Last Update : 24-July-2012, Tuesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૪-૦૭-૨૦૧૨, મંગળવાર

શ્રાવણ સુદ પાંચમ (સુદ છઠ્ઠનો ક્ષય)
કલ્કી જયંતી/ રાંધણ છઠ્ઠ (દ.ગુ.)
શ્રીનાથજીની ઉર્ઘ્વભુજાના દર્શન

 

દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૩ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૯ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૫ મિ.
નવકારસી સમયઃ (અ) ૬ ક. ૫૬ મિ. (સૂ) ૬ ક. ૫૮ મિ. (મું) ૭ ક. ૦૨ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ ઉત્તરાફાલ્ગુની સવારના ૧૧ ક. ૧૧ મિ. સુધી પછી હસ્ત
ગોચર-ગ્રહઃ સૂર્ય-કર્ક મંગળ-કન્યા, બુધ-કર્ક, ગુરૂ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કન્યા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-કન્યા
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન વર્ષા ૠતુ શ્રાવણ સુદ પાંચમને મંગળવાર રા.દિ. શ્રા./ર/માસ/તિથિ/વાર ઃ શ્રાવણ સુદ પાંચમને મંગળવાર (સુદ છઠ્ઠનો ક્ષય)
સુદ છઠ્ઠનો ક્ષય, રાંધણ છઠ્ઠ (દ.ગુ.) અશુભ.
- કલ્કી જયંતી
- ૠક-હિરણ્યકેશી શ્રાવણી
શ્રીનાથજીની ઉર્ઘ્વભુજાના દર્શન.
- એક મહિનામાં ઘીના ભાવ વધે !
- કારતક મહિનામાં કોઈ નેતાનું મૃત્યુ થાય ?, છત્રભંગ થાય ?
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રમજાન માસનો ૪ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ સ્પેર્દાંમંદ માસનો ૧૧ રોજ ખોરશેદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે બજારોની-હવામાનની ફેરફારીમાં આપના નોકરી-ધંધાના કામકાજમાં ઘ્યાન રાખવું. વાહન ધીમે ચલાવવું.

 

વૃષભ ઃ શેરોની લે-વેચમાં, નોકરી-ધંધાના કામકાજમાં લોભ-લાલચ રાખ્યા વગર કામકાજમાં જાગૃતિ-સાવધાની રાખવી.

 

મિથુન ઃ કૌટુંબિક પ્રશ્નમાં, મકાન-વાહન-મીલ્કતના પ્રશ્નમાં, નોકરી-ધંધાની કાર્યવાહીમાં ચંિતા-ઉચાટ-વ્યગ્રતા રહે.

 

કર્ક ઃ નોકર ચાકર, કારીગર વર્ગના કારણે, સહકાર્યકર, ઉપરીવર્ગના કારણે તેમજ વાહનના કારણે આજે તકલીફ-ચંિતા-રૂકાવટ અનુભવો.

 

સંિહ ઃ વધારાનો ખર્ચ-ચંિતા-નાણાંભીડ અનુભવાય. આંખમાં, ખભામાં દર્દપીડાના કારણે રોજીંદા કામમાં તકલીફ પડે.

 

કન્યા ઃ માનસિક વિચારોની નકારાત્મકતા-ચંિતામાં આપના હૃદય-મનને શાંતિ જણાય નહીં. નોકરી-ધંધામાં ઉત્સાહ જણાય નહીં.

 

તુલા ઃ સરકારી-કાનૂની-ખાતાંકીય કામમાં, વિવાદવાળા પ્રશ્નમાં, બેંક હપ્તાની કે અન્ય હપ્તાની ચૂકવણીમાં આપને ચંિતા અનુભવાય.

 

વૃશ્ચિક ઃ પુત્ર પૌત્રાદિક બહાર કે બહારગામ ગયેલ હોય તો તેમની ચંિતા રહે. શેરોના-નોકરી-ધંધાના કામમાં જાગૃતિ રાખવી.

 

ધન ઃ નોકરી-ધંધાના નાણાંકીય લેવડ-દેવડના પ્રશ્ને, ઉઘરાણીના પ્રશ્ને ચંિતા રહે. ધંધાના કામમાં રૂકાવટ-વિલંબ થાય.

 

મકર ઃ ચંિતા-વ્યથા હળવી થાય છતા વાહન શાંતિથી, ધીમેથી ચલાવવું. વિવાદથી દૂર રહેવું. નોકરી-ધંધાનું કામ શાંતિથી કરવું.

 

કુંભ ઃ આજે આકસ્મિક ચંિતા-ઉપાધિના કારણે આપને શાંતિ-રાહત જણાય નહીં. આરોગ્યની કાળજી રાખવી.

 

મીન ઃ પેટ-કમરમાં, મસ્તકમાં દર્દપીડાના કારણે કામ કરવામાં તકલીફ અનુભવો. સ્ફૂર્તિ-ઉત્સાહ-તાજગી જણાય નહીં.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૪-૦૭-૨૦૧૨, મંગળવાર

આજથી શરૂ થઈ રહેલ આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ સુખસંપત્તિમાં, આવકમાં લાભદાયી રહે. આ વર્ષમાં કાર્યસફળતા, પ્રગતિથી ધર્મકાર્ય, આઘ્યાત્મિકતામાં વધારો થાય, નિકટના સગા સંબંધી, મિત્રવર્ગમાં બિમારી-ચંિતા-વિયોગ જણાય.

 

- નોકરી ધંધાના કામમાં યશ-સફળતા મળે. કામની ફેરફારી, સ્થળની ફેરફારી થાય. શારીરિક-માનસિક સ્વસ્થતાના કારણે વઘુ કાર્યક્ષમતા દાખવી શકો.

 

- પુત્ર પૌત્રાદિકના, પત્નીના સહકારથી, તેમના ભાગ્યબળથી આપને વિશેષ ફાયદો, લાભ થાય. પરિવારની આવક, સુખસંપત્તિમાં વધારો થાય.

 

- સ્ત્રી વર્ગને હૃદય-મનની પ્રસન્નતા, શાંતિ ધર્મકાર્યથી અનુભવાય. અવિવાહીતને વિવાહ-લગ્નનું નક્કી થાય. પતિ-સંતાનની પ્રગતિથી આનંદ રહે.

 

- વિદ્યાર્થીવર્ગને સારી વિદ્યાશાખા, વિદ્યા સંસ્થા વિદ્યાભ્યાસ માટે સ્થળાંતરથી પ્રાપ્ત થાય.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

હિન્દી ફિલ્મોના ૧૦૦ વર્ષ નિમિત્તે ઓફિસમાં રીસેસમાં બધા ચર્ચા કરી રહ્યા હતા. એમાં લલ્લુ બોલ્યો, ‘‘હિન્દીની પહેલી મૂંગી ફિલ્મનું નામ કહો જોઉઁ !’’
‘‘અરે! જ્યારે ફિલ્મ મૂંગી જ હતી ત્યારે,’’ છગન જવાબમાં બોલ્યો, ‘‘કોણ કહી શકે કે ફિલ્મ હિન્દી જ હતી ?’’

[Top]
 

આજ ની રેસીપી

કેટલીક નોખી વાનગીઓનો રસથાળ

 

 

મટોકી (આફ્રિકન)

 

 

 

સામગ્રી ઃ ૪ કાચા કેળા, ૨ ચમચી આરારૂટ, ૧ ચમચી આદુ-મરચાં, પ્રમાણસર મીઠું, અડધા લીંબુનો રસ, ૨ ચમચી સાકર, તળવા માટે તેલ, વઘાર માટે ઘી.

 

 

 

રીત ઃ કેળાં છાલ સાથે કૂકરમાં બાફીને હાથેથી છૂંદવા અને થોડું ઘી મૂકી જીરાથી વધારવા. તેમાં મીઠું, આદુ-મરચાં, લીંબુ, સાકર, આરારૂટ નાખી સારી રીતે મિક્સ કરવું. નાના લીંબું જેવડા ગોળા બનાવવા અને તે થોડા આરારૂટમાં રગદોળી, તેલમાં મઘ્યમ તાપે લાલ તળી લેવા. ચટણી સાથે પીરસવા.

 

[Top]
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved