Last Update : 24-July-2012, Tuesday

 

યુ.એસ.માં દુકાળ -નબળા પરિણામો ઃ સ્પેન-ગ્રીન ફરી આર્થિક સંકટમાં
દુકાળ, યુ.એસ-યુરોપની કથળતી હાલતે વૈશ્વિક બજારોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૨૮૧ તૂટીને ૧૬૮૭૭

નિફટી ૮૭ પોઇન્ટ ગબડીને ૫૧૧૮ ઃ મેટલ ઇન્ડેક્ષ ૩૫૭ તૂટયો

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, સોમવાર
અમેરિકામાં ૨૫ વર્ષનો સૌથી વિકરાળ દુકાળ અને અમેરિકી કંપનીઓમાં માઇક્રોસોફટ અને જનરલ ઇલેકટ્રીકના નુકશાની જાહેર કરતાં નબળા પરિણામો સાથે યુરો ઝોનમાં સ્પેનની ઋણ કટોકટી બાદ ફરી ગ્રીસ સંકટમાં આવ્યાના અહેવાલે યુરો ઝોનમાં ઋણ કટોકટીની સમસ્યાએ વૈશ્વિક બજારોમાં ધબડકા સાથે ભારતમાં ચોમાસાની પ્રગતિ મંદ રહી દેશના ઘણા ભાગોમાં દુકાળની ચિંતા, ફુગાવાનું જોખમ યથાવત રહી હોવા ઉપરાંત રાજકીય મોરચે યુપીએ સરકારનું શાસન એનસીપીની નારાજગીએ ડોલવા લાગતા તેમજ કોર્પોરેટ ઇન્ડિયાના જૂન અંતના ત્રિમાસિક પરિણામો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નબળા નીવડતા શેરોમાં ઓલરાઉન્ડ ધૂમ વેચવાલી નીકળી હતી. યુરોપની કટોકટીએ મેટલ શેરો સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ, હિન્દાલ્કો, ટાટા સ્ટીલ, જિન્દાલ સ્ટીલ સાથે મારૃતી સુઝુકી માનેસર પ્લાન્ટમાં બેમુદત લોકઆઉટે શરૃઆથથી જ હેમરીંગ અને ટાટા મોટર્સ, બજાજ ઓટો સાથે બેંકોનું એનપીએ-લોન ડીફોલ્ટરોનું જોખમ વધવાના ભયે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિત બેંકિંગ શેરોમાં ઓફલોડીંગે સેન્સેક્ષ આગલા બંધ ૧૭૧૫૮.૪૪ સામે ૧૭૦૪૭.૭૩ મથાળે ખુલીને લાંબો સમય ૧૬૦ થી ૧૭૦ પોઇન્ટનો ઘટાડો બતાવતો રહ્યો હતો. જે લાર્સન એન્ડ ટુબ્રોના એકંદર પ્રોત્સાહક પરિણામ જાહેર થવા છતાં યુરોપના બજારોના ધોવાણ પાછળ મેટલ, ઓટો, પાવર-કેપિટલ ગુડ્ઝ, બેંકિંગ શેરોમાં હેમરીંગ વધતા એક સમયે ૩૦૯.૧૬ પોઇન્ટ ગબડી જઇ નીચામાં ૧૬૮૪૯.૨૮ સુધી ખાબકી અંતે ૨૮૧.૦૯ પોઇન્ટના ધોવાણે ૧૬૮૭૭.૩૫ બંધ રહ્યો હતો. સેન્સેક્ષના વધનાર શેરો આજે માત્ર બે હતા. શરૃઆતમાં ટાટા પાવર પોઝિટીવ રહ્યા બાદ એ પણ નેગેટીવ થઇ ગયો હતો. છેલ્લે ડૉ. રેડ્ડીઝ લેબ અને સિપ્લા પોઝિટીવ રહ્યા હતા.
નિફટી ૫૧૪૯નો હવાલો તૂટયો ઃ નીચામાં ૫૧૦૮ સુધી ખાબકી ગયો ઃ ૫૧૮૦ ઉપર બંધ જરૃરી
એનએસઇનો નિફટી સ્પોટ ઇન્ડેક્ષ ૫૨૦૫.૧૦ સામે ૫૧૬૩.૨૫ મથાળે ખુલીને મારૃતી સુઝુકી, સેસાગોવા, સ્ટરલાઇટ, હિન્દાલ્કો, સેઇલ, જિન્દાલ સ્ટીલ, ટાટા સ્ટીલ, રિલાયન્સ ઇન્ફ્રા., રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ગેઇલ, ટાટા મોટર્સ, આઇડીએફસી, ભેલ, સિમેન્સ, ડીએલએફ, ઇન્ફોસીસ, વિપ્રો, બજાજ ઓટો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આઇસીઆઇસીઆઇ બેંક, બેંક ઓફ બરોડા, પીએનબીમાં વેચવાલીએ ગબડતો ગયો હતો. અલબત ગત મહિનાના ૫૧૪૯ના હવાલા નજીક ૫૧૫૦ થી ૫૧૬૦ની રેન્જમાં દોઢ થી બે કલાક અથડાતો રહ્યા બાદ આ હવાલો તોડી જઇ એક સમયે ૯૭ પોઇન્ટના કડાકે નીચામાં ૫૧૦૮.૧૦ સુધી ખાબકી જઇ અંતે ૮૭.૧૫ પોઇન્ટ ગબડીને ૫૧૧૭.૯૫ બંધ હતો. ટેકનીકલી નજીકનો ટ્રેન્ડ ઘટાડાનો બતાવાઇ રહ્યો છે. ટેકનીકલી હવે ટ્રેન્ડ બદલાવ માટે નિફટી સ્પોટ ૫૧૮૦ ઉપર જરૃરી છે. ૨૦૦ દિવસની મુવીંગ એવરેજ ૫૧૦૧ છે. નિફટી બેઝડ શેરોમાં આજે માત્ર ત્રણ શેરો ડૉ. રેડ્ડીઝ લેબ, સિપ્લા, ઓએનજીસી પોઝિટીવ હતા. બાકી ૪૭ શેરોના ભાવ ઘટયા હતા.
નિફટી ઓગસ્ટ ફ્યુચર ૫૨૩૯ થી તૂટી નીચામાં ૫૧૩૫ બોલાયો ઃ ૫૨૦૦નો કોલ ૪૩.૩૫ થી ગબડી ૮.૪૦
ડેરીવેટીવ્ઝમાં જુલાઇ વલણના ચાલુ સપ્તાહમાં ગુરૃવારે અંત પૂર્વે ફંડોનું નિફટીમાં હેમરીંગ વધતા તેજીમાં અટવાયેલાના પણ લેણ ફૂટવા લાગ્યા હતા. નિફટી જુલાઇ ફ્યુચર ૨,૫૫,૦૯૯ કોન્ટ્રેકટસમાં રૃા.૬૫૬૦.૮૯ કરોડના ટર્નઓવરે ૫૨૧૬.૬૦ સામે ૫૧૭૩.૨૫ ખુલી ૫૧૭૪ થઇ નીચામાં ૫૧૧૧.૫૫ સુધી પટકાઇ અંતે ૫૧૨૨.૧૦ હતો. નિફટી ઓગસ્ટ ફ્યુચર ૫૨૩૯.૦૫ સામે ૫૨૧૦ ખુલી નીચામાં ૫૧૩૪.૬૫ સુધી ગબડી જઇ અંતે ૫૧૪૩.૭૫ હતો. નિફટી ૫૨૦૦નો કોલ ૭,૧૮,૪૫૭ કોન્ટ્રેકટ્સમાં રૃા.૧૮૭૨૭.૦૪ કરોડના ટર્નઓવરે ૪૩.૩૫ સામે ૨૪.૭૫ ખુલી ૨૫.૭૦ થી નીચામાં ૭.૯૫ સુધી ગબડી જઇ અંતે ૮.૪૦ હતો. નિફટી ૫૧૦૦નો પુટ ૬,૯૯,૮૫૩ કોન્ટ્રેકટસમાં રૃા.૧૭૯૧૪.૦૩ કરોડના ટર્નઓવરે ૬.૦૫ સામે ૯.૩૦ ખુલી ઉપરમાં ૩૧.૪૦ સુધી ઉછળી જઇ અંતે ૨૬.૬૫ હતો.
બેંક નિફટી ફ્યુચરમાં હેજ ફંડોનું હેમરીંગ શરૃ ઃ ૧૦૫૦૯ ાૃથી ગબડીને નીચામાં ૧૦૨૮૩ બોલાયો
બેંક નિફટી ફ્યુચરમાં હેજ ફંડોનું હેમરીંગ શરૃ થયું હતું. બેંક નિફટી જુલાઇ ફ્યુચર જુલાઇ ૭૩૪૮૭ કોન્ટ્રેકસમાં રૃા.૧૯૦૨.૫૮ કરોડના ટર્નઓવરે ૧૦૫૦૯.૯૫ સામે ૧૦૪૧૯.૯૦ ખુલી ૧૦૪૩૭ થી નીચામાં ૧૦૨૮૩.૪૫ સુધી ગબડી જઇ અંતે ૧૦૩૦૧.૧૦ હતો. નિફટી ૫૩૦૦નો જુલાઇ કોલ ૯.૩૦ સામે ૭ ખુલી ૧.૧૦ સુધી ગબડી ગયો હતો.
મારૃતી સુઝુકી લોકઆઉટે રૃા.૬૫ તૂટયો ઃ ઓટો ઇન્ડેક્ષ ૨૨૦ પોઇન્ટ ગબડયો
ઓટો જાયન્ટ મારૃતી સુઝુકીએ માનેસર પ્લાન્ટ ખાતે કામદાર-કર્મચારીઓના ઘર્ષણમાં જનરલ મેનેજરના મોત અને પ્લાન્ટ-ઓફીસોને નુકશાની બાદ ગઇકાલે બેમુદત લોકઆઉટ જાહેર કરી દેવાતા શેરમાં ફંડોના હેમરીંગે રૃા.૬૪.૬૫ તૂટીને રૃા.૧૦૭૯.૯૦ રહ્યો હતો. કંપનીના ચાલુ સપ્તાહમાં ત્રિમાસિક પરિણામ જાહેર થનાર છે. બજાજ ઓટોમાં પણ ગત સપ્તાહમાં સાધારણ પરિણામ છતાં શ્રીલંકાના આયાત અંકુશોએ કંપનીને નિકાસોમાં ફટકા બાદ નિકાસ પૂર્વવત કરવા પ્રોત્સાહક પગલાંએ લેવાલીના આકર્ષણ બાદ તેજી અટકી શેર આજે રૃા.૨૯.૪૦ ઘટીને રૃા.૧૫૬૧.૦, હીરોમોટોકોર્પ રૃા.૩૧.૧૦ ઘટીને રૃા.૨૦૫૩.૨૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃા.૧૦.૯૦ ઘટીને રૃા.૬૯૨.૭૦, ટાટા મોટર્સ રૃા.૭.૩૫ ઘટીને રૃા.૨૧૬, એકસાઇડ રૃા.૨.૬૫ ઘટીને રૃા.૧૨૯.૯૦, બોશ રૃા.૯૭.૭૫ ઘટીને રૃા.૮૭૦૬.૮૫ રહ્યા હતા. બીએસઇ ઓટો ઇન્ડેક્ષ ૨૨૦.૧૦ પોઇન્ટ તૂટીને ૮૯૪૧.૭૦ રહ્યો હતો.
યુરો ઝોન ફરી સંકટમાં ઃ લંડન મેટલમાં ગાબડાં ઃ મેટલ ઇન્ડેક્ષ ૩૫૭ પોઇન્ટ તૂટયો ઃ સ્ટરલાઇટ, સેસાગોવા ગબડયા
યુરો ઝોનમાં ફરી સ્પેન અને ગ્રીસની ઋણ કટોકટી સપાટી પર આવ્યાના સંકટના અહેવાલે યુરોપના બજારોમાં ગાબડાં પડયા સાથે લંડન મેટલ એક્ષચેન્જમાં નોન-ફેરસ મેટલના ભાવો તૂટતા અને એશીયામાં ચીનની કથળતી આર્થિક હાલતે મેટલની માગમાં ધરખમ ઘટાડાના અંદાજોએ મેટલ શેરોમાં ફંડો ધૂમ વેચવાલ બન્યા હતા. બીએસઇ મેટલ ઇન્ડેક્ષ ૩૫૭.૩૨ પોઇન્ટ તૂટીને ૧૦૩૧૬.૨૬ રહ્યો હતો. સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ રૃા.૫.૪૫ તૂટીને રૃા.૯૯.૫૫, હિન્દાલ્કો રૃા.૫.૭૦ ગબડીને રૃા.૧૧૬.૩૦, સેસાગોવા રૃા.૮.૭૦ તૂટીને રૃા.૧૮૩.૫૫, ટાટા સ્ટીલ રૃા.૧૬.૩૦ ઘટીને રૃા.૩૯૯.૫૦, જેએસડબલ્યુ સ્ટીલ રૃા.૨૬.૯૫ ઘટીને રૃા.૬૭૬.૬૫, હિન્દુસ્તાન ઝિંક રૃા.૩.૮૫ ઘટીને રૃા.૧૧૬, જિન્દાલ સ્ટીલ રૃા.૧૨.૩૫ ઘટીને રૃા.૪૧૪.૨૦, સેઇલ રૃા.૨.૩૦ ઘટીને રૃા.૯૧.૦૫ રહ્યા હતા.
રાજકીય અસિૃથરતા ઃ કૌભાંડોના નાણા રીયાલ્ટી ક્ષેત્રે ઠલવાયો ?
વૈશ્વિક બજારો ડામાડોળ બન્યા સાથે ઘરઆંગણે રાજકીય અસ્થિરતા તેમજ ફુગાવો વધવાના જોખમે રિઝર્વ બેંક દ્વારા ટૂંકસમયમાં વ્યાજ દરોમાં ઘટાડો નહીં થવાની શક્યતાએ રીયાલ્ટી ફરી માગ મંદ પડવાના એંધાણે રીયાલ્ટી શેરોમાં વેચવાલી નીકળી હતી. રાજ્યો અને કેન્દ્ર સ્તરે હેવીવેઇટોના કૌભાંડોના અભજોના નાણાં રીયાલ્ટી કંપનીઓ થકી રીયાલ્ટી ક્ષેત્રે ઠલવાયા હોવાની અને કૌભાંડોની તપાસ થવાના સંજોગોમાં રીયાલ્ટી ક્ષેત્રે તપાસનો રેલો આવી પહોંચવાની અટકળોએ પણ રીયાલ્ટી શેરોમાં વેચવાલી નીકળી હતી. બીએસઇ રીયાલ્ટી ઇન્ડેક્ષ ૪૮.૨૬ પોઇન્ટ તૂટીને ૧૬૩૩.૫૬ રહ્યો હતો. એચડીઆઇએલ રૃા.૫.૬૫ તૂટીને રૃા.૭૬.૨૫, યુનીટેક રૃા.૨૨.૪૫, ઇન્ડિયા બુલ્સ રીયલ એસ્ટેટ રૃા.૧.૯૦ ઘટીને રૃા.૫૮.૮૦, ડીએલએફ રૃા.૬.૨૦ ઘટીને રૃા.૧૯૮.૩૫, શોભા ડેવલપર્સ રૃા.૮.૯૦ ઘટીને રૃા.૩૪૦.૪૦ રહ્યા હતા.
લાર્સનનો નેટ નફો ૧૯ ટકા વધ્યો ઃ ઓર્ડર બુક રૃા.૧.૫૩ લાખ કરોડ છતાં પ્રોફીટ બુકીંગે શેર ઘટયો ઃ ભેલ રૃા.૯ ગબડયો
પાવર-કેપિટલ ગુડ્ઝ શેરોમાં ગત સપ્તાહમાં પાવર ઇક્વિપમેન્ટ પર ૨૧ ટકા આયાત ડયૂટીને મંજૂરીએ ખરીદી બાદ નીકળેલી નફારૃપી વેચવાલી આજે વધતી જોવાઇ હતી. લાર્સન એન્ડ ટુબ્રોના જૂન ૨૦૧૨ અંતના ત્રિમાસિક પરિણામ એકંદર સારા નીવડી ચોખ્ખો નફો ૧૯ ટકા વધીને રૃા.૮૯૦ કરોડ અને કુલ આવક ૨૬ ટકા વધીને રૃા.૧૨૦૭૮ કરોડ જાહેર થવા સાથે ઓર્ડર પ્રવાહમાં ૨૧ ટકા વૃધ્ધિએ રૃા.૧૯૫૯૪ કરોડના નવા ઓર્ડરો મેળવતા ઓર્ડર બુક રૃા.૧,૫૩,૦૯૫ કરોડ પહોંચવા છતાં શેરમાં નફારૃપી વેચવાલીએ રૃા.૧૫.૫૫ ઘટીને રૃા.૧૩૭૪.૫૦, ભેલ રૃા.૯.૦૫ તૂટીને રૃા.૨૧૯.૮૦, ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ રૃા.૧૧.૯૫ તૂટીને રૃા.૧૧૮.૧૫, રિલાયન્સ પાવર રૃા.૪.૨૦ તૂટીને રૃા.૯૯.૪૫, એબીબી રૃા.૨૫.૬૦ તૂટીને રૃા.૭૩૬.૯૫, સિમેન્સ રૃા.૧૯.૮૦ ઘટીને રૃા.૬૬૬.૨૫, લેન્કો ઇન્ફ્રા. રૃા.૧૪.૦૫, જીએમઆર ઇનફ્રા. રૃા.૧ તૂટીને રૃા.૨૩.૩૫, ટાટા પાવર રૃા.૨.૧૫ ઘટીને રૃા.૯૭.૪૦, પુંજ લોઇડ રૃા.૨.૪૦ તૂટીને રૃા.૫૦.૯૦ રહ્યા હતા. બીએસઇ પાવર ઇન્ડેક્ષ ૫૨.૨૮ પોઇન્ટ તૂટીને ૧૮૮૧.૧૨ અને કેપિટલ ગુડઝ ઇન્ડેક્ષ ૧૯૬.૧૦ પોઇન્ટ તૂટીને ૯૭૪૫.૯૫ રહ્યા હતા.
ચોમાસું નબળું ઃ બેંકોની એનપીએમાં જંગી વધારો થશે ! બેંક શેરોમાં નવેસરથી ઓફલોડીંગ શરૃ
ખરડાયેલા સેન્ટીમેન્ટ સાથે હવે ચોમાસું નબળુ નીવડી રહ્યું હોઇ કૃષિ ક્ષેત્રે વૃધ્ધિને ફટકો પડવાની અને ઔદ્યોગિક ક્ષેત્રે મંદીની ચિતાએ બેંકોની ડૂબત લોનો-એનપીએમાં જંગી વધારો થવાના જોખમે બેંકિંગ શેરોમાં નવેસરથી ઓફલોડીંગ શરૃ થયું હતું. બીએસઇ બેંકેક્ષ ઇન્ડેક્ષ ૨૩૬.૮૫ પોઇન્ટ તૂટીને ૧૧૮૦૫.૧૮ રહ્યો હતો. યશ બેંક રૃા.૧૨.૫૦ તૂટીને રૃા.૩૪૦.૮૫, કેનરા બેંક રૃા.૧૩.૨૦ ઘટીને રૃા.૩૮૮.૮૫, આઇડીબીઆઇ બેંક રૃા.૨.૬૦ ઘટીને રૃા.૯૦, આઇસીઆઇસીઆઇ બેંક રૃા.૨૨.૫૫ તૂટીને રૃા.૯૧૨.૪૫, બેંક ઓફ ઇન્ડિયા રૃા.૬.૯૫ ઘટીને રૃા.૩૧૮, કોટક મહિન્દ્રા બેંક રૃા.૧૧.૪૫ તૂટીને રૃા.૫૫૨, ફેડરલ બેંક રૃા.૮.૪૦ ઘટીને રૃા.૪૦૮.૦૫, બીઓબી રૃા.૧૩.૯૫ ઘટીને રૃા.૬૮૨.૩૦, સ્ટેટ બેંક રૃા.૪૨ ઘટીને રૃા.૨૦૯૨.૫૫, પીએનબી રૃા.૧૩.૫૫ ઘટીને રૃા.૮૦૫.૪૦, દેના બેંક રૃા.૩.૭૫ ઘટીને રૃા.૯૫.૭૫, અલ્હાબાદ બેંક રૃા.૫.૧૦ ઘટીને રૃા.૧૩૪.૮૫, આંધ્ર બેંક રૃા.૩.૮૫ ઘટીને રૃા.૧૦૭.૯૫ રહ્યા હતા.
ડોલર ૬૪ પૈસા ઉછળીને રૃા.૫૫.૯૬ ઃ છતાં યુ.એસ. યુરોપ પાછળ આઇટી શેરોમાં ધોવાણ
રૃપિયા સામે ડોલર આજે ૬૪ પૈસા મજબૂત થઇ રૃા.૫૫.૯૬ થઇ જવા છતાં યુ.એસ, યુરોપની કથળતી હાલતે આઇટી શેરોમાં પણ વેચવાલી હતી. વિપ્રો રૃા.૬.૭૫ ઘટીને રૃા.૩૫૬.૪૫, ઇન્ફોસીસ રૃા.૩૧.૪૫ ઘટીને રૃા.૨૧૮૬.૧૫, ઓરેકલ ફીનસર્વ રૃા.૩૩.૨૫ ઘટીને રૃા.૨૫૧૦.૧૫, ટીસીએસ રૃા.૯.૨૫ ઘટીને રૃા.૧૨૧૩.૮૦, ફાઇનાન્શિયલ ટેકનોલોજી રૃા.૨૮.૪૫ ઘટીને રૃા.૭૦૦.૩૫ રહ્યા હતા.
આર્થિક સુધારા ફરી અટકશે ઃ રીટેલ શેરોમાં વેચવાલી ઃ પેન્ટાલૂન, રેમન્ડ, શોપર્સ સ્ટોપ ઘટયા
રાજકીય અસ્થિરતાએ હવે રીટેલ ક્ષેત્રે એફટીઆઇ અર્યાદામાં વૃધ્ધિ સહિતના આર્થિક સુધારા અભરાઇ પર જ રહેવાના અંદાજોએ રીટેલ શેરો તૂટયા હતા. પેન્ટાલૂન રીટેલ રૃા.૧૫ તૂટીને રૃા.૧૭૫, કેવલ કિરણ રૃા.૩૧.૯૦ તૂટીને રૃા.૫૦૨.૨૫, રેમન્ડ રૃા.૧૭.૪૦ ઘટીને રૃા.૩૫૯.૦૫, શોપર્સ સ્ટોપ રૃા.૧૬.૯૫ ઘટીને રૃા.૩૬૮.૬૫, ટ્રેન્ટ રૃા.૨૪.૫૦ ઘટીને રૃા.૧૦૫૪.૪૫ રહ્યા હતા.
૨૦૮ શેરોમાં મંદીની સર્કિટ ઃ માર્કેટ બ્રેડથ ખરાબ ઃ ૧૭૯૪ શેરો ઘટયા ઃ ૯૯૦ વધ્યા
સ્મોલ -મિડ કેપ, 'બી' ગુ્રપના સંખ્યા બંધ શેરોમાં ગભરાટરૃપી વેચવાલીએ આજે માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ થઇ હતી. બીએસઇમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૯૨ સ્ક્રીપમાંથી ઘટનારની સંખ્યા ૧૭૯૪ અને વધનારની ૯૯૦ હતી. ૨૦૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૯૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ હતી.
યુરોપમાં ૭૦ થી ૧૪૦ પોઇન્ટના ગાબડાં ઃ હેંગસેંગ ૫૮૭, નિક્કી ૧૬૨, તાઇવાન ૧૩૬ તૂટયા
યુરોપમાં સ્પેન-ગ્રીસની કફોડી હાલતે યુરોપના બજારોમાં ૭૦ થી ૧૪૦ પોઇન્ટના ગાબડા પડયા હતા. એશીયામાં જાપાનનો નિક્કી ઇન્ડેક્ષ ૧૬૧.૫૫ પોઇન્ટ તૂટીને ૮૫૦૮.૩૨, હોંગકોંગનો હેંગસેંગ ૫૮૭.૩૩ પોઇન્ટ તૂટીને ૧૯૦૫૩.૪૭, ચીનનો સાંઘાઇ ૨૭.૨૪ પોઇન્ટ તૂટીને ૨૧૪૧.૪૦, તાઇવાન વેઇટેજ ૧૩૫ પોઇન્ટ તૂટી ૭૦૨૯ હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
માયાવતીએ બદલેલા આઠ જિલ્લાના નામને અખિલેશે નવેસરથી પાડયા
વધુ બે જણના મોત સાથે આસામ હિસામાં કુલ ૧૯ હોમાયા

યુરોપ કટોકટી પ્રબળ થતા ભારત સહિત વૈશ્વિક શેરબજારોમાં ગાબડાં

મારુતિના પ્લાન્ટમાં અધિકારીઓ માટે કોઇ સુરક્ષા નહોતી
સુપ્રીમે હજ યાત્રાળુઓના સરકારી ક્વોટામાં કરેલો ધરખમ ઘટાડો

ચેમ્પિયન બોલ્ટની ફિટનેસ અંગે ઘેરાતું રહસ્ય ઃ બ્લેક અપસેટ સર્જશે?

આજે રમાનાર બીજી વન ડે અમે જીતવાના ઈરાદા સાથે રમીશું
દોઢ વર્ષથી વધુ અરસા બાદ ગેલ વિન્ડિઝ તરફથી ટેસ્ટ રમશે
દુકાળ, યુ.એસ-યુરોપની કથળતી હાલતે વૈશ્વિક બજારોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૨૮૧ તૂટીને ૧૬૮૭૭
સોનામાં આગેકૂચ ઃ ચાંદી ઉંચેથી તૂટી ઃ વિશ્વબજારમાં જો કે બંને કિંમતી ધાતુઓમાં પડેલા ગાબડાં
વેચાણને જાળવી રાખવા FMCG કંપનીઓ એકશન પ્લાન ઘડશે
દેશમાં કોલસાની અભૂતપૂર્વ અછતથી વીજ ક્ષેત્રે કટોકટી જેવી સ્થિતિ

ધિરાણ નીતિ પૂર્વે રિઝર્વ બેન્કની આજે મહત્વની બેઠક

ભારતના એથ્લેટ્સ ઓલિમ્પિક્સમાં મેડલ જીતી શકે તેમ નથી લાગતું
સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને ૧૨ રનથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved