Last Update : 24-July-2012, Tuesday

 

કૈસે કહું મન કી બાત, બૈરી બલમવા દુઃખિયા કર ગયે...

સિનેમેજિક - અજિત પોપટ
 

બહુ ઓછા લોકો જાણતાં હોય એવી આ પોણો સો-સો વરસ જૂની વાતો તમે ક્યાંથી કાઢો છો એવી પૃચ્છાનો જવાબ ગયા શુક્રવારે આ સ્થાનેથી આપ્યો હતો. વડીલો કહેતાં કે મીઠાં બોર ખવરાવવાં, બોરડી ન દેખાડવી. પરંતુ સંગીત ક્યાં કોઇનો ઇજારો રહ્યો છે ! સંગીતને ન્યાત-જાત-કોમ-ભાષા કે પ્રદેશના સીમાડા નડતાં નથી. એેટલે આપણે તો તમને બોરડી પણ દેખાડી દીધી. તમે જૂનાં અને યાદગાર ગીતોના ચાહક હો, કદાચ સંગ્રાહક હો તો હેડંિગ તરીકે આપેલું આ મુખડું તમને જરૂર યાદ આવે. ન આવે તો બંદા હાજર છે. સંદેશપ્રધાન અને છતાં માણવા જેવી ફિલ્મો આપતા ફિલ્મ સર્જક બી આર ચોપરાને યાદ કરો. ૧૯૫૦ના દાયકામાં કુંવારી માતાની સમસ્યા આજના જેટલી વિરાટ પણ નહોતી અને વકરેલી પણ નહોતી. બહુ ઓછી કુંવારી માતા ચૂપચાપ પોતાનાં કાળજાના કટકાને પેટે પાટા બાંધીને ઊછેરતી. આમ છતાં ભવિષ્યનંુ જોઇ શકતા બી આર ચોપરાએ ૧૯૫૯માં ‘ઘૂલ કા ફૂલ’ નામે એક સરસ ફિલ્મ બનાવી હતી. રાજેન્દ્ર (જ્યુબિલી) કુમાર, માલા સંિહા, નંદા અને અશોક કુમાર જેવા ટોચના કલાકારો સાથેની આ ફિલ્મ ડાયરેક્ટર તરીકે યશ ચોપરાની પહેલી ફિલ્મ હતી. ચોપરા કેમ્પમાં રવિ હજુ કાયમી સંગીતકાર થયા નહોતા. ફિલ્મ નયા દૌરમાં ઓ પી નય્યર સંગીતકાર હતા. બી આર ચોપરાની વેશ્યા જીવન પર આધારિત ફિલ્મ સાધના (ઔરતને જનમ દિયા મરદોં કો મરદોં ને ઉસે બાઝાર દિયા) અને ઘૂલ કા ફૂલમાં એન દત્તા હતા. એન દત્તાએ એસ ડી બર્મનના સહાયક તરીકે કારકિર્દી શરૂ કરી હતી. મૂળ નામ દત્તા નાઇક. ગોવાના હતા. ઓ પી નય્યર અને મદન મોહનની જેમ દત્તા નાઇક કાનસેન હતા. તેમણે રચેલું ઘૂલ કા ફૂલ ફિલ્મનું એક ગીત તો ચિરંજીવ ગણાય. ‘તૂ હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ હૈ ઇન્સાન બનેગા..’
આ ઘૂલ કા ફૂલ ફિલ્મમાં દત્તા નાઇકે એક પ્રાચીન ઠુમરીને પુનર્જીવિત કરી હતી. મૂળ આ ઠુમરી અમાનત અલી ખાં, લક્ષ્મી શંકર અને શોભા ગુુર્ટુ વઘુ ગાતાં. મૂડમાં હોય ત્યારે બડે ગુલામ અલી ખાં પણ ગાઇ નાખતા. વઘુ તો લક્ષ્મી શંકર અને શોભા ગુર્ટુના કંઠે સાંભળવા મળતી. મૂળ ઠુમરીનું મુખડું કંઇક આ પ્રકારનું હતુંઃ ‘કાસે કહું મન કી બાત સખીરી, પ્રીત ન પરખી હમરી, બૈરી બલમવા દુઃખિયા કર ગયે...’ ચૌદ માત્રાના દીપચંદી તાલમાં આ ઠુમરી મોટે ભાગે મિશ્ર ખમાજમાં ગવાતી. (ખમાજ તો તમને યાદ હશે જ ફિલ્મ બુઢ્ઢા મિલ ગયામાં મન્નાડેએ આર ડી બર્મનના સંગીતમાં ગાયેલું ‘આયો કહાં સે ઘનશ્યામ...’ગીત ખમાજમાં હતું) ઠુમરી ગાયકો મૂળ રાગમાં વિસંવાદી કે વર્જ્ય સ્વરો કલાત્મક રીતે ઉમેરીને ચીજ (ગીત)ના શબ્દોને એવા લાડ લડાવતા કે સાંભળનારા સતત ડોલ્યા કરે, ઝૂમ્યા કરે. એન દત્તાએ હંિમત કરીને એક પ્રયોગ કર્યો હતો. આ ફિલ્મનાં ગીતોમાં મહંમદ રફી, મહેન્દ્ર કપૂર (ખાસ કરીને તેરે પ્યાર કા આશરા ચાહતા હું વફા કર રહા હું વફા ચાહતા હું..માં) અને લતાજીની સાથોસાથ દત્તાએ ધીમે ધીમે ભૂલાવા લાગેલી ગાયિકા સુધા મલ્હોત્રાના કંઠનો પણ ઉપયોગ કર્યો હતો. દત્તા સાથે પહેલીજ ફિલ્મથી જોડી બનાવનારા ગીતકાર સાહિર લુધિયાનવીએ મૂળ ઠુમરીના ભાવને અખંડ રાખીને લખેલું ગીત એટલે તમે હેડંિગમાં વાંચ્યું એ ‘કૈસે કહું મન કી બાત હાં, કૈસે કહું મન કી બાત, બૈરી બલમવા દુઃખિયા કર ગયે, સુખ કો લે ગયે સાથ, હર આહટ પે આંખ લગાયે, બૈઠી રહી મૈં સેજ સજાયે, પ્રીત ભી જૂઠી, મીત ભી જૂઠે, ઠેસ લગી ઔર સપને તૂટે, નૈનન જલ મેં ડૂબ કે રહ ગયી, મઘુર મિલન કી રાત, કૈસે કહું મન કી બાત...’
મૂળ વિરહનો ભાવ. અસલની ઠુમરીની નજાકતને જાળવવાનો એન દત્તા અને સુધા મલ્હોત્રા બંનેનો સંનિષ્ઠ પ્રયાસ. આ ગીત આજે પણ સાંભળો તો ગમગીન થઇ જવાય એવું કામ એન દત્તાએ કરી બતાવ્યું છે. અન્ય સંગીતકારોની તુલનાએે દત્તા નાઇકે ઓછી ફિલ્મો કરી પરંતુ કામ ઉત્કૃષ્ટ કરી બતાવ્યું એે કહેવું પડે. મૂળ તો પ્રાચીન બંદિશોને આઘુનિક વાઘાં પહેરાવી-સજાવીને આમ આદમીને મોજ પડે અને એ સહજપણે માણી શકે એવું ભગીરથ કહી શકાય એવંુ કામ આ ફિલ્મ સંગીતકારોએ કર્યું છે એ હકીકત આપણે કદી ભૂલી શકીએ નહીં. એ રીતે આપણે આ સંગીતકારોના ૠણી છીએ. ફિલ્મ સંગીતનો એ સુવર્ણયુગ ફરી પાછો આવશેે એવો નૌશાદનો આશાવાદ ભલે ઉમદા હતો. પરંતુ ૧૯૪૬થી ૧૯૬૯-૭૦ વચ્ચેના સમયગાળામાં જે ગીત-સંગીત આપણને મળ્યાં એ ફરી પાછાં કદી મળશે કે કેમ એ સવાલનો જવાબ શી રીતે મળે ?

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
માયાવતીએ બદલેલા આઠ જિલ્લાના નામને અખિલેશે નવેસરથી પાડયા
વધુ બે જણના મોત સાથે આસામ હિસામાં કુલ ૧૯ હોમાયા

યુરોપ કટોકટી પ્રબળ થતા ભારત સહિત વૈશ્વિક શેરબજારોમાં ગાબડાં

મારુતિના પ્લાન્ટમાં અધિકારીઓ માટે કોઇ સુરક્ષા નહોતી
સુપ્રીમે હજ યાત્રાળુઓના સરકારી ક્વોટામાં કરેલો ધરખમ ઘટાડો

ચેમ્પિયન બોલ્ટની ફિટનેસ અંગે ઘેરાતું રહસ્ય ઃ બ્લેક અપસેટ સર્જશે?

આજે રમાનાર બીજી વન ડે અમે જીતવાના ઈરાદા સાથે રમીશું
દોઢ વર્ષથી વધુ અરસા બાદ ગેલ વિન્ડિઝ તરફથી ટેસ્ટ રમશે
દુકાળ, યુ.એસ-યુરોપની કથળતી હાલતે વૈશ્વિક બજારોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૨૮૧ તૂટીને ૧૬૮૭૭
સોનામાં આગેકૂચ ઃ ચાંદી ઉંચેથી તૂટી ઃ વિશ્વબજારમાં જો કે બંને કિંમતી ધાતુઓમાં પડેલા ગાબડાં
વેચાણને જાળવી રાખવા FMCG કંપનીઓ એકશન પ્લાન ઘડશે
દેશમાં કોલસાની અભૂતપૂર્વ અછતથી વીજ ક્ષેત્રે કટોકટી જેવી સ્થિતિ

ધિરાણ નીતિ પૂર્વે રિઝર્વ બેન્કની આજે મહત્વની બેઠક

ભારતના એથ્લેટ્સ ઓલિમ્પિક્સમાં મેડલ જીતી શકે તેમ નથી લાગતું
સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને ૧૨ રનથી હરાવ્યું
 

 

 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved