Last Update : 22-July-2012, Sunday

 

સુનીતા વિલિયમ્સની સ્પેસ-ડાયરી....

હવામાં ગોળીબાર - મન્નુ શેખચલ્લી
- અવકાશમાં સુખડી, ગીતા અને ગણેશજીની મૂર્તિ લઈ જનાર સુનીતા વિલિયમ્સની કાલ્પનિક ડાયરી

આપણા ગુજરાતનાં પનોતાં પુત્રી સુનીતા વિલિયમ્સ અવકાશની સફરે ઊડી ગયાં ! એ અવકાશી લૅબમાં ચાર મહિના સુધી શું મોર ચીતરવાના છે એમાં આપણને કશો રસ નથી. આપણને તો એમની ડાયરી વાંચવામાં રસ છે...
* * *
અવકાશમાં પહેલો દિવસ
તમને એમ હશે કે પેલી ‘થ્રિ ઇડિયટસ’ નામની ફિલ્મમાં વિરુ સહસ્ત્રબુઘ્ધે નામનો પ્રિન્સીપાલ જે ટાઇપની અવકાશયાત્રીઓ માટેની ફાઉન્ટનપેન રાખે છે એવી પેનથી હું મારી ડાયરી લખતી હોઈશ, નહિ ?
ખોટું.
તમને એમ હશે કે ‘થ્રિ ઇડિયટસ’નો રેન્ચો કહે છે એમ કોમનસેન્સ વાપરીને હું પેન્સિલથી જ લખતી હોઇશ, નહિ ?
એ પણ ખોટું !
અરે વડીલ, કયા જમાનામાં જીવો છો ? અમારી પાસે ‘લેપ-ટોપ’ ના હોય ?
* * *
અવકાશમાં પાંચમો દિવસ
કર્મણ્યે વાધિકારસ્તુ માફલેષુકદાચિન...
વાઉ ! મારા લેપટોપમાં આટલું રોમન લિપીમાં લખતાં મને દસ મિનીટ લાગી ગઈ. અંગ્રેજી કી-બોર્ડમાં આવું બઘું લખવામાં બહુ મુસીબત પડે છે.
પણ શું થાય ? આપણાં ગુજરાતી છાપાં અને દેશી ન્યુઝ ચેનલોને મસાલો પુરો પાડવા માટે આવું બઘું લખવું પડે છે. આજે ‘ગીતા’નું લખ્યું છે તો બે ચાર દિવસ પછી ‘સુખડી’નું કંઇક લખવું પડશે !
હું ‘ગીતા’ લઇને આવી છું પણ મારી જોડે પેલો રશિયન છે એ શું લઇને આવ્યો હશે ? રશિયનોની જુનામાં જુની ચોપડી કેટલી જુની હશે ? કારણ કે રશિયન લેન્ગ્વેજમાં ૫૦૦ વરસ જુનું બાઈબલ હોય એમાં મિડીયાને શું રસ પડે ?
એમ તો પેલો જાપાનિઝ પણ કઇ બુક વાંચતો હશે ? આઈ એમ શ્યોર કે એની ઓલ્ડેસ્ટ બુક પણ બે ઇંચ બાય બે ઇંચની હશે ! અને હા, સુખડીની જગાએ એ કઈ જાપાની વાનગી લાવ્યો હશે ? પૂછવું જોઈએ...
પણ રહેવા દો. એમાં વળી આપણાં ગુજરાતી છાપાં અને દેશી ન્યુઝ ચેનલોને શું રસ પડવાનો ?
* * *
અવકાશમાં અગિયારમો દિવસ
લૅપ-ટૉપમાં લખ્યા કરવાનો બહુ કંટાળો આવે છે. આના કરતાં ફેસબુક સારી!
પણ અહીં ફેસબુક ચાલતી નથી. જો ફેસબુક હોત તો હું અપડેટ મારતી હોત ઃ ‘આજે ૧૦ ગ્રામ સુખડી ખાધી. સારી લાગી.’ ‘...આજે દોરડાં કુદીને થાકી ગઇ છું...’ ‘...સ્પેસમાં થપ્પો રમવાનું મન થાય છે...’
અલ્યા ભઇ, જયાં ગ્રેવીટી (ગુરુત્વાકર્ષણ) જ નથી ત્યાં દોરડાં શી રીતે કુદાય ? થપ્પો ક્યાં મારવાનો ? પણ ફેસબુકના ફોલોઅર્સ એવું બઘું ના વિચારે.
અને વિચારે ત્યારે જોયું જશે ! એની વે, આજની ડાયરી હું મિડીયામાં રિલીઝ નહીં કરું. ઓકે ?
* * *
અવકાશમાં બત્રીસમો દિવસ
ડાયરી લખવાનો હજી કંટાળો આવે છે. લેપ-ટોપ ખોલું છું, સ્ક્રીન સામે જોયા કરું છું અને અડધો કલાક પછી માઇન્ડની જેમ સ્ક્રીન પણ બ્લેન્ક થઇ જાય છે.. શું આ શૂન્યતા એ જ સત્ય છે ?
આવું બઘું લખવું પડે. કારણ કે દેશીઓને એવું જ વાંચવાનું ગમે છે. બાકી અહીં કંઈ લેપટોપ-બેપટૉપ છે જ નહિ ! અમે તો ડાયરેકટ કેમેરા સો ડેઇલી લૉગ-ઇન કરીને બોલી જઈએ છીએ... તમે લોકોએ ‘અવતાર’ જોયું છે કે નહિ ?
હવે ‘અવતાર’ જોયા પછી યે આટલી ટયુબલાઈટ ના થતી હોય તો એવા વાચકો માટેની ડાયરી કેવી હોય ?
- એમાંથી અમુક વાચકોની ટયૂબ તો માત્ર ‘યુ ટયૂબ’ છે !
* * *
અવકાશમાં સુડતાળીસમો દિવસ
અમે અહીં જે એક્સ્પેરિમેન્ટસ કરી રહ્યા છીએ એમાં મેઇન ફોકસ એ છે કે ગ્રેવીટીની એબસન્સમાં દરેક બેઝિક મેટર કેવી રીતે બિહેવ કરે છે, કારણ કે હિગ્ઝ-બોઝોન પાર્ટિકલની જે થિયરી પ્રુવ થઇ ગઇ છે, એના હિસાબે આ ‘ગોડ-પાર્ટિકલ’ બીજી બાર મેટરને માસ એટ્રીબ્યુટર કરવા માટે રિસ્પોન્સિબલ છે. પરંતુ ગ્રેવીટીની એબ્સન્સમાં મેટરનું માસ...
સોરી સોરી, આ તો ‘અમેરિકન સાયન્ટિફીક જર્નલ’માં મોકલવા માટેનું છે. આપણા ગુજરાતી છાપાનાં વાચકો માટે તો...
* * *
અવકાશમાં એકાવનમો દિવસ
અહીંથી જોતાં મારી પૃથ્વી કેટલી સોહામણી લાગે છે ! એ પૃથ્વીમાં હું જયાં જન્મી એ ભારત દેશ વિશે જો મારે કંઇ કહેવાનું હોય તો હું એમ કહું કે
.......................
......................
......................
આખરે કાળા માથાનો માનવી શું ઇચ્છે છે ? અને વિજ્ઞાન શું શોધી રહ્યું છે ? આ ભૂખ જ્ઞાનની છે કે માહિતીની ? શું પુરાવાઓ જ સત્યની પરખ છે ? ગીતામાં કયાંક લખ્યું છે કે ............
........................
..........................
ઉપર મેં બધી ખાલી જગ્યાઓ એટલા માટે છોડી છે કે આજે નહિ તો કાલે, ગુજરાતી છાપાંઓમાં તત્વચંિતનની કોલમો લખનારાઓ મારે નામે કંઇ પણ લખી જ નાંખવાના છે !
* * *
અવકાશમાં સડસઠમો દિવસ
હેય ! હોલ્ડ ઓન ! મારા નામે આ બોગસ ડાયરી કોણ લખી રહ્યું છે ? પેલા ગુજરાત સમાચારવાળા મન્નુ શેખચલ્લીને આવી કુટેવ છે. હલો... હલો... હલો મિસ્ટર શેખચલ્લી.. ? વુડ યુ પ્લીઝ સ્ટોપ ધીસ નોન્સન્સ ?

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મુંબઇના સાક્ષીઓની ઉલટ તપાસ માટે પાકિસ્તાન લેખિત માગણી કરશે

સિરિયાના સંરક્ષણ પ્રધાનનું આત્મઘાતી ધડાકામાં મોત
ઈટાલીમાંથી મળી આવેલું હાડપિંજર મોનાલીસાનું હોઈ શકે છે
મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
 

 

 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved