Last Update : 25-July-2012, Wednesday

 

૬૦ હજારથી વધુ જનમેદની ઊમટી પડી
હેપી બર્થ ડે ટુ યુ કેશુભાઇ સુરતીઓનો અપ્રતિમ પ્રતિસાદ

પીળા રૃમાલની ગાંઠની જેમ ગુજરાતમાં ઠગ અને પીંઢારાઓનું રાજ છે તેમાંથી પરિવર્તન કરવાનું છે ઃ કેશુભાઈ પટેલ
(પ્રતિનિધિ દ્વારા) સુરત, મંગળવાર
સુરતના ભાજપના ગઢ સમાન વરાછા-પુણા વિસ્તારમાં ગુજરાતના માજી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે ખુલ્લેઆમ ગુજરાતના હાલના મુખ્યમંત્રીને દુનિયાના સૌથી મોટા જુઠ્ઠા ગણાવ્યા હતા. આ ઉપરાંત ગુજરાતમાં ઠગ અને પીંઢારાઓનું રાજ છે તેવી વાત કરી આ પરિસ્થિતિમાંથી પરિવર્તન કરવા માટે લોકોને અપીલ કરી હતી. સાથે સાથે લોકોએ જેને ઉંદરમાંથી વાઘ બનાવ્યો છે તેવા મોદીને ચૂંટણીમાં ફરીથીં ઉંદર બનાવવાનો વખત આવી ગયો છે તેમ પણ કેશુભાઈ પટેલે ૬૦ હજારથી વધુ લોકોની જંગી મેદનીને સંબોધતા જણાવ્યું હતું.
સુરતના વરાછા વિસ્તારના પુણાના સીતાનગર ચોક ખાતે ગુજરાતના માજી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના જન્મ દિવસની ઉજવણી બાદ ઋણસ્વીકાર અને પરિવર્તન સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં કેશુભાઈ પટેલે સીધો હુમલો નરેન્દ્ર મોદી પર સાધ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, પહેલાં હોળી સમયે મુર્ખાઓના સંમેનલ યોજી તેમાંથી મહામુર્ખ શોધવામાં આવતાં હતા. હવે જો વિશ્વની અંદર જુઠ્ઠાઓના સંમેલન યોજાઈ તો તેમાં મહામુર્ખ તરીકે નરેન્દ્ર મોદીનો જ નંબર વન આવે તેમ છે. આ જુઠ્ઠા પ્રજાને ભરમાવી રહ્યાં છે.
હરકીશન મહેતાની પીળા રૃમાલની ગાંઠ નવલકથાને ટાંકતા તેઓએ જણાવ્યું હતું કે જે રીતે આ પુસ્તકમાં ઠગ અને પીંઢારાને બતાવવામાં આવ્યા છે તેવી જ રીતે હાલ ગુજરાતમાં ઠગ અને પીંઢારાનું રાજ ચાલી રહ્યું છે. તમને બધાને વિશ્વાસમાં લઈને તમારા ગળામાં રૃમાલની ગાંઠ બાંધી દઈ છે. ફરી એક વખત આગામી દિવસોમાં આ પ્રયાસ કરવામાં આવશે તેનાથી તમારે ચેતવાની જરૃર છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મારા રાજમાં જિલ્લામાંથી પણ ભ્રષ્ટાચાર નાબુદ થા તે માટ લોકપ્રહરીની નિમણુંક કરવામાં આવી હતી. પરંતુ નરેન્દ્ર મોદીએ પ્રજાના પ્રશ્નો સાંભળતા આ લોકપ્રહેરીને બંધ કરી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપ્યું છે.
ગુજરાતમાં ટેક્સની વાત કરતાં તેઓએ કહ્યું હતુ ંકે, મારા વખતમાં ગુજરાતની પ્રજા પાસેથી સાત હજાર કરોડનો ટેક્સ વસુલવામાં આવતો હતો તેમાંથી પણ પ્રજાના વિકાસના કામો થતાં હતા. આજે ગુજરાતમાંથી આ સરકાર ૫૦ હજાર કરોડનો ટેક્સ વસુલે છે છતાં પણ સામાન્ય પ્રજાના કામો થતાં નથી. ગરીબો અને મધ્યમવર્ગ માટે જે યોજનાઓ અમે શરૃ કરી હતી તે યોજનાઓ આ મોદીએ બંધ કરી દેતા લોકોની હાલત કફોડી થઈ છે.
મારે હજી ઘણું પ્રજાને આપવું હતું પરંતુ પક્ષે મને રાજીનામું આપવા જણાવ્યું એટલે પક્ષના એક સૈનિક તરીકે મે રાજીનામુ આપી દીધું હતું. પરંતુ મે જ્યારે સામાન્ય લોકોના પ્રશ્નો સાંભળ્યા તેઓના દુઃખ જોયા એટલે જે પ્રજાએ મને પ્રેમ આપ્યો હતો તેમની મદદ કરવા માટે અમે આ પરિવર્થન સંમેલન શરૃ કર્યું છે. આજે હું પ્રજા ધર્મ બજાવવા માટે બહાર આવ્યો છું આ યજ્ઞામાં મને તમારા લોકોની આહુતીની જરૃર છે.
ગુજરાતમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી લોકાયુક્તની નિમણુંક કરવામાં આવતી નથી. ક્રેગે રિપોર્ટ કર્યો છે છતાં પણ ભ્રષ્ટાચારને છાવરવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આજના સમયમાં ગુજરાતમાં બેકારી, મોંઘવારી અને ચોરી-લૂંટફાટના કારણે લોકોની હાલત કફોડી થઈ છે તેથી હવે તો પરિવર્તન જરૃરી છે તેમ જણાતા અમે લોકો બહાર આવ્યા છે.
ઋષીમુનીની વાત કરતાં તેઓએ જણાવ્યું કે એક ઉંદરને ઋષીએ અંજલી આપીને બિલાડી, કુતરો અને ત્યાર બાદ વાધ બનાવ્યો હતો. પરંતુ જ્યારે તે વાઘ બન્યો ત્યારે ઋષીને ખાવા આવ્યો ત્યારે ઋષીએ અંજલી છાંટીને ફરીથી તેને ઉંદર બનાવ્યો હતો. અહીં પણ પ્રજાએ મતરૃપી અંજલી આપીને ઉંદરને વાઘ બનાવ્યો છે તેને ફરીથી ઉંદર બનાવવા માટે આગામી ચૂંટણીમાં અંજલી આપવાની જરૃર છેય તેઓએ લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, મેરે સીને મે નહીં તો તેરે સીનેમાં આગ જલની ચાહીએ. આ આગ જલશે તો જ પરિવર્તનની લહેર ચાલશે તેવી વાત કરી હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
માયાવતીએ બદલેલા આઠ જિલ્લાના નામને અખિલેશે નવેસરથી પાડયા
વધુ બે જણના મોત સાથે આસામ હિસામાં કુલ ૧૯ હોમાયા

યુરોપ કટોકટી પ્રબળ થતા ભારત સહિત વૈશ્વિક શેરબજારોમાં ગાબડાં

મારુતિના પ્લાન્ટમાં અધિકારીઓ માટે કોઇ સુરક્ષા નહોતી
સુપ્રીમે હજ યાત્રાળુઓના સરકારી ક્વોટામાં કરેલો ધરખમ ઘટાડો

ચેમ્પિયન બોલ્ટની ફિટનેસ અંગે ઘેરાતું રહસ્ય ઃ બ્લેક અપસેટ સર્જશે?

આજે રમાનાર બીજી વન ડે અમે જીતવાના ઈરાદા સાથે રમીશું
દોઢ વર્ષથી વધુ અરસા બાદ ગેલ વિન્ડિઝ તરફથી ટેસ્ટ રમશે
દુકાળ, યુ.એસ-યુરોપની કથળતી હાલતે વૈશ્વિક બજારોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૨૮૧ તૂટીને ૧૬૮૭૭
સોનામાં આગેકૂચ ઃ ચાંદી ઉંચેથી તૂટી ઃ વિશ્વબજારમાં જો કે બંને કિંમતી ધાતુઓમાં પડેલા ગાબડાં
વેચાણને જાળવી રાખવા FMCG કંપનીઓ એકશન પ્લાન ઘડશે
દેશમાં કોલસાની અભૂતપૂર્વ અછતથી વીજ ક્ષેત્રે કટોકટી જેવી સ્થિતિ

ધિરાણ નીતિ પૂર્વે રિઝર્વ બેન્કની આજે મહત્વની બેઠક

ભારતના એથ્લેટ્સ ઓલિમ્પિક્સમાં મેડલ જીતી શકે તેમ નથી લાગતું
સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને ૧૨ રનથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved