Last Update : 22-July-2012, Sunday

 
ઓબામાની ટીકાનો હેતુ ભારતને સુધારા માટે પ્રોત્સાહિત કરવાનો છે

ભારતના રોષ સામે પ્રમુખની વ્હારે ચઢેલું અમેરિકી અખબાર

(પીટીઆઈ) વોશિંગ્ટન,તા.૨૧
અમેરિકી પ્રમુખ બરાક ઓબામાની 'સત્યવાણી' કોમળાંગી ભારતીય રાજકારણીઓને ભોંકાઈ ગઈ હોવાનું જણાતા અગ્રણી અમેરિકી આર્થિક અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલે એના તંત્રીલેખમાં જણાવ્યું છે કે, અમેરિકી પ્રમુખ હકીકતમાં ચુનંદા ભારતીય જુથને પ્રોત્સાહન આપી રહ્યા છે, અને નહિ કે એનું અપમાન કરી રહ્યા છે.
ભારતના રક્ષણાત્મક વલણ સામે મદદ માટે વિદેશી રોકાણકારો એમના નેતાઓને અનુરોધ કરે એ સ્વાભાવિક છે. સિંગાપોરના વડાપ્રધાન લી સિએન લૂંગે ગત સપ્તાહે દિલ્હીની મુલાકાત દરમિયાન રક્ષણાત્મક નીતિઓથી કંગાળ વ્યાપાર માહોલ ખડો થયો હોવાનો આડકતરો ઉલ્લેખ કર્યો હતો. ઈંગ્લેન્ડના જ્યોર્જ ઓસ્બોર્ન અને અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી ટિમ ગિયનટે આ ચિંતાઓને વધુ સ્પષ્ટપણે વાચા આપી છે.
અગાઉની ચેતવણીઓ પ્રત્યે કોઈ ધ્યાન નહિ અપાતાં ગિથનરના સાહેબ (ઓબામા)એ ગિથનરની વાતનો પુનરોચ્ચાર કર્યો છે, એમ વોલ સ્ટ્રીટ જર્નલે સમાચાર સંસ્થા પીટીઆઈને આપેલી મુલાકાતમાં ઓબામાએ કરેલી ટિપ્પણીઓ વિષે જણાવ્યું.
ઓબામાએ આ મુલાકાતમાં ભારતને વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે એને સુધારાના વધુ એક દોરની જરૃર હોવાનું જણાવ્યું હતું. રીટેઈલ જેવા ક્ષેત્રે ભારત વિદેશી રોકાણને મર્યાદિત રાખી રહ્યું હોવાનું એમણે ઉમેર્યું હતું. શિક્ષિત ભારતીયોમાં આવાં વિચારો ભાગ્યે જ વિવાદાસ્પદ બને છે. આથી ભારત દ્વારા ટિપ્પણીઓને વિધેયાત્મક ટીકાની લાગણી સાથે સમજવામાં આવશે એવી કોઈને ય અપેક્ષા રહે, એમ અખબારે ઉમેર્યું.
જો કે આ અપેક્ષા ખોટી ઠરી છે. ઓબામાના સાચા વિધાનો સુંવાળા ભારતીય રાજકારણીઓને કાંટાની જેમ ભોંકાય છે. જમણેરીઓ અને સામ્યવાદીઓ સહિતના તમામ રાજકારણીઓએ એકજૂથ થઈને ભારતીય બાબતોમાં દખલ બદલ ઓબામા પર ઝડી વરસાવી છે.
ભારતમાં સુધારાના અભાવથી એના વિદેશી મિત્રો સાથેના સંબંધો ખાટા થઈ રહ્યા હોવાનું સમજવામાં ભારતીય રાજકારણીઓ એકજૂથ નથી, એ ઘણું ખરાબ છે. એમ અખબારે નોંધ્યું છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મુંબઇના સાક્ષીઓની ઉલટ તપાસ માટે પાકિસ્તાન લેખિત માગણી કરશે

સિરિયાના સંરક્ષણ પ્રધાનનું આત્મઘાતી ધડાકામાં મોત
ઈટાલીમાંથી મળી આવેલું હાડપિંજર મોનાલીસાનું હોઈ શકે છે
મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved