Last Update : 24-July-2012, Tuesday

 

સુપ્રીમના આદેશના ત્રણ દિવસમાં તેર મૃત્યુ
અમરનાથ યાત્રીઓનો મૃત્યુ આંક વધીને ૯૭ ઃ સુપ્રીમને આઘાત

યાત્રાળુઓ માટે તબીબી સહાય ટીમો તૈનાત કરવા ઓમર સરકારને આદેશ

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા.૨૩
અમરનાથ યાત્રીઓના મૃત્યુના વધી રહેલા આંક પર આઘાત વ્યક્ત કરતા સર્વોચ્ચ અદાલતે આજે જમ્મુ અને કાશ્મીર સરકારને જણાવ્યું હતું. આ વર્ષે અમરનાથ યાત્રા દરમિયાન મૃતકોની સંખ્યા ૯૭એ પહોંચી છે.
ન્યાયમૂર્તિઓ બી.એસ.ચૌહાણ અને સ્વતંત્ર કુમારની બનેલી બેન્ચે રાજ્ય સરકારને જણાવ્યું હતું કે આવશ્યક તબીબી સહાય ટીમ માટે જરૃર પડયે તેઓ કેન્દ્ર સરકાર, ઉત્તર પ્રદેશ સરકાર અથવા પંજાબ સરકારની મદદ લઈ શકે છે.
''એમ હુકમ જારી કર્યો એ પછીના ત્રણ દિવસ દરમિયાન વધુ તેર યાત્રીઓના મૃત્યુ થયા છે. આ આઘાતજનક બાબત છે.'' બેન્ચે અમરનાથ યાત્રા દરમિયાન મૃત્યુ પામેલા જુદી જુદી વય જૂથના લોકો પ્રત્યે નિર્દેશ કરતા જણાવ્યું હતું. ''અમે ચિંતિત છીએ અને એ ખાતરી માગીએ છીએ કે વધુ મૃત્યુ ન નીપજે.'' બેન્ચે જણાવ્યું હતું.
સર્વેચ્ચ અદાલતે પોતે સ્થાપેલી ઉચ્ચ સત્તા સમિતિને પવિત્ર સ્થળ નજીકના લોખંડના દરવાજાને પણ દૂર કરવાનું વિચારવા કહ્યું હતું. આ દરવાજો યાત્રાળુઓ માટે પ્રતિકૂળ છે અને તેના કારણે બરફ પણ પીગળે છે. તેમણે ફાઈબરનો દરવાજો મૂકવાનું સૂચન કર્યું હતું.
ગત જૂલાઈ ૨૦મીએ સર્વોચ્ચ અદાલતે અમરનાથ યાત્રીઓના મૃત્યુના વધી રહેલા બનાવો અટકાવવા ધારાધોરણો નક્કી કરવા એક સમિતિની રચના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આવા બનાવો હવે કાયમી સમસ્યા જેવા બની ચૂક્યા છે.
યોગ્ય સગવડો અને તબીબી સહાયના અભાવે અમરનાથ યાત્રીઓના મૃત્યુના બનાવો વધી રહ્યા છે એવા મીડીયાના અહેવાલોના આધારે સર્વોચ્ચ અદાલતે સુઓ મોટો નોંધ દાખલ કરી હતી. અને સમિતિની રચના કરી હતી. આ સમિતિમાં પર્યાવરણ અને વનખાતું, ગૃહખાતું, આરોગ્ય અને બાળ કલ્યાણ ખાતું જેવા વિવિધ ખાતાઓના સચિવોની સાથે જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અદાલતે સમિતિને પવિત્ર સ્થળની મુલાકાત લેવાની અને એ અંગેનો અહેવાલ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલને સુપરત કરવા હુકમ કર્યો હતો. ગવર્નર વર્ષિક અમરનાથ યાત્રાનું આયોજન સંભાળતા શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના ચેરમેન પણ છે.
સર્વોચ્ચ અદાલતે હુકમ કર્યો હતો કે સમિતિ રાજ્ય પોલીસના વડાઓ, સીઆરપીએફ અને બીએસએફ જેવા અર્ધ લશ્કરી દળો, સીમા માર્ગ સંસ્થા ઉપરાંત શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના મુખ્ય વહીવટર્તા અને જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ દ્વારા નિર્દેશિત પર્યાવરણ શાસ્ત્રીનો પણ સમાવેશ કરી શકે છે.
સમિતિએ માર્ગની પહોળાઈ વધારવી, યાત્રાળુઓના સ્વાસ્થની તપાસ કરવી, તબીબી સુવિધાઓ પુરી પાડવી, યોગ્ય સલામતી કર્મચારીઓની નિમણૂક કરવી અને પર્યાવરણકીય અસરોનું મૂલ્યાંકન કરવું જેવા વિવિધ મુદ્દાઓનું અવલોકન કરીને અહેવાલ આપવાનો હતો.
અગાઉ સર્વોચ્ચ અદાલતે પવિત્ર અમરનાથ યાત્રાના માર્ગે વધી રહેલા મૃત્યુના બનાવો સંદર્ભે કેન્દ્ર અને રાજ્ય સરકારનો ખુલાસો માગ્યો હતો અને યાત્રીઓને મળતી સુવિધાઓની વિગતો જણાવવા હુકમ કર્યો હતો અદાલતે એવું પણ નોંધ્યુ હતું કે અમરનાથની પવિત્ર ગુફા અને ત્યાં પહોચવાના માર્ગ યાત્રાળુઓએ દિવસો સુધી આસપાસ કોઈ સગવડો અને યોગ્ય તબીબી સારવાર વિના હિમનદી પર રોકાઈ રહેવું પડે છે.
છેલ્લે મળતા અહેવાલો મુજબ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ એન.એન. વોરાએ અમરનાથ શ્રાઈન બોર્ડના ઉચ્ચ અધિકારીઓને આગામી વર્ષની અમરનાથ યાત્રાના આયોજન માટે જડબેસલાક યોજના ઘડી કાઢવા જણાવ્યું હતું. પ્રવક્તાના જણાવ્યા અનુસાર રાજ્યપાલ વોરાએ ગઈકાલે પહેલગામ નજીકના નૂનવાન બેઝકેમ્પ ખાતે આકસ્મિક મુલાકાત લઈને તબીબી સહાય, સ્વચ્છતા, સલામતી અને બીજી ગોઠવણોનું અવલોકન કર્યું હતું. એમણે તબીબો અને અન્ય સ્ટાફ સાથે વાત કરીને સૂચના આપી હતી કે તબીબી સહાય કેન્દ્ર પર આવતા દરેક યાત્રીની સંપૂર્ણ તપાસ કર્યા બાદ જ તેમને આગળ યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવે.
રાજ્યપાલે મુખ્ય વહીવટી અધિકારીને આ વર્ષે ૨ ઓગસ્ટે અમરનાથ યાત્રા સમાપ્ત થાય એ પછી તરત જ ૨૦૧૩ની યાત્રા માટે એકશન પ્લાન ઘડી કાઢવાની સૂચના આપી હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
માયાવતીએ બદલેલા આઠ જિલ્લાના નામને અખિલેશે નવેસરથી પાડયા
વધુ બે જણના મોત સાથે આસામ હિસામાં કુલ ૧૯ હોમાયા

યુરોપ કટોકટી પ્રબળ થતા ભારત સહિત વૈશ્વિક શેરબજારોમાં ગાબડાં

મારુતિના પ્લાન્ટમાં અધિકારીઓ માટે કોઇ સુરક્ષા નહોતી
સુપ્રીમે હજ યાત્રાળુઓના સરકારી ક્વોટામાં કરેલો ધરખમ ઘટાડો

ચેમ્પિયન બોલ્ટની ફિટનેસ અંગે ઘેરાતું રહસ્ય ઃ બ્લેક અપસેટ સર્જશે?

આજે રમાનાર બીજી વન ડે અમે જીતવાના ઈરાદા સાથે રમીશું
દોઢ વર્ષથી વધુ અરસા બાદ ગેલ વિન્ડિઝ તરફથી ટેસ્ટ રમશે
દુકાળ, યુ.એસ-યુરોપની કથળતી હાલતે વૈશ્વિક બજારોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૨૮૧ તૂટીને ૧૬૮૭૭
સોનામાં આગેકૂચ ઃ ચાંદી ઉંચેથી તૂટી ઃ વિશ્વબજારમાં જો કે બંને કિંમતી ધાતુઓમાં પડેલા ગાબડાં
વેચાણને જાળવી રાખવા FMCG કંપનીઓ એકશન પ્લાન ઘડશે
દેશમાં કોલસાની અભૂતપૂર્વ અછતથી વીજ ક્ષેત્રે કટોકટી જેવી સ્થિતિ

ધિરાણ નીતિ પૂર્વે રિઝર્વ બેન્કની આજે મહત્વની બેઠક

ભારતના એથ્લેટ્સ ઓલિમ્પિક્સમાં મેડલ જીતી શકે તેમ નથી લાગતું
સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને ૧૨ રનથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved