Last Update : 22-July-2012, Sunday

 
જેનાં અંતિમ દર્શન માટે ટોળેટોળાં ઊમટ્યાં એ સુપર સ્ટાર રાજેશ ખન્ના જીવનના અંતિમ તબક્કામાં એકલો અટૂલો પડી ગયેલો

- રાજેશખન્નાની જીવનકથા પણ એકાદ ફિલ્મી વાર્તા જેવી છે
- મુંબઈના ઠાકુરદ્વારમાં રહેતા એક વેપારી કે.સી. ખન્નાનો એ દત્તક પુત્ર હતો
- જતીનના બદલે રાજેશ નામ એને આપનાર કોણ હતું ?
- ૧૦૬ ફિલ્મોમાં ‘સોલો હીરો’ રહ્યો અને કુલ ૧૬૩ ફિલ્મોમાં કામ કર્યું
- લોકસભા માટે અમદાવાદમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલી
પણ કોંગ્રેસે એના માટે કામ નહીં કરેલું

રાજેશખન્ના નામના એક જમાનાના અભિનેતા સુપર સ્ટારને ઓળખ્યો ને?
ના ઓળખ્યો?
તમારા મમ્મી-પપ્પાને પૂછી જોજો.
અથવા અત્યારના એક પ્રથમ હરોળના હીરો તેમજ છ-સાત ખાનો સામે ઝઝુમી રહેલા કેટલાક હીરોમાંનો એક હીરો અક્ષયકુમારના સસરા તરીકે તો ઓળખ્યો ને?
જવા દો એ બઘું !
ફિલ્મી ગાયનો જ રજૂ કરનારી જે જે ટીવી ચેનલો છે એમાં જૂની ફિલ્મોના (ગોલ્ડન એરા) ગાયનો હોય છે એમાં આનંદ ફિલ્મનું ‘જંિદગી છોટી સી પહેલી’, આરાધનાનું ‘‘મેરી સપનોંકી રાની’’, અમર પ્રેમનું ‘‘યહ ક્યા હુઆ કૈસે હુઆ...’’ જેવા કેટલાક ગાયનો લગભગ દરરોજ ગાયનો હોય છે એ ગાનાર હીરો જેણે પ્લેબેક સીંગર કિશોરકુમારને પુનઃ સ્થાપિત કર્યો અથવા કહો કે કિશોરકુમારને જીવાડ્યો બાકી એ વર્ષોમાં કિશોરકુમાર ખોવાય ગયો હતો. જેમ રાજકપુરના કંઠને મુકેશનો કંઠ માફક થઈ ગએલો એમ રાજેશ ખન્નાને કિશોરકુમારનો કંઠ ‘‘ફીટ’’ થઈ ગએલો.
આજના કિશોર-યુવાનોના મમ્મી પપ્પાના જમાનાનો એ સુપર સ્ટાર. એ જમાનાની હજારો યુવતીઓનો એ સપનાનો રાજકુમાર હતો.
જન્મ એનો અમૃતસરમાં ૧૯૪૨માં ડિસેમ્બરની ૨૯ તારીખે.
ત્યાંથી એ દિલ્લી આવ્યો અને દિલ્લીથી એને મુંબઈ કે.સી. ખન્ના નામના ઠાકુરદ્વારમાં રહેતા એક વેપારીએ એને દત્તક લીધો એટલે એ મુંબઈ આવી ગયો.
ત્યારે એનું નામ જીતેન્દ્ર... જતીન ખન્ના હતું. ત્યાંથી એ સ્કુલ અને કોલેજમાં ગયો જ્યાં એ નાટકોમાં ભાગ લેવા માંડ્યો. એ રીતે એ પોતાની અભિનયકળાની તૃષ્ણાનો પોષતો રહ્યો.
એ વર્ષોમાં એટલે ૧૯૬૦થી ૧૯૭૦ના દસકાના ગાળામાં નવા તાજા અભિનયકારોને ફિલ્મી ક્ષેત્રમાં ખેંચવા કેટલાક નિર્માતાઓએ એક સંસ્થા રચીને સ્પર્ધા રાખીને આખા દેશમાંથી નવયુવાનોને ખેંચેલા જેમાં રાજેશ ખન્ના પણ ખેંચાયો અને એ સ્પર્ધામાં વિજેતા બન્યો. નિર્માતાઓએ જ સ્પર્ધા રાખેલી એટલે વિજેતાને ફિલ્મ મળવાની જરાપણ અડચણ રહેલી નહીં.
એક બીજો નવો અભિનેતા પણ એ સ્પર્ધામાંથી મળેલો. વિનોદ મેહરા એનું નામ. એ પણ સારો અભિનયકાર હતો પણ રાજેશ ખન્નાને એ આંબી શકેલો નહીં. એણે સારી ફિલ્મો પણ આપેલી પરંતુ એનું વહેલું અવસાન થયું. એની જાણીતી ફિલ્મોમાં ‘‘પરદે કે પીછે’’, રેખા સાથેની એક પ્રભાવક વાર્તા વાળી ફિલ્મ ‘‘ઘર’’, અમિતાભ સાથેની ‘‘બે મિસાલ’’ વગેરે ગણાવી શકાય. એને મીના બાક્રા નામની સુશીલ અને સુંદર પત્ની હતી પણ રેખા સાથેના લફરાના કારણે એણે એવી સારી પત્ની છોડી દીધી.
પેલા જીતેન ખન્નાની વાત કરીએ તો... એને ફિલ્મમાં લેવાનું તો નક્કી થયું પણ નામનો લોચો પડ્યો. છેવટે એનું નામ રાજેશ રાખવાનું નક્કી કર્યું... રાજેશ ખન્ના. એ નામ એના કે કે તલવાર નામના કાકાએ શોઘ્યું કે નિર્માતા જી.પી. સિપ્પીએ એ નક્કી નથી.
એ જે હો તે! બાકી કુલ ૧૬૯ ફિલ્મોમાં કામ કરનાર અને એમાંની ૧૦૩ ફિલ્મોમાં ‘‘સોલો હીરો’’ રહીને સફળ ફિલ્મો આપનાર એ રાજેશ ખન્નાની પહેલી ૬ કે ૭ ફિલ્મો ચાલી નહોતી.
દા.ત. ‘‘બહારોં કે સપને’’ નામની એની ત્રીજી ફિલ્મ વખતની ૧૯૬૭ની વાત છે. એ ફિલ્મનું જ્યાં શુટીંગ ચાલતું હતું એ સ્થળ પર રીવાજ મુજબ ટોળું ઉભરાયેલું પણ કોઈને રાજેશ ખન્નામાં રસ નહોતો. (આજે પણ એવું જ છે) આવી ભીડોમાં હોય છે એમ હસ્તાક્ષર લેવાવાળા શોખીનો પણ હતા પણ તેઓ રાજેશ ખન્નાને ઓળખતા નહોતા પણ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી હીરોઈન હતી એ આશા પારેખને ઓળખતા હતા એટલે એના ‘‘ઓટોગ્રાફ’’ લેવા શોખીનો પડાપડી કરતા હતા. આશા પારેખના હસ્તાક્ષર લેવા પડાપડી કરનારાઓએ રાજેશ ખન્નાને (એનું મોઢું નેપાળી જેવું લાગ્યું હશે એટલે) ‘‘એ ય આખો ખસ ગુરખા’’ કહીને ધક્કો મારીને દૂર કરેલો.
આવી સ્થિતિ હોવા છતાં રાજેશ ખન્ના નાસીપાસ નહોતો થયો. જોકે એ શરમાળ પણ હતો એટલે બધા સાથે હળતો મળતો નહોતો. જેને લોકોએ અભિમાનમાં ખપાવી દીધેલું.
રાજેશ ખન્નાને ૧૯૬૯માં ‘‘આરાધના’’ ફિલ્મથી રાતોરાત પહેલી હરોળના અભિનેતામાં મૂકી દેનાર શક્તિ સામંત નામના નિર્માતા- દિગ્દર્શકના પુત્ર અસીમ સામંત છે. એ કહે છે કે, ‘‘એ શરમાળ નહોતો પણ ઓછા બોલો હતો. બધા સાથે હળતામળતા એ ઘણું મોડું શીખેલો.’’
રાજેશ ખન્નાની લોકપ્રિયતા વધવા સાથે એનું અભિમાન આસમાને પહોંચવા લાગેલું. બીજાને એ તુચ્છ જ સમજવા લાગેલો. જોકે એ સ્વાભાવિક પણ છે કારણ કે એની એક પછી એક ફિલ્મો જે ચાલતી હતી એણે ઈતિહાસ સર્જવા માંડેલો.
દિવસના ત્રણ જ શો અને ગામમાં એક જ થિયેટરમાં ફિલ્મ ચાલે... એવા એની ફિલ્મોના પચીસ પચીસ પચાસ પચાસ અઠવાડિયા થવા લાગેલા. એમાં પણ અમિતાભ બચ્ચન માટે એને નફરત થવા લાગેલી. એ ‘‘આનંદ’’ ફિલ્મમાં રાજેશ ખન્ના સામે પહેલી વાર ઉતરેલો.
એમાં અમિતાભ સાવ રાંક દેખાતો હતો. એના કરતાં તો રમેશ દેવ અને સીમા એ ફિલ્મમાં વઘુ અસર ઊભી કરે છે.
રાજેશ ખન્નાનું અભિમાન એટલું બઘુ વધી ગયેલું કે એ કોઈના માટે બે સારા શબ્દો પણ બોલતો નહોતો. રાજેશ ખન્ના વિષે બીબીસીના જેક પીઝે નામના રિપોર્ટરે ૧૯૭૩માં ‘‘બોમ્બે સુપર સ્ટાર’’ નામની એક દસ્તાવેજી ફિલ્મ બનાવેલી. એના જેવા તટસ્થ રિપોર્ટરે પણ કહેલું કે, રાજેશ ખન્ના બહુ જ ‘‘ઈગોઈસ્ટીક’’ થઈ ગયો હતો.
જોકે એના ‘‘ઈગો’’ને અભિમાનને માફ કરી શકાય કારણ કે, એની ફિલ્મોની લોકપ્રિયતા જ આસમાને નહોતી ફક્ત... પરંતુ કપડાંની એની ફેશને તો એવો પ્રવાહ ચલાવ્યો કે આજે પણ એ યુવાનોમાં ફેલાયેલી છે. અત્યારે આપણે જે જીન્સ કે પેન્ટ ઉપર ઝભ્ભો પહેરીએ છીએ જેને ‘‘ગુરૂ શર્ટ’’ નામ આપેલું એ ફેશન શરૂ કરનાર રાજેશ ખન્ના. એ ઉપરાંત માથાના વાળમાં વચ્ચે પેંથી પાડવી, કાન ઢંકાય એટલા લાંબા વાળ રાખવા, શર્ટ ઉપર કેડે પટ્ટો બાંધવો, નાકની દાંડી ઉપર ચશ્મા રાખીને હસવું વગેરે ટ્રેન્ડ રાજેશ ખન્નાએ શરૂ કરેલા.
એમ જોઈએ તો, રાજેશ ખન્નાનું પતન થાય એવો એનો સ્વભાવ જ નહોતો પણ આવી મોટી હસ્તીઓનું પતન ખુશામતખોરો, ચમચાઓ કરતા હોય છે... પછી એ અભિનેતા હોય કે કંપનીનો વડો હોય કે પક્ષનો નેતા હોય કે મુખ્યપ્રધાન હોય...
રાજેશ ખન્નાને એવા ચાર ચમચા હતા. એક હતો ગુરૂનામ અને બીજો હતો વી.કે. શર્મા, બન્ને રાજેશના બાળપણના દોસ્ત હતા અને બન્ને એના સેક્રેટરી હતા.
બીજા બે ચમચા રૂપેશકુમાર નામનો વીલન અભિનેતા હતો અને ચોથો હતો ‘‘આરાધના’’માં દાર્જંિગમાં બંને મોટરમાં જાય છે ત્યારે રાજેશ ખન્ના ગાયન ગાઈ છે એ અભિનેતા સજીતકુમાર.
આ ઉપરાંત પણ એની વાહવાહ કરનારા પ્રશંસકોએ એને આસમાને ચઢાવી દીધેલો.
એ ડિમ્પલ કાપડિયાને પરણ્યો એ પહેલાં એની જાહેરમાં ગણાય એવી બે પ્રેમિકાઓ હતી. પહેલી હતી અંજુ મહેન્દ્ર નામની એક અભિનેત્રી. રાતે પણ એ એને ત્યાં જ રહેતી. દરમ્યાનમાં ક્રિકેટર ગેરી સોબર્સ સાથે એ અંજુ મહેન્દ્રએ ઘડીયા લગ્ન કરેલા પછી રાજેશ ખન્નાથી એ છૂટી થઈ ગયેલી અને સોબર્સ તો ક્યાં એને રાખવાનો જ હતો? એ પણ અભિનેત્રી જ હતી. હમણાં ૨૦૧૨માં એ એક ફિલ્મમાં માતાના પાત્રમાં દેખાયેલી.
અંજુ જતા એનું સ્થાન ટીના મુનિમ નામની એક ઉમદા અને નવી અભિનેત્રીએ લીઘું. એ ગુજરાતી હતી. એ રાજેશ ખન્નાને હૃદયથી પ્રેમ કરતી હતી. પરંતુ એ વખતે નવી તાજી આવેલી ડિમ્પલ કાપડિયા સાથે રાજેશ ખન્નાના લગ્ન ગોઠવાય ગયા જેની જાહેરાત અમદાવાદમાં ‘‘ગુજરાત સમાચાર’’ના રાજેશ-ટીનાના એક ફંકશનમાં થએલી. એથી આખું ફિલ્મી જગત અચંબામાં પડી ગયેલું.
જોકે રાજેશ ખન્નાનો ‘‘ઈગો’’, ચમચાઓ... અને લફરાબાજીના કારણે ડીમ્પલ અને રાજેશ લાંબુ ભેગા રહી શક્યા નહીં અને છુટાછેડા લીધા વિના છૂટા રહેવા લાગ્યા.
એમ તો, ડિમ્પલ એક ભારતીય પત્ની તરીકે રાજેશ ખન્નાને જરૂર હોય ત્યારે એની પડખે આવીને ઊભી રહીને એને સધિયારો પણ આપે છે. દા.ત. અગાઉ રાજેશ ખન્ના અમદાવાદથી લોકસભાની ચૂંટણી લડેલો ત્યારે એક પણ કોંગ્રેસીએ એને મદદ નહીં કરેલી પણ ડિમ્પલ બિચારી એકલી આવીને નવરંગપુરાના ઘરેઘરમાં મત માટે ફરેલી.
રાજેશ ખન્ના એ ચૂંટણી હારી ગયેલો અને પછી દિલ્લીથી પણ એણે ચૂંટણી લડેલી ત્યારે પણ ડિમ્પલ એની પડખે ઊભી રહેલી.
છેવટે હમણાં રાજેશ બિમાર થઈને હોસ્પીટલમાં ગયો ત્યારે પણ ડિમ્પલ, એના જમાઈ અને દિકરી હાજર રહેલા. એ રાજેશ ખન્ન ાનું ૧૮ જુલાઇએ અવસાન થયું.
ગુણવંત છો. શાહ

 

બહુ કે‘વાય!
મુંબઈમાં ૮૦,૦૦૦ કરતાં વઘુ રહેઠાણો વેચાયા વગરના! તો પણ કોઈને ભાવ નથી ઘટાડવા
જેમ અમદાવાદ, સુરત, નડીયાદ, આણંદ, વડોદરા, ભાવનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર... ટૂંકમાં ગામેગામ ચારે દિશામાં રહેણાંકના મકાનો, ફલેટો બંધાવામાં રાફડો ફાટ્યો છે એમ મુંબઈમાં પણ ચારે બાજુ ફલેટો ફલેટો ફલેટો જ બંધાતા જોવામાં આવે છે.
આવા ફલેટો બાંધનાર (એને ‘ડેવલપર’ કહે છે) નાઈટ ફ્રેન્ક ઈન્ડિયા નામની એક કંપની છે એણે એક નાનકડી મોજણી કરાવેલી તો જણાયેલું કે લગભગ ૮૦,૦૦૦ કરતાં વઘુ રહેઠાણો વેચાયા વિનાના પડ્યા છે જેની કંિમત આશરે ૧૧,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ (૧૧ ખર્વ) રૂપિયાા થાય છે.
‘રેસીડેન્શયલ ટ્રેકશન એટ ગ્લાસ’ નામના આ રિપોર્ટમાં જણાવાયું છે કે.. બે વર્ષથી રીયલ એસ્ટેટનું બજાર સ્થગિત છે અને ગ્રાહકો અત્યારના ભાવો સાંભળીને દૂર ચાલ્યા જાય છે.
પરિણામે મુંબઈના જે પાંચ મોટા બિલ્ડરો (ડેવલપર્સ) છે તેઓ લગભગ ૬૨,૦૦,૦૦,૦૦,૦૦૦ રૂપિયાના દેવામાં ડૂબી ગયા છે.
તાજેતરમાં મુંબઈમાં કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ મીટીંગ થયેલી એમા બિલ્ડરોઓ કહેલું કે, આમ છતાં તેઓ ભાવો ઘટાડશે નહીં.
અમદાવાદ, સુરત, વડોદરા, વગેરે બધા જ સ્થળોએ આ જ સ્થિતિ છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મુંબઇના સાક્ષીઓની ઉલટ તપાસ માટે પાકિસ્તાન લેખિત માગણી કરશે

સિરિયાના સંરક્ષણ પ્રધાનનું આત્મઘાતી ધડાકામાં મોત
ઈટાલીમાંથી મળી આવેલું હાડપિંજર મોનાલીસાનું હોઈ શકે છે
મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved