Last Update : 24-July-2012, Tuesday

 

પરચૂરણ વેપારમાં એફડીઆઈનો લાભ માત્ર વિદેશી કંપનીઓને જ થશે

મલ્ટીબ્રાન્ડ રિટેઈલમાં ૧૦૦ ટકા વિદેશી મૂડીરોકાણ બાબતમાં આપણા વડા પ્રધાન અમેરિકાના રાષ્ટ્રપતિના દબાણ હેઠળ ઝૂકી ગયા હોવાની સ્પષ્ટ છાપ ઊભી થાય છે

આ વર્ષના પ્રારંભમાં કેન્દ્ર સરકારે પરચૂરણ વેપારમાં વિદેશી મૂડીરોકાણને મંજૂરી આપવાનો જે નિર્ણય કર્યો હતો તેને ભાજપ સહિતના વિપક્ષોના ઉગ્ર વિરોધને કારણે મોકૂફ રાખવાની સરકારને ફરજ પડી હતી. હવે અમેરિકાના દબાણ હેઠળ આપણા વડા પ્રધાન ફરીથી મલ્ટીબ્રાન્ડ રિટેઈલમાં એફડીઆઈને આવકારવા તૈયાર થઈ ગયા છે ત્યારે દેશના ચાર કરોડ નાના વેપારીઓ બેકાર થવાનો ભય ઊભો થયો છે.
થોડા સમય પહેલાં અમેરિકાના 'ટાઈમ' મેગેઝિને ભારતના વડા પ્રધાન મન મોહન સિંહ ઉપર કવર સ્ટોરી કરી હતી, જેમાં મલ્ટીબ્રાન્ડ રિટેઈલમાં વિદેશી મૂડીરોકાણને આવકારવાની બાબતમાં નિષ્ફળ જવા બદલ તેમની ટીકા કરવામાં આવી હતી. ત્યારબાદ અમેરિકાના પ્રમુખ ઓબામાએ પણ આર્થિક સુધારાઓને આગળ ધપાવવામાં નિષ્ફળતા બદલ મન મોહન સિંહની સરકારની ટીકા કરી હતી. અધૂરામાં પૂરું લંડનના 'ઈન્ડિપેન્ડન્ટ' દૈનિકે મન મોહન સિંહને 'શ્રીમતી સોનિયા ગાંધીની કઠપૂતળી' કહ્યા તેમાં પણ આર્થિક સુધારાઓની ધીમી ગતિ બદલ તેમની ટીકા કરવામાં આવી હતી. આ બધાં વિદેશી પરિબળોને કાંઈ ભારત પ્રત્યે પ્રેમ નથી ઉભરાઈ જતો કે આપણી સરકારને તેઓ આર્થિક સુધારાઓને આગળ ધપાવવા માટે દબાણ કરી રહ્યા છે. આપણા આર્થિક સુધારાઓમાં તેમની કંપનીઓનો લાભ છે. યુરોપ અને અમેરિકામાં વ્યાપી રહેલી મંદીમાંથી બહાર આવવા તેમને ભારતના અબજો ડોલરના માર્કેટની જરૃર છે. આ માટે તેઓ મલ્ટીબ્રાન્ડ રિટેલમાં વિદેશી મૂડીરોકાણ બાબતમાં આપણી સરકાર ઉપર દબાણ લાવી રહ્યા છે અને આપણી સરકાર પણ તેમના ઈશારે ચાલવા તૈયાર થઈ ગઈ છે.
આજથી ૪૦૦ વર્ષ પહેલાં ઈસ્ટ ઈન્ડિયા કંપની વેપાર કરવાને બહાને ભારતમાં આવી હતી અને તેણે છેવટે ભારતને ગુલામ બનાવ્યું હતું. આજે વિદેશી મૂડીરોકાણ લઈને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના આધુનિક અવતાર જેવી વોલ-માર્ટ કંપની ભારત આવવા માગે છે અને નાના વેપારીઓના હાથમાં જે વર્ષે ૩૩૦ અબજ ડોલરનું બજાર છે તે ઝૂંટવી લેવા માંગે છે. આપણા નાના વેપારીઓ પાસે એટલી મૂડી નથી કે તેઓ અબજો ડોલરની મૂડી લઈને આવનારી યુરોપ કે અમેરિકાની કંપની સાથે સ્પર્ધા કરી શકે. વળી આપણી સરકાર નાના વેપારીઓ અને મોટી કંપનીઓ વચ્ચે ભેદભાવ ઊભો કરી રહી છે. સરકારની નીતિઓ એવી છે કે તેમાં મોટી કંપનીઓ જ બચી શકે અને નાના વેપારીઓ પરેશાન થઈને ધંધો છોડી દે. સરકારની નીતિઓ જો મોટી કંપનીઓની તરફેણ ન કરતી હોય તો આપણા નાના વેપારીઓ પણ મોટી કંપનીઓ સાથે બાથ ભીડવાનું કૌવત ધરાવે છે.
અમેરિકાની જે કંપનીઓને અન્ય દેશોમાં ધંધો કરવાની છૂટ આપવામાં આવી છે તેઓ અનેક જાતની ગેરરીતિઓ આચરીને ગ્રાહકોને લૂંટતી હોવાનું જોવા મળ્યું છે. આ કંપનીઓ વિદેશની બજારોમાં જે પ્રોડક્ટ વેચે છે તેના કરતાં હલકી ગુણવત્તા ધરાવતી અને ક્યારેક હાનિકારક પ્રોડક્ટ પણ ભારતની બજારમાં વેચે છે. વિદેશોમાં જે સોફ્ટ ડ્રિન્ક્સ વેચાય છે, તેની બોટલ ઉપર તેના ઘટકોની યાદી લખી હોય છે. આપણે ત્યાં તેઓ જે પીણાંઓ વેચે છે, તેમાં આ ઘટકોની યાદી લખવાનું તેઓ જરૃરી માનતા નથી. તાજેતરમાં એવું બહાર આવ્યું છે કે ભારતમાં વેચાતાં હળવાં ઠંડાં પીણાંઓમાં અમુક માત્રામા દારૃ પણ હોય છે, જેની જાણ ગ્રાહકોને ક્યારેય કરવામાં આવતી નથી.
આપણા દેશમાં અત્યારે જે એક્સપ્રેસ હાઈવે અને રેલવેના ફ્રેઈટ કોરીડોર બની રહ્યા છે, તેના અબજો રૃપિયા ભારતની પ્રજા પાસેથી ટેક્સના રૃપમાં વસૂલ કરવામાં આવી રહ્યા છે. આ હાઈવે ભારતની પ્રજાના નહીં પણ વિદેશી કંપનીઓના લાભાર્થે બની રહ્યા છે.
વોલ-માર્ટ જેવી કંપનીઓ ભારતમાં આવશે ત્યારે તેમને પરચૂરણ દુકાનો માટે માલસમાનની મોટા પાયે હેરફેર કરવાની જરૃર પડશે. ઉદાહરણ તરીકે મુંબઈ-વડોદરા વચ્ચે સિક્સ લાઈનનો હાઈવે આપણા ટ્રાફિક માટે પૂરતો છે, તો પણ નવો સિક્સ લાઈન એક્સપ્રેસ હાઈવે આ વિદેશી કંપનીઓના લાભાર્થે જ બનાવવામાં આવી રહ્યો છે. તેના માટે ખેડૂતોની ફળદ્રુપ જમીન સસ્તામાં પડાવી લેવામાં આવી રહી છે. જો તેમણે ભારતમાં ધંધો કરવો હોય તો તેના માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ તેમણે પોતાના ખર્ચે જ તૈયાર કરાવવું જોઈએ. તેને બદલે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેઓ આપણા ખર્ચે તૈયાર કરશે અને કમાણી તેઓ પોતાના દેશમાં લઈ જશે. આપણી સરકારની નીતિઓ આ કંપનીઓને બેવડ વળીને મદદ કરવાની છે.
આપણા દેશની ટ્રેજડી એ છે કે કેન્દ્ર સરકાર જે અર્થશાસ્ત્રીઓની સલાહ ઉપર ચાલે છે, એ બધાએ વિદેશોની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યો છે અને વિદેશી કંપની માટે કામ કર્યું છે. આપણા વડા પ્રધાન નામાંકિત અર્થશાસ્ત્રી છે, પણ તેઓ અગાઉ વિશ્વ બેન્ક માટે કામ કરી ચૂક્યા છે, જેનું કામ મલ્ટીનેશનલ કંપનીઓનાં આર્થિક હિતોની રક્ષા કરવાનું છે. આપણા આયોજન પંચના ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહ અહલુવાલિયા અગાઉ ઈન્ટરનેશનલ મોનિટરી ફંડમાં નોકરી કરી ચૂક્યા છે, જેનું કામ પણ મહાસત્તાઓને આર્થિક લાભ કરાવી આપવાનું છે. વિદેશી રંગે રંગાયેલા આ અર્થશાસ્ત્રીઓને હૈયે દેશના નાના વેપારીઓનું નહીં પણ જાયન્ટ મલ્ટીનેશનલ કંપનીઓનું હિત સમાયેલું છે.
રિટેઈલમાં જ્યારે એફડીઆઈની વાત કરવામાં આવે છે ત્યારે હંમેશા એવું કહેવામાં આવે છે કે આપણા દેશની સપ્લાય ચેઈન નબળી છે. આ વાત કરનારાઓ પણ આપણા અર્થતંત્રની વાસ્તવિક પરિસ્થિતિથી અજાણ છે. આપણી લાઈફસ્ટાઈલ એવી રીતે ગોઠવાયેલી છે કે વસ્તુ જ્યાં પેદા થતી હોય ત્યાં જ તેનો વપરાશ કરવામાં આવે છે. આ કારણે લાંબી સપ્લાય ચેઈનની જરૃર પડતી નથી અને ટ્રાન્સપોર્ટ પાછળનો ખર્ચ બચી જાય છે. વિદેશી કંપનીઓ તેમના દેશમાં બનતો માલ આપણા ગ્રાહકોને વેચવા માંગે છે, માટે તેમને સપ્લાય ચેઈનની જરૃર પડે છે. આ સપ્લાય ચેઈન ઊભી કરવાની જવાબદારી વિદેશી કંપનીઓની છે, પણ આપણી સરકાર તેની પાછળ અબજો રૃપિયાનો વ્યય કરી રહી છે.
સપ્લાય ચેઈનની બાબતમાં ભારતની પ્રજાની જે કુશળતા છે, એવી કુશળતા મલ્ટીનેશનલ કંપનીઓ પાસે પણ નથી. મુંબઈના ડબ્બાવાળાઓ જે કુશળતાથી તાજાં ભોજનના લાખો ટિફિનની ઓછા ખર્ચે ડિલિવરી કરે છે તે જોઈને મલ્ટીનેશનલ કપનીના અધિકારીઓ પણ દિંગ થઈ જાય છે. આપણા જૂના આંગડિયાઓ જે કુશળતાથી માલસામાનની અને નાણાંની હેરફેર કરે છે, તેવી કુશળતા વિદેશી કુરિયર કંપનીઓ તેના કરતાં અનેક ગણા ખર્ચાઓ કરીને પણ હાંસલ કરી શકતી નથી. આપણા વિદેશી શિક્ષણ લેનારા જે નિષ્ણાતો આપણા દેશની સપ્લાય ચેઈન બાબતમાં શરમ અનુભવી રહ્યા છે, તેમને ખબર નથી કે સપ્લાય ચેઈનની બાબતમાં આપણે વિદેશીઓ કરતાં આગળ છીએ.
રિટેઈલમાં ૧૦૦ ટકા એફડીઆઈની છૂટ આપવામાં આવશે તેની સાથે આપણા દેશમાં બે નંબરની વિદેશી મૂડીનો પ્રવાહ પણ વહેવા લાગશે. આ નાણાં ડ્રગ્સના કે શસ્ત્રોના સોદાગરોના હશે તો પણ આપણને તેની ખબર પડશે નહીં. તાજેતરમાં બહાર આવ્યું છે કે બ્રિટનની એચએસબીસી બેન્કનો ઉપયોગ અબજો ડોલરના કાળાં નાણાંએ ધોળાં કરવા માટે થયો હતો. અત્યારે શેર બજારમાં પી-નોટ દ્વારા રોકાણ કરવાની જે છૂટ આપવામાં આવી છે તેમાં પણ ખરેખર રોકાણકારની ઓળખ છતી નથી થતી. ટેક્સ હેવન તરીકે ઓળખાતા દેશોનાં ખાતાંઓ દ્વારા માફિયાઓ, કેફી દ્રવ્યોના સોદાગરો અને શસ્ત્રોના દલાલો પણ આપણા દેશમાં મૂડીરોકાણ કરી શકશે. તેમની પાસે નાણાંનો જે જંગી જથ્થો હશે તેની સાથેની સ્પર્ધામાં આપણા નાના વેપારીઓનો તો કચ્ચરધાણ જ નીકળા જશે.
વિદેશોમાં જે જાયન્ટ શોપીંગ મોલ આવેલાં છે, તેના માલિકો કામદારોનું શોષણ કરવા માટે પણ બહુ જાણીતા છે. તેમની 'હાયર એન્ડ ફાયર'ની પોલીસીમાં જોબની કોઈ સલામતી નથી. આ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં કામ કરતી મહિલા કર્મચારીઓની જાતીય સતામણીની ઘટનાઓ પણ નિયમિત બનતી હોય છે. વળી આ શોપીંગ કોમ્પલેક્સના માલિકો પહેલાં પોતાનો માલ સસ્તામાં વેચીને નાના વેપારીઓને સ્પર્ધામાંથી આઉટ કરી દે છે અને પછી ભાવ વધારીને ગ્રાહકોનું પણ શોષણ કરે છે. વળી તેઓ જેમની પાસેથી માલની ખરીદી કરે છે, તેમને પણ નચાવે છે. આ સપ્લાયરનો બધો માલ તેઓ ખરીદી લે છે, પણ ગમે ત્યારે તેમને પડતાં મૂકીને તેમને દેવાળું ફૂંકવાની પરિસ્થિતિમાં પણ મૂકી દે છે.
ભારત એક સ્વતંત્ર અને સાર્વભૌમ દેશ છે. આપણા દેશના નેતાઓએ આર્થિક નીતિઓની બાબતમાં કે કોઈ નિર્ણય કરવાનો હોય તે માત્ર દેશની પ્રજાના અન ેવેપારીઓના હિતમાં સ્વતંત્ર દિમાગથી જ કરવો જોઈએ. કોઈ પણ વિદેશી સરકાર, કંપનીઓ કે નેતાઓના દબાણમાં આવીને તેમણે એવો નિર્ણય ન કરવો જોઈએ કે જેનાથી દેશના વેપારીઓ બરબાદ થાય અને વિદેશી કંપનીઓને ઘી-કેળાં થઈ જાય. મલ્ટીબ્રાન્ડ રિટેઈલમાં ૧૦૦ ટકા વિદેશી મૂડીરોકાણ બાબતમાં આપણી સરકાર જે નિર્ણય કરવા માંગે છે, તેમાં દેશનું હિત ઓછું છે અને વિદેશી કંપનીઓનું હિત વધુ છે. આ નિર્ણય અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાના અને મલ્ટીનેશનલ કંપનીઓના દબાણ હેઠળ કરવામાં આવી રહ્યો હોવાની પણ સ્પષ્ટ છાપ ઊભી થાય છે. માટે જ ભારતની પ્રજાએ અને નાના વેપારીઓએ પોતાની તમામ તાકાતથી તેનો વિરોધ કરવો જોઈએ.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved