Last Update : 24-July-2012, Tuesday

 

અપકીર્તિની મેઘલી રાત પછી નિર્મળ કીર્તિવંત પ્રભાત ઊગવાનું છે !
છૂપા પ્રેમની આગ વેરની તરસ બની ગઈ !

ઇંટ અને ઇમારત - કુમારપાળ દેસાઇ
આજની વાત
બાદશાહ ઃ બીરબલ, ભારતના શા ખબર છે ?
બીરબલ ઃ જહાંપનાહ, પહેલાં ભારતમાં રાજકારણ રાજધર્મ સાથે જોડાયેલું હતું, આજે એણે ધર્મ-પરિવર્તન કર્યું છે ?
બાદશાહ ઃ શું ?
બીરબલ ઃ જહાંપનાહ, હવેનું રાજકારણ ‘ગઠબંધનના ધર્મ’ મુજબ વર્તે છે.

 

- સારી આલમકો જીતનેવાલા.
આપને આપ સે હાર જાતા હૈ.
જો અપને આપકો જીત લેતા હૈ,
તો સારી આલમ હાર જાતી હૈ.

 

હંમેશાં સ્તુતિનું બીજું પાસું નંિદા છે. સ્તુતિ શરૂ થાય એટલે એની પાછળ ક્યાંક, કોઈક ઠેકાણેથી નંિદાનું આગમન અનિવાર્ય બને છે. ભગવાન બુદ્ધની પવિત્રતાએ સમગ્ર દેશ પર પ્રભાવ પાડ્યો. નગર અને જનપદોમાં એમનો ભક્તસમુદાય સારા પ્રમાણમાં વૃદ્ધિ પામ્યો હતો. પ્રશંસા તો એમની, પ્રતિષ્ઠા તો એમની, પૂજા તો એમની ! પૂજામાંથી તેજોદ્વેષ જન્મ્યો. પરિવ્રાજકોએ બુદ્ધને પોતાના માર્ગના કંટક સમા ગણ્યા. માર્ગમાંથી એ કાંટાને મૂળસહિત ઉખેડી નાખવાનો નિરધાર કર્યો. શસ્ત્ર તો તેઓ વાપરવા માગતા નહોતા. શસ્ત્રથી હત્યા કરવાનો પ્રયોગ એટલો હંિસક પણ નહોતો ! આ તો વગર શસ્ત્રે માણસને જીવતો હણીને જીવતું મોત આપવાની તરકીબ હતી.
પરિવ્રાજકોની નજર આ સમયે સુંદરી નામની સ્વરૂપવાન પરિવ્રાજિકા પર પડી. જેવું નામ તેવું રૂપ અને જેવું યૌવન તેવો અભિસાર. કોઈ મહાન કે સમર્થ પુરુષની અભિસારિકા બનવાની એના દિલમાં તીવ્ર ઝંખના હતી. પરિવ્રજકોએ કહ્યું, ‘સુંદરી, આપણા પરિવ્રાજક સમાજને જીવાડવા તારે શ્રમ લેવો પડશે.’
‘અરે હું સમાજને ઉપયોગી ઠરું, એનાથી રૂડું શું ? મને કામ ચીંધો.’ સુંદરીએ કહ્યું.
સંન્યાસના વાઘા દેહ પર હતા, પણ અંતરમાં કષાયની કડાઈ ધગધગતી હતી. કેટલાક માણસો વિચાર વગર ગતાનુગતિક મહાકાર્યનો આરંભ કરે છે. અને પછી પસ્તાય છે. એમાંની સુંદરી એક હતી. ‘સુંદરી, બુદ્ધની પ્રતિષ્ઠાએ આપણી પ્રતિષ્ઠા ઘટાડી છે. હવે એમની પ્રતિષ્ઠા ઘટાડીએ તો આપણી પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત થાય. પરિવ્રાજકોને પૂરતી ભિક્ષા મળતી નથી, ને બુદ્ધના સાઘુ શીરોપૂરી જમે છે.’ પરિવ્રાજકોએ કહ્યું.
‘કમે આજ્ઞા કરો, તે હું કરું.’
‘બુદ્ધ અત્યારે જેતવનમાં છે. તારે ત્યાં રોજ રાતે જવું, રાત્રિનિવાસ કરવો અને સવારે પાછા આવવું. રસ્તે આવતાં-જતાં તારી મારકણી આંખો નચાવતી રહેજે, તારી લટકાળી ચાલે ચાલજે. લોકો પૂછે ત્યારે બુદ્ધ સાથેના રાત્રિનિવાસની મીઠા મીઠી વાતો કરજે. વાત ધીરે ધીરે અને મલવીને કહેજે, જેથી જનસમુદાય એકઠો થાય. કહેતી વખતે ચહેરા પર નિર્દોષ ભાવ રાખજે અને ભજીને રસઝરતી રાખજે.’
‘વારુ, વારુ. એ તો મને બરાબર આવડશે. આ તો મારું કામ. એમાં કશું કહેવાનું ન હોય.’ આ કળા તો સુંદરીને હસ્તગત હતી. પરિવ્રાજિકોનો આ બાબતમાં આંતરતોષ પણ હતો.
‘તો જા, સુંદરી ! તારો માર્ગ મંગલમય હો. બુદ્ધ આમ તો સાવ અકંિચન છે, પણ સંસારમાં કાંચન અને કામિનીનું પરિબળ અજબ છે. એ પરિબળ બુદ્ધ પર કામ કરી જાય, તો અમને એ ઈષ્ટ છે. તારું સમાજસેવિકાનું કલ્યાણ હો ! તારા કોડ પૂરા હો !’ પરિવ્રાજકોએ કહ્યું. એમાં અભિનંદન અને આશીર્વાદ બંને હતા. સુંદરી માટે સમાજસેવા અને આત્મતોષ પણ હતાં.
પ્રજ્ઞા અને શીલના એ પૂજારીઓ હતા, પણ એમનો તેજોદ્વેષ સીમા વટાવી ગયો હતો. બુદ્ધની અપ્રતિષ્ઠા કરવા માટે ગમે તે પાપ આચરવા તેઓ તૈયાર હતા. બીજી સાંજે સુદરી જેતવન જવા નીકળી. વસ્ત્ર તો એનાં એ હતાં - પણ છટા જુદી હતી. અંદરમાં રહેલી વિષયવૃત્તિનો છોડ આજે જાણે પાંગર્યો હતો, અને એને પુષ્પ બેઠાં હતાં. વસંતની બહાર લઈને કોકિલાની જેમ ટહુકતી સુંદરી ચાલી. બુદ્ધ જેવો પિયુ મળે, તો તો અંતરના મઘુની સરિતા બે કાંઠે વહે.
બુદ્ધને જેવો માન્ય હતા હતા તેવા જ નીકળ્યા. કાંચન-કામિનીનું પરિબયળ નિરર્થક થયું. જે નવજવાન ક્ષત્રિય રાજકુમારને રસિક માન્યો હતો, એ તો સાવ પથ્થર નીકળ્યો. કામિનીનાં કામણ કામ ન આવ્યાં. સુંદરીની છૂપા પ્રેમની આગ હવે વેરની તરસ બની ગઈ. એ રોજ સાંજે જેતવન જતી અને રોજ પ્રભાતકાળે જેતવનમાંથી પાછી ફરતી. માર્ગમાં નગરજનો મળતાં. તેઓ પૂછતાં, ‘સુંદરી ! ક્યાંથી, આટલી વહેલી સવારે ?’
‘ગૌતમ બુદ્ધ પાસેથી.’ સુંદરી કહેતી.
‘બુદ્ધ પાસે રાતે શા માટે ?’
‘બુદ્ધ મહાયોગી છે, ને ! અમે બંને રાતે એકાંતમાં યોગ સાધીએ છીએ. સુંદરી ઊજાગરે ઘેરાયેલી આંખોને નચાવતી કહેતી.’
‘અરે, તું શું કહે છે ?’
‘સાચું કહું છું. એ તો જેમ મોટું ઢોલ, એમ માંહે મોટું પોલ. પણ તમે મૂર્ખા...’ ને વાત અડધે રાખી સુંદરી આગળ વધી જતી.
કર્ણોપકર્ણ આ વાત નગરમાં ફેલાઈ. કેટલાક લોકો ખાતરી કરવા વહેલી સવારે જેતવન જવાના માર્ગ પર આવીને ઊભા રહેતા. લટકાળી સુંદરી નીકળતી, કે તેઓ તરત એની પાસે જતા. સુંદરી પોતાની અલકલટો છૂટી રાખતી, નીવી ઢીલી રાખતી. છાતી પરતી વારંવાર વસ્ત્ર સરકાવી દેતી, ભારે શ્રમિત હોય એમ કાયાના કટકા કરી નાખતી. ઊંઘના ભારે મદભર લોચનિયાં બિડાયેલાં જ રહેતા હોય તેમ ડોળ કરતી. સહુ પૂછતાં, ‘ક્યાં જઈ આવી રે સુંદરી !’
‘રસિયા પ્રીતમ બુદ્ધ પાસે.’
‘અરે, શું બુદ્ધ પાસે ? વાહ રે અલબેલી ! યશોધરાથી ય તું અધિકી ઠરી.’ પ્રશ્ન કરનાર તો જાણકાર હતા, ફક્ત બીજાને જાણ કરાવવા માટે જ તેઓ પ્રશ્ન કરતા.
‘હા, મારો એ જૂનો પ્રીતમ છે. મને છોડીને ચાલી ગયો હતો, પણ મેં એને શોધી કાઢ્‌યો. પછી આંખનું ભાલું મારીને એને જખમી કર્યો. જંિદગીમાં ઘણા રસિયા જોયા, પણ બુદ્ધથી હેઠ ! મોંથી સાઘુતાની અને સંયમની વાતો, અને અંતરમાં સૌંદર્યના કેફથી ભરેલો છલોછલ રંગીન પ્યાલો, જે નારી આવો પ્રીતમ પામે-એને ધન્ય છે.’
આમ દિવસો પસાર થવા લાગ્યા. આખા નગરમાં આજે હાહાકાર વર્તી ગયો. બુદ્ધ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓને ફિટકાર પડવા લાગ્યો. સજ્જન માણસો સત્યની ખોડ માટે સુંદરીની શોધમાં નીકળ્યા, પણ સુંદરી જ ન મળે ! પરિવ્રાજકોનું મંડળ ધસમસતું શ્રાવસ્તીના રાજા પાસે પહોંચ્યું. તેઓએ કહ્યું, ‘અમારી પરિવ્રાજિકા સુંદરીનો ક્યાંય પત્તો જ નથી.’
‘તમને કોઈ પર શક છે ?’ રાજાએ ગુનેગારને શોધવા માટે તપાસ આદરી.
‘લોકો કહે છે કે ભગવાન બુદ્ધની પાસે રોજ રાતે એ જતી. એને અને સુંદરીને જૂની પ્રીત હતી. સુંદરી રાત્રિનિવાસ ત્યાં કરતી.’
‘પુરાવા છે ?’
‘હા, એક નહીં એકવીસ.’
નાગરિકતાના પૂજારી ઘણા માણસોએ ત્યાં હાજર થઈને બુદ્ધના અને સુંદરીના સંબંધ વિશે કહ્યું, કેટલાકે તો ઘણી લાંબી વાતો કરી. સુંદરીને છેલ્લી સાંજે જેતવન તરફ જતી જોનારાઓએ પણ ગવાહી આપી. સહુએ કહ્યું,
‘આખું જેતવન ખોદાવો. અમને લાગે છે કે ધર્મઘૂર્તે પોતાનું એક પાપ ઢાંકવા આ બીજુ મહાપાપ આચર્યું છે. એ યજ્ઞમાં પશુબલિનો વિરોધી છે, બાકી પોતાને નર-બલિ લેતાં પાછો પડે તેમ નથી.’
રાજાએ કુશળ ગુપ્તચરોને આ કામ સોંપ્યું. તેઓએ આખું જેતવન ખોદાવવા માંડ્યું અને આશ્ચર્ય સાથે સુંદરીનો દાટેલો દેહ મળી આવ્યો. હત્યારાઓએ એની દેહને નગ્ન કરી, ઝીણા ઝીણા કટકા કરી, મીઠું નાખીને પૃથ્વીમાં ભંડારી દીધો હતો. આખી શ્રવસ્તીમાં હાહાકાર બોલી ગયો. લોકો બોદ્ધ સાઘુઓને જુએ, ત્યાંથી મારવા લાગ્યા. તેઓને ભિક્ષા મળતી પણ બંધ થઈ. કરડકણા કૂતરાને ફટકારે, એમ લોકો બૌદ્ધ સાઘુઓને ફટકારવા માંડ્યા.
એક દિવસ બૌદ્ધ સાઘુઓ એકત્ર થઈને મહાગુરુ બુદ્ધ પાસે ગયા અને બોલ્યા, ‘મહાગુરુ ! આપણી નંિદા થાય છે, એમાંય આપની તો ખૂબ જ નંિદા થાય છે.’
‘કમળપત્ર પર રહેલા જલબંિદુ જેવી મારી સ્થિતિ છે. નંિદા પણ મારે મન આત્મસાધનાની એક સીડી જ છે. મારી ચંિતા ન કરશો, પણ તમારી સ્થિતિ કેવી છે ?’
‘અમને લોકો મારે છે. અમારો વિશ્વાસ કરતા નથી. અમને ભિક્ષા મળતી નથી. પણ એનું અમને દુઃખ નથી. દુઃખ એ વાતનું છે કે મહાગુરુ બુદ્ધની, સંઘની અને ધર્મની ભારે અપકીર્તિ થઈ રહી છે.’
‘અપકીર્તિ પણ સાઘુધર્મના વિકાસનું એક સાધન છે. એનાથી મૂંઝાવું સાઘુને ન શોભે. રાતનું અંધારું જોઈને તમે મૂંઝાઈ જાઓ છો ?’
‘ના’,
‘તો શું કરો છો ?’
‘વ્રત-જપ કરીએ છીએ, અને પછી ઊંઘીએ છીએ.’
‘શા માટે ?’ બુદ્ધે પૂછ્‌યું.
‘અમને પ્રભાત ઊગવાની ખાતરી છે માટે.’ સાઘુઓએ કહ્યું.
‘બસ, આ બાબતમાં પણ એમ જ કરવાનું. એક દિવસ વઘુ ખાવા મળે તો બીજે દિવસે લાંઘણ કરવી પડે છે, એ જાણો છો ને ? તમે બહુ કીર્તિ મેળવી, પહોંચાડે. આજ અપકીર્તિની મેઘલી રાત બેઠી છે એમ સમજો. એને નિરાંતે જીરવશો, તો નિર્મળ કીર્તિવંત પ્રભાત ઉગવાનું છે.’
સાઘુઓ શાંત થઈ ગયા. તેઓ ઉત્સાહથી નગરજનોનો અપવાદ સહન કરવા લાગ્યા. હસતે મુખે પથ્થરો ઝીલવા લાગ્યા. વિહારમાં થતી ઠડ્ડા-મશ્કરી સામે સ્વસ્થ રહેવા લાગ્યા. થોડા દિવસોમાં તો તેઓ અભયને વર્યા, નીડર બન્યા. પથ્થર વરસતા રહ્યા ને સાઘુઓ નિર્ભય ફરતા રહ્યા.
શ્રાવસ્તીને માથે અંધારી રાત વીંટળાયેલી હતી, એથીય અધિક અંધારું મદિરાગૃહમાં હતું. કેટલાક અંધકારપ્રિય ધુવડો ત્યાં બેસી ધુવડ કાઢી રહ્યા હતા. કોઈક વસ્તુની વહેંચણી ચાલતી હતી. કામ માણસને એક કરે છે. દામ માણસને વહેંચે છે, દામની વહેંચણીની બાબતમાં આ માનવ-ઉલુકો વચ્ચે મતભેદ થયો. મતભેદનો ચર્ચા દ્વારા નિકાલ લાવનારા આ જીવન નહોતા. એક છરી કાઢી. બીજાએ છરો કાઢ્‌યો, ખૂનામરકી ફાટી નીકળી. એકે કહ્યું, ‘સુંદરીને મેં જાતે બાવડેથી પકડેલી. મારો ભાગ મોટો.’
‘ભલા માણસ ! પકડવાથી શું વળે ? એની સુંદર છાતીમાં છરી તો મેં જ હુલાવી હતી ને !’
ત્રીજાએ કહ્યું, ‘દાટતી વખતે કટકા કરતાં તમને કંઈ થતું હતું. અને આ વખતે મેં પરિવ્રાજકો સાથે મારવાના અને આ રીતે દાટવાના બંનેના મહેનતાણાં અલગ અલગ ઠેરવ્યાં હતા. દાટવાના મહેનતાણામાં પૂરેપૂરો ને મારવાના મહેનતાણામાં મારો અડધોઅડધ ભાગ.’
કંઈ નક્કી થઈ ન શક્યું. ખૂબ મારામારી ચાલી. નગરજનો એકત્ર થઈ ગયા. સૈનિકો આવ્યા. બધાને પકડીને રાજા સમક્ષ હાજર કર્યા. રાજાએ તપાસ શરૂ કરી. તરત બદો પત્તો મળી ગયો, કડીએ કડી હાથ લાગી ગઈ. રાજાએ એ મારાઓને કારાગારમાં નાખ્યા, અને પરિવ્રાજકોને મોતની સજા કરી. મારનાર કરતાં મારવા માટે પ્રેરનાર વઘુ ભયંકર હતા.
સોનુ અગ્નિપરીક્ષામાં નીકળ્યું. બૌદ્ધ સાઘુઓનું ફરી માન વઘ્યું. શિષ્યોએ એક દિવસ મહાગુરુને નિવેદન કર્યું, ‘થોડું વેઠવું પડ્યું પણ હવે સાચું માન મળ્યું.’
‘કીર્તિ ગઈ અને અપકીર્તિ આવી. અપકીર્તિ ગઈ અને કીર્તિ આવી. આ તો ઘટમાળ છે. એકથી દુભાશો નહીં, બીજાથી ફૂલાશો નહીં. પ્રભાતનો પ્રકાશ હો કે રાતની ઘોર અંધારી દિશા હો, સાઘુને મન બંને સરખાં છે. તમારા માટે બુદ્ધ જેટલો ઉપકારી છે, એટલી જ ઉપકારિણી સુંદરી છે. દુઃખ માત્ર એટલું છે, કે સંસારે માતાની જાત જેવી સ્ત્રીઓનો સદુપયોગ કરવાને બદલે એનો દુરુપયોગ કર્યો.’

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
માયાવતીએ બદલેલા આઠ જિલ્લાના નામને અખિલેશે નવેસરથી પાડયા
વધુ બે જણના મોત સાથે આસામ હિસામાં કુલ ૧૯ હોમાયા

યુરોપ કટોકટી પ્રબળ થતા ભારત સહિત વૈશ્વિક શેરબજારોમાં ગાબડાં

મારુતિના પ્લાન્ટમાં અધિકારીઓ માટે કોઇ સુરક્ષા નહોતી
સુપ્રીમે હજ યાત્રાળુઓના સરકારી ક્વોટામાં કરેલો ધરખમ ઘટાડો

ચેમ્પિયન બોલ્ટની ફિટનેસ અંગે ઘેરાતું રહસ્ય ઃ બ્લેક અપસેટ સર્જશે?

આજે રમાનાર બીજી વન ડે અમે જીતવાના ઈરાદા સાથે રમીશું
દોઢ વર્ષથી વધુ અરસા બાદ ગેલ વિન્ડિઝ તરફથી ટેસ્ટ રમશે
દુકાળ, યુ.એસ-યુરોપની કથળતી હાલતે વૈશ્વિક બજારોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૨૮૧ તૂટીને ૧૬૮૭૭
સોનામાં આગેકૂચ ઃ ચાંદી ઉંચેથી તૂટી ઃ વિશ્વબજારમાં જો કે બંને કિંમતી ધાતુઓમાં પડેલા ગાબડાં
વેચાણને જાળવી રાખવા FMCG કંપનીઓ એકશન પ્લાન ઘડશે
દેશમાં કોલસાની અભૂતપૂર્વ અછતથી વીજ ક્ષેત્રે કટોકટી જેવી સ્થિતિ

ધિરાણ નીતિ પૂર્વે રિઝર્વ બેન્કની આજે મહત્વની બેઠક

ભારતના એથ્લેટ્સ ઓલિમ્પિક્સમાં મેડલ જીતી શકે તેમ નથી લાગતું
સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને ૧૨ રનથી હરાવ્યું
 

 

 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved