Last Update : 25-July-2012, Wednesday

 

કાયદાના ચોકઠાની બહાર જઇ કામ ન કરતા
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી પૃથ્વીરાજ ચવ્હાણની ખુરશી સંક્ટમાં

એનસીપીનો વિરોધ ઉપરાંત કોંગ્રેસના ૮૨માંથી ૬૨ વિધાનસભ્યો ચવ્હાણની કાર્યપદ્ધતિના વિરોધમાં

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.૨૪
કોંગ્રેસ હાઇકમાન્ડના નિકટના મનાતા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણને કારણે રાજ્યમાં ૧૩ વર્ષથી સત્તામાં સહયોગએનસીપીએ છેડો ફાડવાની આપેલી ધમકીનો ફાયદો લેવા કોંગ્રેસમાં પૃથ્વીરાજ ચવ્હાણ વિરોધી જૂથના વિધાનસભ્યોએ પણ બાંયો ચડાવતાં કોંગ્રેસ હાઇકમાન્ડ માટે સમસ્યા નિર્માણ થઇ છે.
છેલ્લા સવા વર્ષથી રાજ્યની ધુરા સંભાળ્યા બાદ મિ. કલીનની છબી ધરાવતા પૃથ્વીરાજ ચવ્હાણ કોઇપણ આડીઅવળી ફાઇલોને મંજૂર કરતાં ન હોવાથી એનસીપી જ નહિ કોંગ્રેસ અને વિપક્ષી વિધાનસભ્યોને માટે પણ તેઓ માથાનો દુખાવો બની ગયો છે. અગાઉના મુખ્ય પ્રધાનો બધાને સંભાળીને સાથે રાખીને ચાલતા હતા પરંતુ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ કાયદાના ચોકઠાની બહાર જતા ન હોવાથી અનેક દિગ્ગજ નેતાઓના કાર્યો અધૂરા રહેવા લાગ્યા છે.
એનસીપીના નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પદેથી પૃથ્વીરાજ ચવ્હાણને ખસેડવામાં ન આવે તો સત્તામાંથી ખસી જવા આક્રમક ભૂમિકા અપનાવી છે. એનસીપીના વલણને લઇને કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખ અને આશોક ચવ્હાણ જૂથે પણ પૃથ્વીરાજ ચવ્હાણ સામે બાંયો ચઢાવી છે. ૫૦ થી વધુ કોંગ્રેસી વિધાનસભ્યોએ પોતાના મત વિસ્તારોમાં માળખાંકીય સુવિધા વધારવા માટેના પ્રોજેક્ટોને મંજૂરી અપાતી નહોવાથી માંડી બદલીઓ, વિકાસ ફંડના અભાવની રજૂઆત પ્રદેશ અધ્યક્ષ માણિકરાવ ઠાકરે સમક્ષ કરી છે.
જોકે પ્રદેશ અધ્યક્ષ માણિકરાવ ઠાકરેએ સ્પષ્ટ કર્યું હતું કે પક્ષના એક પણ વિધાનસભ્યે મુખ્ય પ્રધાન વિરુદ્ધ કોઇ પણ ફરિયાદ કરી નથી.
મને વિધાનસભ્યોએ તેમના મત વિસ્તારની સમસ્યાઓ અંગે રજૂઆત કરી છે અને તેમની સમસ્યાઓ વિશે મેં મુખ્ય પ્રધાનને વાત કરતાં તેઓએ તે દૂર કરવાની ખાતરી આપી છે એમ પત્રકારો સાથે વાતચીત કરતાં પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું. કોંગ્રેસના ૮૨ માંથી ૬૨ વિધાનસભ્યો મુખ્ય પ્રધાન વિરોધી હોવાના અહેવાલને પ્રદેશ અધ્યક્ષ રદિયો આપતાં મુખ્ય પ્રધાન વિરોધી ખોટા અહેવાલો ફેલાવવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
પક્ષના વિધાનસભ્ય વિજય વડેટ્ટીવારે જણાવ્યું હતું કે અમારા મતવિસ્તારની કેટલીક સમસ્યાઓ અમે રજૂ કરી છે પરંતુ મુખ્ય પ્રધાનને ખસેડવા માટે કોઇ માગણી કરવામાં આવી નથી.
થોડા દિવસો પૂર્વે પક્ષના વિધાનસભ્યોની મળેલી બેઠકમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ તરફી ૯ વિધાનસભ્યોએ મુખ્ય પ્રધાન વિરોધી સૂત્રોચ્ચારો કરી સભાત્યાગ કર્યો હતો તે જ પ્રમાણે ફરી મુખ્યપ્રધાન બનવા ઇચ્છુક કેન્દ્રીય પ્રધાન વિલાસરાવ દેશમુખના સમર્થકો પણ સક્રિય થઇ ગયા છે. મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ આવતીકાલે રાષ્ટ્ર પતિ પ્રણવ મુખર્જીના શપથવિધિ સમારોહમાં હાજરી આપવા દિલ્હી જવાના છે. ગત અઠવાડિયે તેઓએ દિલ્હીની મુલાકાત રદ કરી હતી તેથી આવતી કાલની તેઓની મુલાકાત મહત્ત્વની બની રહેશે.
રાજ્યના પ્રધાન મંડળમાં કોંગ્રેસની ત્રણ બેઠકો ખાલી છે તેમ જ મહામંડળોમાં પણ નિમણૂકો કરવામાં આવી નથી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
માયાવતીએ બદલેલા આઠ જિલ્લાના નામને અખિલેશે નવેસરથી પાડયા
વધુ બે જણના મોત સાથે આસામ હિસામાં કુલ ૧૯ હોમાયા

યુરોપ કટોકટી પ્રબળ થતા ભારત સહિત વૈશ્વિક શેરબજારોમાં ગાબડાં

મારુતિના પ્લાન્ટમાં અધિકારીઓ માટે કોઇ સુરક્ષા નહોતી
સુપ્રીમે હજ યાત્રાળુઓના સરકારી ક્વોટામાં કરેલો ધરખમ ઘટાડો

ચેમ્પિયન બોલ્ટની ફિટનેસ અંગે ઘેરાતું રહસ્ય ઃ બ્લેક અપસેટ સર્જશે?

આજે રમાનાર બીજી વન ડે અમે જીતવાના ઈરાદા સાથે રમીશું
દોઢ વર્ષથી વધુ અરસા બાદ ગેલ વિન્ડિઝ તરફથી ટેસ્ટ રમશે
દુકાળ, યુ.એસ-યુરોપની કથળતી હાલતે વૈશ્વિક બજારોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૨૮૧ તૂટીને ૧૬૮૭૭
સોનામાં આગેકૂચ ઃ ચાંદી ઉંચેથી તૂટી ઃ વિશ્વબજારમાં જો કે બંને કિંમતી ધાતુઓમાં પડેલા ગાબડાં
વેચાણને જાળવી રાખવા FMCG કંપનીઓ એકશન પ્લાન ઘડશે
દેશમાં કોલસાની અભૂતપૂર્વ અછતથી વીજ ક્ષેત્રે કટોકટી જેવી સ્થિતિ

ધિરાણ નીતિ પૂર્વે રિઝર્વ બેન્કની આજે મહત્વની બેઠક

ભારતના એથ્લેટ્સ ઓલિમ્પિક્સમાં મેડલ જીતી શકે તેમ નથી લાગતું
સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને ૧૨ રનથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved