Last Update : 25-July-2012, Wednesday

 

કોંગ્રેસનું 'ગુજરાત પ્રજા વિકાસ દર્શન- ૨૦૧૨'
કોંગ્રેસ સત્તામાં આવે તો ગુજરાતમાં સસ્તાં પેટ્રોલ અને ડીઝલ આપશે

મોદી મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને લાભ આપવા પ્રજા પર આકરા વેરા લાદે છે રાસાયણિક ખાતર પરનો વેટ સંપૂર્ણ નાબુદ કરવાનું વચન ઃ CNGના ભાવ ઘટાડશે

અમદાવાદ, મંગળવાર
પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે આગામી વિધાનસભાની ચૂંટણી માટેના પ્રજા સમક્ષ રજૂ કરવાના ૧૨ મુદ્દાઓ પૈકીનો એક મુદ્દો જાહેર કર્યો છે. કોંગ્રેસે જાહેર કર્યું છે કે ૨૦૧૨ પછી કોંગ્રેસ પક્ષ સત્તામાં આવતા ડીઝલ, પેટ્રોલ અને સી.એન.જી. ગેસના વેટ એટલા પ્રમાણમાં ઘટાડશે કે પડોશી રાજ્યો કરતાં ગુજરાતમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવ ઓછા રહે. ઉપરાંત રાસાયણિક ખાતર પરનો વેટ સંપૂર્ણ નાબુદ કરવામાં આવશે. કોંગ્રેસે ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો છે કે સરકારે મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને લાભ આપવા ગુજરાતની પ્રજા ઉપર આકરા વેરા લાદયા છે.
''ગુજરાત પ્રજા વિકાસ દર્શન- ૨૦૧૨''ની જાહેરાત કરતાં પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને સી.એન.જી.ના ભાવ અન્ય રાજ્યો કરતાં સહુથી વધુ છે. રાજ્ય સરકારની નીતિ જ મોંઘવારીની સર્જક રહી છે. પેટ્રોલિયમ પદાશો પર સહુથી ઊંચો ટેક્ષ લાદીને ગુજરાતમાંથી વાર્ષિક રૃ. ૧૧૮૨૩ કરોડ ઉઘરાવે છે. જયારે એસ્સાર કંપનીને વેટમાં રૃ. ૯૧૦૦ કરોડની રાહત આપે છે. કોંગ્રેસ સત્તામાં આવતાં મોટા ઉદ્યોગ ગૃહો પાસેથી પૂરતો વેરો વસુલશે અને પેટ્રોલ, અને સી.એન.જી. ગેસના ભાવો ઘટાડી, ટુ વ્હિલર્સ, રિક્ષા, ટેક્ષી, ટ્રક, ટ્રેકટર ચાલકોને રાહત આપવામાં આવશે. ઉપરાંત ગેસના ભાવ ઘટતા મધ્યમ વર્ગની ગૃહિણીઓને રાહત થશે.
તેમણે જણાવ્યું કે પેટ્રોલિયમ પેદાશોના ભાવ ઘટતાં ઉત્પાદન ખર્ચ ઘટશે જેના કારણે અન્ય ચીજવસ્તુઓના પણ ભાવ ઘટશે.
તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં ગુજરાત જ એક એવું રાજ્ય છે કે જેમાં રાસાયણિક ખાતર ઉપર વેટ લેવામાં આવે છે. ગુજરાતમાં રાસાયણિક ખાતરો ઉત્પન્ન કરતી જી.એન.એફ.સી., જી.એસ.એફ.સી. અને ઇફકો જેવી ફેકટરીઓ આવેલી હોવા છતાં વેટના કારણે ખેડૂતોને અન્ય રાજ્યની સરખામણીમાં રૃ. ૪૦ થી રૃ. ૭૦ વધુ ચૂકવવા પડે છે. કોંગ્રેસ સત્તામાં આવતાં વેટ નાબુદ કરશે જેનાથી ગુજરાતના ૪૬.૬૧ લાખ ખેડૂતોને રૃ. ૩૦૦ કરોડનો ફાયદો થશે.
તેમણે જણાવ્યું કે ૧૭ વર્ષ સુધી પ્રજાનું શોષણ કરનાર ભાજપ સરકારે ગત ચૂંટણી સમયે અબજો રૃપિયાના પેકેજોની જાહેરાત કરી હતી. પરંતુ બજેટમાં આ પેકેજના નામ એક પણ રૃપિયો ફાળવ્યો ન હતો. માત્ર કાગળ પરની જ જાહેરાત બની રહે છે. આરી આ જાહેરાત પછી જો સરકાર પેટ્રોલિયમ પેદાશો પરના વેટ ઘટાડશે તો પણ હવે પ્રજા તેમાં ભોળવાશે નહીં.
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે અમે પ્રજા સમક્ષ કોંગ્રેસનું બેલેન્સ વિઝન રજૂ કરીને ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે તમારા શાસનમાં તમે રાજયની પ્રજા માટે ઘણું કરી શકયા હોત પણ તમે કર્યું નથી. હવે પ્રજા પરિવર્તન કરીને કોંગ્રેસને સત્તા સોંપશે. પ્રજાના ભોગે ઉદ્યોગપતિઓનું પોષણ ન કરાય. પ્રજાના પોષણ માટે ઉદ્યોગપતિનું શોષણ કરો તો તે યોગ્ય છે.
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અમે પ્રજા સમક્ષ માત્ર નકારાત્મક વાત લઈને જવામાં માનતા નથી. સમાજના નીચેથી ઉપર સુધીના તમામ વર્ગોને ધ્યાનમાં રાખી સમતુલિત વિકાસનો દ્રષ્ટિકોણ કોંગ્રેસે અપનાવ્યો છે. આ માટે જે તે વિષયના એક્ષપર્ટ સાથે ગહન ચર્ચા કરીને માત્ર વચનો નહીં, સરકાર શું શું કરી શકે છે તેની વાસ્તવિક ભૂમિકાના આધારે આ જાહેરાત આજે કરી રહ્યા છીએ.
કેટલા ટકા વેટ ઘટાડશે તે અંગે પુછતાં ગોહિલે જણાવ્યું હતું કે અત્યારે કેટલા ટકા વેટ ઘટાડીશું તે કહી શકાય એમ એટલા માટે નથી, કે અમારે પડોશી રાજયો કરતાં સસ્તુ આપવું છે. અમે સત્તા પર આવીએ ત્યારે પડોશી રાજ્યોમાં જે ભાવ હશે તેનાથી ઓછા ભાવે પેટ્રોલ, ડીઝલ અને ગેસ આપવા જેટલો વેટ ઘટાડવો પડશે એટલો ઘટાડીશું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
માયાવતીએ બદલેલા આઠ જિલ્લાના નામને અખિલેશે નવેસરથી પાડયા
વધુ બે જણના મોત સાથે આસામ હિસામાં કુલ ૧૯ હોમાયા

યુરોપ કટોકટી પ્રબળ થતા ભારત સહિત વૈશ્વિક શેરબજારોમાં ગાબડાં

મારુતિના પ્લાન્ટમાં અધિકારીઓ માટે કોઇ સુરક્ષા નહોતી
સુપ્રીમે હજ યાત્રાળુઓના સરકારી ક્વોટામાં કરેલો ધરખમ ઘટાડો

ચેમ્પિયન બોલ્ટની ફિટનેસ અંગે ઘેરાતું રહસ્ય ઃ બ્લેક અપસેટ સર્જશે?

આજે રમાનાર બીજી વન ડે અમે જીતવાના ઈરાદા સાથે રમીશું
દોઢ વર્ષથી વધુ અરસા બાદ ગેલ વિન્ડિઝ તરફથી ટેસ્ટ રમશે
દુકાળ, યુ.એસ-યુરોપની કથળતી હાલતે વૈશ્વિક બજારોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૨૮૧ તૂટીને ૧૬૮૭૭
સોનામાં આગેકૂચ ઃ ચાંદી ઉંચેથી તૂટી ઃ વિશ્વબજારમાં જો કે બંને કિંમતી ધાતુઓમાં પડેલા ગાબડાં
વેચાણને જાળવી રાખવા FMCG કંપનીઓ એકશન પ્લાન ઘડશે
દેશમાં કોલસાની અભૂતપૂર્વ અછતથી વીજ ક્ષેત્રે કટોકટી જેવી સ્થિતિ

ધિરાણ નીતિ પૂર્વે રિઝર્વ બેન્કની આજે મહત્વની બેઠક

ભારતના એથ્લેટ્સ ઓલિમ્પિક્સમાં મેડલ જીતી શકે તેમ નથી લાગતું
સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને ૧૨ રનથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved