Last Update : 24-July-2012, Tuesday

 

૨૦૧૪ની ચૂંટણીને ૧૮ મહિના બાકી છે, તે ઘણો સમય છે
યુપીએ સરકારે સુધારણાના પગલા લેવા જોઇએ

ઓનલાઇન - અરૃણ નહેરૃ
 

આજની સ્થિતિની વાત કરીએ તો પીએમ/એફએમ (પ્રાઇમ મિનિસ્ટર અને ફાયનાન્સ મિનિસ્ટર)ની ટીમ સુધારણાના પગલા લઇ રહી છે. તેમના પ્રયાસોમાં તે સફળ નીવડે એવી આ તબક્કે શુભેચ્છા આપી શકાય. મારી દ્રષ્ટિને હું બહુ નેગેટીવ નહીં થવા દઉં. પરંતુ છેલ્લી દશ વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રજાએ બતાવેલા મત આપવાનો ટ્રેન્ડ અને પસંદ જોતા લાગે છે કે કોંગ્રેસે સુધારો કરવાની હજુ ઘણી જરૃર છે. જો કે સામાન્ય ચુંટણીઓ આડે ૧૮ મહિના બાકી છે તે સમયગાળો સુધરવા માટે ઘણો છે. કોંગ્રેસ કેટલાક સારા કામો કરી બતાવે તો ભૂતકાળમાં ઉભી થયેલી નેગેટિવ સ્થિતિને ભૂલાવી શકે. આપણી નજર સામે વશ્વિક કટોકટી પણ છે. હાલમાં આપણે ૬ થી ૬.૫ ટકાના ગ્રોથ સાથે આગળ વધી રહ્યા છે ત્યારે આટલું બધું ટેન્સન અને કાગારોળ શેના માટે??
૨૦૧૩-૨૦૧૪ને નજરમાં રાખીને એસેસમેન્ટ કરાઇ રહ્યું છે મને લાગે છે કે છેલ્લી દશ વિધાનસભાની ચૂંટણીઓના ટ્રેન્ડ પર તાત્કાલિક કહી ના શકાય કે ભવિષ્યમાં શું થવાનું છે. આપણે ત્રણ મોટા રાજ્યો યુપી (ઉત્તરપ્રદેશ), તમિળનાડુ અને પશ્ચિમ બંગાળ પર વિચાર કરીએ.
આપણે પ્રથમ ઉત્તર પ્રદેશ પર નજર કરીએ. અહીં ૮૦ બેઠકો છે અને ૨૦૦૯ની ચૂંટણીઓમાં વેરવિખેર ચુકાદો આવ્યો હતો.(જુઓ બોક્ષ-૧)
૨૦૦૯ની લોકસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસે સમગ્ર ભારતમાંથી ૨૦૬ બેઠકો મેળવી હતી. દરેક રાજ્યમાં પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો જેમાં ઉત્તર પ્રદેશ બાકાત નહોતું. કોંગ્રેસે ત્યારે તેની કામગીરીના પગલે ચમત્કાર સર્જી બતાવ્યો હતો. ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં ત્રણ વર્ષ પછી વિધાનસભાનો ચૂંટણી જંગ આવ્યો ત્યારે ત્યારે સમાજવાદી પક્ષ છવાઇ ગયો હતો જેમાં સત્તાધારી બહુજન સમાજવાદી પાર્ટી તેમજ કોંગ્રેસ અને ભાજપે પછડાટ ખાધી હતી. રાજકીય હનીમૂન ટૂંકાગાળા માટે હોય છે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશ યાદવે જુના જોગીઓ સાથે શરૃઆતમાં બેસવાનું શરૃ કરીને વહિવટ શરૃ કર્યો હતો. જો કે ૨૦૧૪ની ચૂંટણીઓ આડે હજુ ૧૮ મહિના બાકી છે. જો આજનો ટ્રેન્ડ ચાલુ રહેશે તો મને લાગે છે કે ભાજપ મજબૂત બનીને બહાર આવશે તેમજ ભાજપ અને કોંગ્રેસ બંને વિધાનસભામાં મેળવેલી બેઠકો કરતાં વધુ સારો દેખાવવ કરીને બહાર આવશે એમ લાગી રહ્યું છે.
આ તબક્કે સમાજવાદી પક્ષે ઉજવણીની સ્થિતિમાં છે કેન્દ્રમાં મહત્વના નિર્ણયો પર તે નિયંત્રણ રાખી શકે એમ છે કેમકે યુપીએ સરકાર સભ્ય સંખ્યા પર આધારિત છે. ઉત્તર પ્રદેશનો ફાયનાન્સીયલ પાવર પણ વધશે પરંતુ શું તેથી ઇમેજ નહીં બગડે!? પૈસો અને મસલ પાવર ચૂંટણીમાં કામ કરતો નથી. માયાવતી અને તેમની બહુજન સમાજવાદી પાર્ટી આ બંનેનો ઉપયોગ કરવાના કારણે હાર્યા છે. આ અગાઉ મુલાયમસિંહ યાદવ જ્યારે હાર્યા ત્યારે તેમણે આ મુદ્દા અપનાવ્યા હતા હવે જો મુલાયમ અને તેમનો પુત્ર સુચારુ વહિવટ ચૂકશે તો તેમની પણ માયાવતી જેવી દશા થશે. સમાજવાદી પક્ષના સુપ્રિમો આ બધી વાતોને જાણે છે. જુઓ બિહારમાં લાલુ પ્રસાદ યાદવના ભાવિ સાથે શું થયું!! ક્રિમિનલ માફીયાઓ જેલમાં લહેર કરી રહ્યા છે બિહારમાં રાજકીય ભાવિ ઝડપભેર બદલાઇ રહ્યું છે. જો ઉત્તર પ્રદેશમાં પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળશે તો તેની પણ આવી જ દશા થશે. બહુજન સમાજવાદી પાર્ટી અને તેના સુપ્રિમો વિકલ્પ તરીકે કામ આવે છે. સુપ્રિમ કોર્ટે માયાવતીને રાહત આપતા તે સમાજવાદી પક્ષ માટે ખતરો બની શકે એમ છે. મ્યુનિસિપલ ચૂંટણી જંગમાં ૧૨માંથી ૯ ચૂંટણી ભાજપે જીતી છે. સત્તાધારી પક્ષે આ ટ્રેન્ડ પ્રત્યે બેદરકાર ના રહેવું જોઇએ.
તમિળનાડુમાં અન્નાડીએમકેની તરફેણમાં નાટકીય પરિવર્તન દેખાઇ રહ્યું છે.(જુઓ બોક્ષ-૨)
અન્નાડીએમકેનું ડીએમકે સાથેનું જોડાણ બહુ ચાલ્યુ નથી. ડીએમકેમાં ખળભળાટ એટલા માટે છે કે તેના ડઝન ઉપરાંતના પ્રધાનોને ત્યાં રેડ પડી છે. અને તેમની ધરપકડ કરાઇ છે. જ્યારે ડીએમકેમાં ૨-૪ કૌભાંડના ભ્રષ્ટાચારના આક્ષેપોના પગલે આંતરિક ખેંચાખેંચી મોટાપાયે વધી છે. જેના કારણે અન્નાડીએમકેને મળી રહેલા પ્રજાના ટેકાને તે ઓછો કરી શકતા નથી. મને લાગે છે કે ૨૦૦૯ની સ્થિતિ ૨૦૧૪માં વિપરીત થઇ શકે છે. ૨૦૧૪માં અન્નાડીએમકે અને તેના સાથીઓ ૩૦ જેટલી બેઠકો જીતી જશે જ્યારે ડીએમકે અને કોંગ્રેસ ૯-૧૦ બેઠકો પર આવી જશે.
પશ્ચિમ બંગાળની સ્થિતિ પણ ઉત્તર પ્રદેશ જેવી છે, અહીં પણ પોલીટીકલ હનીમૂનની સ્થિતિ અનુસાર લખ્યું છે. ટીએમસી અહીં પ્રેશર હેઠળ છે. મમતા બેનરજી કરિશ્માથી ભરેલા નેતા છે પરંતુ આજની સ્થિતિ તે એકલા કંઇ કરી શકે નહીં. તે જો તેમનું ગુસ્સાભર્યું વર્તન ચાલુ રાખશે તો રાજકીય ક્ષેત્રે તેમજ મતદારોના ક્ષેત્રે નેગેટીવ ઇમેજ ઉભી થશે. ૨૦૦૯માં તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણીમાં જે દેખાવ કર્યો હતો તે કદાચ આ તબક્કે તે બતાવી શકે તેમ નથી તો બીજી તરફ કોંગ્રેસ અને ડાબેરી મોરચો પણ તેમની જગ્યા લઇ શકે એમ નથી પરંતુ ત્રિપાંખિયો જંગ રચાય તો સીપીઆઇ(એમ)ને લાભ થાય એમ છે.(જુઓ બોક્ષ-૩)
ઉપરોક્ત આંકડા દર્શોવે છે કે ટીએમસી અને કોંગ્રેસ સારૃં જોડાણ બની શકે એમ છે પરંતુ ભારતના રાજકારણમાં આંકડાઓનું લોજીક ભાગ્યે જ સાચું પડતું હોય છે.
૨૦૦૯ની ચૂંટણીઓ બાદ કેન્દ્રમાં બે રાજકીય પક્ષો પાસે ૧૦૦થી વધુ બેઠકો છે આ પક્ષો ભાજપ અને કોંગ્રેસ અંગે આગામી કેટલાક અઠવાડિયામાં સ્થિતિ સ્પષ્ટ થશે.(જુઓ બોક્ષ-૪)
હજુ આપણી સામે ચૂંટણી આડે ૧૮ મહિના બાકી છે. પરંતુ કોંગ્રેસ માટે રાજસ્થાન અને ભાજપ માટે કર્ણાટકમાં સ્થિતિ ગંભીર છે. જો અહીં પંજાબ, હરિયાણા, તમિળનાડુ, ઓરિસ્સા,યુપી, બિહારનો ઉમેરો નથી કર્યો કેમ કે અહીં પ્રાદેશિક પક્ષો જંગમાં હશે. મોટાભાગના રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોને વધુ લાભ થશે. હાલની સ્થિતિ પરથી એવો અંદાજ બાંધી શકાય કે ૨૦૧૪માં કોંગ્રેસ અને ભાજપ બંનેને ૧૨૦-૧૩૦ બેઠકો મળી શકે એમ છે.

 

(બોક્ષ-૧)

રાજ્ય

બેઠકો

કોંગ્રેસ

ભાજપ

સ.પા.

બ.સ.પા

રા.લોકદળ

અન્ય

ઉત્તરપ્રદેશ

૮૦

૨૧

૧૦

૨૩

૨૦

(બોક્ષ-૨)

રાજ્ય

બેઠકો

કોંગ્રેસ

ડીએમકે

અન્નાડીએમકે

એમડીએમકે

ડાબેરી

અન્ય

તમિળનાડુ

૩૯

૧૮

(બોક્ષ-૩)

રાજ્ય

કુલ બેઠકો

કોંગ્રેસ

ટીએમસી

ડાબેરી

ભાજપ

પશ્ચિમ બંગાળ

૪૨

૨૦

૧૫

(બોક્ષ-૪)

રાજ્ય

કુલ બેઠકો

કોંગ્રેસ

ભાજપ

અન્ય

આસામ

૧૪

છત્તીસગઢ

૧૧

૧૦

-

હિમાચલપ્રદેશ

 

ઝારખંડ

૧૪

ગુજરાત

૨૬

૧૧

૧૫

 

કર્ણાટક

૨૮

૧૯

મધ્યપ્રદેશ

૨૯

૧૨

૧૬

મહારાષ્ટ્ર

૪૮

૧૭

૨૨

રાજસ્થાન

૨૫

૨૦

-

દિલ્હી

-

-

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
માયાવતીએ બદલેલા આઠ જિલ્લાના નામને અખિલેશે નવેસરથી પાડયા
વધુ બે જણના મોત સાથે આસામ હિસામાં કુલ ૧૯ હોમાયા

યુરોપ કટોકટી પ્રબળ થતા ભારત સહિત વૈશ્વિક શેરબજારોમાં ગાબડાં

મારુતિના પ્લાન્ટમાં અધિકારીઓ માટે કોઇ સુરક્ષા નહોતી
સુપ્રીમે હજ યાત્રાળુઓના સરકારી ક્વોટામાં કરેલો ધરખમ ઘટાડો

ચેમ્પિયન બોલ્ટની ફિટનેસ અંગે ઘેરાતું રહસ્ય ઃ બ્લેક અપસેટ સર્જશે?

આજે રમાનાર બીજી વન ડે અમે જીતવાના ઈરાદા સાથે રમીશું
દોઢ વર્ષથી વધુ અરસા બાદ ગેલ વિન્ડિઝ તરફથી ટેસ્ટ રમશે
દુકાળ, યુ.એસ-યુરોપની કથળતી હાલતે વૈશ્વિક બજારોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૨૮૧ તૂટીને ૧૬૮૭૭
સોનામાં આગેકૂચ ઃ ચાંદી ઉંચેથી તૂટી ઃ વિશ્વબજારમાં જો કે બંને કિંમતી ધાતુઓમાં પડેલા ગાબડાં
વેચાણને જાળવી રાખવા FMCG કંપનીઓ એકશન પ્લાન ઘડશે
દેશમાં કોલસાની અભૂતપૂર્વ અછતથી વીજ ક્ષેત્રે કટોકટી જેવી સ્થિતિ

ધિરાણ નીતિ પૂર્વે રિઝર્વ બેન્કની આજે મહત્વની બેઠક

ભારતના એથ્લેટ્સ ઓલિમ્પિક્સમાં મેડલ જીતી શકે તેમ નથી લાગતું
સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને ૧૨ રનથી હરાવ્યું
 

 

 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved