Last Update : 25-July-2012, Wednesday

 

જમીન સંપાદનના વળતર પેટે
ખેડૂતોને રૃ. ૨૩૫ કરોડ ચુકવવા મારુતિને હરિયાણા સરકારનો આદેશ

ત્રણ મહિનામાં રકમ ન ચુકવાય તો જમીન પાછી લેવા સહિતના પગલાંની ચીમકી

(પીટીઆઇ) ગુડગાંવ,તા. ૨૪
માનસેર ખાતેના મારુતિ સુઝુકિના પ્લાન્ટની મુશ્કેલીમાં વધારો થયો છે. હરિયાણા સરકારે સર્વોચ્ચ અદાલતના આદેશને પગલે કંપનીને પ્લાન્ટની જમીનના સંપાદન માટે ખેડૂતોને વળતર પેટે રૃ. ૨૩૫ કરોડ ચૂકવવા જણાવ્યું છે. આ રકમ હરિયાણા સ્ટેટ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (એચએસઆઇઆઇડીસી)ને ચૂકવવાની રહેશે.
એચએસઆઇઆઇડીસીએ ૨૫મી જુનની તેની નોટિસમાં કંપનીને ચેતવણી આપી હતી કે તે ૨૩૫ કરોડ ત્રણ મહિનામાં જમા નહીં કરાવે તો માનેસર પ્લાન્ટ માટે ફાળવાયેલી જમીન જપ્ત કરી લેવાશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કંપનીએ માર્ચ મહિનાની નોટિસનો જવાબ ન આપતા આ નોટિસ ફટકારવામાં આવી છે. કંપનીના વહિવટીતંત્રના ટોચના અધિકારીઓ આ સંદર્ભે મુખ્યપ્રધાન ભૂપિન્દર સિંહ હૂડા અને એચએસઆઇઆઇડીસીના એમડી રાજીવ અરોરાને પણ મળ્યા હતા. કંપનીના અધિકારીઓને કોર્ટના આદેશ મુજબની ખેડૂતોના વળતરની રકમ ચૂકવી દેવા જણાવી દેવાયું છે. માર્ચ મહિનામાં અપાયેલી પહેલી નોટિસમાં જણાવાયું હતું કે કંપનીએ ૩૦મી એપ્રિલ ૨૦૧૨ સુધીના વ્યાજ સહિત રૃ. ૨૩૫,૪૦,૨૬,૫૮૪ ચૂકવવાના થાય છે અને આ રકમ નોટીસ બહાર પડયાના એક જ મહિનામાં ચૂકવવાની રહેશે.
ત્યારબાદ બીજી નોટીસ ૨૫મી જુનના રોજ ફટકારવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે કંપનીએ વળતરની સંપૂર્ણ રકમ કે હપ્તો ચૂકવ્યો નથી. જે જમીન ફાળવણીના નિયમોનો સ્પષ્ટ ભંગ છે અને તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
માયાવતીએ બદલેલા આઠ જિલ્લાના નામને અખિલેશે નવેસરથી પાડયા
વધુ બે જણના મોત સાથે આસામ હિસામાં કુલ ૧૯ હોમાયા

યુરોપ કટોકટી પ્રબળ થતા ભારત સહિત વૈશ્વિક શેરબજારોમાં ગાબડાં

મારુતિના પ્લાન્ટમાં અધિકારીઓ માટે કોઇ સુરક્ષા નહોતી
સુપ્રીમે હજ યાત્રાળુઓના સરકારી ક્વોટામાં કરેલો ધરખમ ઘટાડો

ચેમ્પિયન બોલ્ટની ફિટનેસ અંગે ઘેરાતું રહસ્ય ઃ બ્લેક અપસેટ સર્જશે?

આજે રમાનાર બીજી વન ડે અમે જીતવાના ઈરાદા સાથે રમીશું
દોઢ વર્ષથી વધુ અરસા બાદ ગેલ વિન્ડિઝ તરફથી ટેસ્ટ રમશે
દુકાળ, યુ.એસ-યુરોપની કથળતી હાલતે વૈશ્વિક બજારોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૨૮૧ તૂટીને ૧૬૮૭૭
સોનામાં આગેકૂચ ઃ ચાંદી ઉંચેથી તૂટી ઃ વિશ્વબજારમાં જો કે બંને કિંમતી ધાતુઓમાં પડેલા ગાબડાં
વેચાણને જાળવી રાખવા FMCG કંપનીઓ એકશન પ્લાન ઘડશે
દેશમાં કોલસાની અભૂતપૂર્વ અછતથી વીજ ક્ષેત્રે કટોકટી જેવી સ્થિતિ

ધિરાણ નીતિ પૂર્વે રિઝર્વ બેન્કની આજે મહત્વની બેઠક

ભારતના એથ્લેટ્સ ઓલિમ્પિક્સમાં મેડલ જીતી શકે તેમ નથી લાગતું
સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને ૧૨ રનથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved