Last Update : 24-July-2012, Tuesday

 

યુપીએના વ્યૂહાત્મક જીત; અણ્ણા હજારેનો મોરચો
સરકારના આત્મવિશ્વાસમાં વધારો ઃ પ્રણવના આજે શપથ

 

- સંગમાના ખભે બંદુક મુકવાના પ્રયાસ ભાજપમાં થાપ ખાઈ ગયું..

 

૧૩મા રાષ્ટ્રપતિ પદે પ્રણવ મુખરજી ચૂંટાઇ આવ્યા છે. ૨૫ જુલાઇએ શપથ સમારોહ છે. યુપીએ સરકારના આત્મવિશ્વાસમાં વધારો કરતી આ ઘટના છે. યુપીએ સરકાર આ શપથ સમારોહ બાદ અર્થાત આવતી કાલથી નીતિ વિષયક મુદ્દાઓને ચર્ચવાનું શરૂ કરશે. યુપીએ સરકારે રાષ્ટ્રપતિના જંગને પ્રતિષ્ઠાનો જંગ બનાવી દીધો હતો. સરકારને વિપક્ષ એનડીએના મત નહીં મળે તેની ખાત્રી હતી પરંતુ આડાફાટેલા સાથી પક્ષો કંઇક આડું ના વેતરે તેનો ડર હતો.
સમાચાર માઘ્યમો માટે પ્રણવની જીત અપેક્ષિત હતી. પરંતુ વિશ્વની સૌથી મોટી લોકશાહીના રાષ્ટ્રપતિની ચૂંટણી અને ઉમેદવાર માટે મતની ખેંચાખેંચી સૌને જોવા મળી હતી. હવે તખ્તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પર પહોંચશે. પ્રણવ વિરૂઘ્ધ સંગમા જેવી ફાઇટ અંસારી વિરૂઘ્ધ જસવંતસંિહનો જંગ જોવા મળશે.
છેલ્લા ચાર-પાંચ દિવસથી યુપીએ પ્રધાનમંડળમાં નંબર-ટુનો વિવાદ એનસીપીના નેતા શરદ પવારે શરૂ કર્યો હતો. કોંગ્રેસના પ્રિન્સ રાહુલ ગાંધીને મહત્વનો રોલ આપવાની વાત થઇ ત્યારથી શરદ પવારે નંબર-ટુ અંગેના વિવાદને વેગ આપ્યો હતો. અત્યાર સુધી પ્રણવ મુખરજી સરકારમાં નંબર-ટુની સાથે સાથે કટોકટી-નિવારક તરીકેની ભૂમિકામાં રહેતા હતા. શરદ પવારને કદાચ નંબર-ટુની પોઝીશન મળે તો પણ પ્રણવ મુખરજીવું જેવું ક્રાઇસીસ મેનેજમેન્ટનું કૌશલ્ય તે ધરાવતા નથી.
૨૦૧૪ની ચૂંટણીઓ વખતે સૌથી વઘુ સંખ્યા ધરાવતા પક્ષને પ્રણવ સરકાર રચવા બોલાવે તો કોંગ્રેસને સીધો લાભ મળે એવી આશા કોંગ્રેસના મેનેજરો રાખે છે પરંતુ હજુ ચૂંટણીઓ ૧૮ મહિના બાકી છે. પ્રણવ સિઘ્ધાંતવાદી છે; તે જો પ્રેક્ટીકલ અને સમાધાનકારી વલણવાળા હોત તો આજે વડાપ્રધાન હોત!! પરંતુ પ્રણવ આકરા અને એરોગન્ટ છે એટલે ચૂંટણી વખતે મદદમાં આવશે એવી કોંગ્રેસની આશા ઠગારી સાબિત થવાની છે.
એક તરફ દેશના ૧૩મા રાષ્ટ્રપતિ તરીકે પ્રણવ મુખરજીની જીતની જાહેરાત થઇ હતી જ્યારે બીજી તરફ હરિયાણાના રેવાડી ગામે કિસાનો અને પોલીસો વચ્ચે અથડામણ ચાલતી હતી. જમીન બાબતેના અનેક વિવાદો સહિતના પડકારોનો સામનો પ્રણવ મુખરજીએ કરવાનો છે.
રાષ્ટ્રપતિના હોદ્દાની રૂએ તે સીધા કોઇ નિર્ણય લઇ શકે નહીં પરંતુ સરકારને નિયંત્રણમાં ચોક્કસ રાખી શકશે. પ્રતિભા પાટીલના શાસનકાળમાં રાજ્યપાલોને બહુ માર્ગદર્શન મળતું નહોતું જેની ખોટ પ્રણવ મુખરજી પુરી શકે એમ છે.
રાષ્ટ્રપતિ પદે પ્રણવ ચૂંટાતા વિપક્ષ ભાજપ મુશ્કેલીમાં મુકાયો છે. રાષ્ટ્રપતિ પદ માટે એનડીએના નેતાઓએ ધાર્યું હોત તો સર્વસંમતિ ઊભી કરી શકત. એનડીએના નેતાઓએ પસંદ કરેલા ઉમેદવાર પી.એ. સંગમાને જ્યારે જેડી (યુ) જેવા મહત્વના સાથી પક્ષે નકારી કાઢ્‌યા છતાં વિપક્ષના નેતાઓની આંખ નહોતી ખુલી. સંગમાના નામે ભાજપ વઘુ સાથીપક્ષો ઊભા કરવા માગતું હતું પરંતુ બુમરેંગ સમાન થયું હતું. પી.એ. સંગમાને તેમના પક્ષ એનસીપીએ જાકારો આપ્યો હતો. સંગમાએ આદિવાસી ઉમેદવાર તરીકે તેમની જાતને પ્રોજેક્ટ કરી હતી પરંતુ અત્યાર સુધીના રાજકીય જીવનમાં પોતે આદિવાસી વર્ગ માટે શું કર્યું તે વિગતો આપી શક્યા નહોતા. એનડીએના નેતાઓ પોતાને ત્યાં જ સર્વસંમતિ મેળવી શક્યા નહોતા.
યુપીએ સરકારના રીસાયેલા સાથી પક્ષ તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનરજીએ જ્યારે પ્રણવને ટેકો આપવાની વાત કરી ત્યારે પ્રણવ બંગાળી મીઠાઇ ખાઇને જીતની ઉજવણી કરવા તત્પર બન્યા હતા. પ્રણવ મુખરજીની જીતની ઉજવણી જોઇને ભાજપના નેતાઓ પેટ ભરીને પસ્તાતા હશે. તેમના પક્ષ પાસે ઘણા નેતાઓ હતા છતાં તેમણે પી.એ. સંગમાને ખભે બંદુક મૂકીને ફોડવા પ્રયાસ કર્યો હતો જે ઉમેદવારી સાથે જ ફ્‌લોપ ગઇ હતી.
રાષ્ટ્રપતિનો હોદ્દો બંધારણીય સત્તા ધરાવે છે. પ્રણવ પાસે સામાન્ય પ્રજા ઘણી અપેક્ષાઓ રાખે છે. વિદાય લઇ રહેલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલની પસંદ રાજકીય તોડબાજીના પગલે થઇ હતી જ્યારે પ્રણવ સંપૂર્ણ લોકશાહી ઢબે ચૂંટાયા છે. દરેક રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાન થયું હતું. સમાચાર માઘ્યમોએ પ્રણવની પસંદગી, સંગમાની પસંદગી, તેની પાછળનું રાજકારણ, ક્રોસ વૉટંિગ વગેરેની જાનદાર મૂલવણી કરી હતી.
રાષ્ટ્રપતિ પદ એ પ્રજા માટે શૉ-કૅસ સમાન છે. રાષ્ટ્રપતિ દયાની અરજીના નિકાલના કામ પર વઘુ ઘ્યાન આપે છે. ભારતમાં નિર્દોષ લોકોના જાન લેનાર ત્રાસવાદીઓ સામેના ગુના સાબિત થઇ ગયા હોવા છતાં તેમને ફાંસી નથી અપાતી. રાષ્ટ્રપતિના હોદ્દાની મહત્વતા પ્રજાની આંખમાં ત્યારે વસશે કે જ્યારે તે અફઝલ ગુરૂ અને કસાબ જેવા અનેકને ફાંસીનો આદેશ આપશે.
ભારતનું રાજકારણ તકવાદી છે. પ્રણવના પ્રતિસ્પર્ધી એવા પી.એ. સંગમાએ આક્ષેપ કર્યો છે કે પ્રણવે સાંસદોના નાક દબાવીને મત લીધા છે. તેમણે સુપ્રીમના દ્વારે જવાનો નિર્ણય કર્યો છે.
પ્રણવ મુખરજીની જીત પાછળ યુપીએ સરકારની વ્યૂહાત્મક આગેકૂચ પણ રહેલી છે. સતત હારના ફટકા ખાતી કોંગ્રેસે રાષ્ટ્રપતિ પદની જીતના જંગને મનભરીને માણ્યો હતો. ઉપરાષ્ટ્રપતિ પદ પણ યુપીએ સરકાર માટે ઉજવણીનો મુદ્દો બની રહેવાનો છે.
આવતીકાલે યોજાનારો શપથ સમારોહ યુપીએ સરકાર માટે સફળતાનો સમારોહ બની રહેશે. આ બધા વચ્ચે શરદ પવારનો મુદ્દો પણ કેન્દ્ર સ્થાને રહેશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
માયાવતીએ બદલેલા આઠ જિલ્લાના નામને અખિલેશે નવેસરથી પાડયા
વધુ બે જણના મોત સાથે આસામ હિસામાં કુલ ૧૯ હોમાયા

યુરોપ કટોકટી પ્રબળ થતા ભારત સહિત વૈશ્વિક શેરબજારોમાં ગાબડાં

મારુતિના પ્લાન્ટમાં અધિકારીઓ માટે કોઇ સુરક્ષા નહોતી
સુપ્રીમે હજ યાત્રાળુઓના સરકારી ક્વોટામાં કરેલો ધરખમ ઘટાડો

ચેમ્પિયન બોલ્ટની ફિટનેસ અંગે ઘેરાતું રહસ્ય ઃ બ્લેક અપસેટ સર્જશે?

આજે રમાનાર બીજી વન ડે અમે જીતવાના ઈરાદા સાથે રમીશું
દોઢ વર્ષથી વધુ અરસા બાદ ગેલ વિન્ડિઝ તરફથી ટેસ્ટ રમશે
દુકાળ, યુ.એસ-યુરોપની કથળતી હાલતે વૈશ્વિક બજારોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૨૮૧ તૂટીને ૧૬૮૭૭
સોનામાં આગેકૂચ ઃ ચાંદી ઉંચેથી તૂટી ઃ વિશ્વબજારમાં જો કે બંને કિંમતી ધાતુઓમાં પડેલા ગાબડાં
વેચાણને જાળવી રાખવા FMCG કંપનીઓ એકશન પ્લાન ઘડશે
દેશમાં કોલસાની અભૂતપૂર્વ અછતથી વીજ ક્ષેત્રે કટોકટી જેવી સ્થિતિ

ધિરાણ નીતિ પૂર્વે રિઝર્વ બેન્કની આજે મહત્વની બેઠક

ભારતના એથ્લેટ્સ ઓલિમ્પિક્સમાં મેડલ જીતી શકે તેમ નથી લાગતું
સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને ૧૨ રનથી હરાવ્યું
 

 

 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved