Last Update : 22-July-2012, Sunday

 

ભારતીય માછીમારની હત્યા અમેરિકા - ઈરાનના યુદ્ધની રણભેરી છે?

ઈરાન સામે યુદ્ધ થાય તો પર્શિયન ગલ્ફનું મહત્ત્વ વધી જાય એમ સમજી અમેરિકાએ આ વિસ્તારમાં નૌકાકાફલાની જમાવટ કરી તેની ઝપટમાં ભારતના માછામારો આવી ગયા છે

ઈરાનના અણુ મથકો ઉપર નિયંત્રણ બાબતમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ટેન્શન વધી રહ્યું છે. અમેરિકાએ ઈરાન સામેના વ્યાપારી પ્રતિબંધોને વધુ સખત બનાવ્યા છે. આ ટેન્શનને કારણે અમેરિકાનો નૌકા કાફલો પર્શિયન ગલ્ફ ઉપર કબજો જમાવીને બેઠો છે. આ કારણે પર્શિયન ગલ્ફમાં તંગદિલીનું વાતાવરણ પેદા થયું છે. આ તંગદિલીને કારણે દુબઈ નજીક ભારતના નિર્દોષ માછીમારની અમેરિકી યુદ્ધ જહાજ દ્વારા હત્યા કરવામાં આવી છે. આ હત્યા કરીને તેણે ભૂલ કરી છે, એવું સ્વીકારવા પણ અમેરિકાનું સૈન્ય તૈયાર નથી.
ગયા ફેબુ્રઆરી મહિનામાં કેરળના દરિયા કિનારે ઈટાલીના એક જહાજમાંથી આડેધડ ગોળીબાર કરીને ભારતના બે માછીમારોની હત્યા કરવામાં આવી હતી. હવે તામિલનાડુમાંથી યુનાઈટેડ આરબ અમિરાત્સની સ્ટીમરમાં નોકરી કરવા ગયેલા માછીમારો ઉપર અમેરિકન નેવીના કમાન્ડોએ ફાયરીંગ કરીને એકની લાશ પાડી દીધી છે અને ત્રણને જખમી કર્યા છે. આ ઘટના કોઈ પરચૂરણ બનાવ નથી, પણ તેની પાછળ આ વર્ષના જાન્યુઆરી મહિનાથી ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલો સંઘર્ષ જવાબદાર છે. યુનોની સલામતી સમિતિમાં ઈરાનની વિરુદ્ધમાં જે ઠરાવ પસાર કરાવવામાં આવ્યો છે તેના પાલન માટે ઈરાન ઉપર દબાણ કરવા અમેરિકાએ પોતાના લશ્કરી દળોની જમાવટ ઈરાનની આજુબાજુ કરી છે. પર્શિયન ગલ્ફમાં રહેલાં અમેરિકી વિમાનવાહક જહાજ ઉપર વધુ વિમાનો મોકલવામાં આવ્યાં છે. આ ઉપરાંત પર્શિયન ગલ્ફમાં એક એવું જહાજ મોકલમાં આવ્યું છે, જે દરિયામાં અને જમીન ઉપર પણ કામગીરી બજાવી શકે તેમ છે. આ જહાજનો ઉપયોગ ઈરાનમાં લશ્કર ઉતારવા થઈ શકે છે.
અમેરિકાના નૌકાદળે એવો ખુલાસો કર્યો છે કે ભારતીય માછીમારો સાથેની દુબઈની સ્ટીમરને ચેતવણી આપવામાં આવી હતી. આ ખુલાસાને દુબઈના પોલીસ વડા લેફટનન્ટ જનરલ તામિમે જ રદિયો આપ્યો છે. તામિમે કહ્યું છે કે આ સ્ટીમરના કેપ્ટને કોઈ ચેતવણી સાંભળી નહોતી અને તે અમેરિકાના યુદ્ધ જહાજની એટલી નજીક પણ નહોતી ગઈ કે જેનાથી યુદ્ધ જહાજને કોઈ ખતરો પેદા થાય. માછીમારોની નજીક આવતી સ્ટીમરને અટકાવવા માટેના અન્ય ઉપાયો પણ અમેરિકાનું યુદ્ધ જહાજ અજમાવી શક્યું હોત. વળી દુબઈની આજુબાજુ દરિયાઈ ચાંચિયાઓનો કે ત્રાસવાદીઓનો પણ કોઈ ખતરો નથી, જેને કારણે અમેરિકી નૌકાદાળને ગોળીબાર કરવાની ફરજ પડી હોય. અમેરિકાના સત્તાવાળાઓ કહે છે કે આ ઘટના આંતરરાષ્ટ્રીય જળસીમામાં બની છે, પણ દુબઈના સત્તાવાળાઓ કહે છે તે દુબઈની જળસીમામાં જ બની છે.
ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષમાં ભારતની હાલત તંગ દોર ઉપર નર્તન કરવા જેવી છે. સદીઓથી ભારતના ઈરાન સાથે વેપારી સંબંધો છે. આજની તારીખમાં પણ ભારત ઈરાનથી ખનિજ તેલની મોટા પ્રમાણમાં આયાત કરે છે. ઈરાન અને ભારત વચ્ચે જો ગેસની પાઈપલાઈન નાંખવામાં આવે તો તેનાથી બંને દેશોને ફાયદો થઈ શકે તેમ છે. યુનોની સલામતી સમિતિએ ઈરાન સામે વેપારી પ્રતિબંધો લાદવા માટેનો જે કરાર કર્યો તેનું ભારતે નિષ્ઠાથી પાલન કર્યું છે. આ ઠરાવમાં ખનિજ તેલની આયાતને મુક્તિ આપવામાં આવી છે. તેમ છતાં અમેરિકા ભારત સામે ઈરાનથી ખનિજ તેલની આયાત પણ બંધ કરવા દબાણ વધારી રહ્યું છે. ભારતે આ દબાણ સામે ઝૂકી જવાનો ઈનકાર કર્યો છે.
અમેરિકી સૈન્ય દ્વારા વિદેશના દરિયામાં એક નિર્દોષ ભારતીય નાગરિકની હત્યા કરી નાંખવામાં આવી એ ઘટના અગમની એંગાણી જેવી છે. જો અમેરિકા ઈરાન ઉપર લશ્કરી હુમલો કરે તો ગલ્ફના દેશોમાં રહેતાં આશરે ૬૦ લાખ ભારતીયોની સલામતી જોખમમાં આવી પડે તેમ છે.
ઈરાનના અણુ કાર્યક્રમના મુદ્દે અમેરિકા દ્વારા જે આક્રમક વલણ અખત્યાર કરવામાં આવી રહ્યું છે, તેનો રાજદ્વારી રીતે મુકાબલો કરવો પણ જરૃરી છે. જો ખાડી વિસ્તારમાં એક વધુ યુદ્ધ થશે તો તેને કારણે સમગ્ર ઉપખંડની સ્થિરતા જોખમાઈ જાય તેમ છે. આ સંભવિત યુદ્ધને અટકાવવા માટે ભારતે અન્ય દેશોની સહાય લઈને અમેરિકા સામે ઘરી ઊભી કરવાની જરૃર છે. ઈરાન સામે મોરચો માંડવાના મુદ્દે અમેરિકા ભારતને પોતાના પક્ષમાં ખેંચવાના પ્રયાસો પણ કરી રહ્યું છે. તાજેતરમાં અમેરિકાના પ્રમુખ ઓબામા દ્વારા ભારત ઉપર આર્થિક સુધારાઓના મુદ્દે જે દબાણ વધારવામાં આવી રહ્યું છે એ પણ ભારતને અમેરિકાની ઈરાનનીતિમાં સામેલ કરવાની વ્યૂહરચનાનો ભાગ છે.
ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ થાય તો પર્શિયન ગલ્ફનું વ્યૂહાત્મક મહત્ત્વ બહુ વધી જાય છે. ઈરાને પર્શિયન ગલ્ફમાં સુરંગો બિછાવી દીધી છે, જેથી અમેરિકાના સમુદ્રમાર્ગે થનારા સંભવિત આક્રમણને ખાળી શકાય. અમેરિકાએ તાજેતરમાં એવી જાહેરાત કરી છે કે તે પર્શિયન ગલ્ફને સુરંગમુક્ત કરવા માટેનું મોટું અભિયાન હાથ ધરશે. ઈરાને એવી ધમકી આપી છે કે જો અમેરિકા ઈરાન ઉપર હુમલો કરશે તો તેઓ પર્શિયન ગલ્ફમાં થઈને જતો ફ્રુડ ઓઈલનો પુરવઠો અટકાવી દેશે.
અમેરિકાએ એવી ચેતવણી આપી છે કે તે ૨૦ દેશોને સાથે લઈને સપ્ટેમ્બર મહિનામાં પર્શિયન ગલ્ફમાં મોટું ઓપરેશન હાથ ધરશે. જોકે ઈરાનના નૌકાદળે આ પ્રકારનાં ઓપરેશનની સંભાવના નકારી કાઢી છે.
અમેરિકાએ પર્શિયન ગલ્ફને સુરંગમુક્ત કરવાની કામગીરીની તૈયારીઓ શરૃ પણ કરી દીધી છે. તેણે દરિયામાં સુરંગ શોધી કાઢતી સ્ટીમરની સંખ્યા ચારથી વધારીને આઠ કરી દીધી છે. આ સિવાય તેણે યુએસએસ પોન્સ નામનું જંગી માલવાહક જહાજ પણ કામગીરીમાં મદદરૃપ બનવા માટે મોકલી આપ્યું છે. આ કાફલામાં ચાર સુરંગવિરોધી હેલિકોપ્ટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રશિયાએ ઈરાન સાથે એસ-૩૦૦ પ્રકારનાં પાંચ મિઝાઈલ્સ ખરીદવાનો સોદો કર્યો હતો. અમેરિકાને ડર લાગ્યો કે આ મિઝાઈલનો ઉપયોગ ઈરાન તેની સામે કરશે. તેણે રશિયા ઉપર દબાણ કરીને આ સોદો રદ્દ કરાવી નાંખ્યો તેની સામે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જવાનું ઈરાન વિતારી રહ્યું છે.
અમેરિકી સામાન્ય રીતે પર્શિયન ગલ્ફમાં ત્રણ વિમાનવાહક જહાજ રાખતું હોય છે. પરંતુ ઈરાન સાથેના વણસતા સંબંધોને લક્ષ્યમાં રાખીને તેણે પોતાનો બીજો નૌકા કાફલો પણ પર્શિયન ગલ્ફમાં ચાર મહિના વહેલો ગોઠવવાનો નિર્ણય કર્યો છે.
આ મુજબ આગામી બે મહિનામાં જોનસ સ્ટેઈન્સ નામનું ચોથું વિમાનવાહક જહાજ તેના ૫,૦૦૦ સૈનિકો સાથે ગલ્ફમાં ગોઠવવામાં આવશે. આ કાફલાનો હેતુ દુનિયાનું ત્રણ ચતુર્થાંશ ફ્રુડ ઓઈલ જ્યાંથી પસાર થાય છે તે હોર્મ્ઝની સામુદ્રધૂનીને સ્ટીમરો માટે ખુલ્લી રાખવાનો છે. આ સિવાય દરિયાના પાણીમાં જઈને સુરંગો શોધી કાઢે એવાં ડ્રોન વિમાનો પણ પર્શિયન ગલ્ફમાં ગોઠવવાની અમેરિકાની યોજના છે.
હકીકતમાં છેલ્લા થોડા સમયથી અમેરિકા ઈરાન સામે યુદ્ધે ચડવા માટેનાં બહાનાંઓ શોધી રહ્યું છે. તાજેતરમાં બલ્ગેરિયામાં એરપોર્ટ ઉપર ઈઝરાયલી પર્યટકોને લઈને જતી એક બસ ઉપર ત્રાસવાદીઓનો હુમલો થયો. આ હુમલામાં ઈઝરાયલના સાત નાગરિકો માર્યા ગયા હતા. ઈઝરાયલના વડા પ્રધાને આક્ષેપ કર્યો છે કે આ હુમલા પાછળ ઈરાને તૈયાર કરેલા ત્રાસવાદીઓનો હાથ છે. આ હુમલાને બહાનું બનાવીને ઈઝરાયલ જો ઈરાનનાં અણુ મથકો ઉપર ત્રાટકે તો પણ યુદ્ધનો પ્રારંભ થઈ શકે છે. ઈઝરાયલ ઈરાન ઉપર કોઈ પણ બહાનાં વગર ત્રાટકે તેના કરતાં તેને આવું કોઈ સજ્જડ બહાનું મળી જતું હોય તો તે રાજકીય દૃષ્ટિએ વધુ ફાયદાકારક છે.
યુનોની સલામતી સમિતિએ ઈરાનનો અણુ કાર્યક્રમ અટકાવવા તેની સામે સજ્જડ વેપારી પ્રતિબંધો લાદ્યા છે. ઈરાનમાંથી ખનિજ તેલની નિકાસ બિલકુલ બંધ થઈ જાય અને તેનું અર્થતંત્ર પાંગળું બની જાય એ માટે પણ અમેરિકા પોતાની વગનો ઉપયોગ કરી રહ્યું છે. તેમ છતાં ઈરાન ઉપર તેની ધારી અસર નથી થતી એટલે અમેરિકા અકળાયું છે. અમેરિકા એક બાજુએ ભારત ઉપર ઈરાનથી ખનિજ તેલની આયાત બંધ કરવાનું દબાણ કરી રહ્યું છે તો બીજી બાજુ ભારતની એક વીમા કંપનીએ ઈરાનમાંથી ખનિજ તેલની નિકાસ કરતાં ટેન્કરોનો વીમો લેવાનું નક્કી કર્યું છે. આ કારણે પણ અમેરિકા નારાજ છે. અમેરિકાની જાસૂસી સંસ્થાઓનો હેવાલ કહે છે કે ઈરાન અણુ બોમ્બ બનાવવાથી માત્ર એક વર્ષ દૂર છે. આ હેવાલને રદિયો આપતાં ઈરાન કહે છે કે તેનો અણુ કાર્યક્રમ માત્ર શાંતિમય હેતુ માટે છે. આ વાત માનવા અમેરિકા તૈયાર નથી.
અમેરિકા યુદ્ધ જહાજ દ્વારા દુબઈના જે માછીમાર જહાજ ઉપર હુમલો કરવામાં આવ્યો તે આંતરરાષ્ટ્રીય જળસીમામાં નહીં પણ સંયુક્ત આરબ અમીરાતની જળસીમામાં કરવામાં આવ્યો હતો. આ કારણે પણ અમેરિકા નૌકાદળ વાંકમાં છે. દુબઈના કાયદા મુજબ અમેરિકી યુદ્ધ જહાજના કેપ્ટન ઉપર અને ગોળીબાર કરનારા સૈનિકો ઉપર માનવહત્યાનો કેસ થઈ શકે છે. જોકે દુબઈના સત્તાવાળાઓ આવો કોઈ કેસ કરે એવી સંભાવના બહુ પાંખી છે. આ હુમલામાં ભારતનો નાગરિક માર્યો ગયો છે, માટે અમેરિકા સાથે આ મુદ્દો ઉઠાવવાનું કામ તો ભારતે કરવાનું છે. કાયમ માટે અમેરિકાથી દબાઈને ચાલનારા ભારતના નેતાઓ અમેરિકાને પાઠ ભણાવવાની હિંમત બતાવી શકશે ખરા?
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved