Last Update : 25-July-2012, Wednesday

 

અણ્ણાના ઉપવાસ પૂર્વે
ભ્રષ્ટાચાર ડામવા માટે લેવાયેલાં પગલાં જાહેર કરતી સરકાર

સેવામાં પારદર્શિતા, વ્હિસલ બ્લોઅરની સુરક્ષા સહિત અનેક પગલાં લેવાયાનો દાવો

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૪
સરકારી તંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર સામે ટીમ અણ્ણાએ રણશીંગુ ફુંકીને પાટનગરમાં જંતર-મંતર ખાતે અચોક્કસ મુદતના ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરી છે તો સામે સરકારે પણ તેનો સામનો કરવા કમર કસી છે. સરકારે છેલ્લાં એક વર્ષ દરમ્યાન ભ્રષ્ટાચાર હટાવવા અને વહીવટી પારદર્શકતા માટે ભરેલા પગલાંની જાણકારી આપી હતી. જેમાં પ્રધાનોની સત્તાઓ પર મર્યાદા લાદવા સાથે દરેક નિર્ણય અમુક સમય મર્યાદામાં લેવાવો જોઈએ તે પ્રકારની જોગવાઈઓનો સમાવેશ થાય છે.
સરકારે ભરેલા પગલામાં સેવાઓના વિતરણમાં પારદર્શકતા લાવવા માટે લોકસભામાં પસાર કરવામાં આવેલું લોકપાલ બિલ ભ્રષ્ટાચાર સામે સચેતકર (વ્હીસલ બ્લોઅર)ના રક્ષણ માટેનું બિલ વગેરેનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન કાર્યાલય (પી.એમ.ઓ.) દ્વારા તૈયાર કરવામાં આવેલી વિગતો અનુસાર મંત્રાલય તરફથી ભ્રષ્ટાચારના મામલામાં સબંધીત સત્તાધિશ દ્વારા ત્રણ મહિનામાં આ મામલે નિર્ણય જાહેર કરી દેવાની વિનંતીને સરકારે આપેલી મંજુરી સહીતના પગલાઓનો સમાવેશ થાય છે.
ભ્રષ્ટાચાર સામે વધી રહેલા ઉકળાટના અનુસંધાને સરકારે જાન્યુઆરી ૨૦૧૧માં એક પ્રધાનોના જુથ (જી.ઓ.એમ.)ની રચના કરીને ભ્રષ્ટાચાર નાથવા માટે શા પગલા ભરવા જોઈએ તેનું માર્ગદર્શન માગ્યુ હતું. પ્રધાનોના જુથ દ્વારા આ સંદર્ભે બે અહેવાલો સુપ્રત કર્યા છે.
આ અહેવાલમાં જોઈન્ટ સેક્રેટરી સ્તરના અધિકારીના ભ્રષ્ટાચારની તપાસ જે તે વિભાગના પ્રધાન કરી શકશે. દિલ્હી સ્પેશીયલ પોલીસ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટની કલમ ૬-એ અનુસાર આ તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત પ્રધાનોની વહિવટને નુકસાનકારક સત્તાઓ પર મર્યાદા લાદવા અને સમયબંધ નિર્ણયો લેવા માટેની ભલામણોના અમલ સંદર્ભે પણ સરકાર જાગૃતિ લાવવા માંગે છે. સરકાર દાગી પ્રધાનો સામે ભરેલા પગલાની જાણકારી પણ પ્રજાને આપવા માંગે છે. આમ સરકાર ટીમ અણ્ણાના આંદોલન સામે ભ્રષ્ટાચારને નાથવા પોતે લીધેલા પગલાનું પ્રતિઆંદોલન ચલાવવા કટીબદ્ધ થઈ છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
માયાવતીએ બદલેલા આઠ જિલ્લાના નામને અખિલેશે નવેસરથી પાડયા
વધુ બે જણના મોત સાથે આસામ હિસામાં કુલ ૧૯ હોમાયા

યુરોપ કટોકટી પ્રબળ થતા ભારત સહિત વૈશ્વિક શેરબજારોમાં ગાબડાં

મારુતિના પ્લાન્ટમાં અધિકારીઓ માટે કોઇ સુરક્ષા નહોતી
સુપ્રીમે હજ યાત્રાળુઓના સરકારી ક્વોટામાં કરેલો ધરખમ ઘટાડો

ચેમ્પિયન બોલ્ટની ફિટનેસ અંગે ઘેરાતું રહસ્ય ઃ બ્લેક અપસેટ સર્જશે?

આજે રમાનાર બીજી વન ડે અમે જીતવાના ઈરાદા સાથે રમીશું
દોઢ વર્ષથી વધુ અરસા બાદ ગેલ વિન્ડિઝ તરફથી ટેસ્ટ રમશે
દુકાળ, યુ.એસ-યુરોપની કથળતી હાલતે વૈશ્વિક બજારોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૨૮૧ તૂટીને ૧૬૮૭૭
સોનામાં આગેકૂચ ઃ ચાંદી ઉંચેથી તૂટી ઃ વિશ્વબજારમાં જો કે બંને કિંમતી ધાતુઓમાં પડેલા ગાબડાં
વેચાણને જાળવી રાખવા FMCG કંપનીઓ એકશન પ્લાન ઘડશે
દેશમાં કોલસાની અભૂતપૂર્વ અછતથી વીજ ક્ષેત્રે કટોકટી જેવી સ્થિતિ

ધિરાણ નીતિ પૂર્વે રિઝર્વ બેન્કની આજે મહત્વની બેઠક

ભારતના એથ્લેટ્સ ઓલિમ્પિક્સમાં મેડલ જીતી શકે તેમ નથી લાગતું
સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને ૧૨ રનથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved