Last Update : 22-July-2012, Sunday

 

જંતરમંતર ખાતે અણ્ણા ઉપવાસ નહીં કરેઃ અણ્ણા ટીમ

૨૫મી જૂલાઇથી શરૃ થતા ઉપવાસમાં કેજરીવાલ, મનીષ સિસોદીયા, ગોપાલ રાય બેસશે

ફરીદાબાદ, તા. ૨૧
અણ્ણા ટીમના સભ્ય અરવિંદ કેજરીવાલે ફરીદાબાદના નીલમ બાટા રોડ પર આવેલા વૈશ્ય ભવનમાં યુવાનોને દેશની આઝાદીની બીજી લડતમાં ભાગ લેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર જ દેશની મુખ્ય સમસ્યા છે. જો ભ્રષ્ટાચાર ખતમ થઇ જાય તો બીજી સમસ્યાઓ આપોઆપ ખતમ થઇ જશે. બીજી એક પત્રકાર પરિષદમાં અણ્ણા ટીમે જાણકારી આપી હતી કે ૨૫મી જુલાઇથી જંતર-મંતર ખાતે અણ્ણા હજારે નહી પરંતુ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને ગોપાલરાય ઉપવાસ કરશે.
અણ્ણા ટીમના સભ્યો અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદીયા, ગોપાલ રાય અને સંજયસિંહે નીલમ બાટા રોડ પર આવેલી એક હોટલમાં પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન પચ્ચીસમી જુલાઇથી ભ્રષ્ટાચાર વિરૃદ્ધ અંતિમ લડતની શરૃઆત કરી રહ્યું છે. એ જ દિવસથી અનિશ્ચિત કાળ માટે ઉપવાસ પણ શરૃ થશે. સ્વાસ્થ્ય અને ઉંમરને ધ્યાનમાં લેતા અણ્ણા હજારેને ઉપવાસ પર ન બેસવા માટે ટીમે મનાવી લીધા છે. એમના સ્થાને અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદીયા અને ગોપાલ રાય ઉપવાસ પર બેસશે.
ડાયાબિટીસની તીવ્ર સમસ્યા હોવા છતાં ઉપવાસ પર ઉતરવું કેજરીવાલ માટે કેટલું યોગ્ય રહેશે એવા સવાલના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે દેશ માટે બલિદાન આપવાનો સમય આવી ગયો છે. બાદમાં વૈશ્ય ભવનમાં આયોજિત કાર્યક્રમમાં અણ્ણા ટીમના સભ્યો સરકાર પર ખૂબ વરસ્યા અને સંઘ અને ભાજપથી પોતે અલગ છે એવું દર્શાવવાની પણ કોશિષ કરી. જોકે ખીચોખીચ ભરેલા વૈશ્ય ભવનમાં ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા.
અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર અને જનલોકપાલ બિલની ભારે મજાક ઉડાવી. તેમણે જણાવ્યું કે સરકારી લોકપાલ બિલ અનુસાર ભ્રષ્ટાચારનો આરોપ મૂકવાવાળાએ જ પુરાવા પણ રજૂ કરવાના રહેશે અને જો એમ ન કરે તો એને બે વર્ષની સજા થશે. આરોપીને માત્ર છ મહિનાની સજા થશે. તેમણે કહ્યું કે એવા વડાપ્રધાન પાસેથી શી અપેક્ષા રાખવી જેઓ પોતાની વિરૃદ્દ નિષ્પક્ષ તપાસ કરાવવા તૈયાર નથી. તેમણે સબમરીન ગોટાળો, કોલસા ગોટાળો, ટુ જી સ્પેક્ટ્રમ ગોટાળા સંબંધે કેન્દ્ર સરકાર પર ભારે ઉભરો ઠાલવ્યો.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મુંબઇના સાક્ષીઓની ઉલટ તપાસ માટે પાકિસ્તાન લેખિત માગણી કરશે

સિરિયાના સંરક્ષણ પ્રધાનનું આત્મઘાતી ધડાકામાં મોત
ઈટાલીમાંથી મળી આવેલું હાડપિંજર મોનાલીસાનું હોઈ શકે છે
મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved