Last Update : 22-July-2012, Sunday

 

જીમે ‘અખાડા’ અને રેસલીંગે ‘કુસ્તી’ ભૂલાવી...
ઑલિમ્પિકમાં રેસલીંગ ક્ષેત્રે ગૉલ્ડ મેડલની ઉજળી આશા

 

- કૉમનવૅલ્થમાં ૧૯ મેડલ જીતનાર કુસ્તીબાજોની તડામાર તૈયારી

 

જ્યારથી જીમ્નેશીયમ (જીમ) આવ્યા ત્યારથી કુસ્તી, અખાડા, મલ્લબાજી, અખાડાની કસરતો વગેરે પર અલ્પવિરામ મૂકાઇ ગયું હતું. નવી પેઢી જીમમાં જઉં છું એમ ગૌરવપૂર્વક કહે છે પરંતુ ‘અખાડા’ને તે જુનવાણી સમજે છે. જીમ અને અખાડા બંનેનો મુખ્ય હેતુ મસલ્સવાળું બોડી બનાવવાનો છે. જોકે લેડીઝ જીમ જોવા મળે છે પરંતુ લેડીઝ અખાડાનો ઉલ્લેખ ક્યારેય થતો નથી. બોલીવુડના અભિનેતાઓએ યુવા પેઢીને સીક્સ-પૅકનો જાદુ બતાવ્યો છે. જોકે લોકમાન્યતા એવી છે કે ભૂતકાળમાં અખાડા એ કસરતી શરીર બનાવતા હતા જે કાયમ માટે રહેતું હતું જ્યારે ‘જીમ’ની પ્રેકટીસ છોડ્યા પછી શરીર બેડોળ બની જાય છે.
તેમ છતાં શહેર કે ટાઉન લેવલમાં અખાડા શોધવા પડે એવી સ્થિતિ છે. અખાડાની કુસ્તી અને તેના હોકારો-પડકારા તો નસીબવંતાઓને જ સાંભળવા મળે છે. ઉત્તરપ્રદેશ અને બિહારમાં આવા પ્રાચીન અખાડા જોવા મળે છે. સમાજવાદી પક્ષના નેતા અને કેન્દ્રમાં યુપીએ સરકારના પ્રખર ટેકેદાર મુલાયમસંિહ યાદવ અખાડા ચેમ્પિયન હતા, ત્યારે તે કછોડા વીંટાળીને મલ્લયુઘ્ધ લડતા હતા અને પ્રતિસ્પર્ધીને ચિત્ત કરતા હતા જ્યારે હવે તે રાજકીય મોરચે પણ ભલભલા પ્રતિસ્પર્ધીઓને ચિત્ત કરી રહ્યા છે.
અખાડાઓ ભૂંસાઇ રહ્યા છે તેની પાછળનું કારણ જુનવાણી સ્ટાઇલ છે; આ ઉપરાંત કરાટે, ફૂંગ-ફૂ જેવી ચફલ રમતોએ કુસ્તીને બાજુ પર હડસેલી દીધી છે. અખાડા જ્યારે ફુલ-ફ્‌લેથ કામ કરતા હતા ત્યારે શસ્ત્રોનો ઉપયોગ ઓછો થતો હતો પરંતુ હવે જ્યારે રિવોલ્વર અને એકે-૪૭ જેવા શસ્ત્રોનો વપરાશ વઘ્યો ત્યારે મલ્લયુઘ્ધથી નહીં પણ દૂરથી જ દુશ્મનોને પરાસ્ત કરવાનો આસાન માર્ગ અપનાવાતો થયો હતો. ટીવી પર દર્શકો રેશલીંગની ફાઇટ મોટા પાયે માણે છે. નાના-મોટા સૌને તેમાં રસ પડે છે. આપણે ત્યાં જુની ફિલ્મોમાં ક્યારેક અખાડાના દાવ જોવા મળતા હતા પરંતુ હવે તો રથયાત્રા દરમ્યાન સાથે રહેતા અખાડાવાળા અંગ કસરતો સહિતના દાવ બતાવે છે.
અખાડા, જીમ વગેરેની ચર્ચા અહીં એટલા માટે છે કે લંડન ઓલિમ્પિકસમાં ભારતને કુસ્તીબાજીના ક્ષેત્રે ગૉલ્ડ મેડલ જીતવાની આશા છે.
૧૯૫૮થી કુસ્તી ચેમ્પીયનશીપમાં હંિદ-કેસરીનો ખિતાબ આપવામાં આવે છે. પૂણેથી ૧૦૦ કિ.મી.ના અંતરે આવેલા કોલ્હાપુરમાં કે જ્યાં ૭૦ અખાડાઓ છે ત્યાં ગત વર્ષોમાં અખાડાના સ્થાપક શાહુ મહારાજની જન્મશતાબ્દી ઉજવણીમાં યોજાયેલ કુસ્તી મહોત્સવ જોવા એક લાખ લોકો ઉમટી પડ્યા હતા.
જોકે જુની પુરાણી કુસ્તી હવે લુપ્ત થવાના આરે છે. અખાડા પ્રવૃત્તિની જગ્યાએ જીમ અને કુસ્તીની જગ્‌એ રેશલીંગે સ્થાન લેતા આગામી દશ વર્ષમાં તો અખાડા કે કુસ્તી નામની વસ્તુ ભાગ્યે જ જોવા મળશે.
લંડન ઓલિમ્પિકના આડે માંડ દશ દિવસ રહ્યા છે ત્યારે કુસ્તી પર સૌથી વઘુ મદાર રાખવામાં આવ્યો છે. ભારતને ૨૦૦૮ની ઓલિમ્પિકમાં ગૉલ્ડ મેડલ અને ૨૦૧૦માં વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ સુશીલકુમાર હાલના એશિયન ચેમ્પિયન યોગેશ્વર દત્ત અને અમિત કુમાર જેવાઓને ઈન્ટરનેશનલ લેવલ માટે તૈયાર કરાયા છે. લંડન ઓલિમ્પિકમાં જનાર કુસ્તીબાજો (રેશલીંગ)ની ટીમમાં આ ત્રણેયનો સમાવેશ છે. હરિયાણાના એક નાના ગામમાં રહેતો અમિત અખાડામાં જતો થયો પછી બે વર્ષની ટ્રેનીંગમાં તો મેડલો જીતતો થઇ ગયો હતો.
ભારતે કુસ્તીમાં આઘુનિક ટેકનોલોજી તાત્કાલીક સ્વિકારી નહીં કે દરમ્યાન રશિયા, અમેરિકા, જાપાન, ઈરાન વગેરે આગળ આવવા લાગ્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે જે મેટ પર વિશ્વના કુસ્તીબાજો પ્રેકટીસ કરતા હતા તેવી મેટ તો ભારતના કુસ્તીબાજોએ ઘરઆંગણે પ્રેકટીસ કરતા જોઇ પણ નહોતી. કુસ્તી અને ફ્રી સ્ટાઇલ રેશલીંગમાં ઘણું સામ્ય છે. બંનેના કાયદા અને ટેકનીક સમાન છે પરંતુ એક અખાડાની રેતીવાળા મેદાનમાં લડાય છે જ્યારે બીજી મેટ પર લડાય છે. નવી મેટ પર તૈયાર થયેલો સુશીલકુમાર જ્યારે ૧૯૯૮માં વર્લ્ડ કેડર ગેમમાં ગૉલ્ડ જીત્યો ત્યારે ભારતના સ્પોર્ટસ મંત્રાલયને થયું હતું કે ઈન્ટરનેશનલ રેશલીંગમાં ભારત ચમકી શકે છે. કૉમનવૅલ્થ ગેમમાં - (૨૦૧૦) ભારતે ૧૯ મેડલ જીત્યા હતા. ઈન્ટરેનશનલ રેશલીંગ આવ્યું ત્યારે લાગ્યું કે કુસ્તીનો મૃત્યુઘંટ વાગી ગયો છે.
કુસ્તીની વાત આવે એટલે ભારતના લોકોની નજર સામે ગ્રેટ ગામા પહેલવાન (ગુલામ મોહમ્મદ)નું નામ આવે છે. ૧૯૧૦માં ગામાનું નામ હતું તો ૧૯૨૧માં ગૉબોર ગુહા, ૧૯૩૪માં રશીદ મીલાન અનવર, ૧૯૫૨માં કે.ડી. જાદવ, ૧૯૮૨માં સતપાલ સંિહ, ૨૦૦૮માં સુશીલકુમાર અને ઓલિમ્પિકમાં ક્વોલીફાય થયેલ ભારતની મહિલા રેશલર ગીતા ફૉગટનો સમાવેશ થાય છે.
લંડન ઓલિમ્પિકમાં ભારતના કુસ્તીબાજો છવાઇ જાય એવી શુભેચ્છાઓ સમગ્ર ટીમને મળી રહી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મુંબઇના સાક્ષીઓની ઉલટ તપાસ માટે પાકિસ્તાન લેખિત માગણી કરશે

સિરિયાના સંરક્ષણ પ્રધાનનું આત્મઘાતી ધડાકામાં મોત
ઈટાલીમાંથી મળી આવેલું હાડપિંજર મોનાલીસાનું હોઈ શકે છે
મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
 

 

 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved