Last Update : 24-July-2012, Tuesday

 
દિલ્હીની વાત
 

પ્રણવની રાહ જોતી ૧૧ ફાઈલો
નવી દિલ્હી, તા.૨૩
રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા પ્રણવ મુખર્જીએ લાંબી રાજકીય મજલ કાપી છે. દાયકાઓ પહેલાં ઈંદીરા ગાંધીની કેબીનેટમાં સ્થાન મેળવનાર આજે ભારતના પ્રથમ નાગરિક બન્યાં છે. જાણકાર સૂત્રોએ જણાવ્યું છે કે ૧૧ ફાઈલો તેમનું ધ્યાન ખેંચી રહી છે. આ ફાઈલોમાં સંસદ પર હુમલાની ઘટનાનો આરોપી અફઝલ ગુરૃ અને બિયંત સિંહના હત્યારા બલવંતસિંહનો સમાવેશ થાય છે. જો આ લોકોની દયાની અરજી તે ફગાવશે તો તેમના પુરોગામી એવા કે.આર. નારાયણન, અબ્દુલ કલામ અને પ્રતિભા પાટીલને અપનાવેલી પરંપરા તે તોડશે. આ ઉપરાંત ૨૦૧૪ની ચૂંટણીઓમાં સ્પષ્ટ ચુકાદો નહીં આવતો, રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન તેમજ રાજ્યપાલોની વરણી બાબતે પણ નિર્ણયો લેવા પડશે.
પ્રણવના ગુસ્સાનો
ભોગ કોણ બનશે ?
પ્રતિભા પાટીલ કરતા પ્રણવ મુખર્જીને લાંબો રાજકીય અનુભવ છે. એટલે તેમના પાસે ઘણી અપેક્ષાઓ રાખવામાં આવે છે. તેમણે જો કે કહ્યું છે કે મહત્વના એવા રાષ્ટ્રપતિ ભવન પાછળ જતા ખર્ચા પર તે નિયંત્રણ રાખશે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કલામની જે મતે વિદેશ સાથે સંબંધો મજબૂત બનાવશે. પરંતુ મહત્વની વાત એ છે કે તેમનો નવો હોદ્દો શું તેમનો ગુસ્સો ઓછો કરસે ખરું !! કેટલાક સાંસદો કહે છે કે હવે અમે તેમના ગુસ્સાનો ભોગ નહીં બનીએ, જો કે રાષ્ટ્રપતિ ભવનના સ્ટાફનું આવી બનવાનું છે !!
પાટીલનું પૂણેમાં ઘર તૈયાર નથી
પરંપરા એવી છે કે વિજય પછી નવા રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ ભવનની 'ગેસ્ટ વીંગ'માં રહે છે. પરંતુ પ્રણવ તો હાલના ૧૩, ટાલ કટોરા રોડ ખાતે રહેવાના છે. ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા એસ.એચ. કાપડીયા તેમને બુધવારે શપથ લેવડાવશે પછી તે શીફ્ટ થશે. શપથ લીધા પછી પ્રણવ, પ્રતિભા પાટીલ સાથે રાષ્ટ્ર્પતિ ભવન જશે. રાષ્ટ્રપતિ ભવન ખાતે ગાર્ડ ઓફ ઓનર મેળવ્યા બાદ તે પાટીલ સાથે તેમના નવા નિવાસ સ્થાન ૨, તઘલકલેન ખાતે જશે. પાટીલ કેટલોક સમય દિલ્હીમાં રહેશે કેમ કે તેમનું પૂણે ખાતેનું નિવાસ સ્થાન હજુ તૈયાર નથી થયું.
પ્રણવ દુર્ગા પૂજા
માટે નહીં જાય
રાષ્ટ્રપતિ પદના હોદ્દાની જવાબદારી અને પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને પ્રણવ તેમના પશ્ચિમ બંગાળના ગામમાં દુર્ગા પૂજા માટે નહીં જઈ શકે. પ્રણવ માટે આ દુર્ગા પૂજાનું મહત્વ હતું અને તેના માટે તે ખાસ સમય ફાળવતા હતા. ૨૦૦૮માં ભારત-અમેરિકા અણુકરાર પર સહી વખતે પણ તેમણે પૂજાને પ્રાધાન્ય આપ્યું હતું. પરંતુ હવે તે ચાર દિવસ ફાળવી શકે એમ નથી. આ સંજોગોમાં દુર્ગાની મૂર્તિ માટે રાજધાનીમાં જગ્યા શોધવી પડશે.
વરસાદ વિલન બને પણ ખરો
બુધવારે પ્રણવ મુખજીના શપથ છે ત્યારે બીજી તરફ હવામાન ખાતાએ ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. શપથ સમારોહનું આયોજન કરી રહેલા અધિકારીઓ આ આગાહીથી ચિંતિત છે. ગાર્ડ ઓફ ઓનર અને થાઉઝન્ડ સેલ્યુટના પ્રોગ્રામમાં બે કલાક થશે. આ પ્રોગ્રામમાં ૪૮ ઘોડાઓ પણ હશે. થાઉઝન્ડ સેલ્યુટમાં એક હજાર સૈનિકો ભાગ લેશે. વિદાય લેતા રાષ્ટ્રપતિ અને નવા વરાયેલા રાષ્ટ્રપતિને સેલ્યુટ કરવા સંસદથી રાષ્ટ્રભવન સુધી ૧૦૦૦ સૈનિકો ખડે પગે રહેશે. નવા રાષ્ટ્રપતિ જ્યારે જુના રાષ્ટ્રપતિને મળવા જે બગીમાં જશે તેને છ ઘોડા ખેંચતા હશે. જો વરસાદ પડશે તો શપથ સમારોહ દરબાર હોલ ખાતે શીફ્ટ કરવા પડશે. કેટલાક અધિકારીઓ યાદ કરતા કહે છે કે અબ્દુલ કલામના શપથમાં પણ વરસાદ પડયો હતો. ત્યારે વરસાદ વચ્ચે પણ કલામે સલામી ઝીલી હતી.
પ્રણવનાં પત્ની સંગીત પ્રેમી
૫૫ વર્ષ પહેલાં પ્રણવ સાથે લગ્ન કરનાર તેમની પત્ની સૂવરાની પોતાની પણ કેટલીક પસંદ છે. પ્રણવની પત્ની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે તે રવિન્દ્ર સંગીતના સીંગર છે. હાલમાં તે મ્યુઝીકલ ઈન્સ્ટ્રુમેન્ટની શોધમાં વ્યસ્ત છે. તે રાષ્ટ્રપતિ ભવનમાં ઈન્સ્ટ્રુમેન્ટ લઈ જશે તેમાં હાર્મોનીયમ અને તાનપુરાનો સમાવેશ થાય છે જે તમને બંગાળી મ્યુઝીક ડાયરેક્ટર ડી.એલ.ડે. એ ભેટ આપ્યા હતા.
-ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved