Last Update : 22-July-2012, Sunday

 
 

કોહલીના ૧૦૬ ઃ સેહવાગે ૯૬ રન ફટકાર્યા
ભારતે પ્રથમ વન ડેમાં શ્રીલંકાને ૨૧ રનથી પરાજય આપ્યો

સંગાકારાના લડાયક ૧૩૩ ઃ ૩૧૫ના પડકાર સામે શ્રીલંકાના ૯ વિકેટે ૨૯૩

હમ્બાન્ટોટા,તા.૨૧
કોહલીની ૧૦૬ રનની શતકીય ઇનિંગ અને તેણે સેહવાગ (૯૬) સાથે કરેલી ૧૭૩ રનની ભાગીદારીની મદદથી ભારતે શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં ૨૧ રનથી વિજય મેળવ્યો હતો. ભારતના જંગી સ્કોરનેકારણે શ્રીલંકા દબાણમાં આવી ગયું હતુ. જો કે સંગાકારાએ ૧૩૩ રનની લડાયક ઇનિંગ રમી હતી. તેને લો ઓર્ડરમાં સાથ આપતાં પરેરાએ ૨૮ બોલમાં ૪૪ રન ફટકાર્યા હતા. જો કે શ્રીલંકા આખરે ૯ વિકેટે ૨૯૩ રન જ કરી શક્યું હતુ અને ભારતનો આસાનીથી વિજય થયો હતો.
જીતવા માટેના ૩૧૫ રનના પડકારનો પીછો કરવા ઉતરેલા શ્રીલંકાએ દિલશાન(૬)ની વિકેટ સસ્તામાં ગુમાવી હતી. ભારતીય બોલરોએ નિયમિત અંતરે વિકેટ ઝડપતા રહીને શ્રીલંકાને હાર તરફ ધકેલ્યું હતું. ચાંદીમલ ૧૩, જયવર્દને ૧૨, મેથ્યૂસ ૭ અને થિરિમાને ૭ રને આઉટ થયાં હતા.
સંગાકારાએ એક છેડો સાચવી રાખતાં ૧૫૧ બોલમાં ૧૨ ચોગ્ગા સાથે ૧૩૩ રનની લડાયક બેટિંગ કરી હતી. તેને સાથ આપતાં પરેરાએ પણ ૨૮ બોલમાં ૩ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૪૪ રન કર્યા હતા. ઉમેશ યાદવે ઈનિંગની ૪૮મી ઓવરમાં સંગાકારાની વિકેટ ઝડપતા શ્રીલંકાની જીતની રહી સહી આશા પર પાણી ફરી વળ્યું હતુ.
ટોસ જીતીને બેટિંગમાં ઉતરેલા ભારતને ગંભીર માત્ર ૩ રનના વ્યક્તિગત સ્કોર પર ક્લીન બોલ્ડ થતાં ફટકો પહોંચ્યો હતો. જો કે સેહવાગ અને કોહલીએ જોરદાર બેટિંગ કરતાં ભારતીય સ્કોરબોર્ડને ફરતું રાખ્યું હતુ.
કોહલીએ તેની છેલ્લી પાંચ ઇનિંગમાં ચોથી સદી ફટકારતાં જોરદાર ફોર્મનું પ્રદર્શન કર્યું હતુ. ૨૩ વર્ષીય ભારતીય યુવા બેટ્સમેને ૧૧૩ બોલમાં નવ ચોગ્ગા ફટકારતાં ૧૦૬ રન ઝુડયા હતા.
તેણે અને સેહવાગની જોડીએ બીજી વિકેટમાં ૧૭૩ રનની મેરેથોન ભાગીદારી નોંધાવતા ભારતને જીત તરફ અગ્રેસર કર્યું હતુ.
લાંબા સમય બાદ ટીમમાં પુનરાગમન કરનારા સેહવાગે પણ ક્લાસિક બેટિંગ કરતાં ૯૭ બોલમાં ૧૦ ચોગ્ગા સાથે ૯૬ રન ફટકાર્યા હતા. તે સદીથી માત્ર ચાર રન દુર હતો ત્યારે પરેરાએ તેને રનઆઉટ કર્યો હતો. દિલશાને કેચ પડતો મુકીને સેહવાગને શૂન્ય રને આપેલું જીવતદાન શ્રીલંકાને ભારે પડયું હતુ.
રૈનાએ પણ ૪૫ બોલમાં ૩ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૫૦ રન ફટકાર્યા હતા. તેની અને ધોની (૩૫)ની જોડીએ ૭૯ રનની ભાગીદારી નોંધાવતા ભારતના સ્કોરને ૩૦૦થી પાર પહોંચાડયો હતો. શ્રીલંકા તરફથી પરેરાએ ત્રણ વિકેટ ઝડપી હતી.
ભારત

-

રન

બોલ

ગંભીર બો.કુલાસેકરા

૦૩

૦૬

સેહવાગ રનઆઉટ

૯૬

૯૭

૧૦

કોહલી કો.સબ બો.પરેરા

૧૦૬

૧૧૩

આર.શર્મા બો.મેથ્યૂસ

૦૫

૦૮

રૈના કો.સબ બો.પરેરા

૫૦

૪૫

ધોની કો.થિરિમાને બો.પરેરા

૩૫

૨૯

આઇ.પઠાણ અણનમ

૦૭

૦૪

અશ્વિન અણનમ

૦૦

૦૦

વધારાના (લેગબાય ૨,વાઈડ ૭,

 

 

 

 

બાય ૧, નોેબોલ ૨)

૧૨

 

 

 

૫૦ઓવરમાં ૬ વિકેટે

૩૧૪

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૭ (ગંભીર ૨.૨), ૨/૧૮૦ (સેહવાગ ૩૧.૩), ૩/૧૯૧(આર.શર્મા ૩૩.૬), ૪/૨૨૮(કોહલી ૩૯.૬), ૫/૩૦૭ (રૈના ૪૯.૧), ૬/૩૦૭ (ધોની ૪૯.૨).
બોલિંગઃ કુલાસેકરા ૫-૦-૨૦-૧, માલિંગા ૧૦-૦-૮૩-૦, મેથ્યૂસ ૧૦-૦-૫૮-૧, પરેરા ૧૦-૦-૭૦-૩, દિલશાન ૫-૦-૨૮-૦, હેરાથ ૧૦-૦-૫૨-૦.
શ્રીલંકા

-

રન

બોલ

થારંગા કો.સેહવાગ બો.અશ્વિન

૨૮

૪૭

દિલશાન એલબી બો.પઠાણ

૦૬

૦૬

સંગાકારા બો.યાદવ

૧૩૩

૧૫૧

૧૨

ચાંદીમલ કો.ધોની બો.યાદવ

૧૩

૧૯

જયવર્દને એલબી બો.ઓઝા

૧૨

૦૮

મેથ્યૂસ કો.ગંભીર બો.ઝહીર

૦૭

૧૭

થિરિમાને એલબી બો.અશ્વિન

૦૭

૧૦

પરેરા કો.કોહલી બો.પઠાણ

૪૪

૨૮

હેરાથ રનઆઉટ

૦૦

૦૧

મલિંગા અણનમ

૧૯

૧૦

કુલાસેકરા અણનમ

૦૧

૦૩

વધારાના (લેગબાય ૬ ,

 

 

 

 

બાય ૧, વાઇડ ૧૬)

૧૧

 

 

 

૫૦ ઓવરમાં ૯ વિકેટે

૨૯૩

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૯ (દિલશાન ૧.૨), ૨/૮૬ (થારંગા ૧૮.૫), ૩/૧૧૭ (ચાંદીમલ ૨૫.૨), ૪/૧૩૨ (જયવર્દને ૨૮.૩), ૫/૧૭૨ (મેથ્યૂસ ૩૫.૨), ૬/૧૯૧ (થિરિમાને ૩૮.૨), ૭/૨૬૯ (સંગાકારા ૪૭.૧), ૮/૨૭૧ (ેહેરાથ ૪૭.૩), ૯/૨૭૫ (પરેરા ૪૮.૨)
બોલિંગઃ ઝહીર ૧૦-૦-૬૩-૧, પઠાણ ૧૦-૧-૩૭-૧, યાદવ ૧૦-૦-૭૬-૨, અશ્વિન ૧૦-૧-૪૬-૨, સેહવાગ ૪-૦-૨૦-૦, પી.ઓઝા ૬-૦-૪૪-૧.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મુંબઇના સાક્ષીઓની ઉલટ તપાસ માટે પાકિસ્તાન લેખિત માગણી કરશે

સિરિયાના સંરક્ષણ પ્રધાનનું આત્મઘાતી ધડાકામાં મોત
ઈટાલીમાંથી મળી આવેલું હાડપિંજર મોનાલીસાનું હોઈ શકે છે
મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved