Last Update : 24-July-2012, Tuesday

 

હમ-તુમ એક મુવીમેં બંદ હો...

- મન્નુ શેખચલ્લી
ધારોકે તમે કોલેજમાંથી બન્ક મારીને તમારી ગર્લ-ફ્રેન્ડ જોડે કોઈ મલ્ટીપ્લેક્સમાં મુવી જોવા ગયા હો, અને એ જ થિયેટરમાં તમારી આગળની જ લાઈનમાં પેલા છેડે તમને તમારા સર બેઠેલા દેખાય... તો ?
એનાથી ઈન્ટ્રેસ્ટીંગ વાત એ છે કે સર જોડે કોઈ બ્યુટીફૂલ લેડી પણ બેઠાં છે !
હવે તમે શું કરશો ? વિચારો...
* * *
સૌથી પહેલાં તો તમારા મોબાઈલમાંથી ધડાધડ બે મિસ-કોલ મારીને કટ કરી નાંખો !
* * *
સામેથી જો રીંગ આવે (મોટે ભાગે તો નહિ જ આવે, પણ જો આવે) તો કટ કરી નાંખવાનો અને તરત જ સિમ કાર્ડ બદલીને બીજા સીમકાર્ડ પરથી સરને ફોન કરવાનો...
રીંગો વાગ્યા પછી સર કંટાળીને ફોન ઉપાડે તો કહેવાનું ‘‘સર, અમે લોકો કલાસમાં તમારી રાહ જોઈએ છીએ ! તમે ક્યારે આવવાના છો ?’’
* * *
થોડીવાર પછી ગર્લફ્રેન્ડના મોબાઈલ પરથી બીજો ફોન કરો ઃ
‘‘સર, તમે ક્યાં છો? અહીં બધા કહે છે કે પ્રિન્સીપાલ આપણા કલાસની સરપ્રાઈઝ વિઝીટે આવવાના છે !’’
* * *
આટલી સળી પછી પણ જો સર એમની સીટમાંથી ઊભા ના થાય તો ગર્લફ્રેન્ડના મોબાઈલમાં ત્રીજું સિમકાર્ડ નાંખીને મેસેજ મોકલાવો ઃ
‘‘એન્જોય ધ બ્યુટીફૂલ મૂવી, વિથ બ્યુટીફૂલ લેડી !’’
* * *
સર ઊંચાનીચા થઈને સીટમાંથી ડોકું ઊંચું કરીને આમતેમ જોવા લાગે કે તરત મેસેજ કરો ઃ
‘‘પ્લીઝ વોચ ધ મૂવી ! નોટ મિ !’’
* * *
હવે સર ખરેખર ગભરાઈ જશે. સીટ પરથી ઊભા થઈને ચારેબાજુ જોવા માંડશે ! એ વખતે મેસેજ ફટકારો ઃ
‘‘આઈ નો યુ આર વન્ડરીંગ વ્હેર આઈ એમ! મગર સર, મૈં તો મલ્ટીપ્લેક્સ કે બાહર ખડા હું !’’
* * *
જો સર સિનેમાહોલની બહાર એકલા જતા રહે તો તમારી ગર્લફ્રેન્ડે પેલી લેડીને જઈને પૂછવાનું ‘‘એકસ્ક્યુઝ મિ, અહીં કોઈ આવવાનું છે ?’’
* * *
અને જો સર પેલી લેડીની સાથે બહાર જતા દેખાય તો...
જલ્સા કરો, ફિલમ જુઓ! સર હવે નહિ આવે! અને આવશે તોય આજુબાજુ ડાફોળિયાં તો હરગિઝ નહીં મારે !
Share |
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved