Last Update : 24-July-2012, Tuesday

 

રેશનની દુકાન દ્વારા અપાતા કઠોળ પર સબસિડીની વિચારણા
દુષ્કાળ માટે ત્વરિત પગલાં લેવા મનમોહનની પ્રધાનોને સૂચના

ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં સ્થિતિ ચિંતાજનક ઃ રાજ્યો સાથે સંકલન કરી સાપ્તાહિક સમીક્ષા કરાશે

નવી દિલ્હી, તા. ૨૩
આ વખતે દેશભરમાં વરસાદ ખેંચાતા ચિંતિત મનમોહન સરકાર હવે સક્રિય બની છે. વડાપ્રધાન મનમોહનસિંહે તેમનાં તમામ ખાતા તથા મંત્રીઓને રાજ્યો સાથે સંકલન કરી સાપ્તાહિક ધોરણે પરિસ્થિતિ પર નજર રાખીને કોઈ પણ સંજોગોનો સામનો કરવા તૈયાર રહેવા તાકીદ કરી છે. દરમિયાનમાં ખાંડ, કઠોળ અને શાકભાજીના ભાવમાં થઈ રહેલા સતત વધારાને લક્ષમાં લેતા સરકારે સામાન્ય માનવીને રાહતરૃપ થવા માટે રેશન શોપ પરથી થતા વિતરણમાં સબસીડી વધારવાની વિચારણા હાથ ધરવામાં આવી છે. જોકે આ સબસીડી રેશન શોપ પરથી વિતરીત થતી કઠોળની દાળો પુરતી મર્યાદીત રહેશે.
દેશના કેટલાક ભાગમાં ઓછા વરસાદના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિનો સામનો કરવા કેન્દ્ર સરકારે સઘન યોજનાઓ તૈયાર કરી છે. તેમ એક સત્તાવાર નિવેદનમાં આજે જણાવાયું હતું.
વડાપ્રધાનને પરિસ્થિતિ વિશે અવગત કરવામાં આવ્યા છે જેના પગલે તેમણે દરેક ખાતા અને મંત્રીઓને આવનારી અમંગળ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા નિર્દેશ આપ્યો છે.
ભારતીય હવામાન ખાતા મુજબ, ૧ જૂનથી ૧૫ જુલાઈ દરમ્યાન સરેરાશ કરતાં ૨૨ ટકા ઓછો વરસાદ પડયો છે. જૂનના અંતે વરસાદની ખાધ ઘટી છે પરંતુ તેનું કુલ પ્રમાણ અને તેનો ફેલાવો હજુ બધે થયો નથી. ખાસ કરીને કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં સ્થિતિ ચિંતાજનક છે.
સરકારી નિવેદનમાં કહેવાયું છે કે સરકારે આપાતકાલીન યોજનાઓ ઘડી કાઢી છે અને જ્યાં ઓછો વરસાદ છે તેવા વિસ્તારોમાં તેનો અમલ કરાશે.
દરમિયાન આર્થિક બાબતોની સંસદીય સમિતી ચોમાસું ખેંચાવાને કારણે સર્જાયેલી સ્થિતિમાં વિવિધ દાળો (પલ્સ)ના ભાવોને કાબુમાં રાખી શકાય તે માટેની વિતરણ વ્યવસ્થામાં સબસીડી વધારવાનો મુદ્દો બહુ ટુંક સમયમાં હાથ ધરશે.
આ સંદર્ભે ગ્રાહકોની બાબતો અને જાહેર વિતરણ વ્યવસ્થા સંદર્ભે રચાયેલી સમિતીએ જાહેર કરેલા નિર્ણયમાં જણાવાયું હતું કે ઘઉં અને ચોખાના ભાવ સ્થિર છે. જ્યારે ખાંડ, કઠોળ અને શાકભાજીના ભાવો વધી રહ્યા છે. તે સંજોગોમાં વડાપ્રધાન કાર્યાલય તરફથી દેશમાં ચોમાસુ ખેંચાવાને કારણે જે સ્થિતિ સર્જાઈ છે તેનો તારીજો મેળવવા અને કોઈપણ જરૃરીયાતને પહોંચી વળવા તાકીદ કરવામાં આવી છે. ગરીબી રેખા હેઠળ જીવતા પરીવારોને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ પુરી પાડવામાં આવતી કઠોળની દાળમાં સરકાર તરફથી આપવામાં આવતી સબસીડીમાં વધારો કરવાનું કાર્ય ગ્રાહક સંબંધી આર્થિક બાબતોની સમિતિને સોંપવામાં આવ્યું છે. તેમને આ સંદર્ભે સત્વરે વિચારણા હાથ ધરવા પણ તાકીદ કરવામાં આવી છે.
નવેમ્બર ૨૦૦૮માં સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ પુરી પાડવામાં આવતી દાળમાં પ્રતિ કીલોએ ૧૦ રૃા. સબસીડી આપવાનું ચાલુ કર્યું હતું. પરંતુ જુન ૨૦૧૧માં તેને બંધ કરી દેવાઈ હતી. જુનથી જુલાઈ ૨૦૧૧-૧૨ના કૃષિ વર્ષ દરમ્યાન કઠોળના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૧૧-૧૨ દરમ્યાન ૧૭૦.૨૧ લાખ ટન કઠોળ પેદા થયું છે. જ્યારે આગલા વર્ષે તે ઉત્પાદન ૧૮૦.૨૪ લાખ ટન હતું. તે સંજોગોમાં કઠોળની દાળોના ભાવ કાબુમાં રાખવા સરકારે સબસીડી યોજના ફરી અમલી બનાવવા વિચારણા આદરી છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
માયાવતીએ બદલેલા આઠ જિલ્લાના નામને અખિલેશે નવેસરથી પાડયા
વધુ બે જણના મોત સાથે આસામ હિસામાં કુલ ૧૯ હોમાયા

યુરોપ કટોકટી પ્રબળ થતા ભારત સહિત વૈશ્વિક શેરબજારોમાં ગાબડાં

મારુતિના પ્લાન્ટમાં અધિકારીઓ માટે કોઇ સુરક્ષા નહોતી
સુપ્રીમે હજ યાત્રાળુઓના સરકારી ક્વોટામાં કરેલો ધરખમ ઘટાડો

ચેમ્પિયન બોલ્ટની ફિટનેસ અંગે ઘેરાતું રહસ્ય ઃ બ્લેક અપસેટ સર્જશે?

આજે રમાનાર બીજી વન ડે અમે જીતવાના ઈરાદા સાથે રમીશું
દોઢ વર્ષથી વધુ અરસા બાદ ગેલ વિન્ડિઝ તરફથી ટેસ્ટ રમશે
દુકાળ, યુ.એસ-યુરોપની કથળતી હાલતે વૈશ્વિક બજારોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૨૮૧ તૂટીને ૧૬૮૭૭
સોનામાં આગેકૂચ ઃ ચાંદી ઉંચેથી તૂટી ઃ વિશ્વબજારમાં જો કે બંને કિંમતી ધાતુઓમાં પડેલા ગાબડાં
વેચાણને જાળવી રાખવા FMCG કંપનીઓ એકશન પ્લાન ઘડશે
દેશમાં કોલસાની અભૂતપૂર્વ અછતથી વીજ ક્ષેત્રે કટોકટી જેવી સ્થિતિ

ધિરાણ નીતિ પૂર્વે રિઝર્વ બેન્કની આજે મહત્વની બેઠક

ભારતના એથ્લેટ્સ ઓલિમ્પિક્સમાં મેડલ જીતી શકે તેમ નથી લાગતું
સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને ૧૨ રનથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved