Last Update : 25-July-2012, Wednesday

 

ડેબ્ટ રિસ્ટ્રકચરિંગ માટેની દરખાસ્તની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે

વૈશ્વિક આિાૃર્થક મંદીને કારણે ચાલુનાણાંકીય વર્ષમાં કંપનીઓના ચોપડા પર દબાણ વાૃધી રહ્યું છે

મુંબઇ, મંગળવાર
૨૦૧૪ના મધ્ય સુધીમાં સખત નિયમો લાવવાની રિઝર્વ બેન્ક યોજના ધરાવતી હોવાથી ડેબ્ટ રિસ્ટ્રકચરિંગ માટેની દરખાસ્તની સંખ્યામાં આમાગી બે વર્ષમાં નોંધપાત્ર વધારો થવાની શકયતા જોવાઈ રહી છે. હાલની પ્રમાણમાં વધુ હળવી પદ્ધતિના અંત પૂર્વે બેન્કો પાસે ડેબ્ટ રિસ્ટ્રકચરિંગ માટે ભારે ધસારો થવાની શકયતા હોવાનું ઈન્ડિયન બેન્કસ' એસોસિએેશનના સૂત્રોએ જણાવ્યું હતું. આને કારણે બેન્કોના માથે જોગવાઈનો બોજો પણ વધશે. આ નવી પદ્ધતિ પર ઈન્ડિયન બેન્કસ' એસોસિએેશને હજુ પોતાના મત નક્કી કર્યા નથી. વૈશ્વિક આર્થિક મંદીને કારણે આમપણ ચાલુ નાણાંકીય વર્ષમાં કંપનીઓના ચોપડા પર દબાણ વધી રહ્યું છે તે જોતાં નવા નિયમો વગર પણ ડેબ્ટ રિકાસ્ટ માટેની અરજીઓમાં વધારો થશે એમ પણ સૂત્રોએ જણાવ્યું હતું. ભારત વિશ્વભરમાં વેપારની સ્થિતિ તાણ હેઠળ છે એમ રેટિંગ એજન્સી ઈક્રાના ચીફ એક્ઝિકયૂટીવ એન. ટક્કરે જણાવ્યું હતું.
આર્થિક મંદી ઉપરાંત કાચા માલ તથા વ્યાજદરના ઊંચા ખર્ચને કારણે કંપનીઓ માટે ડેબ્ટ રિકાસ્ટ માટે જવા સિવાય છૂટકો નથી. ચાલુ નાણાંકીય વર્ષના એપ્રિલથી જુનના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કોર્પોરેટ ડેબ્ટ રિસ્ટ્રકચરિંગ (સીડીઆર) માટેની લોન્સની રકમ ગયા નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીએ ચાર ગણી વધીને રૃપિયા ૧૯૫૦૦ કરોડ પર પહોંચી છે.માર્ચ ૨૦૧૨ના પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં આવેલી રૃપિયા ૧૪૫૪૪ કરોડની લોન રિસ્ટ્રકચર દરખાસ્તની સરખામણીએ જુનના ત્રિમાસિકનો આંક ૩૦ ટકા વધુ છે. માર્ચમાં આવેલા ૨૪ એકાઉન્ટસ સામે જુનના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ૩૭ એકાઉન્ટ આવ્યા હતા.
રિસ્ટ્રકચર્ડ સ્ટોકસ માટેની જોગવાઈ વધારીને પાંચ ટકા કરવા આરબીઆઈની સમિતિએ ભલામણ કરી છે. નવા રિસ્ટ્રકચરિંગ માટે સુધારિત ધોરણો તાત્કાલિક રીતે અમલી બનશે. રિસ્ટ્રકચરિંગ માટે ધસારાને કારણે જાહેર ક્ષેત્રની બેન્કો જે આ અગાઉથી જ ભારે દબાણ હેઠળ છે તેમનો નોન-પરફોર્મિંગ એસેટસનો ભાર વધી જશે. બેન્કોના નફા પર આઠથી દસ ટકાનું દબાણ આવી શકે છે. બેન્કોના નફા પર અસર થશે પરંતુ સાથોસાથ ધિરાણ માટેની તેમની શિસ્તતામાં પણ વધારો જોવા મળશે એમ એક રિસર્ચ સંસ્થાના અહેવાલમાં જણાવાયું હતું. ડેબ્ટના રિસ્ટ્રકચરિંગમાં લવચિકતાને મર્યાદિત બનાવવી જોઈએ એવો પણ મત વ્યકત કરાયો છે. સીડીઆરમાં બેન્કોે સંબંધિત કંપની સાથે ચર્ચા કરીને લોન્સને રિસ્ટ્રકચર્ડ કરે છે. ટેકસટાઈલ ઉદ્યોેગની ડેબ્ટ રિસ્ટ્રકચરિંગ દરખાસ્તને રિઝર્વ બેન્કે તાજેતરમાં નકારી કાઢી હતી.
કાપડ ઉદ્યોગની સ્થિતિ એટલી ગંભીર હોવાનું પોતાને જણાતું નહીં હોવાનું પણ રિઝર્વે બેન્કે જણાવ્યું હતું. રૃપિયા ૩૫૦૦૦ કરોડની રિસ્ટ્રકચરિંગ રકમ ટેકસટાઈલ ક્ષેત્રને અપાયેલી કુલ ફન્ડ બેઝડ ક્રેડિટના માત્ર ૨૨.૫૦ ટકા જેટલી જ હોવાનું પણ રિઝર્વે બેન્કે જણાવ્યું હતું. ૨૦૧૧-૧૨ની વાત કરીએ તો સંપૂર્ણ વર્ષમાં રૃપિયા ૧.૫૦ લાખ કરોડની લોનના રિસ્ટ્રકચરિંગને મંજૂરી અપાઈ હતી જે ગયા વર્ષની સરખામણીએ ૩૫ ટકા કરતા વધુ હતી એમ સીડીઆર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. ૨૦૧૧-૧૨માં સીડીઆર પાસે કુલ રૃપિયા ૨.૦૫ લાખ કરોડની લોન રિકાસ્ટ માટે આવી હતી, જે ૨૦૧૦-૧૧ કરતા ૪૮ ટકા વધુ હતી.
લેહમેન કટોકટી પૂર્વે તેજીના સમયગાળામાં કરાયેલા આડેધડ ધિરાણને કારણે એસેટ ક્વોલિટી કથળી હોવાનું બેન્કરો જણાવી રહ્યા છે. મંદીને કારણે કેટલીક નાની કંપનીઓ રિપેમેન્ટમાં મુશ્ક્ેલી અનુભવી રહી છે, તેમને થોડીઘણી મદદ મળે તો તેમની હાલત સુધરી શકે છે એમ પણ બેન્કરો માની રહ્યા છે. તાણ હેઠળની લોન્સમાં થઈ રહેવા વધારા પ્રત્યે રિઝર્વ બેન્કે ચિંતા વ્યકત કરી છે. ગયા વર્ષે બેન્કોની એકંદર બેડ એસેટ લોન્સમાં ૪૪ ટકાના દરે વધારો થયો હતો જ્યારે લોન બુકસ માત્ર ૧૬.૩૦ ટકા વધી હતી. રિસ્ટ્રકચર્ડ કરાયેલી લોન્સમાંથી ૧૫ ટકા નોન પર્ફોમિંગ એસેટસમાં રૃપાંતરિત થઈ જતી હોવાનું રિઝર્વ બેન્ક જણાવે છે.

 

બેંકો પર નાણાંકીય ભારણ

-

માર્ચ ૨૦૦૯

માર્ચ ૨૦૧૦

માર્ચ ૨૦૧૧

કુલ એડવાન્સીસ

૨૭,૯૩,૫૭૨

૩૨,૭૧,૮૯૬

૪૦,૧૨,૦૭૯

સ્ટાર્ન્ડડ એડવાન્સીસ

૨૭,૨૫,૩૫૦

૩૧,૯૦,૦૮૦

૩૯,૧૭,૯૯૧

તે પૈકી થયેલું પુર્નગઠન

૬૦,૩૭૯

૯૭,૮૩૪

 

કુલ એનપીએ

૬૮,૨૨૨

૮૧,૮૧૬

૯૪,૦૮૮

કુલ એડવાન્સીસની

 

 

 

કુલ એનપીએ (ટકામાં)

૨.૪૪

૨.૫

૨.૩૫

કુલ એડવાન્સસના રીસ્ટ્રકચર્ડ

 

 

 

સ્ટાર્ન્ડડ એડવાન્સીસ

૨.૧૬

૨.૯૯

૨.૬૮


(પ્રથમ ચાર લાઈનના તમામ આંકડા રૃા. કરોડમાં)

 

બેંકોની લોન બુક પર એક નજર

બેંક

માર્ચ ૨૦૧૨ અંતે

 

રીસ્ટકચર્ડ બુક

 

(રૃા. કરોડમાં)

સ્ટેટ બેંક

૪૨,૭૪૪

પંજાબ નેશનલ બેંક

૨૫,૦૦૯

બેંક ઓફ ઈન્ડિયા

૧૭,૫૭૪

સેન્ટ્રલ બેંક

૧૭,૩૪૭

બેંક ઓફ બરોડા

૧૫,૦૮૪

આઈઓબી

૧૨,૬૪૧

IDBI બેંક

૧૦,૦૩૭

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
માયાવતીએ બદલેલા આઠ જિલ્લાના નામને અખિલેશે નવેસરથી પાડયા
વધુ બે જણના મોત સાથે આસામ હિસામાં કુલ ૧૯ હોમાયા

યુરોપ કટોકટી પ્રબળ થતા ભારત સહિત વૈશ્વિક શેરબજારોમાં ગાબડાં

મારુતિના પ્લાન્ટમાં અધિકારીઓ માટે કોઇ સુરક્ષા નહોતી
સુપ્રીમે હજ યાત્રાળુઓના સરકારી ક્વોટામાં કરેલો ધરખમ ઘટાડો

ચેમ્પિયન બોલ્ટની ફિટનેસ અંગે ઘેરાતું રહસ્ય ઃ બ્લેક અપસેટ સર્જશે?

આજે રમાનાર બીજી વન ડે અમે જીતવાના ઈરાદા સાથે રમીશું
દોઢ વર્ષથી વધુ અરસા બાદ ગેલ વિન્ડિઝ તરફથી ટેસ્ટ રમશે
દુકાળ, યુ.એસ-યુરોપની કથળતી હાલતે વૈશ્વિક બજારોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૨૮૧ તૂટીને ૧૬૮૭૭
સોનામાં આગેકૂચ ઃ ચાંદી ઉંચેથી તૂટી ઃ વિશ્વબજારમાં જો કે બંને કિંમતી ધાતુઓમાં પડેલા ગાબડાં
વેચાણને જાળવી રાખવા FMCG કંપનીઓ એકશન પ્લાન ઘડશે
દેશમાં કોલસાની અભૂતપૂર્વ અછતથી વીજ ક્ષેત્રે કટોકટી જેવી સ્થિતિ

ધિરાણ નીતિ પૂર્વે રિઝર્વ બેન્કની આજે મહત્વની બેઠક

ભારતના એથ્લેટ્સ ઓલિમ્પિક્સમાં મેડલ જીતી શકે તેમ નથી લાગતું
સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને ૧૨ રનથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved