Last Update : 24-July-2012, Tuesday

 

બીજા વિશ્વયુદ્ધમાં સંયુક્ત દળો સામે લડનાર
સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદ હિંદ ફોજના કેપ્ટન લક્ષ્મી સહગલનું નિધન

૨૦૦૨માં કલામ સામે રાષ્ટ્રપતિની ચૂંટણી લડેલાં ઃ મેડિકલ કોલેજને દેહદાન
(પી.ટી.આઈ.) કાનપુર, તા.૨૩
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજની મહિલા પાંખના વડા તરીકે સંયુક્ત દળો સામે લડનાર કેપ્ટન લક્ષ્મી સેહગલનું આજે કાનપુર ખાતે ટૂંકી બિમારી બાદ નિધન થયું હતું.
વ્યવસાયે ડોક્ટર એવા ૯૭ વર્ષીય સેહગલે સોમવારે સવારે ૧૧.૨૦ વાગે એક ખાનગી હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા એવું તેમના પુત્રી અને સી.પી.આઈ. (એમ)ના નેતા સુભાષિની અલીએ જણાવ્યું હતું. સુભાષિની સિવાય તેમને અનીસાપુરી નામની બીજી પુત્રી પણ છે.
કાનપુરના સિવિલ લાઈન્સ વિસ્તારના તેમના નિવાસસ્થાને ૧૯મી જુલાઈએ આવેલા હૃદયરોગના તીવ્ર હુમલા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ''તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ખૂબ મોટી ઉંમરના કારણે શરીરના અનેક અવયવોએ કામ કરવાનું બંધ કરી દેતા તેમનું મૃત્યુ થયું હતું.'' હોસ્પિટલના એક ડોક્ટરે જણાવ્યું હતું.
ઉપરાષ્ટ્રપતિ હમિદ અલી અન્સારી અને વડાપ્રધાન મનમોહન સિંહે લક્ષ્મી સેહગલના મૃત્યુ પર ખેદ પ્રગટ કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રએ એક નિસ્વાર્થ સેવાની મૂર્તિને ગુમાવ્યા છે.
સી.પી.આઈ.(એમ)એ તેમને ''પ્રેરણારૃપ અને નીડર સ્વાતંત્ર્ય સેનાની ગરીબોની સેવામાં સમર્પિત અને કરૃણામય તબીબ અને સ્ત્રીઓના હકો માટે લડનાર તરીકે બિરદાવ્યા હતા.''
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન તેઓ ખૂબ સક્રિય રહ્યા હતા અને સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજની ''રાણી ઝાંસી રેજિમેન્ટ''નું નેતૃત્વ લીધું હતું. તબીબી અને સામાજિક કાર્યકર તરીકે ફરજ બજાવનાર સહેગલને ૧૯૯૮માં પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો. ૨૦૦૨માં એપીજે અબ્દૂલ કલામ સામે ડાબેરી પક્ષો તરફથી તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ ઊભા રહ્યા હતા.
ચેન્નાઈમાં ૨૪ ઓક્ટોબર, ૧૯૧૪માં નામાંકિત વકીલ ડો. એસ. સ્વામીનાથન અને સમાજ સેવિકા અમ્મુ સ્વામીનાથનના ઘરે લક્ષ્મી સ્વામીનાથન તરીકે જન્મેલા, સહેગલે ૧૯૩૮માં મદ્રાસ મેડિકલ કોલેજમાંથી તબીબ તરીકેની પદવી પ્રાપ્ત કરી હતી. વધુ અભ્યાસ માટે તેઓ ૧૯૪૦માં સિંગાપુર ગયા હતા અને ત્યાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લઈ રહેલા ઈન્ડિયા ઈન્ડીપેન્ડન્સ લીગમાં સક્રિય બન્યા હતા. સુભાષચંદ્ર બોઝ સાથે તેમની મુલાકાત ૧૯૪૩માં થઈ હતી અને સુભાષબાબુએ તેમના સંપૂર્ણ નેતૃત્વ હેઠળ રાણી ઝાંસી મહિલા સેના સ્થાપવા આમંત્રણ આપ્યું હતું.
નેતાજી દ્વારા નિયુક્ત થયા બાદ તેમણે વીરતાભર્યો ભાગ ભજવીને ઘણા લોકોના જીવ બચાવ્યા હતા. આઝાદ હિંદ ફોજની પીછેહઠ બાદ બર્મા ખાતેથી અંગ્રેજોએ તેમની ધરપકડ કરી હતી અને ૧૯૪૬માં તેમને ભારત લવાયા હતા. ૧૯૪૭માં તેમણે આઝાદ હિંદ ફોજના એક સેનાની કર્નલ પ્રેમકુમાર સેહગલ સાથે લગ્ન કર્યા હતા અને કાનપુરમાં સ્થાયી થયા હતા.
૧૯૭૧માં સીપીઆઈ (એમ) નેતા જ્યોતિ બસુના અનુરોધથી તેઓ લોકરાહત સમિતિમાં જોડાયા હતા અને એ વખતના પૂર્વ પાકિસ્તાનના નિરાશ્રિતોની મહિનાઓ સુધી સારવાર કરી હતી. ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક વિમેન્સ એસોસિએશનના તેઓ સ્થાપક અને ઉપપ્રમુખ હતા.
સુભાષિનીએ જણાવ્યું હતું કે તેમની માતાનો પહેલો પ્રેમ તેમનો તબીબ તરીકેનો વ્યવસાય હતો. ''બિમાર પડયા ત્યાં સુધી તેઓ નિયમિતપણે તેમના દવાખાને બેસતા અને દર્દીઓની સારવાર કરતા.'' તેમણે જણાવ્યું હતું તેઓ પોતાના દોહિત્ર અને ફિલ્મ નિર્દેશક શાદ અલીની પણ ખૂબ નજીક હતા અને તેણે બનાવેલી ફિલ્મો જોવાનું કદી ન ચૂકતા.
લક્ષ્મી સહેગલના મૃત શરીરનું અત્રેની જીએસવીએમ મેડિકલ કોલેજમાં દાન કરવામાં આવશે અને તેમની આંખો જરૃરતમંદને આપવામાં આવશે એવું સુભાષિનીએ જણાવ્યું હતું.
સીપીઆઈ (એમ) નેતા વૃંદા કરાતે તેમને પ્રેરક માનવ તરીકે બિરદાવતા જણાવ્યું હતું કે તેમણે પૂરી ક્ષમતાથી લોકોની સેવા કરી હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
માયાવતીએ બદલેલા આઠ જિલ્લાના નામને અખિલેશે નવેસરથી પાડયા
વધુ બે જણના મોત સાથે આસામ હિસામાં કુલ ૧૯ હોમાયા

યુરોપ કટોકટી પ્રબળ થતા ભારત સહિત વૈશ્વિક શેરબજારોમાં ગાબડાં

મારુતિના પ્લાન્ટમાં અધિકારીઓ માટે કોઇ સુરક્ષા નહોતી
સુપ્રીમે હજ યાત્રાળુઓના સરકારી ક્વોટામાં કરેલો ધરખમ ઘટાડો

ચેમ્પિયન બોલ્ટની ફિટનેસ અંગે ઘેરાતું રહસ્ય ઃ બ્લેક અપસેટ સર્જશે?

આજે રમાનાર બીજી વન ડે અમે જીતવાના ઈરાદા સાથે રમીશું
દોઢ વર્ષથી વધુ અરસા બાદ ગેલ વિન્ડિઝ તરફથી ટેસ્ટ રમશે
દુકાળ, યુ.એસ-યુરોપની કથળતી હાલતે વૈશ્વિક બજારોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૨૮૧ તૂટીને ૧૬૮૭૭
સોનામાં આગેકૂચ ઃ ચાંદી ઉંચેથી તૂટી ઃ વિશ્વબજારમાં જો કે બંને કિંમતી ધાતુઓમાં પડેલા ગાબડાં
વેચાણને જાળવી રાખવા FMCG કંપનીઓ એકશન પ્લાન ઘડશે
દેશમાં કોલસાની અભૂતપૂર્વ અછતથી વીજ ક્ષેત્રે કટોકટી જેવી સ્થિતિ

ધિરાણ નીતિ પૂર્વે રિઝર્વ બેન્કની આજે મહત્વની બેઠક

ભારતના એથ્લેટ્સ ઓલિમ્પિક્સમાં મેડલ જીતી શકે તેમ નથી લાગતું
સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને ૧૨ રનથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved