Last Update : 22-July-2012, Sunday

 

એર હોસ્ટેસ કી અસલી પહેચાન...

- મન્નુ શેખચલ્લી
એક ઈન્ટરનેશનલ એરપોર્ટની સામે જ એક ફાઈવ સ્ટાર હોટલ હતી. અહીં દેશ વિદેશના પેસેન્જરો ઉપરાંત જુદી જુદી એર-લાઈન્સના પાયલોટો અને એર-હોસ્ટેસોને ઉતારો આપવામાં આવતો હતો.
એર-હોસ્ટેસો જ્યારે ડ્યૂટી પરથી ડાયરેક્ટ હોટલ પર આવે ત્યારે તો પોતાની એરલાઈન્સના યુનિફોર્મમાં હોય, પરંતુ એ સિવાય તો એ પોતાનાં અંગત વસ્ત્રોમાં હોય ને?
એ હોટલમાં રહેતા એક ગુજરાતી ટુરિસ્ટે મેનેજર જોડે શરત મારી કે ‘‘હું કોઈપણ લેડી જોડે વાત કરીને કહી આપીશ કે એ કઈ એરલાઈન્સની એરહોસ્ટેસ છે!’’
થોડી મિનીટો પછી એક નાજુક નમણી સુંદર ચહેરાવાળી યુવતી આવતી દેખાઈ. ગુજરાતીએ એની નજીક જઈને પૂછ્‌યું ઃ
‘‘એકસ્કયુઝ મિ, કેન યુ પ્લીઝ ટેલ મિ વ્હેર આઈ કેન ફાઈન્ડ મેન્સ ટોઈલેટ?’’
હકીકતમાં મેનર્સના હિસાબે તો ‘ટોઈલેટ’ને બદલે ‘વોશ-રૂમ’ બોલવું જોઈએ. પણ પેલી યુવતીએ સ્હેજ પણ ખોટું લગાડ્યા વિના સ્માઈલ આપીને આપણા ગુ્‌જુભાઈને વોશરૂમનો રસ્તો બતાડ્યો.
પેલી ગઈ કે તરત ગુજ્જુભાઈએ આવીને મેનેજરને કહ્યું, ‘‘થાઈલેન્ડની થાઈ એરલાઈન્સની એરહોસ્ટેસ હતી. રાઈટ?’’
મેનેજર શરત હારી ગયો. બે પાંચ મિનીટ પછી બીજી એક સાડી પહેરેલી સન્નારી આવતી દેખાઈ.
એનું શરીર ભારે હતું, ચહેરા પર વધારે પડતા મેકપના થથેડા હતા, ચાલતી વખતે સેન્ડલ ઘસાવાનો અવાજ આવતો હતો અને હાથમાં મોટી મોટી ચાર શોપંિગ બેગો હતી.
ગુજુભાઈએ એને જઈને પૂછ્‌યું ‘‘મેડમ, કેન યુ પ્લીઝ શૉ મિ, વ્હેર ઈઝ મેન્સ ટોઈલેટ?’’
પેલીએ ડોળા કાઢ્‌યા ‘‘ક્યા મૈં ઈન્કવાયરી કાઉન્ટર દિખતી હું? ખુદ ઢૂંઢ લો ના?’’
ગુજુભાઈએ તરત પાછા આવીને કહ્યું, ‘‘ઈન્ડીઅન એરલાઈન્સ!’’
મેનેજરે હા પાડ્યા વિના છૂટકો નહોતો.
એટલામાં હોટલની બહાર કંઈક હોહા થઈ હોય એવા અવાજો આવ્યા. બન્ને જણાએ બહાર જઈને જોયું તો કાર-પાર્કંિગ એરિયામાં બે સિક્યોરીટીવાળા એક યુવતીને પકડીને લઈ જતા દેખાયા.
‘‘શું બબાલ છે?’’ ગુજુએ પૂછ્‌યું.
‘‘અરે રોજનો ત્રાસ છે ‘‘સિક્યોરીટીવાળાએ કીઘું’’ આ છોકરી જેની ને તેની પાસે આવીને ઈંગ્લીશમાં ભીખ માગે છે...’’
ગુજુએ ચપટી વગાડતાં જ કહી આપ્યું ‘‘કીંગફીશર એરલાઈન્સ?!! રાઈટ?’’
Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved