Last Update : 24-July-2012, Tuesday

 

વિદાય વેળાએ રાષ્ટ્રપતિની શીખ
સંસદમાં વિરોધ જરૃરી પણ ગંભીર ચર્ચાને ભોગે નહીં ઃ પ્રતિભા પાટીલ

સાંસદોએ નવી ટેક્નોલોજી, સંશોધન સંદર્ભે જાણકારી રાખવી જરૃરી

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા.૨૩
વિદાય લઈ રહેલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે સાંસદોને તાકીદ કરી હતી કે સંસદમાં જ્યારે ગંભીર કે અગત્યની ચર્ચા ચાલતી હોય ત્યારે ચર્ચાના ભોગે તેમની નારાજગી વ્યક્ત ન કરવી જોઈએ. કાયદા ઘડતી વખતે પણ તેમણે ટેક્નોલોજીમાં થઈ રહેલો વિકાસ અને માહિતીના સ્ફોટ અંગે પુરી જાણકારી રાખવી જોઈએ.
પોતાના વિદાય વેળાના શુભેચ્છા પ્રવચનમાં પાટીલે જણાવ્યું હતું કે વિચારમાં રાજકીય મતભેદ એ તો સંસદનું મહત્વનું અંગ છે. તે ઉપરાંત ભારત જેવા વિશાળ અને વૈવિધ્યપૂર્ણ રાષ્ટ્રમાં સાંસદો વચ્ચે મતભેદ હોવો તે સાહજીક બાબત છે. પણ તે ગંભીર ચર્ચાના ભોગે નહોવો જોઈએ. કોઈપણ સવાલનો જવાબ શોધવા, સમસ્યાને ઉકેલવા ચર્ચાતો થવાની જ છે. પણ તે ચર્ચામાં સાંસદોએ ચર્ચાનો મુખ્ય માર્ગ કે મુદ્દો ચુકી જવો ન જોઈએ.
રાષ્ટ્રપતિએ ઉમેર્યું હતું કે આવી ચર્ચાઓને અંતે દિવસ પૂર્ણ થાય ત્યારે સંસદે કેટલું કાર્ય આરોપ્યું, પૂર્ણ કર્યું તે જોવું જોઈએ.
પ્રતિભા પાટીલના કાર્યકાળ દરમ્યાન ભાજપ પ્રેરીત એન.ડી.એ.ના વિરોધના કારણે વર્ષ ૨૦૧૦માં આખા શિયાળુ સત્રમાં કોઈ જ કામ થઈ શકયું નહતું. શિયાળું સત્ર સંપૂર્ણ ધોવાઈ ગયું હતું. એન.ડી.એ.ની માંગણી હતી કે ૨જી સ્પેકટ્રમની ફાળવણીના મામલાની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતીની રચના કરવી જોઈએ.
રાષ્ટ્રપતિએ ઉમેર્યું હતું કે છેલ્લા બે દાયકા દરમ્યાન ઈન્ફર્મેશન ટેકનોલોજીમાં મોટા પાયે પરીવર્તન આવ્યું છે. અનેક નવા સંશોધનો થયા છે. આર્થિક સમૃધ્ધિ વધી રહી છે. ભૌતિકતા વધી રહી છે જેના કારણે સદ્ગુણો કે નૈતિક મુલ્યોનો હ્યંસ થઈ રહ્યો છે. ત્યારે સાંસદોએ આ પ્રકારના પાયાના પરિવર્તનો પર ધ્યાન આપીને યોગ્ય રીતે વર્તવું જરૃરી છે અન્યથા આપણી સંસ્થાઓ સમય અને સંજોગો સાથે તાલમેળ જાળવી નહીં શકે.

 

પ્રતિભા પાટીલ આજે ભોજન સમારંભ યોજશે
(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા.૨૩
વિદાય લઈ રહેલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે વિદાયની વેળાએ, નવા ચુંટાયેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સ્વાગતાર્થે તેમજ વડા પ્રધાન અને પ્રધાન મંડળના સદસ્યો સાથે સ્નેહ સંમેલન રૃપે ભોજન સમારોહનું આયોજન કર્યું છે. આ ભોજન સમારંભ આવતી કાલે યોજાશે જેમાં વડા પ્રધાન, પ્રધાન મંડળ તેમજ પ્રણવ મુખર્જી પણ હાજર રહેશે.
વિદાય લઈ રહેલા પ્રતિભા પાટીલ ૨૫ જુલાઈ ૨૦૦૭ના રોજ ભારતના રાષ્ટ્રપતિ બન્યા હતા. ૨૪ જુલાઈ ૨૦૧૨ના રોજ વિદાય લઈ રહ્યા છે. તે અનુસંધાને ભોજન સમારંભ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજવામાં આવશે. ૨૫મી જુલાઈએ પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરશે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
માયાવતીએ બદલેલા આઠ જિલ્લાના નામને અખિલેશે નવેસરથી પાડયા
વધુ બે જણના મોત સાથે આસામ હિસામાં કુલ ૧૯ હોમાયા

યુરોપ કટોકટી પ્રબળ થતા ભારત સહિત વૈશ્વિક શેરબજારોમાં ગાબડાં

મારુતિના પ્લાન્ટમાં અધિકારીઓ માટે કોઇ સુરક્ષા નહોતી
સુપ્રીમે હજ યાત્રાળુઓના સરકારી ક્વોટામાં કરેલો ધરખમ ઘટાડો

ચેમ્પિયન બોલ્ટની ફિટનેસ અંગે ઘેરાતું રહસ્ય ઃ બ્લેક અપસેટ સર્જશે?

આજે રમાનાર બીજી વન ડે અમે જીતવાના ઈરાદા સાથે રમીશું
દોઢ વર્ષથી વધુ અરસા બાદ ગેલ વિન્ડિઝ તરફથી ટેસ્ટ રમશે
દુકાળ, યુ.એસ-યુરોપની કથળતી હાલતે વૈશ્વિક બજારોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૨૮૧ તૂટીને ૧૬૮૭૭
સોનામાં આગેકૂચ ઃ ચાંદી ઉંચેથી તૂટી ઃ વિશ્વબજારમાં જો કે બંને કિંમતી ધાતુઓમાં પડેલા ગાબડાં
વેચાણને જાળવી રાખવા FMCG કંપનીઓ એકશન પ્લાન ઘડશે
દેશમાં કોલસાની અભૂતપૂર્વ અછતથી વીજ ક્ષેત્રે કટોકટી જેવી સ્થિતિ

ધિરાણ નીતિ પૂર્વે રિઝર્વ બેન્કની આજે મહત્વની બેઠક

ભારતના એથ્લેટ્સ ઓલિમ્પિક્સમાં મેડલ જીતી શકે તેમ નથી લાગતું
સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને ૧૨ રનથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved