Last Update : 23-July-2012, Monday

 

દેશના ૧૩મા રાષ્ટ્રપતિ બનેલા
મુખર્જી સામે આંતકવાદી અફઝલની દયા અરજી સહિતના પડકારો

રાષ્ટ્રના હિતની બાબતોમાં રાષ્ટ્રપતિ વડાપ્રધાન સાથે સતત સંપર્કમાં રહી શકે છે

નવી દિલ્હી, તા. ૨૨
રાષ્ટ્રપતિ તરીકે પ્રણવ મુખર્જી સરળતાથી ચૂંટાઈ તો આવ્યા પણ તેમનો પથ સુગમ નથી. મુખર્જી સામે અનેક પડકારો આવશે જેમાં સંસદ પરના હુમલાના દોષિત આતંકવાદી અફઝલ ગુરૃની દયા અરજીનો મુદ્દો મોખરે છે.
રાષ્ટ્રપતિ પાસે ફાંસીની સજા પામેલા આવા કેદીઓની ૧૦ કરતા પણ વધુ દયાની અરજીઓ નિર્ણયની રાહમાં છે. જેમાં અફઝલની જેમ બળવંતસિંહ રાજૌનાનો પણ સમાવેશ થાય છે. તેઓ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બીઅંત સિંહની હત્યા બદલ પંજાબની જેલમાં છે. આ ઉપરાંત ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે પણ રાષ્ટ્રપતિની ભૂમિકા મહત્ત્વની રહેશે. સંસદને વિખેરવાનો પણ રાષ્ટ્રપતિને અધિકાર છે.
ભારતીય બંધારણ મુજબ રાષ્ટ્રપતિ એટલે રાષ્ટ્રના વડા પરંતુ વાસ્તવિક સત્તા વડાપ્રધાન તેમજ તેમના પ્રધાનો પાસે હોય છે. વડાપ્રધાનની નિમણૂક વખતે રાષ્ટ્રપતિનો મત મહત્ત્વનો છે.
આગામી ચૂંટણી બાદ કોંગ્રેસ અને ભાજપ બન્ને તેમના સાથીઓના જોરે સરકાર રચવાનો દાવો કરી શકે છે. આ સમયે સંસદમાં સૌથી વધુ બેઠકો ધરાવતા પક્ષને સરકારમાં નિમવો કે ગઠબંધન સારી રીતે ચલાવવાનો દાવો કરનારને સત્તા સોંપવી તે અંગે રાષ્ટ્રપતિએ શું નિર્ણય કરવો તેના સંદર્ભે બંધારણ મૌન છે.
ભારતીય બંધારણે રાષ્ટ્રપતિને બ્રિટનના રાણી જેવા માત્ર ઔપચારિકતા પૂરતા વડા બનાવી દીધા છે. સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપેલો છે કે રાષ્ટ્રપતિ માત્ર ઔપચારિકતા પૂરતા વડા નથી પણ તેઓ નૈતિક સત્તા ધરાવે છે. રાષ્ટ્રપતિ રાષ્ટ્રના હિત, નીતિ અને મહત્ત્વને લગતી બાબતોમાં વડાપ્રધાન સાથે સતત સંપર્કમાં રહી શકે છે. એટલે સત્તાના સમાંતર કેન્દ્ર બન્યા વગર રાષ્ટ્રપતિ સરકારમાં હસ્તક્ષેપ કરી શકે છે. કેટલાક રાષ્ટ્રપતિએ આ ભૂમિકા ભજવવાનું પસંદ કર્યું પણ હતું છતાં મોટાભાગના રાષ્ટ્રપતિ ઔપચારિક વડા જ બની રહ્યા છે.
૧૯૮૦ના ગાળામાં રાષ્ટ્રપતિ બનેલા ઝૈલ સિંહે રાજીવ ગાંધીના વડપણ હેઠળની સરકાર સામે બાથ ભીડી હતી. ૧૯૯૮માં સોનિયા ગાંધીના ૫૪૫માંથી ૨૭૨ બેઠકોના દાવા છતાં રાષ્ટ્રપતિ કે.આર. નારાયણનને તેમના દાવા પર ભરોસો ન બેઠો અને તેમણે ભાજપને સરકાર રચવા આમંત્રણ આપ્યું. શંકર દયાળ શર્માએ પણ તેમના વિશેષ અધિકારોનો ઉપયોગ કર્યો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજની ફિલ્મોમાં સેક્સ અને અશ્લીલ ભાષાનું મહત્ત્વ વધી ગયું છે
ફલાઈટ રદ થવાથી શબાના આઝમી અને જયા બચ્ચન હીથ્રો એરપોર્ટ પર ફસાયા
પ્રભુદેવા ક્રિકેટર વિરાટ કોહલીને હીરો તરીકે લોન્ચ કરવાની તૈયારીમાં
સિધ્ધાર્થનું ડેવિડ ધવનની તેમજ દીપા મહેતાની ફિલ્મથી બોલીવુડમાં પુનરાગમન
અનિલ કપૂર ઓલિમ્પિકની ઓપનિંગ સેરિમનીમાં ભાગ લેવા જશે
મુંબઈ-અમદાવાદ એસી ડબલડેકર ટ્રેનનો ૩૦ જુલાઈથી પ્રારંભ થશે
સાયન-પનવેલ હાઈવે પહોળો કરવા ૩૫૦૦ વૃક્ષનું નિકંદન

દેશના ૫૩ મોટા શહેરમાં મુંબઈ ગુનાખોરીમાં છેક તળિયે પહોંચ્યું

લંડનના ઓલિમ્પિક વિલેજમાં ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવાયો

ફ્રેન્કલીન ઓલિમ્પિક સ્વિમિંગની સાત ઇવેન્ટમાં ભાગ લઇને ઇતિહાસ રચશે
સરદારા અને ઈગ્નેશ ઇજાગ્રસ્ત બનતા ભારતીય હોકી ટીમ ચિંતિત
બ્રિટનના સાઇકલીસ્ટ વિજીન્સ ટુર ડી ફ્રાન્સમાં ચેમ્પિયન
ઓસ્ટ્રેલિયા સામેની સદી બાદ મારી બેટિંગમાં નિખાર આવ્યોઃકોહલી
અમિતાભ બચ્ચનના બંગલામાં અજાણ્યા શખસની ઘૂસણખોરી
પ્રતિભા પાટીલ ૩૪૦ ખંડના રાષ્ટ્રપતિ ભવનમાંથી ચાર રૃમના બંગલામાં જશે
 
 

Gujarat Samachar Plus

પૈસા નહી લાઇફ સ્ટાઇલ માટે માઈગ્રેશન
મોન્સૂનમાં બ્રાઇટ રંગો રૂપને નિખારે છે
એસેન્સિઅલ ઓઇલથી એલર્જી અને રીએક્શન થઇ શકે છે
ઓછું બેસો વઘારે જીવો
શહેરના યંગસ્ટર્સમાં ડિઝાઇનંિગ કારનો ક્રેઝ
શનિવાર કોલેજમાં નહીં મલ્ટિપ્લેક્સમાં
વઘુ પડતુ કામનું ભારણ આયુષ્ય ઘટાડે છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકનું ૮૦ ફુટનું પોસ્ટર લગાવાયું
કેટરીનાના યશરાજ સ્ટુડિયોમાં ધામા
રિચા ચઢ્ઢાને ભણસાળી ગુજરાતી ફિલ્મમાં ચમકાવશે
ન્યૂડ ફોટોગ્રાફી માટે એવોર્ડની માંગઃ શર્લિન
એન્જેલા જોન્સન ‘શેરખાન’માં સલ્લુ સાથે ઇલુ ઇલુ
જ્હોન અબ્રાહમની જુબાને ‘ફિટ’ રહેવાના કીમિયા
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved