Last Update : 22-July-2012, Sunday

 
દિલ્હીની વાત
 

મર્દ મરાઠાની અપેક્ષાઓ અગણિત છે
નવી દિલ્હી,તા.૨૧
એનસીપી અને કોંગ્રેસ વચ્ચેનો તણાવ ઘટે એવા કોઈ ચિન્હો નથી. વિવાદ એનસીપીના નેતા અને કેન્દ્રીય કૃષિપ્રધાન શરદ પવાર માટે વિવાદ કેન્દ્રીય પ્રધાનમંડળમાં નંબર - ટુ ના સ્થાન માટેનો છે ત્યારે સુમાહિતગાર વર્તુળોના જણાવ્યાનુસાર મર્દ મરાઠાની અપેક્ષાઓ અગણિત છે, જેમને પરિપૂર્ણ સંતોષવાનું કોંગ્રેસ માટે મુશ્કેલ બનશે. નંબર - ટુ ના સ્થાન ઉપરાંત પવારને પોતાના માટે મહત્વનું ખાતું જોઈએ છે. તદુપરાંત, પોતાની પુત્રી સુપ્રિયા સુળે માટે પણ ખાતું જોઈએ છે તેઓ પોતાના ગૃહ - રાજ્ય મહારાષ્ટ્ર પર પણ નજર રાખી રહ્યા છે અને કોંગ્રેસ એના મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવાણને કાબુમાં રાખે એમ ઈચ્છે છે. એટલું જ નહિ, તેઓ ઈચ્છે છે કે નીતિવિષયક બાબતોમાં તેમજ રાજ્યપાલો તથા જાહેર ક્ષેત્રના નિયામકોની નિમણૂક બાબતે એમની સાથે મસલત કરવામાં આવે.
ચાર મહત્વના ખાતા પૈકી એક પર નજર
શરદ પવારની સોનિયા ગાંધી અને વડાપ્રધાન સાથેની બેઠકો દરમિયાન શું ચર્ચાવિચારણા થઈ એ કહેવું મુશ્કેલ હોવા છતાં એમ જણાય છે કે તેઓ નાણાં, સંરક્ષણ, ગૃહ અને વિદેશ એ ચાર પૈકી એક ખાતા પર નજર રાખીને બેઠા છે. એમની મોટી ચિંતા, કેન્દ્રના ઉર્જા પ્રધાન સુશીલકુમાર શિંદેને મહત્વનું ખાતુ મળી જાય એની છે. તેઓ મહારાષ્ટ્રના શિંદેને જ નહિ, પરંતુ પ્રણવ મુખરજીને પણ પોતાનાથી જુનિયર ગણે છે. દરમિયાન સરકારના સુત્રો દર્શાવે છે કે એનસીપી - કોંગ્રેસ વચ્ચેની મડાગાંઠ આગામી પ્રધાનમંડળની પુનર્રચનાને અસર કરશે.
ચવાણ પ્રત્યે ચીઢાયેલા છે
શરદ પવાર અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવાણ વચ્ચેના સંબંધો મધુર નથી. મહારાષ્ટ્રમાં પવાર ભીંત સાથે પીઠ અથાડી રહ્યા છે. એમની મર્યાદાએ છે કે ઇ.સ. ૧૯૯૯થી કોંગ્રેસની સાથે કે કોંગ્રેસ વિના એનસીપી ૧૦થી વધુ બેઠકો જીતી શક્યો નથી, પરંતુ એમનો સહુથી વિશેષ બબડાટ એ મુદ્દે છે કે ચવાણ સિંચાઇ વિભાગના કૌભાંડોને ઉઘાડા પાડી શકે એવા સિંચાઇ યોજનાઓ અંગે શ્વેતપત્ર પ્રસિધ્ધ કરવાની ધમકી આપવા ઉપરાંત તેઓ રાજયની ટોચની સહકારી બેંક પરના એનસીપીનો નિયંત્રણને છિન્નભિન્ન કરી નાંખવાનો પ્રયત્ન કરતા રહ્યા છે. એમ કોંગ્રેસ માટે મોટી રાહતની વાત એ છે કે પવારને કોંગ્રેસની જરૃર વધારે છે.
થોમસ સાથે મતભેદો
શરદ પવારને કેન્દ્રીય અન્ન પ્રધાન કે.વી. થોમસ સાથે પણ સારાસારી નથી. પવારે અનાજના વ્યવસ્થાપનના મુદ્દે થોમસ સાથેનો પોતાના મતભેદો વડાપ્રધાનને પણ જણાવ્યાછે. તદુપરાંત, ફુડ સિક્યોરીટી બિલના ગર્ભિત અર્થો બાબત પણપવાર સાવચેત રહેતા આવ્યા છે. પવાર ખાંડ, દુધનો પાવડર તથા કપાસ જેવી ચીજો પરના આડેધડ નિયંત્રણોની પણ ટીકા કરતા રહ્યા છે.
મુલાયમ સિંઘની મુર્ખાઇભરી ભૂલ ઃ જવાબ વિનાના સવાલ
રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીનો સમાજવાદી પક્ષના નેતા મુલાયમસિંઘ યાદવનો મત રદથયો એ ઘટનાએ ઘણા પ્રશ્નો ઉભા કર્યાછે. પહેલા તબક્કે, ચૂંટણી ખાનગી મતદાન દ્વારા થતી હોવાની દંત કથા ખોટી પુરવાર થઇ , વળી, મુલાયમસિંઘે પોતાનું મતપત્રક ફાડી નંખાયું હોવાની અને એના પર શાહી પડી હોવાની ફરિયાદ કરતા એમને બીજું મતપત્રક કેમ આપવામાં આવ્યું? માત્ર રીટર્નીંગ ઓફિસર જ મતપત્રકને રદ કરી શકે અને તે પણ ચૂંટણી પંચની ભલામણથી જ. અને હવે, મુદ્દો એ છે કે મતગણતરી વખતે મુલાયમના મતપત્રકનું શું કરાશે? મૂર્ખામીભરી ભૂલો કરવી એ મુલાયમની શંકાસ્પદ વિશેષતા છે. એમણે 'ત્ત્કલામ મુદ્દે' મમતાને સાથ આપ્યો હતો. પરંતુ પાછળથી એમણે ત્ત્પલટી મારીને પ્રણવને ટેકો આપ્યો..!
શું અગાથા કિંમત ચૂકવશે?
રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર પી.એ. સંગ્માના પુત્રી અને કેન્દ્રના રાજ્યપ્રધાન અગાથા સંગ્માના ભાવિ વિષે ખાસ્સી ઉત્સુકતા છે. ચૂંટણી લડવા માટે કૃતનિશ્ચયી રહ્યા પછી સંગ્માને એનસીપીએ હાંકી કાઢ્યા છે, પરંતુ અગાથાનું પ્રધાનપદું ટકી રહ્યું છે. પ્રધાનમંડળની પુનરર્ચના હાથવગી છે ત્યારે મહત્વનો પ્રશ્ન એ છે કે શું અગાથાએ મૂલ્ય ચૂકવવું પડશે કે તેઓ પ્રધાનપદું જાળવી રાખશે?
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved