Last Update : 22-July-2012, Sunday

 

મુંબઈના ૨૬/૧૧ના હુમલાના કેસમાં
મુંબઈ લવાયેલા અબુ જુંદાલને કોર્ટે ૩૧મી જુલાઈ સુધીની કસ્ટડી આપી

જુંદાલને કસબની સામે લાવવા માગીએ છીએ એવી સરકારી વકીલ નિકમની દલીલ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૨૧
મુંબઈનાં ૨૬/૧૧નાં આતંકવાદી હુમલાના કેસમાં ધરપકડ કરાયેલા આતંકવાદી સૈયદ ઝબીઉદ્દીન અન્સારી ઉર્ફે અબુ જુંદાલને આજે જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં હાજર કરાયો હતો. જેમાં તેને ૩૧ જુલાઈ સુધીની પોલીસ કસ્ટડી આપી હતી. જુંદાલને આજે બુરખામાં એસ્પ્લેન્ડેડ કોર્ટમાં ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ એસએસ શિંદે સમક્ષ હાજર કરાયો હતો. જેમાં તેમણે મુંબઈ ક્રાઈમ બ્રાંચને જુંદાલની કસ્ટડી લેવાની મંજૂરી આપી હતી.
૨૬/૧૧નાં આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાંચે બાદમાં જુંદાલને એડીશનલ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ પી.એસ. રાઠોડ, સમક્ષ હાજર કરાતા તેને ૩૧ જુલાઈ સુધીની કસ્ટડી આપવામાં આવી હતી.
વિશેષ સરકારી વકીલ ઊજ્જવલ નિકમે જુંદાલની કસ્ટડીની માંગણી કરતા કહ્યું હતું કે તે મુંબઈ પરના આતંકવાદી હુમલાનો પ્રમુખ કાવતરાખોર છે અને ક્રાઈમ બ્રાંચ પાસે તેની વિરુધ્ધ અઢળક પુરાવા છે. મુંબઈ પર આતંકવાદી હુમલા ચાલી રહ્યા હતા ત્યારે જુંદાલ હુમલા પર દેખરેખ રાખવા માટે પાકિસ્તાનમાં ઊભા કરાયેલા કંટ્રોલ રૃમમાં હાજર હતો, એમ નિકમે કહ્યું હતું.
કંટ્રોલ રૃમમાંથી તે આતંકવાદીઓને સુચનાઓ આપતો હતો, એમ તેમણે કહ્યુ ંહતું. પોલીસ ૨૬/૧૧નાં આતંકવાદીઓને તાલીમ આપતી વખતે હાજર આર્મીના અધિકારીઓનાં નામ જુંદાલ પાસેથી જાણવા માંગે છે, એવી દલીલ નિકમે કરી હતી.
૨૬/૧૧નાં હુમલામાં જુંદાલે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ઉપરાંત હુમલામાં બચી ગયેલા એકમાત્ર આતંકવાદી મોહમ્મદ અજમલ કસબને હિન્દી ભાષા શીખવી હતી.
ક્રાઈમ બ્રાંચ જુંદાલને કસબની સામે લાવવા માંગે છે, એમ કહીને નિકમે જુંદાલની કસ્ટડી માંગી હતી. ઉપરાંત જુંદાલ ભારતથી પાકિસ્તાન કેવી રીતે પહોંચ્યો તેની પણ પોલીસ તપાસ કરવા માંગે છે એમ નિકમે કહ્યું હતું. નિકમે જુંદાલની ૧૪ દિવસની કસ્ટડી માંગી હતી. પરંતુ કોર્ટે તેને ૩૧ જુલાઈ સુધીની કસ્ટડી આપી હતી.
દિલ્હી કોર્ટે જુંદાલની કસ્ટડી મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)ને આપ્યા બાદ તેને આજે મુંબઈ લવાયો હતો.
જુંદાલને મુંબઈ લવાયા બાદ તેને જડબેસલાક બંદોબસ્ત વચ્ચે સુરક્ષિત ઠેકાણે રખાયો હોવાનું એક અધિકારીએ કહ્યું હતું.
જામા મસ્જિદ કેસમાં જુંદાલની વધુ પૂછપરછની જરૃર ન હોવાનું દિલ્હી પોલીસે જણાવતા ગઈકાલે દિલ્હીની ચીફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ વિનોદ યાદવે જુંદાલને મુંબઈ એટીએસને સોંપવાનો નિર્ણય કર્યો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મુંબઇના સાક્ષીઓની ઉલટ તપાસ માટે પાકિસ્તાન લેખિત માગણી કરશે

સિરિયાના સંરક્ષણ પ્રધાનનું આત્મઘાતી ધડાકામાં મોત
ઈટાલીમાંથી મળી આવેલું હાડપિંજર મોનાલીસાનું હોઈ શકે છે
મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved