક્યારેય ઝઘડયા નથી!

પ્રણવ ક્યારેય મારા માટે સાડી લાવ્યા નથી ઃ કામ જ તેમનું જીવન છે ઃ સુવ્રા

નવી દિલ્હી, તા. ૨૪
પ્રણવ મુખર્જીની દીર્ઘ અને પ્રતિષ્ઠિત રાજકીય કારકિર્દીની આ નિર્ણાયક ઘડી હશે અને આખી દુનિયા આ પીઢ કોંગ્રેસી નેતા પર પ્રશંસાના પુષ્પો વેરી રહી હશે પરંતુ તેમના પત્ની અને ભારતના પ્રથમ મહિલા બનવા જઇ રહેલા સુવ્રા મુખર્જીને એની ખાસ દરકાર નથી.
મંગળવારે એક દૈનિકમાં પ્રસિદ્ધ થયેલી મુલાકાતમાં સુવ્રા મુખર્જીએ તેમના ખાસ રોમાંચક ન કહી શકાય તેવા લગ્નસંબંધ અને પોતે કેવી રીતે પોતાના ખ્યાતનામ પતિની પ્રચંડ પ્રતિભાથી અંતર જાળવી શક્યા એ વિશે વાતો કરી હતી.
ુસુવ્રાની તબિયત આજકાલ સારી નથી. ભારતના સૌ પ્રથમ બંગાળી રાષ્ટ્રપતિ તરીકે પ્રણવદા ચૂંટાવાની ખબરથી પણ તેઓ ખાસ ઉત્તેજિત નથી. તેમને પૂછ્યું કે ભારતના પ્રથમ મહિલા બનવાથી તમને કેવું લાગે છે. તેમણે માત્ર એટલું જ કહ્યું કે સારું લાગે છે. જો કે તેમણે તરત જ કહ્યું કે ઉજવણીમાં તેમના સંતાનો બહુ જલ્દી જોડાશે.
તેમને પૂછવામાં આવ્યું કે પ્રણવદા સૌ પ્રથમ બંગાળી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે એવી ખબર મળતા તમને કેવી લાગણી થઇ અને તમે એમને અભિનંદન આપ્યા કે કેમ. એના જવાબમાં સુવ્રાએ જણાવ્યં ''ના, ના. અમે આજકાલના દંપતિ જેવા નથી. અમારા સંબંધો ખાસ રોમાંચક નથી અને અમે અમારી લાગણીઓ જાહેરમાં વ્યક્ત કરતા નથી. બધું જ હૃદય અને મગજમાં રહે છે.'' અમારી ઉંમરે એકબીજા પર સંપૂર્ણ વિશ્વાસ રાખવો વધારે મહત્વનું છે. મારા પ્રત્યેનો તેમનો સ્નેહ અલગ પ્રકારનો છે. દરરોજ સ્નાન કર્યા બાદ તેઓ મારી પાસે આવીને મારા કપાળને અડકે છે અને મંત્રોચ્ચાર કરે છે. આવું તેઓ દરરોજ કરે છે અને ગઇકાલે પણ કર્યું હતું. આ છે એમની પ્રેમ પ્રદર્શિત કરવાની રીત. અમારા લગ્નને ૫૫ વર્ષ થઇ ગયા અને અમે એક દિવસ પણ ઝઘડયા નથી!!
તેમને પૂછવામાં આવ્યું કે પ્રણવદા રાષ્ટ્રપતિ પદ ધારણ કરે એ દિવસ માટે તમારી કોઇ ખાસ યોજના છે કે તમે એમને કોઇ ભેટ સોગાદ આપશો કે કેમ? તેમણે કહ્યું કે ''એમને પ્રેમ સિવાય બીજું શું આપું?''
પોતાના સુવિખ્યાત પતિના ઓછા જાણીતા પાસા પ્રગટ કરતા તેમણે જણાવ્યું કે ''પ્રણવ બીજા પતિઓ જેવા નથી. તેઓ કદી મારા માટે સાડી નથી લાવ્યા. તેઓ અત્યંત કામઢા છે. કામ જ એમનું જીવન છે. કામ ન કરતા હોય ત્યારે તેઓ કાયમ પુસ્તકોમાં ડૂબેલા રહે છે.'' પ્રણવદાની મનગમતી વાનગીઓ વિશે પૂછતાં તેમણે જણાવ્યું કે એમને આલુ પોસ્ટો અને ઝીંગી પોસ્ટો બહુ ભાવે છે. જો કે તેમણે દુઃખ વ્યક્ત કર્યું કે હાલમાં તેઓ એમની મનપસંદ વાનગીઓ બનાવી શકતા નથી પરંતુ એમની રેસિપી અનુસાર એ વાનગીઓ તૈયાર કરાય છે. તેમણે એ પણ કહ્યું કે પ્રણવદા ઘરકામને લગતી બાબતોથી સાવ અલિપ્ત રહે છે.
ભૂતકાળને વાગોળતા સુવ્રા મુખર્જીએ જણાવ્યું કે તેમને પોતાનો પહેલો પુત્ર બહુ યાદ આવે છે જે જન્મતા સાથે જ મૃત્યુ પામ્યો હતો. તેમને એમની માતા પણ બહુ યાદ આવે છે જેઓ એવું મક્કમપણે માનતા હતા કે પ્રણવ એક દિવસ બાહોશ વ્યક્તિ બનશે. તેમણે કહ્યું કે જો તેમની માતા અને સદ્ગત વડાપ્રધાન ઇન્દિરા ગાંધી જીવતા હોત તો તેઓ પ્રણવને રાષ્ટ્રપતિ બનતા જોઇને અત્યંત રાજી થયા હોત.
પશ્ચિમ બંગાળના અન્ય ફાયરબ્રાન્ડ નેતા અને પ્રારંભમાં પ્રણવ મુખર્જીની ઉમેદવારી સામે ભારે વિરોધ નોંધાવનાર તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જી વિશે પૂછતાં તેમણે નમ્રતાપૂર્વક ના પાડતા જણાવ્યું હતું કે રાજકારણ વિશે હું કશું જાણતી નથી. રાજકારણથી હું દસ લાખ ફૂટ દુર રહુ છું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
માયાવતીએ બદલેલા આઠ જિલ્લાના નામને અખિલેશે નવેસરથી પાડયા
વધુ બે જણના મોત સાથે આસામ હિસામાં કુલ ૧૯ હોમાયા

યુરોપ કટોકટી પ્રબળ થતા ભારત સહિત વૈશ્વિક શેરબજારોમાં ગાબડાં

મારુતિના પ્લાન્ટમાં અધિકારીઓ માટે કોઇ સુરક્ષા નહોતી
સુપ્રીમે હજ યાત્રાળુઓના સરકારી ક્વોટામાં કરેલો ધરખમ ઘટાડો

ચેમ્પિયન બોલ્ટની ફિટનેસ અંગે ઘેરાતું રહસ્ય ઃ બ્લેક અપસેટ સર્જશે?

આજે રમાનાર બીજી વન ડે અમે જીતવાના ઈરાદા સાથે રમીશું
દોઢ વર્ષથી વધુ અરસા બાદ ગેલ વિન્ડિઝ તરફથી ટેસ્ટ રમશે
દુકાળ, યુ.એસ-યુરોપની કથળતી હાલતે વૈશ્વિક બજારોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૨૮૧ તૂટીને ૧૬૮૭૭
સોનામાં આગેકૂચ ઃ ચાંદી ઉંચેથી તૂટી ઃ વિશ્વબજારમાં જો કે બંને કિંમતી ધાતુઓમાં પડેલા ગાબડાં
વેચાણને જાળવી રાખવા FMCG કંપનીઓ એકશન પ્લાન ઘડશે
દેશમાં કોલસાની અભૂતપૂર્વ અછતથી વીજ ક્ષેત્રે કટોકટી જેવી સ્થિતિ

ધિરાણ નીતિ પૂર્વે રિઝર્વ બેન્કની આજે મહત્વની બેઠક

ભારતના એથ્લેટ્સ ઓલિમ્પિક્સમાં મેડલ જીતી શકે તેમ નથી લાગતું
સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને ૧૨ રનથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved