Last Update : 22-July-2012, Sunday

 

પાટીદારોને રીઝવવા છેવટે ભાજપ શાસકોનો નિર્ણય
પાટીદાર ટ્રસ્ટને હોસ્પિટલ માટે રૃ.૧ના ટોકન ભાડે જગ્યા અપાશે

કતારગામની ૧૩,૯૯૮ ચોરસ મીટરની બજારકિંમત અંદાજે રૃ।. ૨૦ કરોડથી વધુ ઃ ટ્રસ્ટ રૃ।. ૧૦૦ કરોડની હોસ્પિટલ બનાવશે

(પ્રતિનિધિ દ્વારા) સુરત, શનિવાર
સુરતના કતારગામ વિસ્તારમાં કાર્ડિયાક અને સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ બનાવવા માટે સમસ્ત પાટીદાર ટ્રસ્ટને વાર્ષિક રૃ।. ૧ના ટોકન ભાડે પર ૧૩૯૯૮ ચોરસ મીટર જમીન ફાળવવાનો આજે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. અંદાજે રૃ।. ૨૦ કરોડની બજારભાવ આપી આ જગ્યા ઉપર રૃ।. ૧૦૦ કરોડના ખર્ચે હોસ્પિટલ બનશે.
સમગ્ર ગુજરાત રાજયમાં માજી મુખ્યમંત્રી અને પાટીદાર સમાજના અગ્રણી કેશુભાઇ પટેલે ભાજપ સામે મોરચો ખોલતા ભાજપ વોટબેંક બચાવવા મેદાને પડી ગયું છે. હાલના રાજકીય માહોલમાં પાટીદાર સમાજને નારાજ કરવાથી સૌરાષ્ટ્રીયન વિસ્તારમાં ડેમેજ થયાની શકયતા છે. જેને પગલે સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકોએ પાટીદાર સમાજને રીઝવવા હોસ્પિટલ બનાવવા માટે પાટીદાર ટ્રસ્ટે કરેલી જમીનની માંગણીની દરખાસ્ત મંજુર કરી દીધી છે. આઠ વર્ષ પહેલાં સમસ્ત પાટીદાર સમાજે હોસ્પિટલ બનાવવા માટે પાલિકા પાસે જગ્યા માંગી હતી પરંતુ અન્ય સમાજો પણ આવી રીતે જગ્યા માંગશે એવું કારણ આપી દરખાસ્ત ધ્યાને લેવાઇ નહોતી. દરમ્યાન હાલમાં પાટીદારોનો કેશુભાઇ તરફી ઝુકાવ પારખી ભાજપ શાસકોએ ફરી આ પ્રકરમ હાથમાં લીધું છે. પાટીદાર સમાજે કતારગામ અને અશ્વનીકુમાર રોડ ઉપર જગ્યા આપવા દરખાસ્ત કરી હતી.
સમસ્ત પાટીદાર ટ્રસ્ટને વાર્ષિક રૃ।. ૧ના ટોકન ભાડાથી કતારગામમાં ટી.પી. સ્કીમ નં. ૩માં ૧૩,૯૯૮ ચોરસ મીટર જમીન ફાળવાશે. આ જમીનમાં સમસ્ત પાટીદાર ટ્રસ્ટ દ્વાર રાહતદરની કાર્ડીયાક અને સુપર સ્પેશ્યાલીટી સેનેટોરીયમ હોસ્પિટલ બનાવાશે. લોકભાગીદારીથી આ પ્રોજેકટ સાકાર કરાશે. જમીન ફાળવણીના નિર્ણય સાતે સ્થાયી સમિતિએ કેટલાક નીતિ-નિયમો બનાવ્યા છે. જે મુજબ જમીનની તથા મકાનની માલિકા કોર્પોરેશનની રહેશે. અને ટ્રસ્ટમાં પાલિકા કમિશ્નર અને મેયર હોદ્દાની રૃએ સભ્ય બનશે. ટ્રસ્ટ રૃ।. ૧૦૦ કરોડના ખર્ચે કાર્ડિયાક અને સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ બનાવાશે. જેને કારણે હૃદયરોગ કે અન્ય ગંભીર બિમારીઓની ખર્ચાળ સારવાર માટે મુંબઇ કે અમદાવાદ સુધી દોડવું પડશે નહીં. સુરતમાં જ રાહતદરે સસ્તી અને સારી સેવા આ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવાશે.
સ્થાયી સમિતિના ચેરમેન જણાવ્યું કે, છેલ્લા ઘણાં વખતથી હૃદયરોગ માટે રાહતદરની હોસ્પિટલ શરૃ થાય તેવી માંગણી હતી. પાટીદાર સમાજ સિવાય અન્ય કોઇપણ સમાજે હોસ્પિટલ શરૃ કરવી હોય અને ખર્ચ રૃ।. ૫૦ કરોડથી વધુ હશે તો કોર્પોરેશન જમીન ફાળવણી કરી આપશે.
સમસ્ત પાટીદાર સમાજને વાર્ષિક રૃ।. ૧ના ટોકન ભાડે ફાળવાયેલી ૧૩,૯૯૮ ચોરસ મીટરની અંદાજીત બજાર કિંમત રૃ।. ૨૦ કરોડથી વધુ છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મુંબઇના સાક્ષીઓની ઉલટ તપાસ માટે પાકિસ્તાન લેખિત માગણી કરશે

સિરિયાના સંરક્ષણ પ્રધાનનું આત્મઘાતી ધડાકામાં મોત
ઈટાલીમાંથી મળી આવેલું હાડપિંજર મોનાલીસાનું હોઈ શકે છે
મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved